Q-1. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :
1. નીચેનામાંથી કયું વાક્ય કાવ્યનાયિકાને લાગુ પડતું નથી ?
(A) ભગવાન હસતા-હસતા સામે ઊભા રહ્યા
(B) ભગવાને આસું લૂછી આપ્યા
(C) હરિ સપનામાં આવ્યા હતા
(D) હરિએ અબોલા લીધા હતા
Correct Answer: (D) હરિએ અબોલા લીધા હતા
2. ‘મારા મનની દુવારિકાના સૂબા’ એટલે....
(A) કાવ્યનાયિકાની મનઃસ્થિતિનું આલેખન
(B) દ્વારિકાનગરીના રાજા શ્રીકૃષ્ણના મનની વત
(C) બીજાના મનમાં ઊભાં થતા તરંગો
(D) દરિયામાં ડૂબી ગયેલ સોનાની દ્વારિકા
Correct Answer: (B) દ્વારિકાનગરીના રાજા શ્રીકૃષ્ણના મનની વત
3. ‘મનની દુવારિકાના સૂબા’ - વાક્યમાં કાવ્યનાયિકાનો ભાવ
(A) તિરસ્કાર
(B) સમર્પણ ભાવ
(C) ક્રોધ
(D) ગુલામી
Correct Answer: (B) સમર્પણ ભાવ
4. કાવ્યનાયિકા શા માટે બ્હાવરી બની ?
(A) શ્રીકૃષ્ણને પામવા માટે
(B) સંસાર ભોગવવા માટે
(C) કંસાર બનાવવા માટે
(D) આંધણ મેલવા
Correct Answer: (C) કંસાર બનાવવા માટે
------------------------------------------------------------
Q-2. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
1. ભગવાને કાવ્યનાયિકાના આસું કેવી રીતે લૂછ્યા ?
=> ભગવાન શ્રીકૃષ્ણના મિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નામાં મરક મરક હસતા ઉભા રહ્યા ગોપીઓ શ્રીકૃષ્ણને જોઈને ભાવવિભોર બની ગઈ અને તેમની આંખમાંથી આંસુ સારવા માંડ્યા ગોપીના મનમાં સૂબા શ્રીકૃષ્ણએ ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા.
2. ભગવાને સપનામાં આવીને શું કર્યું ?
=> ભગવાન શ્રીકૃષ્ણ ગોપીના સપનામાં આવ્યા અને ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી વહાલ કર્યું પછી ગોપીની સામે આવીને ઊભા રહ્યા અને મરક મરક હસતા રહ્યા અને ગોપીના આંસુ લૂછ્યા.
------------------------------------------------------------
Q-3. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :
1. હરિમિલનને તમારા શબ્દોમાં આલેખો.
=> સ્વપ્નામાં અચાનક હરિ આવે છે હરીને જોઈને ગોપી પ્રેમમા બ્હાવરી બની જાય છે સ્વપ્નામાં શ્રીકૃષ્ણ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલ કરે છે. આમ ગોપીને પ્રેમમાં તરબોળ કરી દીધી હરિ ગોપીની સામે ઉભા રહીને મરક મરક હસવા લાગ્યા ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે. આમ હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો ઉત્સવ છે આ ઉત્સવને ઉજવવા માટે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે. પરંતુ હરિના પ્રેમમાં ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈને હરિના મુખમાંથી ઉદ્દગાર સરી પડે છે. અરે બ્હાવરી…..! પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો ઉત્તર મળી જાય છે.
----------------------------------------------------
Q-4. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :
1. ‘આંધણ મેલ્યા’તાં કરવા કંસાર
એમાં ઓરી લીધો મેં સંસાર
હરિ બોલ્યા : ‘અરે, બ્હાવરી...’
=> હરિમિલનના આ મંગલમય અવસરે શુકનરૂપે ગોપી કંસાર રાંધવા મૂકે છે અચાનક હરી સ્વપ્નામાં આવ્યા એટલે આ મંગલમય અવસર બને છે. પરંતુ હરિના પ્રેમમાં ભાવવિભોર બનીને ગોપી બ્હાવરી બની જાય છે અને આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે.આ જોઈને હરિ બોલે છે અરે બ્હાવરી……..
----------------------------------------------------------

No comments:
Post a Comment