Q-1. માગ્યા મુજબ જવાબ આપો :
1. પ્રાણીકોષની સાથે વનસ્પતિકોષની તુલના કરો અને તેમના તફાવત આપો.
વનસ્પતિ કોષ:
- હરિતકણ ધરાવે છે
- તારાકેન્દ્ર ધરાવતા નથી
- કોષ દીવાલ ધરાવે છે
- રસધાની મોટા કદની હોય છે
- હરિતકણ ધરાવતા નથી
- તારાકેન્દ્ર ધરાવે છે
- કોષ દીવાલ ધરાવતા નથી
- રસધાની નાના કદની હોય છે
2. પ્રોકેરિયોટિક કોષ કેવી રીતે યુકેરિયોટિક કોષથી ભિન્ન છે ?
- આ કોષ કદમાં નાના (1 - 10 MM) ધરાવતા
- કોષકેન્દ્રપટલ ગેરજહાજર હોય છે.
- કોષકેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત અને પટલમય અંગીકાઓ ગેરહાજર હોય છે.
- આ કોષ કદમાં મોટા (5 - 100 MM) હોય છે.
- કોષકેન્દ્રપટલની હાજરી હોય છે.
- કોષકેન્દ્રીય પ્રદેશ સુવિકસિત અને પટલમય કોષીય અંગીકાઓની હાજરી દર્શાવે છે.
3. જો કોષરસપટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે ?
=> જો કોષરસપટલ ઈજાગ્રસ્થ બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરે છે
4. જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય ?
=> ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષમાં બનતી નીપજોનું પેકેજિંગ, રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય છે
-- આ બધા દ્રવ્યનો જથ્થો વધતો જતા કોષ શિથિલ જીવન તરફ ધકેલાય
5. કઈ અંગિકાને કોષનું ઊર્જાઘર/શક્તિઘર તરીકે ઓળખાવાય છે? શા માટે?
- કણાભસૂત્ર કોષના ઉર્જાઘર / શક્તિઘર તરીકે ઓળખાય છે
- કોષને જીવંત રાખવા માટે જરૂરી ઉર્જા ATP ના સ્વરૂપમાં નિર્માણ કરે છે
6. કોષરસપટલનું બંધારણ કરતાં લિપિડ્સ અને પ્રોટીન્સનું સંશ્લેષણ ક્યાં થાય છે ?
=> કોષરસપટલનું બંધારણ કરતાં લિપિડ્સ અને પ્રોટીન્સનું સંશ્લેષણ અંતઃકોષરસજાળમાં થાય છે
7. અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે ?
=> અમીબા તેનો ખોરાક અર્તવહન દ્વારા મેળવે છે
8. આસૃતિ એટલે શું ?
=> બે જુદી - જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મુકતા પાણીના અણુ વધુ સાંદ્રતા ધરાતવા દ્રાવણ તરફથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ગતિ કરે છે આ ઘટનાને આસૃતિ કહે છે
9. નીચેનો આસૃતિનો પ્રયોગ કરો :
(ii) બટાટાનો કપ A સરખામણી માટે જરૂરી છે.(iii) કપ A અને કપ D માં ખાલી જગ્યામાં પાણી એકઠું થતું નથી કારણ કે કપ A માં સાંદ્રતા તફાવત સર્જવા માટે કોઈ દ્રાવણ હોતું નથી.
- આસૃતિ માટે બે ભિન્ન - ભિન્ન સાંદ્રતાવાળા દ્રાવણ જરૂરી છે જયારે કપ D બાફેલા બટાટાનો બનાવેલો હોવાથી તેના કોષ મૃત છે.
- તેથી તેમાં આસૃતિની ક્રિયા દર્શાવાતી નથી.
10. શરીરના સમારકામ અને વૃદ્ધિ માટે કયા પ્રકારનું કોષવિભાજન આવશ્યક છે અને જન્યુઓના નિર્માણમાં કયા પ્રકારનું કોષવિભાજન સંકળાયેલું છે ?
=> શરીરના સમારકામ અને વૃદ્ધિ માટે સમભાજન (Mitosis) પ્રકારનું કોષવિભાજન આવશ્યક છે, જે સમાન કોષોનું નિર્માણ કરે છે. જ્યારે જન્યુઓ (શુક્રકોષ/અંડકોષ)ના નિર્માણમાં અર્ધીકરણ (Meiosis) પ્રકારનું કોષવિભાજન સંકળાયેલું છે, જે રંગસૂત્રોની સંખ્યા અડધી કરે છે.
-----------------------------------------------------------------

No comments:
Post a Comment