Q-1. અહીં કેટલીક પરિસ્થિતિઓ આપી છે. આ પરિસ્થિતિમાં શ્રીમદ્ભગવદ્ગીતાની તમે સાંભળેલી જે વાત
માર્ગદર્શન કરી શકે તેની સામે જોડો:
ઉતર :- (1) → (D), (2) → (A), (3) → (E), (4) → (C), (5) → (F), (6) → (B).
-----------------------------------------------
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
(1) ગીતાજયંતી કયા દિવસે આવે છે?
ઉત્તર :- ગીતાજયંતી માગશર સુદ અગિયારસે આવે છે.
(2) એમર્સનને ગીતાની ભેટ કોણે આપી ?
ઉત્તર :- એમર્સનને ગીતાની ભેટ, સ્કૉટલૅન્ડના મહાન ઈતિહાસકાર અને તત્ત્વચિંતક કાર્લાઇલે આપી.
(૩) વિધાર્થી તરીકે અર્જુનનો કયો ગુણ તમને વધુ ગમ્યો?
ઉત્તર:- વિધાર્થી તરીકે અર્જુનની એકાગ્રતાનો ગુણ મને વધુ ગમ્યો.
(4) વિધાર્થીમાં જિજ્ઞાસાની સાથે કયો ગુણ આવશ્યક છે?
ઉત્તર:- વિધાર્થીમાં જિજ્ઞાસાની સાથે, યોગ્ય વ્યક્તિ પાસે જઈ નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછવાનો ગુણ આવશ્યક છે.
( 5) વિષયનું ધ્યાન→ આસક્તિ → .. આ શૃંખલાને આગળ વધારો.
ઉત્તર:- વિષયનું ધ્યાન → આસક્તિ ક્રોધ → મૂઢતા → સ્મૃતિભ્રમ→ જ્ઞાનશક્તિનો નાશ→ પતન.
-----------------------------------------------
પ્રશ્ન 3. ટૂંકમાં ઉત્તર લખો:
(1) ક્રોધનાં કારણ અને પરિણામ શાં શાં હોય છે?
ઉત્તર:- વિષયનું ચિંતન કરનારા પુરુષને તે વિષયમાં આસક્તિ (મોહ) જન્મે છે, મોહથી વિષયમાં કામના જાગે છે, ને કામનામાં વિઘ્ન આવવાથી, અપેક્ષાઓ પૂર્ણ ન થતાં ક્રોધ જન્મે છે. ક્રોધને કારણે મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મૃતિભ્રમ કે સ્મૃતિનાશ થાય છે. સ્મૃતિભ્રમ ઊભો થવાથી બુદ્ધિ કે જ્ઞાનનો નાશ થઈ જાય છે. બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે.
(2) ‘બુદ્ધિનો નાશ તો માણસનો ખુદનો નાશ.” સમજાવો.
ઉત્તર :- વ્યક્તિના વિકાસમાં બુદ્ધિ પ્રેરકબળ છે. બુદ્ધિથી વ્યક્તિ વાતાવરણ સાથે સરળતાથી, ઝડપી અનુકૂલન સાધી શકે છે. નવું શીખી શકે છે. બુદ્ધિનો નાશ થતાં કશું શીખી શકતી નથી, તાર્કિક વિચારશક્તિ પણ નાશ પામે છે. જીવનની હકારાત્મકતા નાશ પામે છે. સર્જનાત્મકતા કે સર્જનશીલતા બિલકુલ રહેતી નથી. સ્મૃતિભ્રમ થાય છે. ક્રોધ જન્મે છે. મૂઢતા આવે છે અને આમ માણસનો ખુદનો નાશ થાય છે.
(૩) શરીર અને મન પર વિચારોની શી શી અસરો થાય છે?
ઉત્તર :- ગીતામાં શરીર અને મન પર વિચારોની પ્રબળ અસર થાય છે એ અંગે યોગ્ય માર્ગદર્શન પણ છે. નબળો વિચાર માણસને નબળો પાડે છે. ચિંતા, નિરાશા, હતાશા વગેરે એવા ભાવો છે જે આપણી શક્તિને ક્ષીણ કરે છે. આ માટે ગીતાએ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો દર્શાવ્યાં છે. નબળો વિચાર કાઢીને વિધાયક અને તર્કશુદ્ધ વિચારો ભગવાને ગીતા દ્વારા રોપી દીધા. જેમ કમળ, પાણીમાં, એની સપાટી વધે કે ઘટે, પોતાની ડાંડી પર જળથી હંમેશાં ઉપર રહે છે એમ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિની ચેતનાને સુખ, દુ:ખ, આશા-નિરાશ નડતાં નથી.
(4) પાઠમાં આપેલા શ્લોકમાંથી તમને કયો શ્લોક વધુ ગમ્યો ? કારણ આપો.
ઉત્તર:- મને એક વિધાર્થી તરીકે આ પાઠનો, ગીતાના છઠ્ઠા અધ્યાયનો સત્તરમો શ્લોક વધુ ગમે છે. એમાં જીવનમાં સંતુલન કેવી રીતે રાખવું એની વાત છે. એમાં આહાર, ઊંઘ અને પ્રવૃત્તિનો યોગ્ય માત્રામાં સમન્વય થાય, તો કેવો ચમત્કાર સર્જાય એની વાત કરી છે. ત્રણ પ્રકારના આહારની સ્પષ્ટ વાત વિધાર્થી માટે, અન્ય લોકોની જેમ, મહત્ત્વની છે. વિધાર્થી અવસ્થામાં આયોજન અને દિનચર્યા કેવી રીતે ગોઠવી શકાય, બિનસ્વાસ્થ્યપ્રદ ને વધારે પડતો આહાર કેટલું નુકસાન કરે છે તેનો સંદેશ મળે છે.
-----------------------------------------------

No comments:
Post a Comment