Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :
1. ભાવવૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો.
– વિદેશોના બજારોમાં ઉત્પાદનોની માંગમાં વધારો થતા તેની સરકાર નિકાસ વધારવા પ્રોત્સાહક પગલાં ભરે છે. પરિણામે ચીજવસ્તુઓની દેશમાં અછત ઊભી થાય છે. આ સ્થિતિમાં પુરવઠામાં ઘટાડો થતા ભાવવૃદ્ધિ થાય છે.
(2) કાળું નાણું :
– કાળા નાણાંને કારણે ભાવ વધારો થાય છે. હિસાબી ચોપડે નોંધ ન થતી હોય અને જેના પર કરવેરો ચૂકવતો નથી તેથી બિન-હિસાબી આવકને કાળું નાણું કહે છે.
(3) નાણાંના પુરવઠામાં વધારો :
– માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતા બંને વચ્ચે અસમતુલા સર્જાય છે. સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે. તે સાથે લોકોની નાણાકીય આવકો વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે. ભારતમાં ભાવવૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાનું પરિણામ છે. દેશમાં નાણાંનો પુરવઠો વધતા, ત્યારે લોકોની આવક વધતા તેમની ખરીદશક્તિ વધે છે. બેંકમાં અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે. ચીજવસ્તુની માંગમાં વધારો કરીને ભાવવૃદ્ધિમાં વધારો કરે છે.
– વસ્તુઓના કાચા માલની કિંમતો વધે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે, જેનાથી ચીજવસ્તુઓની કિંમતો વધે છે. વસ્તુઓના ભાવ વધારો વેતન વધારાની માંગણી ઊભી કરે છે અને તે સંતોષવામાં આવે ત્યારે ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. ફરીથીભાવવૃદ્ધિ થાય છે. આમ, ભાવવૃદ્ધિનું ચક્ર ચાલુ જ રહે છે.
– વસ્તી વધારાને લીધે ભારતમાં ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉતરોત્તર વધારો થાય છે. જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતા ભાવવૃદ્ધિ થાય છે.
– સરકાર વહીવટથી પેટ્રોલિયમ પેદાશ, એલ્યુમિનિયમ, કુદરતી ગેસ, લોંખડ-પોલાદ, રાસાયણિક ખાતરો, ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવ વધારે છે.
2. ભાવનિયંત્રણ માટેના મુખ્ય બે ઉપાયોની ચર્ચા કરો.
3. ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે (છ મુદ્દા) સવિસ્તર સમજાવો.
ગ્રાહકના અધિકારો :
(1) સલામતીનો અધિકાર :
‘જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિકર્તા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે.' આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે.
(2) માહિતી મેળવવાનો અધિકાર :
ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીતરસમોથી બચી શકે. આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. ગ્રાહકને માહિતી લેબલમાંથી, પેકિંગ પરથી, જાહેરખબર, ભાવપત્રકો, સરકારી જાહેરખબરો અને અહેવાલો પરથી મળી રહે છે.
(3) પસંદગી કરવાનો અધિકાર :
વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ, હરીફાઈના ભાવે, ગુણવત્તા ધરાવતી
વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. વિવિધ પ્રકારની અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપે છે.
(4) રજૂઆત કરવાનો અધિકાર :
ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો
સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય, બિનધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઈ કરી છે.
(5) ફરિયાદ નિવારણનો અધિકાર :
આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રમાણિક વેપારી રીતરસમથી કે બેદરકારીથી
થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી, તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માંગવાનો અધિકાર બક્ષે છે. આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ લેવો, પૈસા પાછા આપવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે. આવી એક કે એકથી વધુ રાહતો વળતરરૂપે માંગી શકે છે. ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે.
(6) ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર :
આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકનું અજ્ઞાન, ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને, વિવિધ સંસ્થાઓની મીટીંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચાસભા, પ્રદર્શનો, વાર્તાલાપ, કાર્યશિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે, એમાં ગ્રાહકશિક્ષણ મદદરૂપ બને છે.
ગ્રાહકોની ફરજો :
(1) ગ્રાહકોએ ખરીદી વખતે ચીજ-વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, વાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા, કે BIS, ISI કે ‘એગમાર્ક' જેવાં ગુણવત્તાના માનક ચિહ્નો નિશાની વાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ. વીજળી કે ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુની ખરીદીને જ પ્રાથમિકતા આપવી જોઈએ.
(2) ખરીદી સમયે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી, લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને, ખાતરી કરીને સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ. ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં, વ્યવહારમાં શાણપણ, બુદ્ધિપૂર્વકનું, ગણતરીબાજ તરીકે, વિવેકદૃષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ જેથી તે શોષણ અને છેતરપિંડીથી બચી શકે છે.
(3) ગ્રાહકની ફરજ છે કે તેણે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે, એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે.
(4) ગ્રાહકે ખરીદેલ માલનું કે સેવાનું પાકું બીલ કે નાણાં ચૂકવ્યાંની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો તથા વૉરંટીકાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
(5) ગ્રાહકોએ બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગાં થઈને “સ્વૈચ્છિક ગ્રાહક મંડળો” કે “સંગઠનો રચવાં જોઈએ અને તે મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ. સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ અને જે થકી શોષણ સામે લડી લેવું એ પણ ગ્રાહક ફરજ છે.
(6) ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લિખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ.
(7) ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. ખરીદીમાં પેકીંગ, કિંમત, ઉત્પાદન કર્યા તારીખ, બેચ નંબર, ચોખ્ખું વજન, અંતિમતિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈને તપાસીને, ચકાસીને ખરીદવાનો આગ્રહ હંમેશાં રાખવો જોઈએ.
(8) ખરીદતી વખતે માલ ભળતો હોય, બનાવટી કે નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય, તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળો કે ગ્રાહક કોર્ટ
4. ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો.
– આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે.
– જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમુનામાં અને દાવાની રકમના 50% અથવા રૂ. 35000 ડિપોઝીટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે.
– દાવાનો નિકાલ અરજી કર્યા તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે.
– તેમાં નિશ્ચિત ફી સાથે રૂ. 20 લાખની રકમ સુધીના દાવા થઈ શકે છે.
– આજે સમગ્ર દેશમાં લગભગ 571 જિલ્લા ફોરમો કાર્યરત છે.
– તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમ 50% કે રૂ. 25000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝીટ જમા કરાવવાની હોય છે.
– જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે.
– તે ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત છે તે દિલ્હીમાં આવેલી છે.
– તેમાં નિશ્ચિત ફી સાથે રૂ. 1 કરોડથી વધુ રકમના વળતર માટે દાવા કરી શકાય છે. દાવાનો નિકાલ અરજી કાર્યની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે.
– આ અદાલતમાં 5 સભ્યોની એક બેન્ચ હોય છે.
– આ ત્રણેય અદાલતો પૈકી કોઈ પણ અદાલતે કરેલા હુકમોનું પાલન ન કરનારને સજા અથવા દંડ કે બંને શિક્ષા થઈ શકે છે.
5. ગુણવત્તા માનક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે જણાવો.
– ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો-1937 ને ઈ.સ. 1986 માં સંશોધિત કરવામાં આવ્યો છે.
– ઉત્પાદનોની ગુણવતાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈ.સ. 1947 માં ‘ઈન્ડિયન સ્ટાન્ડર્ઝ ઈન્સ્ટિટ્યૂટ’ નામની સંસ્થા સ્થાપી હતી.
– હાલના સમયમાં ‘બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ઝ’ ના નામે ઓળખાય છે.
– મધ, ઘી, મરી-મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વનપેદાશો, બાગાયતી પેદાશો તથા ખત-ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર ‘એગમાર્ક’ લગાવવામાં આવે છે.
– આ સંસ્થા ઉત્પાદકોને ISI કે Agmark વાપરવાનો પર્વનો આપે છે.
– ‘J’ નું ચિહન ઈ.સ. 2008 માં દાગીના પર હોલમાર્કિંગ થયેલ દર્શાવે છે.
– માંસ અને માંસની બનાવટો પર એમ.પી.ઓ. નો માર્કો લગાડવામાં આવે છે.
– ઉનની બનાવટો અને તેના પોશાક પર વુલમાર્ક માર્કો લગાડવામાં આવે છે.
– દરેક માર્કો લગાવવાની મજૂરી BIS દ્વારા આપવામાં આવે છે.
– આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સંસ્થાઓ કામ કરી રહી છે.
6. ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ?
– ગ્રાહકે ચીજવસ્તુઓની ખરીદી અંગેના નિર્ણયો લેતા પહેલા સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ.
– ગ્રાહકે હંમેશા બજારમાંથી બી.આઈ.એસ., આઈ.એસ.આઈ. કે એગમાર્ક ના માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ.
– ગ્રાહકોએ બિન રાજકીય સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા જોઈએ ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ.
– ગ્રાહકોએ તેમની ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજુઆત અવશ્ય કરવી.
– ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવું, રીક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરવાની વખતે પંપના ઈન્ડિકેટર પર 0000 ઝીરો મીટર રીડીંગ જોઈ લેવું.
– તેમજ કેરોસીન લેતી વખતે માપિયાંમાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવું જોઈએ.
– ગ્રાહકે ખરીદેલી વસ્તુઓનું પાકું બિલ કે નાણાં ચુકવવાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો.
– વીજળી, ટેલિફોન, વીમો, બેન્ક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી.
Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :
1. ભાવવધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે - સમજાવો.
– ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતા તેઓ કામદારોના પગારમાં વધારો કરે છે.
– આમ, સ્થિર ભાવ વધારો વિકાસને પોષક બને છે.
– આમ, જનતાની આવક વધે છે તેથી તેમની ખરીદશક્તિ વધે છે તેઓ જીવનજરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે છે.
– દેશના આર્થિક વિકાસને પોષક બને છે.
– લગભગ બધી જ ચીજવસ્તુઓની ભાવસપાટી એક સાથે ઉંચા દરે વધારો થાય છે. આથી સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે.
– પરિણામે ઉત્પાદકીય પ્રવૃતિઓમાં વધારો થવાથી વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે છે.
2. કાળુનાણું ભાવવધારાનું એક ઉદાહરણ છે - સમજાવો.
– કાળુંનાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે.
– કાળુંનાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓની માંગ વધારે છે. પરિણામે ભાવવધારો થાય છે.
– કાળુંનાણું ધરાવતા લોકો મોજશોખ અને વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઉંચા ભાવે ખરીદતા અચકાતા નથી.
– કેટલીકવાર કાળુંનાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃતિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પડે છે.
– આમ, કાળુંનાણું ભાવવધારાનું એક કારણ છે.
3. ભાવનિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો.
– દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા છે.
– ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો, સમાજના નિમ્ન લોકો આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન જેવી ચીજવસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થમાં રાહત દરે પુરી આપવામાં આવે છે.
– ભાવવધારાની સ્થિતિમાં ગરીબી વર્ગના લોકોના જીવનધોરણ ને ટકાવી રાખવામાં આશીર્વાદરૂપ બની છે.
– ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઉભી કરી, કાળાબજાર કરી મનફાવે ભાવવધારો કરે છે તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે.
4. ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો.
– મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક કોઈપણ ચીજવસ્તુ પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે.
– આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુની બાબતમાં પુરી અને સાચી માહિતી આપવી જરૂરી છે.
– ચીજવસ્તુના ઉત્પાદનના માપદંડો, ગુણવત્તા અને ભાવનિર્ધારણ અંગે કોઈ ખાસ નિયમો નથી.
– ચીજવસ્તુની ખરીદીમાં ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત, ગુણવત્તા, બનાવટ, વોરંટી કે ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી આથી પોતાને આર્થિક અને માનસિક નુકસાન કરી બેસે છે.
– મોટાભાગના ગ્રહકોને પૂરતી માહિતી હોતી નથી. નિરક્ષર હોય છે તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે તેઓ કાનૂની લડત આપી શકતા નથી.
– તેમનામાં ઉત્પાદકો અને બજારસબંધી જાણકારી હોતી નથી.
– જ્યારે કોઈ એક જ ઉત્પાદક હોય અને વસ્તુના ઉત્પાદન અને વહેંચણીમાં એકાધિકાર (ઈજારો) હોય ત્યારે વસ્તુની કિંમત, ગુણવત્તા અને તેની પ્રાપ્તિ સાથે ચેડાં થવાની સંભવના વધી જાય છે.
5. ગ્રાહક સુરક્ષા ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો.
– ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા સરકાર માન્ય તાલુકા, જિલ્લા અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે.– તે ગ્રાહકોના અધિકારો અને કાયદાઓની જોગવાઈઓની વખતોવખત સમીક્ષા કરે છે.
– ગ્રાહક જાગૃતિ માટે સેમિનાર, પરિષદો, પરિસંવાદો વગેરે યોજે છે.
– તેમા ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણ અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ પર માર્ગદર્શન આપે છે.
– ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે ગ્રાહક મંચ, ગ્રાહક સુરક્ષા જેવી સામયિકો પ્રકાશિત કરે છે.
– તે કસૂરવારને દંડ કરાવી ગ્રાહકોને પૂરું વળતર અપાવે છે.
– આવા મંડળો વેપારીઓ દ્વારા કરવામાં આવતા કાળાબજારો, ભેળસેળ જેવી પ્રવૃતિઓ માહિતી આપે છે.
6. ફરિયાદ કોણ કરી શકે તથા ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો વર્ણવો.
– ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે.
– કંપની કાયદા અને અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ.
– રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કરી શકે.
– એક કે તેથી વધુ ગ્રાહક કે જેમાં ગ્રાહકોનું સમાન હિત હોય તે.
– કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે.
– અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ ફરિયાદ કરી શકે તેમજ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, કલેક્ટર કચેરીમાં પણ ફરિયાદ કરી શકે છે.
– ફરિયાદની અરજી અરજદાર પોતાની અરજી ટાઈપ અથવા ઈ-મેઈલથી કરી શકે છે.
– તે અદાલતમાં વકીલ મારફત પણ ફરિયાદ કરી શકે.
– ફરિયાદીએ અરજીમાં ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ જણાવવા.
– આરોપ અંગેના જે કોઈ આધારો, પુરાવા, દસ્તાવેજો હોય તે અરજીની નકલ સાથે જરૂર જોડવા.
– અરજી સાથે બિલ, બિલની કાચી કે પાકી રસીદ બીડવી વગેરે...
Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો.
1. ભાવનિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે?
– ભાવવધારાને કારણે ઉત્પાદકો, વિક્રેતાઓ વગેરેના નફામાં ખુબ વધારો થતા તેમની આવકો ઝડપથી વધે છે.
– દેશમાં મૂડીરોકાણ ઘટે છે.
– નાણાંનો પુરવઠો વધતા ભાવવૃદ્ધિ સર્જાય છે.
– ભાવ વધારાને લીધે લોકોની ખરીદશક્તિ ઘટે છે.
2. ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસરો છે તે જણાવો.
– ફુગાવાજનક ભાવવધારો મૂડીસાધનના ઉપયોગનું ખર્ચ વધારે છે.
– ભાવવધારાને કારણે વપરાશીખર્ચ વધવાથી સામાન્ય લોકોની ખરીદશક્તિ ઘટે છે.
– શ્રીમંત લોકો કિંમતી ધાતુઓ અને સ્થાવર મિલકત ખરીદે છે.
– ફુગાવાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય સતત ઘટતું જાય છે.
3. ભાવનિર્ધારણ તંત્રની ભાવનિયમનમાં શી ભૂમિકા છે?
– સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે ‘આવશ્યક ચીજવસ્તુઓ અંગેનો ધારો-1955’ અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકારે નિર્ધારિત કરેલ ભાવો મુજબ પોતાની ચીજવસ્તુઓ વેચતા ન હોય તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે.
– આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાનાં સ્ટૉકપત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે.
– સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળાબજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર ‘પાસા’ કાયદાનો ઉપયોગ કરી વેપારીઓની અટકાયત કરે છે.
– આમ, કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા સરકાર ભાવવધારાને અંકુશિત કરવા પ્રયત્નો કરે છે.
– અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણગૅસ, કેરોસીન, ખાંડ, ઍલ્યુમિનિયમ, લોખંડ-પોલાદ, રેલવેનૂર, જીવનરક્ષક દવાઓ વગેરેના ભાવો ભાવનિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કર્યા છે.
4. ગ્રાહક કોને કહેવાય?
=> ગ્રાહક એટલે ખરીદનાર, કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમતરૂપે નાણાં કે અવેજ ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિ ‘ગ્રાહક’ કહેવાય.
5. ISI, ECO, FPO, એગમાર્ક વિશે જણાવો.
Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
1. સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવ નિર્ધારિત થાય છે?
(A) શાકભાજી
(B) દાક્તરી સારવાર
(C) પેટ્રોલ-ડિઝલ
(D) હોટલમાં જમણ
Answer: (C) પેટ્રોલ-ડિઝલ
2. સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે?
(A) ચીજવસ્તુઓ
(B) અનાજ
(C) કાચોમાલ
(D) નાણાં
Answer: (D) નાણાં
3. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે?
(A) કાળાબજાર
(B) નફાખોરી
(C) સટ્ટાખોરી
(D) સંગ્રહખોરી
Answer: (D) સંગ્રહખોરી
4. 15મી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે?
(A) ગ્રાહક અધિકાર દિન
(B) વિશ્વ ગ્રાહક અધિકાર દિન
(C) ગ્રાહક જાગૃતિ દિન
(D) રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન
Answer: (B) વિશ્વ ગ્રાહક અધિકાર દિન
5. કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે?
(A) ગ્રાહક તકરાર નિવારણ તંત્ર
(B) રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ
(C) રાષ્ટ્રીય ગ્રાહક કમિશન
(D) ગ્રાહક સુરક્ષા આયોગ
Answer: (A) ગ્રાહક તકરાર નિવારણ તંત્ર
6. ગ્રાહક શિક્ષણ-જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે?
(A) ઈનસાઇટ
(B) ગ્રાહક જાગૃત મંચ
(C) ગ્રાહક શિક્ષણ
(D) કન્ઝ્યુમર એક્ટ
Answer: (A) ઈનસાઇટ
7. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે?
(A) BIS
(B) CAC
(C) ISO
(D) FPO
Answer: (A) BIS
-----------------------------------------------

No comments:
Post a Comment