Q-1. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :
1. સોંડાના અંતરમાં કેમ ફાળ પડી ?
(A) રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે
(B) બોળો ખવડાવવાની વાત જાહેર થઈ ગઈ
(C) સિપાઈઓ ફરી વખત બોળો ખાવા આવ્યાનું જાણીને
(D) અસવારો ઊભા પાકને નુકસાન કરશે તેવા ડરથી
Correct Answer: (A) રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે
2. બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું ?
(A) આજીવન કેદની સજા
(B) બાર સાંતીની જમીન અને ચાર ભેંસો
(C) બાર બળદ અને વીસ કળશી બાજરો
(D) ઉપરના (B) અને (C) બંને
Correct Answer: (D) ઉપરના (B) અને (C) બંને
3. બચ્ચાંની ગાળો તો માવતરને ઊલટી મીઠી લાગે… આ વાક્ય કોણ બોલે છે ?
(A) મહારાજ વજેસંગજી
(B) જેસાભાઈ વજીર
(C) પરમાણંદસસ ભાઈ
(D) ભૂંભલીના ગ્રામજનો
Correct Answer: (A) મહારાજ વજેસંગજી
4. ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે ! વાક્યમાં સોંડાનો ભાવ….
(A) ભાવનગર ખુબ જ દૂર હતું
(B) રાજાના સિપાઈ ઠોંસે ચડાવીને વેઠ કરાવે તેવો ભય
(C) ભાવનગરના રાજા ખુબ જ ક્રૂર હતા
(D) સોંડો સાવ અભણ હતો
Correct Answer: (B) રાજાના સિપાઈ ઠોંસે ચડાવીને વેઠ કરાવે તેવો ભય
---------------------------------------
Q-2. કારણ આપો :
1. સોંડાએ ઘરવાળીને કહ્યું ; 'હવે આપડા તો રામ… રામ… સમજવા... ' કારણ કે...
=> સોંડાના ઘરેથી ઘોડેસવાર ગયા પછી બીજે દિવસે સોંડો શિરામણ કરીને વાડીએ જતો હતો, ત્યારે હથિયાર બંધ બે ઘોડેસવાર આવ્યા અને સોંડા વિશે પૂછપરછ કરી. સોંડાએ ધ્રુજતા-ધ્રુજતા ભારે હૃદયે પોતાનો પરિચય આપ્યો ત્યારે ઘોડેસવારોએ કહ્યું; 'ભાવનગરના રાજા વજેસંગજીએ તમને ભાવનગર બોલાવ્યા છે', આ વાત સાંભળીને સોંડાના અંતરમાં ફાળ પડી. તેને આગલા દિવસે જે બન્યું, તે યાદ આવ્યું. તેને લાગ્યું કે પેલા અસ્વારે રાજાને બધું કહી દીધું હશે. હવે રાજા તેને જેલમાં પૂરશે.આથી સોંડાએ તેની પત્નીને કહ્યું,'હવે આપડા તો રામ… રામ… સમજવા...'
2. સોંડાની વાત સાંભળી મહારાજ વજેસંગજીની છાતી ફૂલવા લાગી કારણ કે...
==> મહારાજ વજેસંગજી પ્રજાલક્ષી કાર્યો કરતા હતા પ્રજા જ તેમના માટે સર્વેસર્વા હતી તેમનું કોઈ પણ દુઃખ હોય તો તે દૂર કરવાનો રાજાનો અધિકાર છે.આગલા દિવસે સોંડાએ ગાળો આપી હતી અને પોતાની વ્યથા પ્રગટ કરી હતી. રાજાની કચેરીમાં ઉપસ્થિત અમલદારોને કહ્યું કે સોંડાએ વગર ઓળખ્યે અમને કેવા માન - સમાન આપ્યા હતા. ખવડાયેલો મિઠો બોળો અને એથીય મીઠી એની ગાળો, આવી મજા અમને મહેલોમાય નથી આવતી.આટલું બોલતા મહારાજા વજેસંગજીની છાતી ફુલવા લાગી.
--------------------------------------
Q-3. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :
1. મહારાજ વજેસંગજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો.
=> વૈશાખ મહિનાને બળબળતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલા ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યા પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા હતા આ હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા ઘોરીયાને કાંઠે બેસીને પોતે હાથ-પગ ધોવા લાગ્યા. ગામનું નામ ભૂંભલી અને વાડીના ધણીનું નામ સોંડો માળી ભાવનગરના રાજા વજેસંગજી ઘોડેસવાર બનીને સોંડા નામના ખેડૂતની વાડીએ આરામ કરવા રોકાયા હતા ત્યાં સોંડાએ ઘોડેસવારને જમાડયા અને આશરો આપ્યો અને સોંડાએ પોતાની આપવીતી કહી.તેણે ભાવનગરના રાજાને ઘણી ગાળો ભાંડી તેને ખબર ન હતી કે આ ઘોડેસવાર રાજા વજેસંગજી પોતે જ છે.રાજા સોંડાની નિખાલસ વાણી હસતા મુખે સાંભળતા જ રહ્યા કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી આથી રાજા તેનાથી પ્રભાવિત થયા અને ઉદાર દિલે તેને તાંબાના પતરા પર જાગીર લખી આપી. બીજો આવો જ એક પ્રસંગ સમઢીયાળા ગામમાં બન્યો હતો ત્યાં રાજા શિકારી વેશમાં એક કણબીના ખેતરમાંથી પસાર થયા આથી તે કણબીનો ખેડૂતોનો માલ ચગદાઈ ગયો.આ જોઈને ડોસીએ બે-ચાર ગાળો સંભળાવી અને તેમને વજેસંગજી પર વિશ્વાસ છે તે જણાવી દિધુ. આ ડોસીની નીડરતા ઉપર રાજાએ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ તથા જમીન ઇનામમાં આપ્યા.
2. સોંડાની મહેમાનગતિનું વર્ણન કરો.
=> વૈશાખ મહિનાને ધોમધખતા તાપમા એક ઘોડેસવાર ભૂંભલી ગામમાં એક સોંડા નામના વ્યક્તિની વાડીએ પહોંચ્યો આવા તાપમા તેણે હાથ પગ ધોયા અને આરામની જરૂર લાગી. ઘોડેસવારને સોંડાએ ધોરિયાની લીલી ધ્રો ઉપર ખાટલા ઢાળી દીધો કોસ હાકતા હાંકતા સોંડાએ ખેડૂતની દયનીય પરિસ્થિતિનું વર્ણન કર્યું એની વાણીમાં કડવાશ હતી એણે રાજાને ઘણું કહ્યું પરંતુ તેમ છતાં રાજા ખુશ થયા. રાજાને સહેજ પણ માઠુ લાગ્યું નહીં ઘોડેસવારને ભૂખ લાગી હતી તેણે સોડાને કહ્યું જમવાનું મળશે કાંઈ ? ત્યારે સોંડાએ ઘોડેસવારને બોળો જમાડ્યો પાંદડાનો દડિયો બનાવી તેમાં તેને બોળો ખાવા આપ્યો. તાપમાં તપી ગયેલા ઘોડેસવારને આ ખાટો અને શીતલ બોળો મીઠો લાગ્યો પોતાના ભાગનો પણ બોળો આપી દીધો. આમ અજાણ્યા ઘોડેસવારની સારી મહેમાનગતિ કરાવી.
----------------------------------------

No comments:
Post a Comment