Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :
1. માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે?
– અપેક્ષિત આયુષ્ય એટલે દીર્ઘ અને નિરોગી જીવન તેમાં મહત્તમ 84.6 વર્ષ અને ન્યુનત્તમ 20 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે.
– માનવવિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે.
– 25 વર્ષની વ્યક્તિએ શાળામાં વિતાવેલાં વર્ષો.
– તેમાં ઉચ્ચત્તમ 13.6 વર્ષ અને ન્યુનત્તમ શૂન્ય વર્ષ નક્કી કરેલ છે.
– માનવવિકાસ અહેવાલ 2015 મુજબ શાળાના શાળાકીય વર્ષો 5.4 વર્ષ છે.
– જીવન નિર્વાહ માટે માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ (GDP) ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવે છે.
– 2015 ના અહેવાલ મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5497 અને ઘરેલુ પેદાશ 5238 છે.
– તે સમખરીદશક્તિ તરીકે ઓળખવામાં આવે છે.
– 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો તો તેમાં વધુમાં વધુ 18 વર્ષ અને ઓછામાં ઓછા શૂન્ય વર્ષ નક્કી કરેલ છે.
– ભારતના અપેક્ષિત શાળાના વર્ષો 11.7 વર્ષ છે.
2. માનવ વિકાસ સામેના પડકારો જણાવો.
(1) સ્વાસ્થ્ય :
– વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નિરોગી સ્વાસ્થ્ય હોવું જરૂરી છે.
– ભારતમાં બાળ-રસીકરણ કાર્યક્રમ દ્વારા બાળમૃત્યુમાં નોંધપાત્ર સુધારો થયો છે.
– સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના મોટા રોગો નિર્મૂળ કરી શક્યા છીએ.
– બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઉણપ જવાબદાર છે.
– વધતા શહેરીકરણે ગંદકીની સમસ્યાઓ જન્માવી છે.
– દેશના બધા જ નાગરિકોને સમાનતા અને ન્યાય બક્ષ્યા છે.
– ઈ.સ. 2011 ની વસ્તી ગણતરી મુજબ 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે.
– દીકરીઓને શૈશવકાળથી જ શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે.
– સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને સામાજિક કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનવું પડે છે.
– ભારતમાં ઉંચા હોદ્દા, ઉંચી આવક, વધુ વેતન, લાભ મળે તેવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરૂષોનું વર્ચસ્વ છે.
– ભારતમાં સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2% જેટલું જ છે.
– એક સ્ત્રી શિક્ષિત બને તો એક કુટુંબ, એક સમાજ અને અંતે રાષ્ટ્ર શિક્ષિત બને છે.
– સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે.
– ઉદ્યોગો, સરકારી નોકરીઓમાં પુરૂષોનું પ્રભુત્વ છે.
– ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે.
– કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા નથી.
– સાક્ષરતાનું નીચું પ્રમાણ સ્ત્રીઓની પ્રગતિને અવરોધે છે.
3. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે?
=> ભારતમાં પુત્ર માટેની તીવ્ર ઝંખનાને કારણે સ્ત્રી ભ્રુણહત્યાનું પ્રમાણ વધ્યું છે.– મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે, બાળઉછેર કરે જેવા કામો કરે તો તેનું કોઈ મૂલ્ય ગણાતું નથી.
– સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી.
– છોકરીઓના બાળમૃત્યુનો દર ઉંચો રહે છે.
– સ્ત્રીઓ પ્રત્યે ઓછા આદરભાવ રાખવામાં આવે છે.
– ભારતીય સમાજના દીકરા દીકરી વચ્ચે ખોરાક, કપડાં, અભ્યાસ, રમતો, હારવું ફરવું, વગેરે બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે.
– મોટા ભાગની સ્ત્રીઓને ચાર દીવાલો વચ્ચે જ ગોંધી રાખવામાં આવે છે.
4. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો.
– દેશમાંથી પ્લેગ, શીતળા અને પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી શક્યા છે.
– વસ્તી નિયમન માટે કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યા છે.
– બી.સી.જી. ક્ષય માટે, ઓ.વી.પી. પોલિયો માટે, ધનુર માટે ડી.પી.ટી.વગેરે બાળ-રસીકરણ કાર્યક્રમ દ્વારા બાળકોને જુદી-જુદી રસીઓ આપવામાં આવે છે.
– ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો પર નિયંત્રણ લાવી શકાયું છે.
– દેશમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે.
– ભારત સરકાર અને રાજ્ય સરકાર જન્મદર, મૃત્યુદર અને બાળ-મૃત્યુદરમાં ઘટાડો કરવા માટે વિવિધ કાર્યક્રમો કરેલ છે.
5. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ-કઈ યોજનાઓ અમલમાં મુકેલ છે? સમજાવો.
– બેટી બચાવો અભિયાન દ્વારા બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે છે.
– પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે “વિદ્યાલક્ષ્મી બોન્ડ” આપવામાં આવે છે.
– સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાઈકલો આપવામાં આવે છે.
– કન્યાઓને એસ.ટી. બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે.
– ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
– નિરાધાર વૃધ્ધ મહિલાઓને “રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના” અમલમાં મૂકી છે.સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઈ-મમતા કાર્યક્રમ શરૂ કર્યો છે.
– સગર્ભા મહિલાઓની નોંધણી કરી તેમને મમતાકાર્ડ આપવામાં આવે છે.
Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :
1. માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે?
– માનવ વિકાસને માનવીના સુખ-શાંતિ તેમજ રસ, રુચિ, આવડત સાથે સબંધ છે.
– તંદુરસ્તી, નીરોગીપણું અને દીઘાર્યુ જીવન.
– આર્થિક ઉપાર્જનની તકો.
– વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા ઉંચા જીવનધોરણ માટે.
– માનવ અધિકારોના ઉપયોગ કરવાની તકો.
2. ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાને ક્રમિક રીતે જણાવો.
– ઈ.સ. 1999 રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી.
– ઈ.સ. 2001 માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી.
– કુટુંબની સ્થાવર મિલકતમાં સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદામાં સુધારો કર્યો.
– ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો સ્થપાઈ.
– મહિલાઓને ન્યાય મળી રહે તે માટે મહીલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી મહિલાઓની જાતીય સલામતી ન થાય તેના માટે સરકારે કાયદો બનાવી તેમને સુરક્ષા બક્ષી છે.
3. ‘અભયમ યોજના’ શું છે? સમજાવો.
– શારીરિક, માનસિક અને સામાજિક હિંસાથી ત્રસ્ત મહિલા પોતાની સુરક્ષા અને સલામતી માટે મદદ મેળવવા માટે આ હેલ્પલાઈન પર માત્ર એક કોલ કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
4. આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબત દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે?
– ઓછા વજનવાળા બાળકોનો જન્મ
– અપૂરતા પોષણવાળી સગર્ભા માતા
– કુપોષણયુક્ત બાળક દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા કુટુંબો
– શાળાએ ન જતું બાળક
– વાંચતા-લખતા ન આવડતું હોય તેવું શાળાએ જતું બાળક
– ગંભીર બીમારીથી પીડાતી વ્યક્તિ
– અકાળે અવસાન પામતી વ્યક્તિ
– અધ્ધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો એવું બાળક
Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :
1. માનવ વિકાસ એટલે શું?
– માનવ વિકાસને માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા.
– માત્ર વ્યક્તિની માથાદીઠ આવક નહિ,પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધારિત છે.
2. માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં ક્યા ક્યા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે?
(1) અપેક્ષિત આયુષ્ય આંક
(2) આવક આંક
(3) શિક્ષણ આંક
3. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો માનવ વિકાસ આંક કેટલો અને ક્યા ક્રમે છે?
=> ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે અને ક્રમ 130 છે.
4. ભારતના ક્યા પાડોશી દેશો માનવ વિકાસ આંકમાં ભારતથી પાછળ છે?
=> ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન માનવ વિકાસ આંકમાં ભારતથી પાછળ છે.
5. બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ-કઈ રસી આપવામાં આવે છે?
=> પોલિયો માટે ઓ.પી.વી. રસી, ક્ષય માટે બી.સી.જી. રસી, ઝેરી કમળા માટે હિપેટાઈટિસ રસી, ધનુર-ડિફથેરીયા-મોટી ઉધરસ માટે ડી.પી.ટી. રસી તેમજ ઓરી, એમ.એમ.આર. અને ટાઈફોઈડ વિરોધી રસી આપવામાં આવે છે.
------------------------------------------------------
Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
1. માનવ વિકાસ આંક માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે?
(A) UNESCO
(B) UNICEF
(C) FAO
(D) UNDP
Answer: (D) UNDP
2. નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ ક્યો છે?
(A) ભારત
(B) નાઈઝર
(C) નોર્વે
(D) બ્રાઝીલ
Answer: (C) નોર્વે
3. નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતા કઈ જોડ સાચી બનશે?
(A) ભારત, શ્રીલંકા, નેપાળ, ભૂતાન
(B) શ્રીલંકા, ભૂતાન, ભારત, નેપાળ
(C) શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળ
(D) શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂતાન
Answer: (C) શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળ
4. ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ક્યા વર્ષને ઉજવવામાં આવેલ?
(A) 1975
(B) 2002
(C) 1985
(D) 1999
Answer: (B) 2002
5. ભારતીય મૂળના ક્યા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે?
(A) મહબૂબ ઊલ હક
(B) અમર્ત્ય સેન
(C) રવીન્દ્રનાથ ટાગોર
(D) સી. વી. રામન
Answer: (B) અમર્ત્ય સેન
-----------------------------------------------------

No comments:
Post a Comment