Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Thursday, 9 April 2026

ધોરણ 9 ગુજરાતી પાઠ : 23 લઘુકાવ્યો સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


1. મોતને કોણ ડરાવી શકે છે ?

(A) આગને જે પી ના શકે તે

(B) જિંદગીથી જે ન ડરે તે

(C) જિંદગીથી જે ડરી જાય તે

(D) મૃત્યુની બીક લાગે તે


Correct Answer: (B) જિંદગીથી જે ન ડરે તે


2. કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે ?

(A) ટાંકણાંના ઘા સહીને પણ કદી તૂટે નહીં તે

(B) ટાંકણાંના ઘાથી તૂટી જાય તે

(C) ટાંકણાંના ઘા સહન ના કરી શકે તે

(D) જે સાવ કાચો પથ્થર હોય તે


Correct Answer: (A) ટાંકણાંના ઘા સહીને પણ કદી તૂટે નહીં તે


3. કળિયુગમાં માણસો કેવા હોય...

(A) હૈયાફૂટલ હોય તેવા

(B) અસંતોષી

(C) શરીરથી સ્વસ્થ

(D) ઉપર્યુક્ત (A) અને (B) બંને


Correct Answer: (D) ઉપર્યુક્ત (A) અને (B) બંને


4. છૈયા ખૂંદતો ખોળો…. હાઈકુમાં

(A) ટેલિવિઝનનું મહત્વ દર્શાવાયું છે

(B) માતૃત્વની ભાવનાના દર્શન થાય છે

(C) બેકારીનું મહત્વ દર્શાવાયું છે

(D) છોકરાનું મહત્વ નથી


Correct Answer: (B) માતૃત્વની ભાવનાના દર્શન થાય છે


-----------------------------------------


Q-2. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :


1. શાણા કઈ વાત સાનમાં સમજી જાય છે ?

=> કળિયુગના માણસોના લક્ષણો અલગ-અલગ હોય છે જેમાં જે માણસના શરીર કામ કરવા તૈયાર ન હોય, મનથી હારી ગયેલા હોય, આળસુ બની ગયા હોય, હૈયા ફૂટલ હોય, ગમે તેટલું મળે તો પણ સંતોષ ન હોય આવા માણસો સાનમાં સમજી જાય છે.


2. આગને કોણ ઠારી શકે ?

=> કવિ કહે છે જે વ્યક્તિ સમજુ હોય, ભીષણ પરિસ્થિતિમાં પણ સામી છાતીએ લડે તેવો હોય અને ગમે તેવી વિકટ સ્થિતિને શાંત કરી શકે, આગને પી શકે, એ જ આગને ઠારી શકે છે.


-------------------------------------------


Q-3. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :


1. 'ટાંકણાંના ઘા સહીને...' પંક્તિમાં તમને શું શીખવા મળે છે ? સમજાવો.

=> જેમ કોઇ શિલ્પકાર સરસ મજાનું સુંદર શિલ્પ તૈયાર કરવા માટે આરસ પર ટાંકણાંના ઘા મારે છે આરસ પહાણ ટાંકણાંના ઘા સહન કરે છે આથી આરસ પહાણ સુંદર શિલ્પ ધારણ કરે છે. કવિએ સમજાવ્યું છે કે માનવીએ પણ જિંદગીમાં અડગ આત્મવિશ્વાસથી જીવવાની જરૂર છે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ મનુષ્યે અડગ ઊભા રહીને સામનો કરવો જોઈએ એ મોત સામે પણ ઝઝૂમવા તૈયાર હોય આવી વ્યક્તિ જ જીવનની કપરી પરિસ્થિતિનો સામનો કરીને કંઈક પામે છે.


----------------------------------------------


Q-4. અર્થવિસ્તાર કરો :


1. જિંદગીથી ના ડરે એ મોતને ઠારી શકે 
આગને જે પી શકે તે આગને ઠારી શકે

=> જિંદગીથી ના ડરે એ મોતને ઠારી શકે , ઉપરાંત પંક્તિમાં કવિએ દ્રઢ આત્મા મનોબળ પર ભાર મૂક્યો છે. જે વ્યક્તિ જિંદગીમાં કપરી પરિસ્થિતિનો સહેજ પણ ડર્યા વગર નિરાશ થયા વગર સામનો કરે છે એ મોતથી ડરતી નથી હિંમતથી તેનો સામનો કરે છે. જે આગથી ડરતી નથી તે વ્યક્તિ જ આગને ઠારી શકે છે.


---------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

----- Send 'Hi" via whatsapp for PDF
( ₹10 Charges will be applicable for PDF )



👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 






------Thanks for visit------


No comments:

Post a Comment