Q-1. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :
1. કોરા કાગળનો અર્થ......
(A) વાંચી ન શકાય તેવો પત્ર
(B) યુદ્ધની ધમકીભર્યો પત્ર
(C) કશું જ લખ્યું ન હોય તેવો પત્ર
(D) સફેદ રંગનો કાગળ
Correct Answer: (B) યુદ્ધની ધમકીભર્યો પત્ર
2. દાદા શા માટે રડતા હતા ?
(A) દુશ્મનોનાં લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી
(B) દાદાના દીકરાઓના યુદ્ધમાં શહીદ થયા હતા
(C) દાદાને પત્ર વાંચતા આવડતું નથી
(D) દાદાને તલવારના ઘા વાગ્યા હતા
Correct Answer: (A) દુશ્મનોનાં લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી
3. દળકટક વળાવી ઘરે પધારેલા તેજમલને...
(A) દાદાએ ખુબ જ ઠપકો આપ્યો
(B) દુશ્મનો માટે સહાનુભૂતિનો ભાવ થયો
(C) હવે ક્યારેય યુદ્ધમાં ન જવાની પ્રતિજ્ઞા લેવડાવી
(D) દાદા અને કાકાએ મોતીડાથી વધાવ્યા
Correct Answer: (D) દાદા અને કાકાએ મોતીડાથી વધાવ્યા
4. નીચેનામાંથી કયું વિધાન તેજમલને લાગુ પડતું નથી ?
(A) હૈયે હિમ્મત રાખો દાદા અમે વહારે ચડશું રે
(B) હાથના ત્રાજવા દાદા બાયલડીમાં રહેશે રે
(C) તેજમલ સૌ સાથીડાની પાછળ રહ્યા
(D) પગના ત્રાજવા દાદા મોજડિયુંમાં રહેશે રે
Correct Answer: (C) તેજમલ સૌ સાથીડાની પાછળ રહ્યા
------------------------------------
Q-2. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
1. દાંત રંગાવ્યાં બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે ?
=> તેજમલ નાની હતી ત્યારે મોસાળમાં ગઈ હતી. મોસાળમાં એમના હોંશીલા મામીએ દાંત રંગાવ્યા હતા.
2. સોનાની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે જણાવો
=> તેજમલ પોતાના સાથીઓ સાથે સોનાની દુકાને ગયા ત્યાં સ્ત્રી અને પુરુષની પરખ કરવાની હતી સામાન્ય રીતે પુરુષએ પુરુષના ઘરેણાની પૂછપરછ કરે અને સ્ત્રી હંમેશા સ્ત્રીના ઘરેણાની કિંમત પૂછતી હોય છે.પરંતુ અહીં અવળું થયું તેજમલે બેરખાની કિંમત પૂછી આ રીતે સોનાના ઘરેણાની દુકાને તેજમલ પોતાની ઓળખ છુપાવવામાં કામયાબ રહ્યો.
---------------------------------------
Q-3. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :
1. તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી ? એના આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા ? તમારા શબ્દોમાં લખો.
=> દુશ્મનો ઓળખી ન શકે તે માટે તેજમલ બધા સાથીઓને વાણીયાની દુકાને લઈ ગઈ તે જાણતી હતી કે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઇ જશે કેમ કે પુરુષ પાઘડીના મૂલ પૂછશે અને સ્ત્રી ચૂંદડીના મૂલ પૂછશે પણ તેમ થયું નહીં આથી પુરુષોએ ચુંદડીની કિંમત પૂછી અને તેજમલે મોળીડું પસંદ કર્યું આવી જ રીતે તેજમલ સોનાની દુકાને લઈ ગઈ ત્યાં પણ પુરુષોએ સ્ત્રીના ઝૂમણામાં મોહાયા પણ તેજમલ ઠાકોરે તો બેરખા પસંદ કર્યા.આ રીતે તેજમલ પરીક્ષામાં પાર ઉતાર્યા.
2. સ્ત્રીસહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાઈ છે ? એ લાક્ષણિકતાને છુપાવવા તેજમલની શી યુક્તિઓ છે ? વિગતે જણાવો.
=> સામાન્ય રીતે સ્ત્રીઓને આભૂષણોનો શોખ બહુ જ હોય છે માથે અંબોડો વાળે છે, હાથમાં બાજુબંધ, લોકેટ પહેરે છે, પગમાં ઝાંઝર અને હાથમાં બંગડીઓ પહેરે છે આ સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ છે. તેજમલમાં પણ આવી જ લાક્ષણિકતાઓ હતી પરંતુ જ્યારે યુદ્ધમાં પિતાની મદદ કરવાની હતી ત્યારે ચિંતા હતી કે તેજમલ ઓળખાઈ જશે. પરંતુ તેજમલ એમ હારે તેમ ન હતી તેણે માથાના અંબોડામાં મોળિયું રાખી દીધું.કાનની ફરતે બુકાની બાંધી લીધી તેણે લાંબી બાઈની ચોળી પહેરી હાથની બંગડીઓ ઢાંકી દીધી.પગમાં મોજડી પહેરી પગના ઝાંઝર છુપાવી દીધા આમ તેજમલે આવી યુક્તિઓ કરીને પોતાની સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ છુપાવી દીધી.
-------------------------------------------
Q-4. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :
1. શીદને રુવો છો દાદા શું છે અમને કહોને રે !
દળકટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે.
=> દીકરી તેજમલ દાદા ને પૂછે છે શીદને રોવો છો દાદા અમને કહો ત્યારે દાદાએ દીકરી તેજમલને કહ્યું આપણા રાજ્ય પર દુશ્મનોએ આક્રમણ કર્યું છે આપણી વહારે કોણ આવશે.સાત દીકરીના પિતાને એક પણ શૂરવીર પુત્ર નથી આથી દુશ્મનોનો સામનો કોણ કરશે ? આ વ્યથાને લીધે દાદા રડી પડ્યા.
-----------------------------------------

No comments:
Post a Comment