Q-1. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :
1. બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો ?
(A) ઈન્દ્રરાજા
(B) ગંધર્વ
(C) દેવાંશી અપ્સરા
(D) રસોયો
Correct Answer: (C) દેવાંશી અપ્સરા
2. “મારો બાળપણનો જિગરજાન દોસ્ત છે, બાબુ. ઈની બઉ યાદ આવે છે… ઈને તેડાવો...” આ વાક્ય કોણ બોલે છે ? કોને કહે છે ?
(A) બાબુ ઈન્દ્રરાજાને કહે છે
(B) ઈન્દ્રરાજા ગંધર્વને કહે છે
(C) ઈન્દ્રરાજા બોલે છે અને દેવલાને કહે છે
(D) દેવલો બોલે છે અને ઈન્દ્રરાજાને કહે છે
Correct Answer: (D) દેવલો બોલે છે અને ઈન્દ્રરાજાને કહે છે
3. સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય ?
(A) કડક નિયમવાળા ધરમ-કરમ
(B) કર્મકાંડ, સ્નાન-સંધ્યા
(C) કુદરતી રીતે, સહજતાથી થયેલું સદ્કાર્ય
(D) ઈરાદાપૂર્વક અને ગણતરીપૂર્વકનું
Correct Answer: (C) કુદરતી રીતે, સહજતાથી થયેલું સદ્કાર્ય
4. બાબુનું કયું પુણ્યકર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું ?
(A) પેશાબ કરતા બે ડગ ખસીને એક કીડીને મરતા બચાવી
(B) ચાલીસ વર્ષથી ઉપાસના કરતો હતો
(C) કર્મકાંડ, સ્નાન-સંધ્યા
(D) ઈરાદાપૂર્વકનું પુણ્યકર્મ
Correct Answer: (A) પેશાબ કરતા બે ડગ ખસીને એક કીડીને મરતા બચાવી
------------------------------------------------------
Q-2. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
1. દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો.
=> દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઈન્દ્રરાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું; દેવલાએ ઈન્દ્રરાજા પાસે એના જૂના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઈન્દ્રરાજા દેવલાની ઈચ્છા પૂરી કરી અને બન્ને ભાઈબંધોને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લ્હાવો મળ્યો. આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી.
---------------------------------------------------------
Q-3. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :
1. બાબુના સ્વર્ગના અનુભવને તમારા શબ્દોમાં આલેખો.
=> એક સારા કામે બાબુને સ્વર્ગમાં જવાનો મોકો મળ્યો; બે દેવદૂત બાબુને ફૂલની જેમ ઉચકી આકાશમાં ઊડવા લાગ્યા, બાબુ તો ટગર - ટગર ડાબા-જમણી દેવદૂતોની સામે જોયા કરતો; બાબુએ કહ્યું,"આમ આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? "એક દેવદૂતે કહ્યું,"સ્વર્ગમાં." ટાઢાબોળ વાદળમાંથી સરરર સરરર ઉંચે ને ઉંચે અમે ઉડતા રહ્યા. બાબુને બે-ચાર છીંકો આવી. બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો ત્યાં ભાતભાતના ફૂલો હતા, ફુવારા હતા.બગીચો જોયા બાદ બાબુ મોટા મહેલમાં ગયો ત્યાં દરબાર ભરાયો હતો. સિહાસન પર ઈન્દ્રરાજા બિરાજેલા,નાચગાન કરતી અપ્સરાઓ બાબુને જોઈને જ નાચગાન બંધ થઈ ગયા.બાબુ ને જોઈને ઈન્દ્રરાજા આશ્ચર્યથી બોલ્યા,"આવો બાબુરાજ!" કહીને પ્રેમથી ભેટ્યા.બંનેને ખૂબ જ હરખથી ભેટી રહ્યા હતા. ઈન્દ્રરાજાએ ફરી નાચગાન શરૂ કરવાનું કહ્યું. મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી ઝૂલ ગીત મિઠી હલકથી. આમ, દેવલોક સ્વર્ગમાં જઈને દેવાંશી થઈ ગયેલો તે રૂપરૂપના અંબાર જેવો હતો દેવાંશીની આગળ બીજી અપ્સરાઓ ઝાંખી લાગી.નાચગાન પત્યા બાદ બાબુને ઈન્દ્રરાજા જમવા લઈ ગયા. બત્રીસ જાતના પકવાન જમાડ્યા બાદ બંગલા પાન ખવડાવ્યું અને ત્યારબાદ બાબુને થોડો આરામ કરાવ્યા બાદ તેને પૃથ્વીલોકમાં પાછો મોકલી આપવામાં આવ્યો. આમ, બાબુએ એક દિવસનો સ્વર્ગનો લ્હાવો લીધો.
---------------------------------------------------------

No comments:
Post a Comment