Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Sunday, 15 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 10 : સરકારનાં અંગો સ્વાધ્યાયનું સોલ્યુશન

 

Q-1. નીચેના પ્રશ્ર્નોનાં જવાબ આપો :


1. સત્તા વિશ્લેષનો સિદ્ધાંત એટલે શું?

=>  રાજ્ય વતી સરકાર જે કાર્ય કરે છે તે એકબીજાથી જુદા હોય છે ત્રણે અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યોમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે.
– કાયદા ઘડવાની સત્તા ધારાસભાને, કાયદાનો અમલ કરવાની સત્તા કારોબારીને અને કાયદા પ્રમાણે ન્યાય આપવાની સત્તા ન્યાયતંત્રને આપવામાં આવી છે.
– આમ, છતાં ધારાસભાને પણ કાયદા ઘડવાની સત્તા છે તે તેની સત્તાનો દુરુપયોગ ન કરે તે માટે કારોબારી અને ન્યાયતંત્ર ધ્યાન રાખે છે.
– પરંતુ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ–સ્વતંત્ર રાખવામાં આવ્યું છે.


2. સાંસદની લાયકાત કઈ છે?

=> તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
– તેની ઉંમર 25 વર્ષ હોવી જોઈએ.
– તે સંઘ સરકાર કે રાજય સરકારનો નોકર ન હોવો જોઈએ.
– તે ગુનેગાર ન હોવો જોઈએ.
– તેમજ માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ.


3. લોકસભા અને રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા કેટલી છે?

=> લોકસભાની કાર્યસાધક સંખ્યા 545 અને રાજ્યસભાની 250 છે.


4. રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે?

=> ભારતના સંસદમાં લોકસભા અને રાજ્યસભા બે ગૃહો છે તેમાં રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે તે દરેક રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે.
– ભારતનો કોઈ પણ નાગરિક ૩૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતો હોય તે રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે.
– તે માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ.
– રાજ્યસભાના 250 સભ્યોમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની વિધાનસભાના સભ્યો તેમની વસ્તીના ધોરણે કરે છે બાકીના 12 સભ્યો રાષ્ટ્રપતિ નિમણૂક આપે છે.


5. સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે.શાથી?

=> સ્પીકર કોઈ પણ ગૃહની બેઠકનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા/વિચારણા અને કાર્યવાહીનું તટસ્થતાથી સંચાલન કરે છે તે લોકસભા, વિધાનસભાનું ગૌરવ, શિસ્ત, વ્યવસ્થા જાળવે છે.
– સ્પીકર ગૃહના દરેક સભ્યોને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે ગૃહમાં ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર અંતિમ નિર્ણય આપે છે.
– પોતાના આદેશોનું ઉલ્લંઘન કરનાર સભ્યોને ગૃહમાંથી બરખાસ્ત કરી શકે છે અને ગૃહનું કામકાજ સ્થગિત કરી શકે છે.


6. રાષ્ટ્રપતિની કટોકટીવેળાની સત્તાઓ જણાવો.

=> • બાહ્ય કે આંતરિક અશાંતિ :
– કોઈ પણ સમયે બાહ્ય કે આંતરિક અશાંતિના કારણે દેશની કે તેના કોઈ પણ ભાગની સલામતી ભયમાં મુકાઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ એક જાહેરનામું બહાર પાડી કટોકટીની સ્થિતિ જાહેર કરે છે.
– કટોકટીના સમયમાં ભારતના નાગરિકો માટે તેમજ દેશ માટે કોઈ પણ વિષય ઉપર કાયદો ઘડવાની સત્તા ધરાવે છે.

• બંધારણીય કટોકટી :
– દરેક રાજ્યમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણુક કરવામાં આવે છે તેઓ સીધા રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે તેમના અહેવાલ પરથી રાષ્ટ્રીય બંધારણીય કટોકટી જાહેરનામું બહાર પાડે છે અને રાજ્યની તમામ સત્તા પોતાના હસ્તક લઈ શકે છે.
– રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ ત્રણ વર્ષની મુદત સુધી અમલમાં રહી શકે છે.

• નાણાકીય કટોકટી :
– દેશમાં જ્યારે નાણાકીય સ્થિરતા જોખમાય ત્યારે રાષ્ટ્રપતિ નાણાકિય કટોકટી જાહેર કરી શકે છે.
– નાણાકીય કટોકટીમાં દેશના સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા ઘટાડવાનો આદેશ આપી શકે છે.
– રાજ્યની વિધાનસભાએ પસાર કરેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની સંમતિ માટે મોકલવામાં આવે છે.


7. મહાભિયોગની કાર્યવાહી શું છે?

=> રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા માટે સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણભંગનું તહોમતનામું રજુ કરે તો જ રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરી શકાય.
– તે માટે સંસદના કોઈપણ એક ગૃહે 2/3 બહુમતીથી લેખિતમાં રજૂ કરવાનું અને બીજા ગૃહે અદાલતી તપાસ કરવાની હોય છે.
– આમ, તેમના પર 2/3ની બહુમતીથી આરોપ પુરવાર થાય તો તેમને પદ પરથી દૂર કરી શકાય તેને ‘મહાભિયોગ’ ની કાર્યવાહી કહેવાય છે.


8. સંસદની સત્તાઓ અંગે ઉલ્લેખ કરો.

=> • ન્યાયવિષયક સતાઓ :
– સંસદ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તેમજ રાજ્યસભાના અધ્યક્ષ/ઉપાધ્યક્ષ અને બંધારણના ભંગ બદલ કે કોઇ ગંભીર ગુના માટે બહુમતીથી ઠરાવ પસાર કરીને પદભ્રષ્ટ કરી શકે છે.
– સંસદ પોતાના કોઈ પણ સભ્યને અસભ્ય વર્તન ને કારણે તેનું સભ્યપદ નાબૂદ કરવાની, જેલમાં મોકલવાની શિક્ષા કરી શકે છે.

• નાણાકીય સત્તાઓ :
– સંસદમાં રેલમંત્રી નાણામંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રો, ઓડિટ, કરેલ ખર્ચ વગેરેનો અહેવાલ મંજૂર કરવાની નાણાકીય સત્તાઓ છે.
– તમામ નાણાંકીય બાબતો સૌપ્રથમ લોકસભામાં પસાર કર્યા પછી જ તેને રાજ્યસભામાં મોકલવામાં આવે છે રાજ્યસભાએ માત્ર 14 દિવસમાં ખરડાને લોકસભામાં પરત મોકલવાનો હોય છે.

• ધારાકીય સત્તાઓ :
– કટોકટી સમયે સંસદ કોઈ પણ કાયદો ઘડી શકે છે.
– સંસદની મંજૂરી વિના કોઈ પણ કાયદો અન્ય ગણી શકાય નહીં.
– રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવી પડે છે.
– આમ, સંસદમાં અનેક સત્તાનો ઉપયોગ કરી શકે છે.


9. સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ વિશે જણાવો.

=> પંચાયતી રાજનું માળખું ત્રણ સ્તરનું છે.
(1) ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત.
(2) તાલુકામાં તાલુકા પંચાયત.
(3) જિલ્લા સ્તરે જીલ્લા પંચાયત.
– ગ્રામ પંચાયતમાં સરપંચ હોય છે તેની ચૂંટણી ગ્રામ્યકક્ષાએ કરવામાં આવે છે.
– જે ગામમાં બધા મતદારો, સભ્યો સર્વાનુમતે પસંદગી કરે છે ત્યારે તે ગામ ‘સમરસગામ’ કહેવાય છે.
– ગામનો સઘળો વહીવટ તલાટી-કમ-મંત્રી કરે છે.
– તાલુકામાં તાલુકા પ્રમુખ વડા હોય છે જ્યારે તાલુકાના વહીવટી વડા ‘તાલુકા વિકાસ અધિકારી’ (TDO) ના નામે ઓળખાય છે.
– જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ વડા ગણાય છે અને વહીવટી વડા ‘જિલ્લા વિકાસ અધિકારી’ (DDO) ના નામે ઓળખાય છે.
– આ ઉપરાંત નગરપાલિકા, મહાનગરપાલિકાઓ હોય છે. આ સંસ્થાઓની ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ રીતે થાય છે.
– જેમાં નગરપાલિકાના વડા પ્રમુખના નામે, વહીવટી વડા ચીફ ઓફિસર ના નામે ઓળખાય છે.
– મહાનગરપાલિકાના વડાને ‘મેયર’ કહે છે અને વહીવટી વડા ‘મ્યુનિસિપલ કમિશ્નર’ ના નામે ઓળખાય છે.
– જાહેર સ્વચ્છતા, આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા, દવાખાના, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય કેન્દ્ર, વગેરેની જવાબદારીથી કરવાના હોય છે.


10. અમલદારશાહીના અનિષ્ટો જણાવો.

=> અમલદારશાહીના અનેક અનિષ્ઠ કાર્યો હોઈ શકે જેમાં,
(1) લાગવગ
(2) ભ્રષ્ટાચાર
(3) સગાવાદ
(4) જ્ઞાતિવાદ
(5) અપ્રમાણિકતા
(6) બિનકાર્યક્ષમતા
(7) ગેરરીતીઓ
(8) પલાયન વૃત્તિ


---------------------------------------------------------


Q-2. નીચેના વિધાનોના કારણ સમજાવો :


1. ભારતીય સંસદ દ્વિગૃહી છે.

=> ભારતીય સંસદ બે ગૃહોનું બનેલું છે.
– કેન્દ્ર સાથે ધારાસભાનું ઉપલુ ગૃહ રાજ્યસભા.
– અને બીજું નીચલું ગૃહ જેને લોકસભા કહે છે.


2. રાજ્યસભા કાયમીગૃહ છે.

=> આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી દર બે વર્ષના અંતે રાજયોની કુલ સંખ્યાના 1/3 ભાગના લોકો નિવૃત થાય છે અને નવા સભ્યો ચૂંટાયા છે આથી રાજ્યસભા કાયમી ગૃહ છે.

3. ભારતમાં સંસદ સર્વોપરી નથી; પરંતુ બંધારણ સર્વોપરી છે.

=> સંસદે ઘડેલા કાયદામાં બંધારણીય જોગવાઈનો ભંગ થતો હોય તે બંધારણ સાથે સુસંગત ન હોય તેને અદાલતમાં પડકારી શકાય છે અને સંસદે ઘડેલો કાયદો બંધારણની જોગવાઇઓનો ભંગ કરે છે અને ગેરબંધારણ ગણીને તેને રદ કરી શકે છે આથી ભારતમાં બંધારણ સર્વોપરી છે, અને સંસદ નહીં.

4. સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે.

=> ન્યાયતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરે છે કેમ કે બંધારણે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કર્યું. કરીને તેના રક્ષણનું કાર્ય ન્યાયતંત્રને સોંપ્યું છે ન્યાયાધીશો નિર્ણય રીતે અને પક્ષપાત વિના ન્યાય આપી શકે છે આથી કહેવામાં આવે છે કે સ્વતંત્ર, નિષ્પક્ષ, ન્યાયતંત્ર લોકશાહી આધારશિલા છે.

5. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમશાળા અને બંધારણ સુધારણાની પ્રયોગશાળા છે.

=> સ્થાનિક કાર્યો કરતા તેમનામાં રાજ્ય કે રાષ્ટ્રના પ્રશ્નો વિશે પોતાના મંતવ્યો બાંધવાની સૂઝ વિકસે છે.
– સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ‘લોકશાહીની તાલીમશાળા’ છે.
– તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ‘વહીવટ સુધારણાની પ્રયોગશાળા’ પણ કહે છે.
– સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચના અને વહીવટ લોકશાહી પદ્ધતિએ ચાલે છે.
– તાલીમ અને અનુભવ તેમને ધારાસભાના કે કારોબારીના સભ્ય તરીકેની ફરજો બજાવવામાં ઉપયોગી થાય છે.


6. રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઈચ્છાનું પ્રતિબિંબ પાડે છે.

=> રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઈચ્છા-લોકમત મુજબ ધારાકીય અને કારોબારી કાર્યો કરે છે.
– પોતાના કાર્યો વિશે પ્રજાના પ્રત્યાઘાતો, આકાંક્ષાઓ સમજીને વહીવટ કરે છે.
– ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે.
– લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદાર રહીને રાજ્ય વહીવટ ચલાવે છે.
– આમ, રાજ્યની વિધાનસભામાં રાજ્યના લોકોની ઈચ્છાનું પ્રતિબિંબ પડે છે.


7. રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરે છે.

=> રાજ્યપાલ રાજ્ય સરકારની કોઈ પણ કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાત કરે છે.
– રાજ્યપાલની નિમણુક કેન્દ્રના પ્રધાનમંડળની સલાહ રાષ્ટ્રપ્રમુખ કરે છે.
– રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલને રાજ્યનો વહીવટ સંભાળે છે.
– આમ, રાજ્યપાલ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે.


8. લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે.

=> લોકસભામાં પ્રજાના પ્રશ્નો વાચવામાં આવે છે.
– લોકસભાના સભ્યો લોકોની ઈચ્છાને વધારે રીતે સમજી શકે છે.
– લોકસભા પ્રતિનિધિનું બનેલું નીચલું ગૃહ છે.
– તેઓ પ્રજાઓના પ્રશ્નોની સમસ્યાઓનો ઉકેલ લાવે છે.
– આમ, લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે.


9. રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનની પૂર્વશરત છે.

=> રાજકીય કારોબારી પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે ચિંતન કરતું મગજ છે.
– આ રીતે સરકારની નીતિઓના ઘડતરમાં અને અમલીકરણમાં વહીવટી કારોબારી રાજકીય કારોબારીને પીઠબળ પુરું પાડે છે.
– તેમજ જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે વહીવટી કારોબારી સરકારની કરોડરજ્જુ સમાન છે.
– વહીવટી કારોબારી એ રાજકીય કારોબારીની આજ્ઞા પ્રમાણે કામ કરે છે.
– આમ, રાજકીય કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનનીથી પૂર્વશરત છે.


10. સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે.

=> મંત્રીમંડળ એ લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા કરતા મગજ સમાન છે.
– વહીવટી ક્ષમતા અને સુઝબુઝ અને દીર્ઘદ્રષ્ટિને કારણે સનદી અધિકારીઓને રાજ્યનો કાર્યક્રમ વહીવટ કરી શકે છે.
– સરકારના નીતિઓ વગેરેનો અમલ અધિકારીઓ જ કરે છે.
– આથી કહેવાય છે કે, સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે.



------------------------------------------------------------



Q-3. ટૂંક નોંધ લખો :


1. રાજયપાલ નું સ્થાન અને કાર્યો

=> રાજ્યપાલ અને રાજ્યના મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય છે.
– રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણુક, કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે.
– 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે.
– રાજ્યપાલની નિમણુક સામાન્યત: પાંચ વર્ષની હોય છે.
– છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે.
– કોઈકવાર બે રાજ્યોનું સંચાલન પણ સોંપવામાં આવે છે.
– રાજ્યપાલ પોતે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે.
– તેઓ રાજ્યની વિધાનસભા બહુમતી પક્ષના નેતાની મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરે છે.
– વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ તેમની સાથે ચર્ચા-વિમર્શ કરીને કરે છે.
– રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવી, તેને વિખેરી નાખવી.
– રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્યપ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે.
– રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે છે પરંતુ હોદ્દા ગ્રહણ કર્યા પછી તેઓએ રાજકારણથી પર રહીને તટસ્થ અને નિષ્પક્ષ રહીને ફરજો બજાવની રહે છે.


2. રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ

=> વિધાનસભાની સત્તાઓ ઘણી મોટી છે તેમ છતાં પણ કટોકટીના સમયમાં લોકસભા તેના પર અંકુશ મૂકી શકે છે.
– વિધાનસભ્યો પ્રધાનને વહીવટી કાર્યો અંગે પ્રશ્નો પૂછી શકે છે.
• રાજ્ય સરકાર
(a) ધારાસભા
(i) વિધાનસભા
(ii) વિધાન પરિષદ
(b) ન્યાયતંત્ર
(i) વડી અદાલત
(c) તાબાની અદાલતો
(i) જિલ્લા અદાલતો
(ii) તાલુકા અદાલતો
(d) કારોબારી રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ તેમજ વહીવટી અધિકારીઓ


3. વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ

=> વડા પ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે.
– વડા પ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના સભ્યોના સર્વમાન્ય નેતા છે.
– તેમની નિમણુંક રાષ્ટ્રપતિ દ્વારા થાય ઔપચારિક રીતે થાય છે પ્રધાન મંડળના સભ્યોની નિમણુંક વડાપ્રધાનની સલાહ અનુસાર રીતે રાષ્ટ્રપતિ કરે છે.
– કોઈ પણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવો કે ચાલુ રાખવો કે પ્રધાનમંડળમાંથી પડતો મૂકવાનો નિર્ણય વડાપ્રધાન કરે છે.
– પ્રધાનમંડળની બેઠકકોનું અધ્યક્ષ પદ વડાપ્રધાન સંભાળે છે તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીઓનું સંકલન અને દેખરેખ રાખે છે.
– નીતિવિષયક નિર્ણયો તેઓ લે છે.
– હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચના અધ્યક્ષ છે.
– વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો અને નાયબ પ્રધાનો એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે.
– વડાપ્રધાન સંઘના બંને ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય હોવા જરૂરી છે.
– પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તેઓ લોકસભાને જવાબદાર રહે છે.
– જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરે છે અને સામૂહિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું પડે છે.


4. રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ

=> ધારાકીય સત્તાઓ :
– સામાન્ય ચૂંટણીઓ પછી સંસદના બંને ગૃહનું તે ઉદઘાટન કરે છે અને દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે સભા સમક્ષ ‘પ્રવચન’ કરે છે.
– અન્ય કોઇ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વસંમતિથી જ લોકસભામાં દાખલ થઇ શકે છે.
– સંસદની બેઠક બંધ હોય ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે.
– તે સાહિત્ય, કલા, વિજ્ઞાન વગેરે ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણૂક કરી શકે છે.
– કોઈ ખરડા પર સંસદના બંને ગૃહો વચ્ચે મતભેદો પડે ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવેલ છે.

• વહીવટી સત્તાઓ :
– તે નાણાપંચ, જાહેર સેવા આયોગ વગેરેના અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક કરે છે.
– રાષ્ટ્રપ્રમુખ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે.
– અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે.
– તે વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણુંક કરે છે અને વિદેશી રાજદૂતોને માન્યતા આપે છે.
– લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને તે વડા પ્રધાન તરીકે નીમે છે.
– કારોબારીના બધા જ કાર્યો રાષ્ટ્રપ્રમુખના નામે કરવામાં આવે છે.


5. ખરડો કાયદો ક્યારે બને? પ્રક્રિયા વર્ણવો

=> તમામ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયાને પ્રથમ વાચન કહે છે.
– જેમાં ખરડાનું શીર્ષક, ઉદ્દેશો, કારણોનું વર્ણન હોય છે.
– આ ખરડો પહેલા ધારાગૃહમાં રજૂ કરતા પહેલા તે ગૃહના અધ્યક્ષની અને નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી જ રજૂ થાય છે.
– પ્રથમ વાચનમાં ખરડાની સામાન્ય માહિતી પર મુખ્ય મુદ્દાઓની ચર્ચા થાય છે.
– બીજા વાચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય છે તેના હેતુઓ અને તેના પ્રત્યાઘાતોની છણાવટ થાય છે.
– તેમાં જનતા, જૂથો, વિરોધી પક્ષના અભિપ્રાયો આધારે સુધારાઓ કરવામાં આવે છે અને અંતે તેના પર મતદાન થાય છે.
– કેટલીક વાર ગૃહમાં કાર્યબોજ વધુ હોવાથી ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી.
– જે તે વિષયના તજજ્ઞો, વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની ‘પ્રવર સમિતિ’ ને સોંપવામાં આવે છે.
– ખરડાને ત્રીજા વાંચન માટે રજુ કરવા મોકલી આપે છે.
– ત્રીજુ વાચન માત્ર ઔપચારિક જ હોય છે.
– ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના તર્ક રજૂ કર્યાના અંતે ખરડાના સ્વીકાર્ય સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે.
– જો તેને બહુમતીનો ટેકો મળે તો તે ખરડો પસાર થયેલો જાહેર થાય છે.
– તેના પર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈને બીજા ધારાગૃહમાં મોકલી આપવામાં આવે છે.
– બીજા ગૃહના જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલાય છે અને મંજુરી મળ્યેથી ખરડો કાયદો બને છે.
– બીજા ગૃહમાં તે મંજુર ન થાય તો તેને પુનઃ પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે છે.
– જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય કે ઉપલા ગૃહમાં સત્તાધારી પક્ષના બહુમતી ન હોય ત્યારે ખરડાની મંજૂરી મેળવી સરળ ન હોય ત્યારે બંને ગૃહોની ‘સંયુક્ત બેઠક’ બોલાવી તેમાં ખરડો સાદી બહુમતિથી પસાર કરવામાં આવે છે.


6. નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈઓ

=> લોકસભા રજૂ થતાં નાણાકીય ખરડા ઉપર બે-ત્રણ દિવસ પ્રાથમિક ચર્ચા થાય છે.
– અંદાજપત્રના ખર્ચની માગણીઓ ઉપર ચર્ચા-વિચારણા થાય છે નાણામંત્રી તેની બધી વિગતોની આંકડાકીય માહિતી સંસદમાં રજૂ કરે છે.
– જે-તે વિભાગના મંત્રીઓ જેમ કે કૃષિ, વિજ્ઞાન, વેપાર-વાણિજ્ય અને માનવસંશાધન વિભાગ વગેરે પોતાના વિભાગની માંગણીઓ લોકસભા સમક્ષ ચર્ચા-વિચારણા માટે મૂકે છે.
– અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મૂકાયા છે અને તેની મંજુરી લેવી પડે છે.
– લોકસભા-રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે.
– જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પસાર ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે.
– રાજ્યસભાએ ચુકવેલીભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો ગણાય છે.


7. રાજ્યસભાની ઉપયોગીતા અને મર્યાદા

=>• રાજ્યસભાની ઉપયોગીતા :
– ભારતની સંસદ દ્વિગૃહી છે.
– જુદા જુદા રાજ્યોના લોકોની ઇચ્છાઓ, પ્રશ્નો, માંગણીઓને વધુ સારી રીતે સમજે છે.
– ભારત 29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશ દિલ્હી સહીત 7 સંઘશાસિત પ્રદેશોનું બનેલું સંઘરાજ્ય છે.
– રાજ્યસભાએ સંસદનું ઉપલું ગૃહ છે.

• રાજ્યસભાની મર્યાદા :
– લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરવામાં આવે છે.
– રાજ્યસભાએ તે ખરડાને અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે છે.
– જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો ગણાય છે.
– જો રાજ્યસભાની ભલામણનો લોકસભા સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો કરે તો તે નાણાકીય ખરડો બંને માટે પસાર કરેલો ગણાય છે.


-------------------------------------------------------------


Q-4. નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો :


1. વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલી વર્ષની નક્કી થઈ છે?

(A) 25 વર્ષ
(B) 30 વર્ષ
(C) 35 વર્ષ
(D) 18 વર્ષ

Correct Answer: (A) 25 વર્ષ

2. લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે?

(A) 545;250
(B) 455;350
(C) 182;11
(D) 543;238

Correct Answer: (A) 545;250

3. નીચેના ક્યા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો અસ્તિત્વમાં છે?

(A) રાજસ્થાન
(B) આંધ્રપ્રદેશ
(C) તમિલનાડુ
(D) none of above

Correct Answer: (C) તમિલનાડુ

4. સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશને કોણ નીમે છે?

(A) વડાપ્રધાન
(B) રાજ્યપાલ
(C) રાષ્ટ્રપતિ
(D) ઉપરાષ્ટ્રપતિ

Correct Answer: (C) રાષ્ટ્રપતિ

5. લોકસભાના સભ્યોની સમયમર્યાદા કેટલા વર્ષની છે?

(A) 4 વર્ષ
(B) 6 વર્ષ
(C) 2 વર્ષ
(D) 5 વર્ષ

Correct Answer: (D) 5 વર્ષ

6. રાષ્ટ્રપતિ કયા ગૃહમાં બે એંગ્લો-ઈન્ડિયન સભ્યની નિમણુંક કરે છે?

(A) રાજ્યસભા
(B) લોકસભા
(C) ગોવા વિધાનસભા
(D) આયોજનપંચ

Correct Answer: (A) રાજ્યસભા

7. વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે?

(A) ઉપરાષ્ટ્રપતિ
(B) રાષ્ટ્રપતિ
(C) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
(D) લોકસભાના પ્રોટેમ સ્પીકર

Correct Answer: (B) રાષ્ટ્રપતિ

8. સાચા જોડકા જોડો : વહીવટી સંસ્થાઓ – વહીવટી વડાઓ

(1) જિલ્લા સેવાસદન -     (A) મેયર

(2) મહાનગરપાલિકા -     (B) ડીડીઓ 

(3) જિલ્લા પંચાયત -         (C) કલેક્ટર 

                                          (D) કમિશનર

(A) 1-A, 2-C, 3-D
(B) 1-C, 2-D, 3-B
(C) 1-B, 2-C, 3-D
(D) 1-C, 2-A, 3-B

Correct Answer: (D) 1-C, 2-D, 3-B

9. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નીમે છે?

(A) 238
(B) 12
(C) 2
(D) 14

Correct Answer: (B) 12

10. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે?

(A) વડાપ્રધાન
(B) ગૃહપ્રધાન
(C) નાણાં પ્રધાન
(D) સંસદ સભ્ય

Correct Answer: (C) નાણાં પ્રધાન

------------------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 

Download PDF

HOW TO DOWNLOAD PDF



👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 







------Thanks For Visit------

No comments:

Post a Comment