Q-1. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :
1. “તમે મારા ભલા માટે મારો પગ કાપશોને ! હું સહન કરી લઈશ” આ વાક્યમાં અરુણીમાંનો કયો ગુણ જોવા મળે છે ?
(A) કાયરતા
(B) માનવતા
(C) અડગતા
(D) લાગણીશીલતા
Correct Answer: (C) અડગતા
2. માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે ?
(A) જ્યારે તે જાતે જ ચાલવા લાગે છે ત્યારે
(B) જ્યારે તે પડકારનો સામનો કરે છે
(C) જ્યારે તે હાર કબુલી અને પ્રયત્નો છોડી દે છે
(D) જ્યારે તે પર્વત ચઢી શકતો નથી
Correct Answer: (C) જ્યારે તે હાર કબુલી અને પ્રયત્નો છોડી દે છે
3. અરુણીમા કયો સંકલ્પ કર્યો ?
(A) હું હવે ક્યારેય ટ્રેનમાં નહિ બેસું
(B) હું પર્વતારોહણ કરીશ જ
(C) હું હવે ક્યારેય પર્વતારોહણ કરીશ નહિ
(D) હું બહાર જતી વખતે બીજાનો સહારો લઈશ
Correct Answer: (B) હું પર્વતારોહણ કરીશ જ
4. લોકોએ અરુણીમાને પાગલ ગણી...
(A) એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું
(B) તે ટ્રેનની મુસાફરી એકલી જ કરતી હતી
(C) તેણીમાં સામાન્ય સમજશક્તિનો અભાવ હતો
(D) તે હોસ્પિટલમાં રાડો પાડતી હતી
Correct Answer: (A) એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું
-------------------------------------------------------------
Q-2. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
1. અરુણીમાદ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે ?
=> અરૂણિમા દ્વારા ભારતના નવયુવાનોને સંદેશો મળ્યો કે દરેક યુવાને પડકારો સામે લડવાનું છે સંકલ્પશક્તિ અને અડગ મનોબળ હોય તો ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી શકાય છે માણસ મનથી હારી ન જવો જોઈએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢતા શીખવું જોઈએ તો જ સફળતા મળશે.
2. બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું ?
=> બચેન્દ્રીપાલને મળ્યા પછી અરુણિમાના હિંમત અને ઉત્સાહ વધ્યા તેમનામાંથી પ્રેરણા લઈને અરુણિમાએ પર્વતારોહણ શરૂ કર્યું શરૂઆતમાં પર્વતારોહણ કરતી વખતે તે ખૂબ ડરતી પરંતુ તેમ છતાં તે ખૂબ મહેનત કરતી.
3. ડોક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઊઠી ?
=> અરુણિમાનું ઓપરેશન કરીને પગ કાપવો પડે તેમ હતો પરંતુ હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થેસિયાની સગવડ ન હતી આથી નર્સે ડોક્ટરને જાણ કરી. સરજી મારો પગ કપાયો... હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી તો હવે તો તમે મારો પગ કાપશોને? હું વેદના સહન કરી લઈશ આવી અડગતા જોઈને ડૉક્ટર અને નર્સમાં માનવતા જાગી.
---------------------------------------------------------------
Q-3. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :
1. અરુણીમાનું પાત્ર લેખન કરો.
=> 2011 ની 11 એપ્રિલે અરુણિમા C.I.S.F. માં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનઉથી દિલ્હી જઈ રહી હતી ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેઈન ખેંચવા પ્રયાસ કર્યો ડબ્બામાં મુસાફરની હાજરીમાં આ ઘટના બની પણ કોઇએ વિરોધ કર્યો નહીં કોઈએ એમને અટકાવ્યા નહીં અરુણિમા ઝઝૂમી સામે લડત આપી પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેકી દીધી એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઇ અને તેના ઉજ્જવળ ભવિષ્યને કચડતી ગઈ.અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો લોહીલુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમો પાડતી રહી પણ કોઈ એની મદદે આવ્યું નહીં રાત્રિના અંધકારમાં 7 કલાક ટ્રેક ઉપર પડી રહી એની મદદે કોઈ ફરક્યું નહીં. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડીભેર લટકતો હતો જમણા પગના હાડકાના ઘણા ટૂકડા થઈ ગયા તેની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યાં સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી. હવે એણે પોતાની જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું 'जहाँ चाह वहाँ राह' એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ.લોકો એને પાગલ ગણી કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય અરુણિમામાં દ્રઢ સંકલ્પશક્તિ હતી પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ બે કપરા પ્રશ્નો તેની સામે હતા. પરંતુ બચેન્દ્રીપાલે એનામાં જોશ અને હિંમતભર્યા પર્વતારોહણની તાલીમ લીધા પછી શેરપાની મદદથી બર્ફીલો પર્વત ચડતા ઘણીવાર તેનો કૃત્રિમ પગ ખસી જતો પણ એ હિંમત હારી નહીં અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી ત્યારે તેનો ઓક્સિજન ખલાસ થઈ ગયો હજી એવરેસ્ટ સર કરવાનું બાકી હતું ઘણાએ તેને પાછા વળવાનું કહ્યું પરંતુ એવા સમયે પાછળ નજર કર્યા વગર આગળ વધવું રસ્તો આપોઆપ મળી જશે બચેન્દ્રીપાલના આ શબ્દોને યાદ રાખી જીવના જોખમે એવરેસ્ટ સર કર્યો.અકસ્માતના માત્ર બે જ વર્ષમાં તેણે પોતાના મજબુત મનોબળ અને સખત પરિશ્રમથી સફળતા મળી.
2. “દ્રઢ સંકલ્પશક્તિ અને અડગ મનોબળ જ જીવન છે” આ વાક્યને પાઠના આધારે સમજાવો.
=> જીવનમાં કોઈ પણ ધ્યેય સિધ્ધ કરવો હોય તો દ્રઢ સંકલ્પશક્તિ દ્રઢ મનોબળ હોવા જરૂરી છે તેનું અરુણીમાં જાગતું ઉદાહરણ છે.કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ, અનેક પ્રશ્નોની અવગણના કરી આગળની દિશામાં વધવાનું નક્કી કર્યું. એવરેસ્ટ સર કરતી વખતે વારંવાર કૃત્રિમ પગ ખસી જવો, આગળ ચડાય નહીં, પાછા ફરતા અચાનક બાટલો ખાલી થઈ જવો આવી અનેક મુશ્કેલીઓ સામે તે હારી નહીં.દ્રઢ સંકલ્પશક્તિ અને અડગ મનોબળે તેને અનેક પડકારોનો સામનો કર્યો.આમ અરુણિમાના આ અડગ મનોબળ અને દ્રઢ સંકલ્પે તેને સફળતા અપાવી.
3. પર્વતારોહણ વખતે અરુણીમાને કઈ-કઈ મુશ્કેલીઓ પડી ?
=> પર્વતારોહણ વખતે અરુણિમાએ ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો તેને કૃત્રિમ પગ વારંવાર ખસી જતો હતો તેનો ઓક્સિજનનો બાટલો પણ ખલાસ થઇ ગયો હતો તેના શરીરનું વજન તેના પગ ઉઠાવી શકતા નહીં વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે એના પર વિજય મેળવવાનો હોય છે આ સંકલ્પ સાથે તેણે પાછું વળીને જોયું નહીં અને દોઢ કલાકમાં જ તે એવરેસ્ટની ટોચ પર પહોંચી. આ તેના લોખંડી મનોબળની જીત હતી પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો નહોતો એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઓક્સિજનનો બાટલો ફેંક્યો અને તેનું જીવન બચી ગયું.
-------------------------------------------------------------

No comments:
Post a Comment