Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Wednesday, 25 March 2026

ધોરણ 9 વિજ્ઞાન પાઠ : 6 પેશીઓ સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. માગ્યા મુજબ જવાબ આપો :


1. પેશીની વ્યાખ્યા આપો.

=> શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ઠ કોષ સમૂહને પેશી કહે છે.


2. કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે ? તેમનાં નામ આપો.

=> ચાર પ્રકારના એકમો

(1) જલવાહિનિકી

(2) જલવાહીની

(3) જલવાહક મૃદુતક

(4) જલવાહક તંતુ

મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે


3. વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે ?

=> વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશીના બધા કોષો રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે અને જટિલ સ્થાયી પેશીના કોષો રચનાની દ્રષ્ટિએ એક કરતા વધુ પ્રકારના હોય છે


4. કોષદીવાલને આધારે મૃદુત્તક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોત્તક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.

  • મૃદુતક પેશી - પાતળી અને સેલ્યુલોગની બનેલી કોષદિવાલ ધરાવે છે
  • સ્થૂલકોણક પેશી - પ્રમાણમાં જાડી અને ખૂણાના ભાગે સ્થૂલન ધરાવે છે
  • દઢોત્તક પેશી - વધારે જાડી દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે


5. રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે ?

- વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાનું

- વાતાવરણમાં O2 અને CO2 નો વિનિમય કરવાનું


6. ત્રણેય પ્રકારના સ્નાયુતંતુઓની આકૃતિ દોરી, તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.

(1) આકૃતિ : પાઠ્યપુસ્તકમાંથી દોરવી....

(2) પ્રકાર : (1) ઐચ્છિક, (2) અનૈચ્છિક, (3) અનૈચ્છિક

(3) સ્થાન : 1) ઐચ્છિક : હાથ અને પગના સ્નાયુ
                 2) અનૈચ્છિક : અન્નમાર્ગની દિવાલ
                 3) અનૈચ્છિક : હૃદયની દિવાલ

(4) રચના : 1) ઐચ્છિક : લાંબા, નળાકાર, અશાખિત
                 2) અનૈચ્છિક : ત્રાકાકાર અને એકકોષકેન્દ્રી
                 3) અનૈચ્છિક : શાખિત અને એકકોષકેન્દ્રી


7. હૃદ સ્નાયુપેશીનું વિશેષ કાર્ય શું છે ?

=> હૃદયના સ્નાયુઓ જીવન દરમિયાન લપબધ્ધ સંકોચન અને વિકોચન થઈને હૃદયને રુધિરપંપ તરીકે કામગીરીમાં મદદરૂપ થાય છે


8. રેખિત, અરેખિત અને હૃદ સ્નાયુપેશીમાં, શરીરમાં સ્થાયી કાર્ય અને સ્થાનના આધાર પર ભેદ સ્પષ્ટ કરો.

સ્થાન : 1) રેખિત સ્નાયુ - હાથ અને પગના સ્નાયુ
            2) અરેખિત સ્નાયુ - અન્નમાર્ગની દિવાલ
           3) હૃદ સ્નાયુ - હૃદયની દિવાલ

રચના : 1) રેખિત સ્નાયુ : લાંબા, નળાકાર, અશાખિત
            2) અરેખિત સ્નાયુ : ત્રાકાકાર અને એકકોષકેન્દ્રી
            3) હૃદ સ્નાયુ : શાખિત અને એકકોષકેન્દ્રી


9. ચેતાકોષના એક લક્ષણ સાથેની આકૃતિ દોરો.

  • લક્ષણ : - ચેતાકોષ 1 મીટર લંબાઈનો હોય શકે છે
  • આકૃતિ : પાઠ્યપુસ્તકમાંથી દોરવી....


10. નીચે આપેલાનાં નામ લખો :


(a) પેશી કે જે મોંની અંદરના અસ્તરનું નિર્માણ કરે છે.

જવાબ : લાદીસમ અધિરછદ


(b) પેશી કે જે મનુષ્યમાં સ્નાયુઓને અસ્થિ સાથે જોડે છે.

જવાબ :સ્નાયુબંધ


(c) પેશી કે જે વનસ્પતિઓમાં ખોરાકનું સંવહન કરે છે.

જવાબ : અન્નવાહક


(d) પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે.

જવાબ : મેદપુર્ણ પેશી


(e) તરલ આંતરકોષીય આધારક દ્રવ્ય સહિત સંયોજક પેશી છે.

જવાબ : રુધિર


(f) મગજ કે મસ્તિષ્કમાં આવેલી પેશી.

જવાબ : ચેતાપેશી


11. નીચે આપેલામાં પેશીના પ્રકારને ઓળખો : 
ત્વચા, વનસ્પતિની છાલ અસ્થિ, મૂત્રપિંડનલિકાનું અસ્તર, વાહીપુલ

  • ત્વચા - સ્તૃત અધિચ્છદ પેશી
  • વનસ્પતિની છાલ - દ્રિતીય રક્ષણાત્મક પેશી
  • અસ્થિ - સંયોજક પેશી
  • મૂત્રપિંડનલિકાનું અસ્તર - ઘનાકાર અધિચ્છદ પેશી
  • વાહીપુલ - જટિલ સ્થાયી પેશી જલવાહક અને અન્નવાહક


12. મૃદુત્તક પેશી કયા પ્રદેશમાં હોય છે ?

=> મૃદુત્તક પેશી આધારોતક પ્રદેશમાં હોય છે


13. વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે ?

=> વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા :- 

(1) તે વનસ્પતિના બધા ભાગોનું રક્ષણ કરે છે

(2) તે શોષણ, સ્ત્રાવ અને ઉત્સ્વેદનમાં મદદ કરે છે


14. છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય. કરે છે ?

=> છાલના કોષો અવકાશ વગરના ચુસ્ત ગોઠવણી ધરાવતા મૃત કોષોના બનેલા હોય છે તેમની દિવાલ પર સુબેરીનુ સ્થૂલન હોય છે તે છાલને પાણી તેમજ વાયુઓ માટે અપ્રવેશશીલ પટલ જેવું બની રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે

15. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :

=> 1. મૃદુત્તક, 2. દઢોત્તક, 3. અન્નવાહક


----------------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

Download PDF



👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 





------Thanks for visit-----

No comments:

Post a Comment