Q-1. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :
1. કિશોર વયે નાનજીભાઈમાં કેવા પ્રકારની સાહસિકતા હતી ?
(A) અણદીઠેલી ભોમ પર પગ મુકવાની
(B) વણખેડેલી જમીન પર ખેતી કરવાની
(C) પર્વતના શિખર પર પગ મૂકવાની
(D) દરિયાના તાંડવમાં વહાણ ચલાવવાની
Correct Answer: (A) અણદીઠેલી ભોમ પર પગ મુકવાની
2. લેખકે યુગાન્ડામાં ‘બેતાજ બાદશાહ’ તરીકે કોને ઓળખાવ્યા છે ?
(A) યુગાન્ડાના પ્રમુખ મિલ્ટન ઓબોટેને
(B) ગુજરાતના શ્રેષ્ઠી નાનજી મહેતાને
(C) યુગાન્ડાના ઉદ્યોગ સાહસિક નાનજીભાઈ પ્રભુદાસને
(D) માનવતાવા ભેખધારી મહાત્મા ગાંધીજીને
Correct Answer: (B) ગુજરાતના શ્રેષ્ઠી નાનજી મહેતાને
3. નાનજીભાઈના મતે કેવી સમાજરચના ભારતને મહાન બનાવશે ?
(A) ધર્મ-જ્ઞાતિના આડંબરથી મુક્ત સમાજરચના
(B) ભેદભાવયુક્ત શિક્ષણ પ્રથાવાળી સમાજરચના
(C) નિરક્ષરતા અને અસ્પૃશ્યતા નિવારણ માટેની સમાજરચના
(D) પુત્ર - પુત્રીની સમાનતા અને જાતિવર્ણના ભેદભાવ વગરની સમાજરચના
Correct Answer: (D) પુત્ર - પુત્રીની સમાનતા અને જાતિવર્ણના ભેદભાવ વગરની સમાજરચના
4. નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું ?
(A) એક આદિવાસી કન્યાના હાથે
(B) ગામડાની એક અભણ બહેનના હાથે
(C) એક હરિજન બાળાના હાથે
(D) એક વિકલાંગ કન્યાના હાથે
Correct Answer: (C) એક હરિજન બાળાના હાથે
------------------------------------------
Q-2. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
1. 13 વર્ષની કુમળી વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો ?
=> 13 વર્ષની કુમળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું મહિનાઓની સફર, વહાણની મુસાફરી - એમાં વચ્ચે તોફાન આવ્યું, કુવા થંભ અને સઢ તૂટી ગયા, મૃત્યુ સામે દેખાતું હતું. ભૂખ - તરસ અને અનિશ્ચિત ભાવી છતાં તેમણે હિંમત જાળવી, તાંડવ વચ્ચે સ્થિરતા રાખી બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખી સફર પાર કરી.એક કિશોર માટે એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તેઓ ડગ્યા નહીં.
2. નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો
નાનજીભાઈ મહેતાનો પંચશીલ સિદ્ધાંત આ હતો, સાદો વેશ, સાદી બોલી,સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચાર.આ સિદ્ધાંતો નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાય માટે જાળવી રાખ્યા.આ ઉપરાંત સામાન્યજનો, ગ્રામજનો, મહિલાઓ, અસ્પૃશ્યતા વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો હતા.
-------------------------------------
Q-3. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :
1. નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના ‘બેતાજ બાદશાહ’ તરીકે શા માટે ઓળખાવ્યા છે ?
=> નાનજીભાઈ કાલિદાસ પાસે ખેતીનું બિલકુલ જ્ઞાન ન હતું તેમ છતાં તેમણે યુગાન્ડામાં વણખેડેલી ધરતી પર, અજાણ્યા પ્રદેશમાં કપાસ, ચા-કોફીની ખેતી શરૂ કરી પોતાની કાર્યકુશળતા દ્વારા એમણે સફળતા પ્રાપ્ત કરી. તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગ વિખ્યાત બન્યો તેમણે શેરડીનું વાવેતર કર્યું આ રીતે તેમણે યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો.ઈ.સ. 1924 માં સુગર ફેક્ટરી શરૂ કરી જાપાનની ટેકનોલોજી અપનાવી તેમણે નવા યુગની શરૂઆત કરી. આમ સૌરાષ્ટ્રના એક ચાર ચોપડી ભણેલા વ્યક્તિએ યુગાન્ડામાં ઉદ્યોગક્ષેત્રે સારો વિકાસ કર્યો.આથી નાનજીભાઈ કાલિદાસને યુગાન્ડાના ‘બેતાજ બાદશાહ’ તરીકે ઓળખવામાં આવે છે.
2. નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા કારણે સફળ થયા ?
=> નાનજીભાઈ કાલિદાસ અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે સફળ થયા તેનું કારણ તેમની કોઠાસૂઝ અને સખત પુરુષાર્થથી અજાણ્યા પ્રદેશમાં કપાસ, ચા-કોફી, રબર વગેરેની ખેતી કરી. આ ઉપરાંત કપાસનો વિકાસ કરીને યુગાન્ડાની આર્થિક પ્રગતિમાં ફાળો આપ્યો.તેમણે ઈ.સ. 1924 માં સુગર ફેક્ટરી શરૂ કરી આમ નાનજીભાઈ પાસે સાહસ, અડગ શ્રદ્ધા, દ્રઢ મનોબળ દ્વારા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગસાહસિક તરીકે સફળ થયા.
-----------------------------------

No comments:
Post a Comment