Q-1. નીચેના પ્રશ્નોના જવાબ આપો :
1. બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો.
– જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ.
– સ્ત્રીઓને હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો.
– બાળકોને સારું અને ફરજિયાત શિક્ષણ આપવા તેમના માતા-પિતાની ફરજ રહેશે.
– એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું.
– કરવેરાઓ પ્રમાણિકપણે ભરી દેવા.
– હિંસાનું આચરણ ન કરવું.
– આવશ્યકતા મુજબ દેશના રક્ષણ માટે જોડાવું.
– વૃક્ષો પ્રત્યે દયા રાખવી.
– જંગલો, નદીઓ, વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું.
2. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ દર્શાવો.
– આ સિદ્ધાંતો માર્ગદર્શક છે.
– એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી.
– પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે.
– ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી.
– આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી.
– તેનાથી કોઈ કાનૂનની પીઠબળ મળતું નથી.
– કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી.
– તેમ છતાં રાજ્યના કાયદાઓ પ્રાપ્ત થતા વખતે તથા સંચાલનમાં તે માયાના છે.
– બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે.
– ડો. બાબાસાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા તેને ‘દેશના શાસનના તેઓ પાયાના સિદ્ધાંતો છે’ એવું જણાવ્યું હતું.
3. મૂળભૂત હકોની અગત્ય સમજાવો.
– દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હક્કો આપવામાં આવ્યા છે.
– વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે તેને માનવ હકો કહેવામાં આવે છે.
4. વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું?
– સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા કેટલાક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે.
– રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતના ધોરણો નક્કી કરી શકે છે.
– કોઈ પણ નાગરિકો આ હકનો નિરંકુશપણે કે અમર્યાદિત ઉપયોગ કરી શકે નહીં.
5. નિવારક અટકાયત (પ્રતિબંધિત અટકાયત ધારા) વિશે લખો.
– થવાની સંભાવના છે તો સાવચેતીના પગલા તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય.
– આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી.
– પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનારહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે.
– કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકાય છે.
6. ભારતના બંધારણમાં આવેલ બંધારણીય અધિકારો જણાવો.
(2) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો
(3) સમાનતાનો હક
(4) સ્વતંત્રતાનો હક
(5) ધાર્મિક સ્વતંત્રતાનો હક
(6) બંધારણીય ઇલાજોનો હક
7. લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવો.
– લઘુમતી કોમો પોતાની ભાષા કે ધર્મના જ્ઞાનને આધારે સંસ્થાઓ સ્થાપી શકે છે અને તેનું સંચાલન કરી શકે છે.
– કોઈ પણ ભેદભાવ વગર તેમને નાણાકીય સહાય આપવા બંધાયેલી છે.
Q-2. ટૂંક નોંધ લખો :
1. સમાનતાનો હક
=> ‘કાયદા સમક્ષ સમાનતા’ અને ‘કાયદાનું સમાન રક્ષણ’ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે.
– કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ.
– એકસરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એકસરખો કાયદો લાગુ પડશે.
– જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષાધિકારો આપાયા છે.
– કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ.
– કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં.
– આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં.
2. બંધારણીય ઈલાજોનો હક
=> મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારોનો કોઈ અર્થ સરતો નથી.
– સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે.
– આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય સૂચના કે આજ્ઞાપત્રો, આદેશો વિશાળ સત્તા તેને બંધારણમાં બતાવામાં આવી છે.
– ડો. બાબાસાહેબ આંબેડકરે ‘આ હકને બંધારણના આત્મા સમાન’ કહ્યો છે.
– આમ, હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના બદલે અદાલતોમાં જવાનો હક અને હક્કોનું રક્ષણ મેળવવાનો હક છે.
– કોઈપણ નાગરિકોના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદા રાજ્યો ઘડી શકતું નથી.
3. સ્વતંત્રતાનો હક
=> બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે જે નીચે મુજબ છે.
– વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા.
– શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા.
– મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા.
– ભારતના કોઇ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા-ફરવાની સ્વતંત્રતા.
– કોઈ પણ દેશના સ્થાને રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા.
– વ્યવસાય, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા.
4. શોષણ સામેનો હક
=> કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઇપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ મજૂરી પ્રતિબંધિત છે.
– વેપાર, દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે.
– આ જોગવાઇઓનો ભંગ શિક્ષાપાત્ર અને ગુનો ગણાય છે.
– 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, ગેરેજ, હોટલ અને કોઈ પણ કામમાં રાખી શકાશે નહીં.
– બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો છે.
5. આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો
=> સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું.
– પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે.
– સ્ત્રી-પુરુષ અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામધંધા, જોખમી કર્યો કરવા ન પડે.
– ઔદ્યોગિક એકમોમાં સંકલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ રહેશે.
– સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે.
– કામદાર રાજ્ય વીમાધારો, પ્રસુતિ રજાનો ધારો, ગ્રેરયુઈટીધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે.
– ગાય, ભેંસ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા કતલ અટકાવવા પ્રયાસ કરશે.
6. રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો
=> રાજ્ય ગ્રામપંચાયતોની સ્થાપનાના કરવા માટે જરૂરી પગલાં ભરશે.
– તેઓ સ્વરાજ્યના પ્રથમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે.
– રાજ્ય સેવામાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે તેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે.
– આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે.
Q-3. નીચેના વિધાનો કારણો આપી સમજાવો :
1. મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે.
– ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય હક આપવામાં આવે છે.
– સર્વોચ્ચ અદાલત વાલી તરીકે ફરજ બજાવે છે.
2. બંધારણીય ઈલાજોનો હક ‘બંધારણના આત્મા’ સમાન છે.
– ડો. બાબાસાહેબ આંબેડકરે ‘આ હકને બંધારણના આત્મા સમાન’ કહ્યો છે.
3. સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ નહિ.
– દેશનું એકતા અને અખંડિતતા, વિદેશી રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો, બદનક્ષી, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખવું.
– આમાં, સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં.
4. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગ માટેની પૂર્વશરત છે.
– આ સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે તો જ મૂળભૂત હકો સાર્થક બને છે.
– આમ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગની પૂર્વશરત છે.
5. માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી બલ્કે એકબીજાના પૂરક છે.
– જ્યારે મૂળભૂત હકો રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે.
– મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત છે.
– રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે.
6. શોષણમુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે.
– આ હકને કારણે બધા જ નાગરિકોને પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે.
– બધા પ્રકારના શોષણને ગુનો જાહેર કરવામાં આવ્યો છે.
7. હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે.
– તેમ જ બીજા લોકોને પણ તે રસ્તા પર ચાલવાનો હક છે.
– હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી આમ ફરજ વિનાનો કોઈ હક નથી.
– એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિનો ફરજ બની રહે છે.
– હક અને ફરજ બંને એકબીજાના પૂરક છે.
– બંને એક સિક્કાની બે બાજુ છે.
8. બાળમજૂરી સજાપાત્ર ગુનો છે.
– 14 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને નોકરીમાં રાખવાની મનાઈ છે.
– આથી, બાળમજુરી સજાપાત્ર ગુનો ગણાય છે.
9. માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી.
=> આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્યો બંધાયેલા નથી.
– રાજ્ય માટે માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ફરજિયાત હોતો નથી.
– તેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઇ શકતો નથી.
10. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે.
– દેશમાં આર્થિક, રાજકીય ન્યાય અને સામાજિક પર આધારિત સમાજવ્યવસ્થા સ્થાપવી છે.
11. આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે.
– ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે.
– આમ, સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધુરી છે.
12. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે.
– આપણો ઐતિહાસિક વારસો અને સાંસ્કૃતિક વારસો આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે.
– તેના જતનની જવાબદારી ઉઠાવવી જોઈએ.
– આમ, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય તે જોવાની આપણી સૌની ફરજ છે.

No comments:
Post a Comment