Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Saturday, 14 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 8 : ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :


1. ભારતના આમુખમાં ક્યા આદર્શો જણાવવામાં આવ્યા છે?

=>  સામાજિક, આર્થિક અને રાજકીય વિચાર.
– અભિવ્યક્તિ, માન્યતા.
– સાર્વભોમ, સમાજવાદી અને પ્રજાસત્તાક.
– ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા.
– દરજ્જા અને તકની પ્રાપ્ત થાય તેમ કરવાનો.
– તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવની સ્થાપના.
– એકતા અને અખંડતા સુદ્રઢ કરે એવી ભાવના.


2. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવાય છે?

=> ભારતમાં બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતિ, ધર્મ, શિક્ષણ, આવક, કોમ કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન અધિકાર આપવો તેને સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કહે છે.


3. ભારતીય બંધારણ સમવાયી છે – ચર્ચો.

=>  રાષ્ટ્રના હિતમાં સર્વોપરી બંધારણને ગણ્યું.
– ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય સંઘ સરકાર રાજ્ય સરકારને આપે છે.
– ભારતને રાજ્યોના સંઘ તરીકે બંધારણનો ઉલ્લેખ કર્યો છે.
– રાજ્યો અને કેન્દ્ર વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી કરવામાં આવી છે.
– કટોકટીના સમયે દેશનું બંધારણ એકતંત્રી બની શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે.
– સંઘ સરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે.
– રાજ્ય સરકાર કરતા કાયદામાં ત્રણ યાદીઓમાંથી કોઈ પણ ન આવે તો કાયદા ઘડવાની શેષ સત્તા માત્ર સંઘ સરકારને આપવામાં આવી છે.


4. સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો.

=>  સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો નીચે મુજબ છે.
– લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે.
– સંસદના બે ગૃહો છે. ઉપલું ગૃહ–રાજ્યસભા અને નીચલું ગૃહ–લોકસભા.
– કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર છતાં કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્યપ્રધાન વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટ અને કારોબારી સત્તા ભોગવે છે.
– લોકસભા એ કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની હોય છે.
– રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અને અનુભવી 12 વ્યક્તિઓની સભા તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે.
– રાજ્યસભા એ કાયમી ગૃહ છે તેનો13સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે.
– રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે.
– રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી.


5. એકીકૃત ન્યાયતંત્ર એટલે શું?

=> બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરી છે.
– ટોચ સર્વોચ અદાલત પછી મધ્યમાં એટલે કે રાજ્યકક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લાકક્ષાની અને તાખાની અદાલતો વિશેષ અદાલતો હોય છે.
– ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે.


6. બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો.

=>  બંધારણમાં ફેરફારની કલમોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે.
– અમુક જોગવાઇઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે.
– અમુક જોગવાઇઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઇ શકે છે.
– બંધારણના અમૂક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતા વધુ ઘટક રાજ્યોની વિધાનસભાગૃહની મંજૂરી જરૂરી છે.


7. સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે.

=> ભારત સરકારે આ ધ્યેયને સ્વીકારવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો નિર્ણય કર્યો.
– દેશની પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવી, દેશમાં આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અનેક યોજના અમલમાં મૂકી છે.




Q-2. નીચેના વિધાનો સમજાવો :


1. આમુખ ભારતીય બંધારણનો અર્ક છે.

=> આમુખ માંથી અનેક વસ્તુઓ જાણવા મળે છે જેમ કે કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટેના કાયદો ઘડવામાં આવી રહ્યો છે.
– આમુખ એ કાયદાના ઘડતરમાં અને તેને સમજવા માટે તેનું માર્ગદર્શક બને છે.
– કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાનો હેતુ શું છે તે જાણવા માટે પણ આમુખ મદદગાર છે.
– આથી સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કરે છે તેથી ભારતીય બંધારણનો અર્ક મનાય છે.


2. આમુખ એ બંધારણના ઘડવૈયાઓના માનસને સમજવાની ચાવી છે.

=> બંધારણથી ઘણા મૂળભૂત હેતુઓ અને મુશ્કેલીઓનું નિવારણનો કાયદા ઘડાયેલા છે.
– મહાન આદર્શો, ઉદ્દેશો અને સિદ્ધાંત આમુખમાં દર્શાવ્યા છે.
– આમુખના હેતુઓ દ્વારા ભારતમાં ‘કલ્યાણરાજ’ સ્થાપવાની ઉચ્ચ ભાવના અને આદર્શને સિદ્ધ કરવા માંગે છે.


3. આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે.

=> આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે કારણ કે કાયદાની કોઇ કલમ અને અસ્પષ્ટતા હોય ત્યારે કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખના કાયદાનું માર્ગદર્શન લેવામાં આવે છે તે સમજવાની ગુરુચાવી છે એમ મનાય છે.


4. ભારતના બંધારણમાં સમવાયી અને એકતંત્રની બંનેનો સમન્વય છે.

=>  રાજ્યોની સરકાર અને સંઘ સરકાર આમ બે પ્રકારની સરકારો છે.
– સંઘ સરકારને રાજ્ય સરકાર કરતા વિશેષ અને ચડિયાતી સત્તાઓ સોંપવામાં આવી છે.
– બંને સરકારો વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેચણી કરવામાં આવે છે.
– કોઈ રાજ્યમાં કે દેશમાં બંધારણીય કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે બધી સત્તા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્ર પ્રમુખને સોંપવામાં આવી છે.
– આ સમયે ભારતનું બંધારણ એકતંત્રી બને છે.
– આમ, ભારતના બંધારણમાં સમવાપી અને એકતંત્રી સરકાર એમ બંનેનો સમન્વય છે.


5. ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે.

=> ભારત સરકાર ધાર્મિક બાબતોમાં તટસ્થ અને નિષ્પક્ષ છે દરેક લોકોનો પોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે.
– દરેક નાગરીકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપવામાં આવે છે.
– રાજ્યના ઘણા ધર્મોને સન્માન ગણે છે કોઇ પણ ધર્મને કારણે ઉચ્ચ-નીચ નથી.
– આમ, કહી શકાય કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.



6. ભારત એ લોકશાહી પ્રજાસતાક દેશ છે.

=> ભારતમાં કોઈ પણ વ્યક્તિ કે કુટુંબનું પરંપરાગત શાસન નથી.
– સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો મૂળભૂત હક છે.
– ધારાસભાઓને વિશિષ્ટ સતાઓ, સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી દેશ જાહેર કરે છે.
– ભારતના રાષ્ટ્રપ્રમુખને હોદ્દો વંશપરંપરાગત નથી.
– ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈ પણ સરકારને પદભ્રષ્ટ કરી શકે છે.


7. ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે.

=> કેન્દ્રના એકમ રાજ્યો કેન્દ્રમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતાં નથી.
– ભારતમાં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્લી સહિત કુલ 7 કેન્દ્રશાસિત પ્રદેશો અને કુલ 29 રાજ્યો છે.
– ભારતના બંધારણને રાજ્યોના સંઘ તરીકે દર્શાવવામાં આવ્યો છે.


8. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે.

=>  બંધારણમાં સંઘ અને રાજ્યોની શાસનવ્યવસ્થા, નાગરિક મૂળભૂત હકો અને ફરજો.
– લઘુમતીઓ, પછાત વર્ગો અને જાતિઓ, આંતરસંબંધો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વગેરેનો સમાવેશ થાય છે.
– બંધારણમાં કુલ 22 ભાગ છે તેમાં 12 અનુસૂચિઓ અને 461 અનુચ્છેદો છે.





Q-3. નીચેના પારિભાષિક શબ્દો સમજાવો :


1. બેવડું નાગરિકત્વ

=> શાસન વ્યવસ્થામાં સમવાપતંત્રી નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે.
– બે પ્રકારનું નાગરિકત્વ એટલે કે બેવડું નાગરિકત્વ.
– સમવાપતંત્રી યુ.એસ.એ. માં છે ત્યાં દરેક નાગરિકોનું બેવડું નાગરિકત્વ ધરાવે છે.


2. સંસદીય પદ્ધતિ

=> યુ.એસ.એ. મા પ્રમુખપદ્ધતિની લોકશાહી છે.
– સંસદીય પદ્ધતિ એટલે કે શાસનપદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી સંસદ.
– ભારતમાં સંસદીય પદ્ધતિ લોકશાહી છે.


3. જવાબદાર સરકાર

=> સમગ્ર મંત્રીમંડળ તેના કાર્યો માટે લોકસત્તાને સંયુક્ત રીતે જવાબદાર ગણે છે તેથી સંસદીય સરકાર ‘જવાબદાર સરકાર’ કહેવાય છે.
– આત્મવિશ્વાસનો ઠરાવ સમગ્ર મંત્રીમંડળ સામેનો ગણાય છે આવું બને ત્યારે મંત્રીમંડળને રાજીનામું પણ આપવું પડે.


4. કેન્દ્ર યાદી

=> સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ થાય છે.
– જેમા કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે.
– અણુશક્તિ, વીમો, તાર-ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે.


5. રાજ્ય યાદી

=> જેમાં 66 વિષયનો સમાવેશ થાય છે.
– જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ ધરાવે છે.
– કાયદો અને વ્યવસ્થા, કૃષિ–સિંચાઈ, ભૂમિ, વેપાર–વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ થાય છે.


6. સંયુક્ત યાદી

=> સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે.
– જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે.
– સમવાપતંત્રમાં કેન્દ્રને યાદીમાં પણ વિશેષતા સત્તાઓ આપી છે.


7. શેષસત્તા

=> જે વિષયનો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થઈ હોય તે વિષયનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે.
– તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે.


8. સમાજવાદ

=> ભારતમાં 1976 માં કટોકટી શાસન દરમ્યાન બંધારણના 42 માં સુધારા દ્વારા આમુખમાં ‘સમાજવાદી’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે.
– ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ‘સામાજિક ક્રાંતિ’ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને ‘કલ્યાણ રાજ’ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે.


9. લોકશાહી

=>  ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે.
– લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ‘Demos’ અને ‘Kratos’ માંથી ઉતરી આવ્યો છે.


10. અદાલતી સમીક્ષા

=> સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓ સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે.
– અદાલત સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે.





Q-4. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો :


1. બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?

(A) ઈ.સ. 1948
(B) ઈ.સ. 1949
(C) ઈ.સ. 1950
(D) ઈ.સ. 1947

Correct Answer: (B) ઈ.સ. 1949

2. કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે?

(A) 66
(B) 47
(C) 97
(D) 87

Correct Answer: (C) 97

3. ભારતીય બંધારણસભાના અધ્યક્ષનું નામ આપો.

(A) કનૈયાલાલ મુનશી
(B) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
(C) શ્યામા પ્રસાદ
(D) સરદાર પટેલ

Correct Answer: (B) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

4. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે?

(A) 26 નવે. 1949
(B) 26 જાન્યુ. 1950
(C) 15 ઓગસ્ટ 1947
(D) 9 ડિસે. 1946

Correct Answer: (B) 26 જાન્યુ. 1950

5. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા?

(A) 389
(B) 545
(C) 250
(D) 166

Correct Answer: (A) 389

6. ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે...

(A) તે સાર્વભૌમ રાજ્ય છે.
(B) તે લોકશાહી રાજ્ય છે.
(C) રાજ્યના વડાને નિશ્ચિત મુદ્દત માટે ચૂંટવામાં આવે છે.
(D) પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા છે.

Correct Answer: (B) તે લોકશાહી રાજ્ય છે.




Q-5. પ્રશ્ન :


1. બંધારણમાં વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગૃહી સંસદીય પદ્ધતિ, સમવાયી અને એકતંત્રીય વ્યવસ્થા, એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર, બંધારણમાં સુધારો, અદાલતી સમીક્ષા પર સવિસ્તાર લખો :

• દ્વિગ્રહી સંસદીય પદ્ધતિ :
– સંસદના બે ગૃહો છે ઉપલું ગૃહ-રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા.
– લોકસભાએ કાયમી ગૃહ નથી તેની મુદ્દત પાંચ વર્ષની છે.
– રાજ્યસભા એ કાયમી ગૃહ છે તેના13સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે.
– રાજ્યસભાઓના સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે.

• સમવાપી :
– સંઘ સરકારને રાજ્ય સરકાર કરતાં વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે.
– દેશના નાગરિકોને માત્ર નાગરિકત્વ સોંપવામાં આવ્યું છે.
– બંને સરકારોને સમાન કાર્યો અને સત્તાઓની વહેંચણી કરવામાં આવી છે.

• એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર :
– કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઉંચુ છે.
– ત્યારબાદ વડી અદાલતો, જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનું સ્થાન છે.
– સર્વોચ્ચ અદાલત દેશની બધી જ અદાલતોનું ધ્યાન અને માર્ગદર્શન આપે છે.

• બંધારણમાં સુધારો :
– અમુક જોગવાઇઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોને23સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઇ શકે છે.
– સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતિથી સુધારો કરી શકાય.
– બંધારણના અમૂક ભાગમાં સુધારો કરવા માટે સંસદમાં બંને ગૃહોની કુલ સંખ્યા23બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ રાજ્યોની વિધાનસભાગૃહોની જરૂર છે.

• અદાલત ની સમીક્ષા :
– સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતની સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે.






👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 

Download PDF

HOW TO DOWNLOAD PDF


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 




---Thanks for visit---

No comments:

Post a Comment