Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :
1. ઉદારીકરણનો અર્થ આપી તેના લાભો જણાવો.
=> ઉદારીકરણ : ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી, દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા એટલે આર્થિક ઉદારીકરણની નીતિ.
– દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે.
– વિદેશી મૂડીરોકાણ વધ્યું છે.
– વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો.
– દેશમાં વિદેશી હૂંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે.
– ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે.
– આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે.
2. ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો.
– મુડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે.
– ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થતો છે.
– જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે.
– ભાવો અંકુશમાં રહ્યા નહિ. તેથી દેશમાં ભાવવધારાની સમસ્યા સર્જાય છે.
– આર્થિક સતાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઈજારાશાહી ને વેગ મળ્યો છે.
– મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે.
3. પર્યાવરણની સુરક્ષા માટેના પગલાંઓ જણાવો.
– ત્યાર બાદ વખતોવખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદાં-જુદાં અનેક સંમેલનો અને શિબિરો યોજાઈ, તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું.
– ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે.
– રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે.
– જેમકે,
(1) દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે.
(2) પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી.
(3) વિશ્વભરમાં 5મી જૂનને 'પર્યાવરણ દિન' તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
(4) 1981માં ભારત સરકારે 'વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો' પસાર કર્યો.
(5) ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે.
– આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહિ મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે.
4. ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો.
– અમુક પેદાશો જેવી કે કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય છે તેથી કાળજીપૂર્વક ઉપયોગ કરવો.
– ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ, પૂરનિયત્રંણ વગેરે ઉપયોગમાં લેવાય છે.
– ઉત્પાદનમાં તમામ ક્ષેત્રોમાં સૌરઉર્જા અને પવનઉર્જા જેવા બિન ઉર્જા સાધનોનો ઉપયોગ વધારવા પર ભાર મુકવો.
– પ્રાકૃતિક સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો. ટેક્નોલોજીનો વિકાસ વગેરે પર ભાર મુકવો.
– જંગલો, જળસંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે ઉપયોગ કરવો જોઈએ.
– પર્યાવરણની તુલના જળવાઈ રહે તે રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો.
----------------------------------------------
Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :
1. વૈશ્વિકીકરણના લાભો જણાવો.
– દેશ અને વિદેશમાં મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે.
– વિકસિત દેશો જેવા કે ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સહેલાયથી અને સરળતાથી મળી રહે છે.
2. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો લખો.
– વિશ્વમાં ઉત્પન્ન થતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું.
– આંતરરાષ્ટ્રીય વ્યાપારના અવરોધો દૂર કરવા બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેનો અમલ કરવો.
– વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું.
– આંતરરાષ્ટ્રીય વ્યાપારને ભેદભાવહીન ઉત્તેજન આપે છે.
– દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું.
3. ખાનગીકરણના લાભો જણાવો.
– જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો તેમ દેખાય છે.
– ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે.
– વપરાશી ચીજવસ્તુઓ અને મુડીલક્ષી ઉત્પાદનમાં વધારો થયો છે.
Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :
1. વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો.
=> વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની ક્રિયા કે જેના પરિણામે ટેક્નોલોજી, શ્રમ નો પ્રવાહ, ચીજવસ્તુઓ વગેરે સહેલાયથી પ્રાપ્ત થઈ શકે.
2. ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો?
=> ઈ. સ. 1991 માં ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ થયો હતો.
3. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ?
=> વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી, 1995 ના રોજ થઈ.
4. ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો.
=> ભાવિ પેઢીની જરૂરિયાતો પુરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે ટકાઉ વિકાસ.
-----------------------------------------------------------
Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
1. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે?
(A) સ્ટોકહોમ
(B) જીનીવા
(C) લંડન
(D) કોલકાતા
Answer: (B) જીનીવા
2. પર્યાવરણીય જાગૃતિ અંગે ‘પૃથ્વી પરિષદ’ કઈ સાલમાં યોજવામાં આવી?
(A) 1972
(B) 1951
(C) 1992
(D) 2014
Answer: (A) 1972
3. વિશ્વમાં ક્યા દિવસને ‘વિશ્વ પર્યાવરણીય દિન’ તરીકે ઉજવવામાં આવે છે?
(A) 8 માર્ચ
(B) 11 જૂન
(C) 5 જૂન
(D) 12 માર્ચ
Answer: (C) 5 જૂન
4. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે...
(A) ખાનગીકરણ
(B) વૈશ્વિકીકરણ
(C) ઉદારીકરણ
(D) એક પણ નહિ
Answer: (B) વૈશ્વિકીકરણ
----------------------------------------------------------

No comments:
Post a Comment