Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Friday, 24 July 2026

Std 10 Social Science Ch.20 Bharatni Samajik Samasyao Ane Padkaro Svadhyay Solution || ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો ||

 


Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો 


1. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઇઓનો પરિચય આપો.

=> બંધારણના આર્ટિકલ 29 પ્રમાણે...
– કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નભતી અથવા નાણાકીય મદદથી ચાલતી કોઈ પણ સંસ્થા અટકાવી શકાશે નહિ.
– ભારતના કોઈ પણ પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈ પણ જાતની વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો સાચવવાનો એમને અધિકાર રહેશે

બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે...
– ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન, ભાષા અથવા તેમના કોઈના આધારે (1) દુકાનો, હોટલો અને જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવો (2) કુવા, નાહવા માટેના ઘાટો, સંપૂર્ણ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવતા સ્થળોના અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થળોના ઉપયોગ અંગે (3) રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકે નહિ ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ કે શરતો લાદી શકાશે નહિ તેમજ ભેદભાવ દાખવી શકાશે નહિ.


2. આંતકવાદની સામાજિક અસરો જણાવો.

– આંતકવાદીની સામાજિક અસરો નીચે મુજબ છે :
– ગામડાં અને શહેરો વચ્ચેનો તેમજ રાજ્ય રાજ્ય વચ્ચેનો આંતર વ્યવહાર ઓછો થઈ જાય છે.
– આંતકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે તેને કારણે શાંતિથી અભ્યાસ કરી શકતા નથી.
– આંતકવાદ સમાજની એકતાને છિન્ન-ભિન્ન કરે છે.
– આંતકવાદને કારણે નાગરિકો સતત ભયના નીચે જીવે છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે.
– તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે.
– સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે જેથી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે. પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે.
– જે વિસ્તારોમાં આંતકવાદી પ્રવૃતિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી.


---------------------------------------


Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :


1. સાંપ્રદાયિક્તા દૂર કરવાના ઉપાયો જણાવો

=>  સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ.
– સાંપ્રદાયિક તત્વો સામે નાગરિકો અને સરકારે સખ્તાઈથી કામ લેવું. તેમની સામે ઝુકવુ નહિ.
– શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓ કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સમભાવનો દ્રષ્ટિકોણ વિકસાવી શકાય છે.
– ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહિ.
– રેડિયો અને ટેલિવિઝન દ્વારા રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ.
– યુવાનોમાં સાંપ્રદાયિક ભાવના ખીલે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
– સમાજના રાજકીય નેતાઓ, ધર્મગુરુઓ, બુદ્ધિજીવીઓ વગેરે વડાઓ મળીને સાંપ્રદાયિક્તાને નિર્મૂળ કરવા જોઈએ.
– ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિતો માટે લોકોમાં સમજ કેળવવી જોઈએ.
– રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત બનાવવી જોઈએ.


2. લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઇઓનો પરિચય આપો.

=>  ભારતના બંધારણે દેશના તમામ લોકોને સમાન હકો ભોગવવાનો અધિકાર આપ્યો છે.
– ધાર્મિક સ્વાતંત્ર્ય માટે લઘુમતીઓ પોતાના ધર્મ, પ્રચાર, પ્રસાર માટે સ્વતંત્ર છે.
– કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરને માન્ય રાખતો નથી.
– લઘુમતીઓના અધિકાર માટે રાષ્ટ્રીય લઘુમતી મંચની રચના કરી છે અને મુસ્લિમ પર્સનલ લો પણ બનાવ્યો છે.
– તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મને ટકાવવા માટે સંપત્તિ કે દાન મેળવવાનો અધિકાર ધરાવે છે.
– લઘુમતીઓને ધર્મ, વંશ, જાતિ, રંગ કે ભાષાને કારણે સરકારી સહાય મેળવતી કોઈ પણ કચેરીમાં પ્રવેશતા અટકાવી શકાશે નહિ.
– સમાજના બધા વર્ગોને પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે અને તેમનું સંચાલન કરવાનો અધિકાર છે.


3. આંતકવાદની આર્થિક અસરો જણાવો.

– આંતકવાદ એ વૈશ્વિક સમસ્યા છે.
– આંતકવાદ ને લીધે જે તે પ્રદેશના વેપાર-ધંધાનો વિકાસ રૂંધાય છે. લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડે છે.
– કેટલાક આંતકવાદી સંગઠનો વેપારીઓ, કર્મચારીઓને ડરાવી, ધમકાવીને તેમજ અપહરણ, લૂંટ, ખૂન દ્વારા નાણાં પડાવે છે.
– આંતકવાદીઓ માદક દ્રવ્યો જેવા કે ડ્રગ્સ, હેરોહીન, કોકેઈન વગેરેની હેરાફેરી કરીને યુવાધનને બરબાદ કરે છે.
– દેશમાં કાળુંનાણું ઘુસાડવાનું કામ કરે છે.
– આંતકવાદી પ્રદેશના લોકો અન્ય જગ્યાએ ધંધાર્થે જાય છે પરંતુ ધંધો ન ચાલવાથી ચોરી, લૂંટફાટ જેવી પ્રવૃત્તિ તરફ વળે છે.
– આંતકવાદથી જાન-માલની ખુંવારી થાવાની ભીતી દરેકને રહે છે.
– આંતકવાદ સામે રક્ષણ મેળવવા લોકોની સલામતી પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે.
– સરકારે બાંધેલા, પુલ, રેલવે, રસ્તા, બંધ વગેરે બૉમ્બ વિસ્ફોટોથી નાશ કે નુકસાન થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે.
– આમ, આંતકવાદની માઠી અસર જે તે પ્રદેશના ઉદ્યોગો–વાહન વ્યવહાર પર થાય છે.


------------------------------------------------


Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :


1. આંતકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો.

આંતકવાદ :
(1) તે એક વૈશ્વિક સમસ્યા છે.
(2) આંતકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ના મળે.
(3) તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે.
(4) આંતકવાદ સામાજિક હિંસા કે ઘૃણા ફેલાવીને સમાજને વિભાજીત કરે છે.

બળવાખોરી :
(1) જે તે રાષ્ટ્રની સમસ્યા છે.
(2) બળવાખોરી સ્થાનિક પ્રજાના સહકારથી ચાલે છે.
(3) તે પોતાની સરકાર વિરુદ્ધ કે પ્રદેશ પૂરતી સિમીત હોય છે.
(4) બળવાખોર સંગઠનો લોકોને ડરાવી, ધમકાવીને અનેહત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઉભું કરે છે.



2. નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો.

– આ ઉગ્રવાદી વિચારધારા નક્સલવાદ કહેવાય છે.
– તેનો ઉદ્દભવ પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી થયો હતો.
– ચીનમાં માઓ-ત્સે-તુંગની નેતાગીરી હેઠળ થયેલી સામ્યવાદી ક્રાંતિમાંથી પ્રેરણા મેળવી ભારતમાં નક્સવાદ શરૂ થયો.
– ઈ.સ. 1967 માં પશ્ચિમ બંગાળમાં ચાટ્ટુ મજુમદારના નેતૃત્વ નીચે નક્સવાદી આંદોલન શરૂ થયું હતું.
– આજે ભારતના 13 રાજ્યો જેવા કે ઓડિશા, કેરલ, ત્રિપુરા, ઝારખંડ, છત્તીસગઢ વગેરે વિસ્તારોમાં પ્રસર્યું છે.
– નક્સલવાદના ‘પિપલ્સ વોર ગ્રુપ’ અને માઓવાદી–સામ્યવાદી કેન્દ્ર નામના બે મુખ્ય સંગઠનો છે.


------------------------------------------------


Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


1. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે?

(A) સાંપ્રદાયિક્તા

(B) જ્ઞાતિવાદ

(C) ભાષાવાદ

(D) જૂથવાદ


Answer: (B) જ્ઞાતિવાદ


2. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે?

(A) અશ્પૃશ્યતા

(B) ધર્મ

(C) સંપ્રદાય

(D) આમાંનું એક પણ નહિ


Answer: (A) અશ્પૃશ્યતા


3. બંધારણના ક્યા આર્ટિકલ અશ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?

(A) આર્ટિકલ 25

(B) આર્ટિકલ 29

(C) આર્ટિકલ 17

(D) આર્ટિકલ 46


Answer: (C) આર્ટિકલ 17


4. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે?

(A) જ્ઞાતિવાદ

(B) સાંપ્રદાયિકતા

(C) ભાષાવાદ

(D) આંતકવાદ


Answer: (D) આંતકવાદ


5. જોડકા જોડી સાચો વિકલ્પ પસંદ કરો 
     રાજ્ય                       બળવાખોરી સંગઠન  
 (1) ત્રિપુરા               (A) ઉલ્ફા  
(2) મણિપુર              (B) એન. એસ. સી. એન. 
(3) નાગાલેન્ડ           (C) એ. ટી. ટી. એફ. 
(4) આસામ              (D) કે. એન. એફ.

(A) (1 - A) , (2 - D) , (3 - C) , (4 - B)

(B) (1 - C) , (2 - D) , (3 - A) , (4 - B)

(C) (1 - C) , (2 - D) , (3 - B) , (4 - A)

(D) (1 - C) , (2 - B) , (3 - D) , (4 - A)


Answer: (C) (1 - C) , (2 - D) , (3 - B) , (4 - A)


-------------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

----- Send 'Hi" via whatsapp for PDF
( ₹10 Charge will be applicable for PDF )




👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો





-------Thanks for visit------



No comments:

Post a Comment