Q-1. નીચેના પ્રશ્ર્નોનાં જવાબ આપો :
1. સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો.
– આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સબંધો વિકસાવવા તથા વિશ્વશાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા.
– આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી.
– એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા તેમજ દબાવી દેવા અસરકારક સામુહિક પગલાં ભરવા.
– દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો.
– આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, ભાષા, લિંગ માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો.
– આ સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું.
2. બિનજોડાણની નીતિનો અર્થ સમજાવો.
=> બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો (અમેરિકા અને રશિયા) સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રોને ન જોડાયા એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તાજૂથ કે લશ્કરી જૂથમાં નહિ જોડાયેલા રાષ્ટ્રો બિન-જોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશી નીતિ ‘બિન જોડાણવાદી’ નીતિ તરીકે ઓળખાય છે.
3. ‘ઠંડા યુદ્ધ’ ના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો.
– યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંનેએ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા.
– અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા-જૂથો લશ્કરી જૂથો બન્યા બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું.
– આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો 1949 કરીને એક માત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વશાળી સત્તાને પડકારી.
4. જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં જણાવો.
– જર્મનીને પુન: બેઠું કરી શકે તેવો નેતા ન હતો. યુદ્ધ પૂરું થતા વિજેતા રાજ્યોએ જર્મનીએ ચાર વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું.
– જર્મનીની રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજિત કરવામાં આવી હતી.
– આ રીતે જર્મની પર ચાર દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. સત્તાજૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયત યુનિયનને ભય લાગ્યો તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે તેવી પૂતળા સરકાર સ્થાપી દીધી.
– અમેરિકા, બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ‘ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની’ તરીકે નિર્માણ કર્યું.
– પશ્ચિમ જર્મનીના ત્રણ વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યુ તેમ બર્લિનના પણ વિભાગોને એક કરવામાં આવ્યા.
– એપ્રિલ 1948 માં આ પ્રક્રિયામાં વિરોધરૂપને સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી.
– ત્યાર પછીના સાડા ચાર દસકાના સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો.
– તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી, જે ‘જર્મન ચમત્કાર’ તરીકે ઓળખાય છે.
– 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા જેના કારણે ‘ઠંડા યુદ્ધ’ ના પ્રવાહો મંદ પડતાં ગયા.
5. ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો.
– કશ્મીરના પ્રશ્નમાં સોવિયત યુનિયને ભારતનો પક્ષ લીધો છે.
– સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ ન થાય એ માટે ઘણીવાર ‘વિટો’ સત્તાનો ઉપયોગ કર્યો છે.
– કશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનુ સમર્થન કર્યું છે.
– આમ, રશિયા અને ભારત વચ્ચે ગાઢ મૈત્રી ભર્યા સંબંધો રહ્યા છે.
6. ‘લશ્કરી જૂથો’, ‘નાટો’, ‘સિઆટો’ અને ‘વૉર્સો’ વિશે માહિતી આપો.
– બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયુ આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા.
– સોવિયત સંઘ અને સામ્યવાદીથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલેન્ટિક મહાસાગરના કિનારે આવેલા ‘નાટો’ નામે એક સંગઠન NATO રચાયું.
– દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી.
– આ જુથ સિઆટો તરીકે ઓળખાયું (ઈ.સ. 1945).
– આ સૈનિક સંગઠનની સામે રશિયાએ ‘વોર્સો કરાર’ નામે સૈનિક સંગઠનની રચના કરી.
– મધ્યપૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી ‘સેન્ટો’ નામે એક જુથ રચાયું.
– પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થયું પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી.
Q-2. નીચેના પ્રશ્ર્નોનાં ટૂંકમાં જવાબ લખો :
1. બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સબંધો શાથી તણાવપૂર્ણ બન્યા?
=> ઈ.સ. 1949 માં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું.
– એકબીજાને શંકા-અશંકા અને અવિશ્વાસમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોત-પોતાના લશ્કરી જૂથો બનાવ્યા.
– વિશ્વ બે સત્તાજૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાયુ દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ અણુ બોમ્બ જેવો વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું.
– સત્તાનું અમેરિકા અને રશિયા આ બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું.
– આ કારણોને લીધે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા.
2. પંડિત જવાહરલાલ નહેરુ બિનજોડાણની નીતિ વિશે શું માનતા હતા?
=> પ્રથમ વડાપ્રધાન નેતૃત્વ પૂરું પાડયું.
– નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઇ શકશે.
– ભારતની એ માન્યતા રહેલી છે કે વિશ્વના એ હરીફ સત્તાજૂથો લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વશાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે.
3. પરમાણુ બિનપ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નહીં?
Q-3. નીચેના પર ટૂંક નોંધ લખો :
1. શસ્ત્રીકરણ અને નિઃશસ્ત્રીકરણ
=> શસ્ત્રીકરણ :
– ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા અને શસ્ત્રસ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધવાની હરીફાઇ થઇ.
– અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર (1945) અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી.
– એ પછીના ચાર વર્ષમાં સોવિયત યુનિયન અણુ અખતરો કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી.
– સમગ્ર મનુષ્ય જાતીનો જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે એવા શસ્ત્રો હેઠળ વિશ્વ યુદ્ધ જીત્યું હતું.
નિઃશસ્ત્રીકરણ :
– અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસનપ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈ.સ. 1961 થી 1962 દરમિયાન જાહેર કરી.
– અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઈલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા.
– અમેરિકા સોવિયેત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા સહમત થયા.
2. ક્યુબાની કટોકટી
=> અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસનપ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈ.સ. 1961 થી 1962 દરમિયાન જાહેર કરી.
– અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઈલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા.
– જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરી વહાણ પાછા વળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ આ ઘટનાને ‘ક્યુબાની કટોકટી’ તરીકે ઓળખવામાં આવે છે.
– બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું આથી જ ક્યુબાની કટોકટી યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.
3. સોવિયત યુનિયનનું વિઘટન
=> 11 માર્ચ 1985 માં મિસાઈલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા.
– વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિને કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી સોવિયેત યુનિયનનું વિભાજન થયું.
– સોવિયેત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વરાજકરણની શકવર્તી ઘટના ગણાવી શકાય.
– ગોર્બોચોવની ‘ગ્લાસનોસ્ત’ અને ‘પેરેસ્ટ્રોઈકા’ નીતિઓને કારણે સોવિયત સામાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા જાગતા સોવિયેત સંઘના ઘટકરાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા.
– સોવિયત યુનિયનના વિભાજનની ભૂમિકા પ્રક્રિયા શરૂ થઈ.
– છેવટે દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતા વિઘટનની પ્રક્રિયા પૂરું થઈ. (ડિસેમ્બર 1991)
4. બર્લિનની નાકાબંધી
=> એપ્રિલ 1948 માં સોવિયેત યુનિયને ‘બર્લિનની નાકાબંધી’ જાહેર કરી.
– બર્લિનની રાજધાનીને ચાર વિભાગોમાં વહેંચીને તેની ચાર મહાસત્તાઓ સ્થાપવામાં આવી.
– પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે ભારે તણાવ ઊભો થયો.
– પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશોનું એકીકરણ કરી ‘ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ’ જર્મની તરીકે રચના કરી.
– બર્લિનના ત્રણ વિભાગોને પણ એક બનાવ્યા અને પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશોનું પણ એકીકરણ કર્યું.
Q-4. નીચેના વિધાનોનાં કારણો આપો :
1. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો છે.
– ઈ.સ. 1945 માં જગતના 50 દેશોએ વિશ્વસંસ્થા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરી.
– અમેરિકાના પ્રમુખ ટ્રુમેને જણાવ્યું હતું કે હવે યુદ્ધો વિનાના વિશ્વમાં જગતના રાષ્ટ્રો પોતાના ઝગડાઓ કે વિવાદોનો ઉકેલ ચર્ચાઓ, વાટાઘાટો કે લવાદી દ્વારા લાવશે.
2. ક્યુબાની કટોકટી ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે.
– રશિયાઓએ અમેરિકાએ ક્યુબા સામે ગોઠવાયેલા શસ્ત્રો ઉતારી લીધા અને વહાણ પાછા વાળી લીધા. પરિણામે બન્ને દેશોનું યુદ્ધ બંધ રહ્યું.
– આ ઘટનાને ‘ક્યુબાની કટોકટી’ તરીકે ઓળખવામાં આવે છે.
– બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો રસ્તો મોટો બન્યો.

No comments:
Post a Comment