Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તાર આપો :
1. આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો.
– આર્યોએ ભારતને ભવ્ય અને સમૃધ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે.
– તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા.
– આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા.
– આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં સાત મોટી નદીઓ વહેતી હતી. તેને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું હતું.
– તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતીઓ રચી હતી. સમય જતા તેમાંથી યજ્ઞયાગાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી.
– આર્ય પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત હતી.
– તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિના સર્જકો માનવામાં આવે છે.
– આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યાવર્ત નામ આપવામાં આવ્યું હતું.
– દ્રવિડો ભારતના મૂળ રહેવાશી હતા. તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા.
– આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ-પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે.
– તેઓ પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોંહે-જો-દડોની (સિંધુખીણની) સંસ્કૃતિના સર્જકો માનવામાં આવે છે.
– તેમણે દેવી માતારૂપે અને પરમાત્માને પિતારૂપે માન્યાં હતાં, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો.
– ધૂપ, દીપ અને આરતી વડે દેવ-દેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો ગણાય છે.
– દ્રવિડો માતૃમૂલક-માતૃપ્રધાન કુટુંબપ્રથા ધરાવતા હતા.
– તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા.
– ઉત્તર ભારત પર આર્યોએ કાબૂ મેળવતાં દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયાં હતા.
– દ્રવિડકુળની તમિલ, તેલુગું, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો (દ્રવિડો) આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે.
2. સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો.
– સંસ્કૃતિ એટલે ‘ગુફાથી ઘર’ સુધીની માનવજાતની વિકાસયાત્રા.
– સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગળ જીવનશૈલીનો સમાવેશ થાય છે.
– સંસ્કૃતિમાં વિચારો, બુધ્ધિ, કલા, કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે.
– સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત.
– દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુખ્ય લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે.
– મહાન રશિયન સમાજશાસ્ત્રી બી. મેલીનોનોશ્ર્સ્ટ્ટીના માટે સંસ્કૃતિ એટલે માનવમનનું ખેડાણ.
3. ‘ગુજરાતનો સાંસ્કૃતિક વારસો’ - સવિસ્તાર સમજાવો.
– બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ : ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, તળાજા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે.
– વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ, જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રૂદ્રમહાલ, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂન ઝૂલતા મિનારા, સિદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, સરખેજનો રોજો, નગીના વાડી વગેરે...
– પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે.
Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :
1. ભારતીય વારસાનાં જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો.
– દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું.
– દેશના જંગલો, તળાવો, નદીઓ તેમજ વન્ય પશુ-પંખીઓ સહીત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું.
– ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિઓની શુધ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.
– હિંસાનો ત્યાગ કરવો.
– આપણા બંધારણમાં અનુચ્છેદ 51 (ક) માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં (છ), (જ) અને (ટ) એટલે (6), (7) અને (9) માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવે છે.
– આપણા સાંસ્કૃતિ વારસાના પ્રતીક સમાન પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું.
2. પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો.
– ભારતના પ્રાકૃતિક વારસામાં ઉંચા પર્વતો, જંગલો, ઝરણાં, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણપ્રદેશો વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે.
– આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે.
– ભારતના ભૂમિદ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનીજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે.
– પ્રાકૃતિક વારસો એટલે “પ્રકૃતિ પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ” પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે.
– હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે.
3. ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો.
– આ ઉપરાંત ભાષા, લિપિ, અંડો, શૂન્ય, ગણિત, ધાતુ, ધર્મ, સાહિત્ય, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે.
– સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા-કૌશલ્ય વડે જે કાઈ સર્જ્યું કે મેળવ્યું છે તે સાંસ્કૃતિ વારસો કહેવાય છે.
– મૌર્યયુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુધ્ધનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર-પ્રવર્તમાન વાળી ગૌતમ બુધ્ધની પ્રતિમા વગેરે સાંસ્કૃતિક વારસાની સમૃધ્ધિના દર્શન કરાવે છે.
– ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દા. ત. શિલ્પ કંડારવાની કળા ને લગભગ 5000 વર્ષ પ્રાચીન છે.
Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :
1. આર્ય પ્રજા અન્ય ક્યા નામે ઓળખાય છે?
=> આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે.
2. નેગ્રીટો (હબસી) પ્રજા વિશે ટૂંકી માહિતી આપો.
=> શ્યામવર્ણ, 4 થી 5 ફૂટ ઉંચાઈ અને માથે વાંકળિયા વાળ એ નેગ્રીટો અથવા નીગ્રો પ્રજાની શારીરિક વિશેષતા છે. નેગ્રીટો અથવા નીગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા.
3. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ક્યાં ક્યાં પ્રાણીઓ દર્શાવાયેલા છે?
=> ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહો, ઘોડો, હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવેલ છે.
------------------------------------------------
Q-4. દરેક પ્રશ્ર્નો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
1. “લોકમાતા” શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે?
(A) ભારત
(B) પ્રકૃતિ
(C) નદીઓ
(D) પનિહારીઓ
Answer: (C) નદીઓ
2. નીચેના પૈકી કઈ જોડી સાચી છે?
(A) શારદા પીઠ - સોમનાથ
(B) પોળો ઉત્સવ - વડનગર
(C) ઉતરાર્ધ નૃત્ય મહોત્સવ - મોઢેરા
(D) સિદી સૈયદની જાળી - ભાવનગર
Answer: (C) ઉતરાર્ધ નૃત્ય મહોત્સવ - મોઢેરા
3. દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય?
(A) હિન્દી
(B) તમિલ
(C) કન્નડ
(D) મલયાલમ
Answer: (A) હિન્દી
--------------------------------------------

No comments:
Post a Comment