Q-1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખોઃ
(1) મહાભારતમાં કેટલાં પર્વ છે?
ઉત્તર:- મહાભારતમાં અઢાર પર્વ છે.
(2) ધર્મસંકટ સમયે ગીતામાતાનું શરણ કોણ લેતું હતું?
ઉત્તર:- ધર્મસંકટ સમયે ગીતામાતાનું શરણ મહાત્મા ગાંધી લેતા હતા.
(3) ભારત સરકાર તરફથી સિંધુતાઈ સપકાલનને કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે?
ઉત્તર:- ભારત સરકાર તરફથી સિધુતાઈ સપકાલનને 'પદ્મશ્રી' પુરસ્કાર આપવામાં આવ્યો છે.
(4) સતીપ્રથા કોણે દૂર કરી હતી?
ઉત્તર :- રાજા રામમોહનરાયે સતીપ્રથા દૂર કરી હતી.
(5) આદિ-શંકરાચાર્યના ગુજરાતમાં આવેલા મઠનું નામ જણાવો.
ઉત્તર:- આદિ-શંકરાચાર્યના ગુજરાતમાં આવેલા મઠનું નામ 'દ્વારકા મઠ' છે.
-----------------------------------------------------
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખોઃ
(1) અધ્યાય 2ના 41મા શ્લોકમાંથી તમને તમને કારકિર્દી કારકિર્દી ઘડવા ઘડવા માટે માટે શું માર્ગદર્શન મળે છે?
ઉત્તર :- અધ્યાય 2નો 41મો શ્લોક, કારકિર્દી રકિર્દી ઘડવા ઘડવા માટેનું ભાથું પૂરું પાડે છે. એમાં કર્મ કરવામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિની વાત છે. તમે કારકિર્દી ઘડવામાં એક ચોક્કસ વિષય નક્કી કરો છો. એ દિશામાં આગળ વધવામાં એ વિષય પ્રત્યેની શ્રદ્ધા, એમાં દાખવવાની સ્થિરતા મહત્ત્વની છે. વિષય નક્કી કર્યા પછી વિચલિત ન થવું. બુદ્ધિ અસ્થિર હશે, તો વિચાર અસ્થિર થશે, વિચારની અસ્થિરતા સાથે બુદ્ધિ સ્વયં મતભેદો ઊભા કરશે. કાર્ય વિલંબમાં પડશે. કલ્પના ચાવલાએ બાળપણથી જ ઍરોનોટિકલ એન્જિનિયર બનવાનો નિશ્ચય કર્યો ને એ સ્થિર નિશ્ર્ચયને સાકાર કરવા વિવેક ને સંયમપૂર્વક આગળ વધ્યાં. રાજા રામમોહનરાયે ‘સતીપ્રથા' ના કુરિવાજને નાબૂદ કર્યો.
(2) માનવ-માનવ વચ્ચે ભેદ મિટાવવા માટે ગીતાનો કયો શ્લોક આપણને માર્ગદર્શન આપે छे?
ઉત્તર:- માનવ-માનવ વચ્ચે ભેદ મિટાવવા માટે ગીતાના 9મા અધ્યાયનો 29મો શ્લોક પથદર્શક (માર્ગદર્શક) બની રહે છે. વ્યક્તિની જાતિ, કુળ, વય, ભાષા, પ્રદેશ, રંગ કંઈ પણ દરેક મનુષ્યમાં એકસમાન જ છે. समोऽहंसर्वभूतेषु (ગીતા 9.29) અર્થાત્ હું સર્વ જીવો પ્રત્યે સમભાવયુક્ત રહું છું.
(3) તમારા એક મિત્રને ટીવી કે અન્ય માધ્યમોના કારણે નિર્ણયો ચલિત થતા હોય એવું તમને લાગે છે. ગીતાના અધ્યાય 2નો 53મા શ્લોકનો અભ્યાસ કર્યા પછી તમે તેને કેવું માર્ગદર્શન આપશો?
ઉત્તર :- ટીવી કે અન્ય માધ્યમોના કારણે મારા મિત્રના નિર્ણયો ચલિત થતા હોય એવું મને લાગે તો, હું ગીતાના અધ્યાય 2ના 53મા શ્લોકનો અભ્યાસ કર્યા પછી તેને આમ માર્ગદર્શનઆપીશ :
- મિત્ર, હું જોઉં છું કે તેં અનેક કામ બદલ્યાં, પણ કશે સ્થિર ન થયો. એક તો તું નિર્ણય લઈ શકતો નથી, કારણ કે ટીવી કે અન્ય માધ્યમોને કારણે તારા નિર્ણયો બદલાયા કરે છે. કોઈ પણ કામ પૂર્ણ કરવાનો નિર્ધાર કરવો પડે ને એને પૂર્ણ ના થાય ત્યાં સુધી સ્થિરતાથી, ધીરજથી, નિષ્ઠાપૂર્વક લાગ્યા રહેવું પડે. મારી રીતે એને એક ઉદાહરણ હું આપું. ઘણીવાર તડકામાં, કાચમાં ઝીલીને, આપણે ચામડી પર કિરણો કેન્દ્ર કરી, દઝાડતા હોઈએ છીએ. એક શક્યતાઓને દઢ સંકલ્પથી, આપણે સિદ્ધિમાં રૂપાંતરિત કરવી જોઈએ. આમ, ગીતાના આ જ્ઞાનયુક્ત શ્લોકને ઉદાહરણો દ્વારા સમજાવીશ.
(4) 'હું મુજ ભાગ્ય તણો ઘડવૈયો' આ વાત ગીતાના કયા શ્લોકમાં કહી છે?
ઉત્તર :- 'હું મુજ ભાગ્ય તણો ઘડવૈયો' આ વાત ગીતાના છઠ્ઠા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં કહી છે.
----------------------------------------------------


No comments:
Post a Comment