Q-1. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :
1. દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે ?
(A) ફૂલ જેવી
(B) કાંટા જેવી
(C) ડાળખી જેવી
(D) કલરવ જેવી
Correct Answer: (B) કાંટા જેવી
2. દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી ?
(A) ચિંતાતુર
(B) ભોળી
(C) ભુલકણી
(D) જિદ્દી
Correct Answer: (D) જિદ્દી
3. ‘ઝાઝી વાતુના ગાડાં ભરાય’ દ્વારા શું કહેવા માંગે છે ?
(A) બધી વાતો ગાડાંમાં બેસીને કરવાનું કહે છે
(B) લાંબી લાંબી વાતો કરવા માંગે છે
(C) વાતો તો ખુબ કરવી છે ટૂંકમાં કહીને જ બધું સમજાવવા માંગે છે
(D) ગાડાં ભરાય તેટલી બધી વાતો કરવા માંગે છે
Correct Answer: (C) વાતો તો ખુબ કરવી છે ટૂંકમાં કહીને જ બધું સમજાવવા માંગે છે
4. STD ડાળથી ટહુકું ? કહીને દીકરી શું કહેવા માંગે છે ?
(A) STD ફોન હવે બંધ થઈ ગયા છે
(B) વૃક્ષની ડાળના બદલે STD ની ડાળ ભૂલથી જ બોલાઈ ગયું
(C) ફોનમાં કોયલના ટહુકાની રિંગટોન વાગે છે
(D) પિતાજી સાથે મીઠી-મીઠી વાતો કરવા માંગે છે
Correct Answer: (D) પિતાજી સાથે મીઠી-મીઠી વાતો કરવા માંગે છે
-------------------------------------------------------------------------
Q-2. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
1. માતાનાં સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે ?
=> પુત્રી પપ્પા સાથે વાતો કરે છે અને મમ્મી બાજુમાં ઉભી હશે એમ સમજીને તે મમ્મી ને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપના ઊંઘમાં આંજે છે અર્થાત એ ભૂલી નથી.
--------------------------------------------------------------------------
Q-3. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :
1. પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ આ કાવ્યમાં કયા કયા શબ્દપ્રયોગ દ્વારા વ્યક્ત થાય છે ?
=> પપ્પા હવે ફોન મુકું ? એમ કહી દીકરી પપ્પાની પરવાનગી માંગે છે પિતાનું માન-સન્માન જાળવે છે, આદર આપે છે પછી પુત્રી પિતા સાથે વાત કરે છે જોકે પિતા પ્રશ્ન પૂછતા નથી.પોતાની દીકરીને હોસ્ટેલમાં ભણવા મૂકેલી છે એટલે એ સમજી જાય છે તેમનેય જરી મોજ આવે એટલે હું STD ની ડાળથી ટહુકુ એમ કહીને પપ્પાની ચિંતા દૂર થાય તેવો પ્રયત્ન કરે છે. પોતાના મનમાં ઉઠેલો પ્રશ્ન દીકરી ને સાથે વાતનો દોર આગળ ચલાવે છે. હોસ્ટેલ માં તો ફાવે છે ને , મમ્મી-બા જલસામાં? અને અંતે ઝાઝી વાતના ગાડા ભરાય એમ કહીને તો પપ્પા હવે ફોન મૂકું? જેવા શબ્દપ્રયોગો દીકરીની માતા-પિતાને ચિંતામુક્ત કરવાની ભાવના દર્શાવે છે.આ શબ્દપ્રયોગ પિતા-પુત્રીના આત્મીયતા દર્શાવે છે.
--------------------------------------------------
Q-4. મુદ્દાસર નોંધ તૈયાર કરો :
1. હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ
=> હોસ્ટેલમાં રહેતી દીકરી ઘરનું વાતાવરણ મૂકીને ત્યાંની તમામ સગવડોથી નાસીપાસ થયા વગર ત્યાના વાતાવરણ સાથે સમાનુકૂલન સાધે છે અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. તેની મમ્મીના અરમાનો પૂરા કરવાનું એક માત્ર લક્ષ્ય છે આથી હોસ્ટેલની જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે.આમ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે.
2. દીકરીની ઘર માટેની ચિંતા
=> દીકરી દૂર હોસ્ટેલમાં રહે છે આથી તેના માતા-પિતાને એની ચિંતા છે તેમ દીકરી પણ ઘરની ચિંતા કરે છે આથી તે ફોન પર પપ્પાને કહે છે કે તે ખૂબ જ ખુશ છે તેની ચિંતા કરતા નહીં.દીકરીને તેની માની પણ ચિંતા છે તે પિતાને કહે છે મા ભોળી, ચિંતાળું છે આથી તેનું ધ્યાન રાખજો.
-------------------------------------------

No comments:
Post a Comment