Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Friday, 13 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 7 : સ્વાતંત્ર્યોત્તર ભારત સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. નીચેના પ્રશ્નોના જવાબ આપો :


1. દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો.

=>  રિયાસતોની સંખ્યા 562 હતી સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશી રાજ્યોના ક્ષેત્રફળનું હતું.
– તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાના 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી.
– કશ્મીર, હૈદરાબાદ અને મૈસુર મોટા રાજ્યો હતા અન્ય નાના રાજ્યો પણ હતા.
– આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં ‘જવાબદાર સરકાર’ નો શુભારંભ કર્યો. (15 જાન્યુઆરી 1948)
– 15 ફેબ્રુઆરી, 1948માં સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલિન થઈ ગયું.
– સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ “સમકાલીન ઇતિહાસનું” સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું.
– સરદાર પટેલ અને તેમના સચિવ વી.પી. મેનનની સહાયથી ‘જોડાણખત’ અને ‘જૈસે થે કરાર’ નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો.
– તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું.
– હૈદરાબાદ, જૂનાગઢ અને કશ્મીર સિવાય તમામ 559 રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા.


2. હૈદરાબાદ અને જૂનાગઢના રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા તેની સંક્ષેપમાં ચર્ચા કરો.

=> હૈદરાબાદ :
– દક્ષિણ ભારતમાં આવેલ હૈદરાબાદ રાજ્યના નિઝામે પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું.
– તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેણે ભારત સાથે જોડાવું જોઇએ.
– તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલ હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં.
– નિઝામને સમજવવા વાટાઘાટો શરૂ કરી નિઝામની વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમાં જ સૌનુ હિત છે.
– 18 સપ્ટેમ્બર 1948 માં સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી લીધું.

જુનાગઢ :
– જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલ છે તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણખત લખી આપ્યો.
– પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે ‘આરઝી હકૂમત’ ની સ્થાપના કરી.
– સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો.
– 9 નવેમ્બર 1947 માં જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લીધો.
– લોકમત લેવાયો જેમાં પ્રચંડ ઈચ્છાશક્તિ થકી જુનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું.


3. દીવ, દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતી આપો.

=>  15 ઓગસ્ટ 1947 થી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા, દીવ અને દમણ પ્રવેશ કર્યો.
– જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતા ‘ગોવામુક્તિ આંદોલન’ માં સત્યાગ્રહીઓ શહીદ બન્યા.
– પોર્ટુગીઝ સત્તાવાળા અત્યાચાર નીતિ વધી ગઈ આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની.
– 18 ડિસેમ્બર 1961 ના ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ‘ઓપરેશન વિજય’ શરૂ કરતા ભારતીય લશ્કરી દળોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો.
– ભારતના બંધારણમાં 12 માં સુધારા મુજબ ગોવા, દીવ અને દમણ, નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા.
– આ પ્રદેશનો ‘ભારતીય સંઘપ્રદેશ’ નો દરજ્જો અપાયો.
– 1987 માં 30મી મે ગોવામાંથી દમણ અને દીવ છુટા પાડવામાં આવ્યા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો.
– દાદરાનગર હવેલીનું મુખ્ય મથક સિલ્વાસા અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે ગોવાનું મુખ્ય મથક પણજી છે.





Q-2. નીચેના પ્રશ્નો વિશે ટૂંકમાં જણાવો :


1. દેશી રાજ્યોના ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી હતી?

=> 15 ઓગસ્ટ, 1947 થી સચિવ વી.પી. મેનને ‘જોડાણખત’ અને ‘જૈસે થે કરાર’ જાળવી રાખવાનો મુસદ્દો તૈયાર કર્યો.
– નવેમ્બર, 1947 માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું.
– દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ 1947 માં વચગાળાની સરકારના ગૃહમંત્રી બન્યા.
– ભારતીય સંઘ સાથે કશ્મીરના રાજા હરિસિંહે કશ્મીરનું વિધિસર જોડાણ કર્યું.
– 15 ઓગસ્ટ, 1947 પહેલા ભારતમાં નાના-મોટા 562 દેશી રાજ્યો હતા.
– જૂનાગઢ ના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો જુનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો.


2. હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું?

=>  નિઝામના અધિકારીઓએ અને સૈન્યે લોકો પણ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ.
– તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે.
– સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી.
– હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાઇ જવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે.
– ભારત સરકારને હૈદરાબાદ સામે ‘પોલીસ પગલું’ ભરવું પડ્યું.


3. ફ્રેન્ચ સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ?

=>  26 જાન્યુઆરી 1950 સુધીમાં ભારતના દેશી રાજ્યોનું રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યુ હતું.
– ફ્રેન્ચ, પોર્ટુગીઝો સત્તાવાળાઓએ લડતને કચડી નાખવાના પ્રયાસો કર્યા.
– ઈ.સ. 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન માટે વાટાઘાટો ચાલતી રહી.
– ફ્રાંસ લોકોનો મિજાજ અને ભારતીયસંઘ સાથે જોડવાની 13 ઓક્ટોબર 1954 તીવ્ર ઈચ્છા તથા સમયને પારખી લઈ પોતાના સંસ્થાનો ભારતને સુપરત કરવા વાટાઘાટોને અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનોનો કબજો ભારતને સોંપી દીધા.
– ફ્રેન્ચ સરકારે તેના પાંચ સંસ્થાનો ભારતને સોંપી દીધા ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો.
– ભારતના રાજ્યોની પુન:રચના થતા પોંડુચેરી અને કરાઈકલ તમિલનાડુમાં, માહે કેરળમાં અને ચંદ્રનગર પશ્ચિમ બગાળમાં છે આ બધા પ્રદેશોનું વહીવટી મથક પુડુચેરી છે.


4. ‘ઓપરેશન વિજય’ એટલે શું? તે શા માટે કરવામાં આવ્યું?

=>  ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલું અભિયાન એટલે ‘ઓપરેશન વિજય’.
– ગોવાને ભારત સાથે જોડી દેવા માટે લોકોએ આંદોલન કર્યું.
– 18 જૂન 1954 ના રોજ લોકોએ પાયા પર સત્યાગ્રહ કર્યો.
– પોર્ટુગીઝ સત્તાવાળાઓના અત્યાચારો વધી ગયા અને ગોવામાં સ્ફોટક પરિસ્થિતિનું સર્જન થયું.
– 15 ઓગસ્ટ 1955 ના રોજ હજારો લોકોએ ‘ગોવામુક્તિઆંદોલન’ કરી ગોવા, દમણમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો.





Q-3. નીચેના પર ટૂંક નોંધ લખો :


1. દેશી રાજ્યો-રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો

=>  રાજા હરિસિંહે કશ્મીરનું વિધિસર ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું.
– દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલને જુલાઈ 1947 માં ગૃહમંત્રી બનાવ્યા.
– નવેમ્બર 1947 માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું.
– 15 ઓગસ્ટ 1947 ની સ્થિતિ વી.પી. મેનને ‘જોડાણખત’ અને ‘જૈસે થે કરાર’ સ્થિતિ જાળવી રાખી.
– હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય લઇ ‘પોલીસ પગલુ ભરી ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું.
– રાજાઓ સાથે વ્યક્તિગત ચર્ચાઓ કરી તેમની શંકાઓ નિર્મૂળ કરી.
– દેશી રાજ્યોની ભારતીય સંઘ સાથે એકીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપી શરૂ કરી.
– સચિવ વી.પી. મેનનેનો ખૂબ જ મહત્વનો ફાળો સરદાર પટેલની સિદ્ધિમાં હતો.
– જુનાગઢ, હૈદરાબાદ શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણખત પર હસ્તાક્ષર કરી તેમના રાજ્યો અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે જોડ્યું.


2. ભારતનો ટેક્નોલોજી ક્ષેત્રે વિકાસ

=>  સ્વતંત્રતા પછી ભારતનું નેતૃત્વ કરનારા મહાનુભાવો અને વિવિધ વિદ્વાન વૈજ્ઞાનિકો.
– જેવા કે, ડૉ. હોમીભાભા,ડૉ. રાજા રામન્ના, ડૉ. સી.વી. રામન તથા ઈજનેરી ક્ષેત્રના સર એમ. વિશ્વેશરીયા, ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ તથા મેટ્રો રેલ્વે પ્રોજેક્ટને સફળ બનાવનાર શ્રીધરન તથા આવા અન્ય વૈજ્ઞાનિકો, ઇજનેરો વગેરે પ્રદાન નોંધપાત્ર છે.
– ભાભા પરમાણુ ક્ષેત્રે સંશોધન, ઉપરાંત વૈજ્ઞાનિકો, એન્જિનિયરો સંયુક્ત પુરુષાર્થ વડે બાંધવામાં આવેલ મથકો દ્વારા ઊર્જાની માંગને પહોંચી વળવા.
– ભારતે ‘આર્યભટ્ટ’, ‘ભાસ્કર’, ‘રોહિણી’ જેવા ઉપગ્રહ આકાશમાં છોડ્યા છે ઉપગ્રહો છોડવા માટેના વ્હીકલ વિકસાવ્યા.


3. હરિયાળી ક્રાંતિ

=>  જંતુનાશક દવાઓ, વીજળી, પંપ સેટ કે ટ્રેક્ટરની ખરીદીમાં ખેડૂતોને અપાતી રાહતો.
– ભારતમાં કૃષિક્ષેત્રે આવતાં સંસ્થાગત સુધારાને લીધે દેશ અન્ન– ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે દેશમાં કૃષિ ઉત્પાદન ઘણું વધ્યું છે તેને ‘હરિયાળી ક્રાંતિ’ કહે છે.
– ખેડૂતોને આર્થિક લોન કે સબસીડી સ્વરૂપે અપાતી નાણાકીય સહાય.
– જિલ્લા કક્ષાએ સ્થપાયેલા ‘ખેડૂત તાલીમ કેન્દ્રો વગેરે.
– બંધોમાંથી કાઢેલી નહેરો અને મોટા જળાશયો વડે વિકસાવવામાં આવેલી સગવડો.


4. પ્રદેશવાદ

=>  દેશમાં રહેલી વિવિધતાઓ ભાગ્યે જ બીજા કોઈ દેશમાં જોવા મળતી હશે.
– ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે.
– ભાષા, ધર્મ, જીવનશૈલી, પરંપરાઓ વગેરે એકબીજા સાથે મળતા હોવાથી એક જ વિસ્તારમાં રહેતા લોકો એકબીજા પ્રત્યે લાગણી વધું મજબૂત બને છે.
– પ્રદેશવાદને ઉત્તેજન આપવા કે તેનો વ્યાપ વધારવા અમુક નેતા, આગેવાન, કેટલાક તોફાનની તત્વો લોકોની લાગણીઓને કામગીરી કરતા હોય છે.
– વળી જો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો અનિષ્ટતા નોતરે છે.
– સમય જતાં પ્રદેશવાદની લાગણીઓ સંકુચિત પેદા થવા લાગી.
– પ્રદેશવાદના ઉદભવ અને વિકાસ માટે ભાષા, જાતિ અને ધર્મ એ ત્રણ પરિબળોને મહત્વના ગણાવી શકાય.


5. પ્રાદેશિક અસમાનતા

=> વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં આવાં વિકાસાત્મક કાર્યો કર્યા નહિ.
– પરિણામે આવા વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા વિકસી.
– ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરી.
– તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોના આર્થિક સહીત અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવાનો હતો.
– આમ, દેશમાં વિકસિત અલ્પવિકસિત રાજ્યો જોવા મળે છે.
– આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા તેમજ તેલંગણા રાજ્યના કેટલાક વિસ્તારો અલ્પવિકસિત છે.
– બે પડોશી રાજ્યો ભારતના જ હોય તો પણ સરહદી જમીન સંબંધમાં વિવાદ ચાલી રહ્યા છે.
– દા.ત. મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે અને પંજાબ અને હરિયાણા રાજ્યોની સરહદ માટેની જમીનના વિવાદ ચાલી રહ્યા છે.





Q-4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


1. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણુંક થઈ હતી?

(A) સુભાષચંદ્ર બોઝ
(B) વડોદરાના ગાયકવાડ
(C) સરદાર વલ્લભભાઈ પટેલ
(D) મોતીલાલ નહેરુ

Correct Answer: (C) સરદાર વલ્લભભાઈ પટેલ



2. નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ નથી?

(A) ચંદીગઢ
(B) હિમાચલ પ્રદેશ
(C) લક્ષદ્વીપ
(D) પુડુચેરી

Correct Answer: (B) હિમાચલ પ્રદેશ


3. હાલ ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે?

(A) 26 રાજ્યો
(B) 27 રાજ્યો
(C) 28 રાજ્યો
(D) 29 રાજ્યો

Correct Answer: (C) 29 રાજ્યો


4. ઈ.સ.2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું?

(A) ઉત્તરાખંડ
(B) છત્તીસગઢ
(C) તેલંગણા
(D) બિહાર

Correct Answer: (C) તેલંગણા


5. ઝારખંડ રાજ્ય ક્યા રાજ્યમાંથી અલગ થયું?

(A) છત્તીસગઢ
(B) બિહાર
(C) તેલંગણા
(D) ઉત્તરાંચલ

Correct Answer: (B) બિહાર


6. નીચેનામાંથી કયું રાજ્ય સેવન સિસ્ટર્સમાંનું એક નથી?

(A) મણિપુર, આસમ
(B) ત્રિપુરા, અરુણાચલ
(C) મિઝોરમ, નાગાલૅન્ડ
(D) ઉત્તરાખંડ, ઝારખંડ

Correct Answer: (D) ઉત્તરાખંડ, ઝારખંડ


7. નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી?

(A) આંધ્રપ્રદેશ
(B) ગોઆ
(C) દિલ્લી
(D) ગુજરાત

Correct Answer: (C) દિલ્લી


8. ગુજરાત રાજ્યનો સ્થાપનાદિન કયો છે?

(A) 1 મે, 1961
(B) 1 મે, 1960
(C) 1 મે, 1962
(D) 1 મે, 1970

Correct Answer: (B) 1 મે, 1960


9. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજીક અને આર્થિક વિકાસ માટે ક્યા પંચની રચના કરી?

(A) કૃષિપંચની
(B) શિક્ષણપંચની
(C) આયોજનપંચની
(D) કોઠારીપંચની

Correct Answer: (C) આયોજનપંચની





👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 

Download PDF


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 




----Thanks for visit----

No comments:

Post a Comment