Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Thursday, 12 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 5 :ભારત : આઝાદી તરફ પ્રયાણ સ્વાધ્યાયનું સોલ્યુશન

 

Q-1. નીચેના પ્રશ્ર્નોનાં મુદ્દાસર જવાબ લખો :


1. ‘હિન્દ છોડો’ ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો.

=> વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો.
– ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજય આપવાનો તેનો ઇરાદો ન હતો.
– ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા.
– મુંબઇમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942 ની રાત્રે “હિંદછોડો” નો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
– ગાંધીજી સહિત બધા દેશનેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામડાઓમાં એકાએક સખત હડતાળો પડી અને ગાંધીજીએ કહેલું કે ‘આઝાદી માટે મારી આ અંતિમ લડત છે’.
– તેમનું સૂત્ર હતું કે ‘કરેંગે યા મરેંગે’.
– જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુબઇ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી.
– અમદાવાદમાં કાપડની 75 મિલોના એક લાખ ચાલીસ હજાર મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી.
– શાળા-કોલેજોમાં હડતાલો પડી, અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યા.
– દેશમાં ચારેતરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો.
– કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો.
– 70,000 કરતા વધારે લોકોને જેલમાં પૂર્યા, આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યા.
– 1028 માણસોએ જાન ગુમાવ્યા 3200 માણસોને ઈજા થઈ, અમદાવાદ અને પાટણમાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા.
– હવે તો પૂર્ણ સ્વરાજ જ જોઈએ તે માટે કટિબદ્ધ થયા. ત્યારબાદ પાંચ વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી.


2. આઝાદ હિન્દ ફોજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરીની વિગત દર્શાવો.

=>  સુભાષચંદ્ર બોઝને અંગ્રેજોએ પોતાના નિવાસસ્થાને જ નજરકેદ રાખવામાં આવ્યા. પરંતુ તેઓ પઠાણના છૂપાવેશે કોલકતાથી પેશાવર, કાબૂલ, ઈરાન, રશિયા થઈ જર્મની પહોંચ્યા. (28 માર્ચ, 1942)
– જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જરાદ જગાવવા અનુરોધ કર્યો.
– તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, અંદમાન વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધીઓ હાજરી આપી.
– અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા.
– આ જબ્બર સાહસ હતું, ત્યાં રાસબિહારી બોઝે હિન્દુમુક્તિની આ ફોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગથી સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સાંભળી લેવાનું આમંત્રણ આપ્યું.
– સુભાષચંદ્ર જાપાનથી સિંગાપોર ગયા (ઈ.સ. 1943 ની બીજી જુલાઈએ) અને ત્યાં સર્વ સંમતિથી (4 જુલાઈ 1943) “ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ” ના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ.
– નેતાજીએ સૈનિકોને “ચલો દિલ્હી”, “તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા” અને “જય હિંદ” ના સૂત્રો આપ્યા.
– આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંગકોક-સાપગોન-ફોર્માસા ટાપુના તાઇવાઇ વિમાન મથકે પહોંચ્યા પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. (18 ઓગસ્ટ, 1945)






Q-2. ટૂંક નોંધ લખો :


1. સાયમન કમિશન

=>  મોન્ટફર્ડ (મોન્ટેગ્યું 1919) ના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જાહેરાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમીશન નીમવુ .
– પરંતુ બે વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જહોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં સાત સભ્યો હતા. બધા અંગ્રેજ હતા.
– હિન્દીઓના દુઃખ-દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી .
– સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલ,સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો.
– લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર ઘાયલ થયા. થોડા સમય બાદ તેમનું અવસાન થયું.
– લાલાજી ના મૃત્યુના સમાચારની ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાંડર્સની હત્યા કરવામાં આવી.


2. પૂર્ણ સ્વરાજ્યની માંગણી

=> આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભા માં જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા.
– જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. સાંસ્થાનિક સ્વરાજ્યની યુવા વર્ગને સંતોષ ન હતો.
– પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણસ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો.
– ત્યારબાદ 26 જાન્યુઆરી 1930 ના દિવસે સ્વતંત્રતાના શપથ લઇ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો.
– આ પછી સ્વતંત્ર મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યુ.


3. દાંડીકૂચ

=> 11મી ની સાંજે સંદેશો આપ્યો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો.
– અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી 12મી માર્ચ 1930 ના રોજ “વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે” ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઈકકોતેર તાર્યા રે એ પૂરું થતા મહા પ્રયાસ શરૂ થયું.
– અમદાવાદથી દાંડીનું અંતર 370 કી.મી. છે.
– દાંડીયાત્રા અસલાલી, બોરઆવી, રાસ, ભરૂચ, સુરત, વગેરે જેવા નાના-મોટા શહેરોમાં સભાઓ ભરી અને કાનૂનભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી.
– ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા. (5મી એપ્રિલ 1930)
– 6 એપ્રિલ, 1930 ના સવારે બરોબર 6:30 કલાકે દરિયાકિનારે જામેલ મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઇ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો.
– ગાંધીજીએ કહ્યું “મેને નમક કા કાનુન તોડ દિયા.”
– આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું “હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું.”
– 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડીકૂચની ભૌતિક સમાપ્તિ હતી.
– આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ સરકારે દમનનો કોરડો વીંઝ્યો.
– લાઠીમાર, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચાર્યા છતા લડતનું જોર ઘટ્યું નહીં.


4. સુભાષચંદ્ર બોઝ

=> સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. (23 જાન્યુઆરી 1897)
– તેમના પિતા રાયબહાદુર જાનકીનાથ બોઝ કાનૂની ક્ષેત્ર સરકારી વકીલ હતા.
– માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા.
– આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી.
– તેણે ભારતની બ્રિટિશ હકૂમત સામે સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું.
– કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણોથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ અર્થે ઈંગ્લેન્ડ ગયા.
– ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICS ની પરીક્ષા ચોથા નંબરે ઉતીર્ણ કરીને તેઓ કોલકાતા પાછા ફર્યા.
– તેઓ “રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ” માં જોડાઈ ટૂંક સમયમાં જ યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા.
– ઈ.સ. 1938 માં માત્ર 41 વર્ષની યુવાનવયે હરીપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા તેમણે દર્શાવી હતી.
– 26 જાન્યુઆરી 1941 ના દિવસે મધ્યરાત્રિએ તેઓ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી ભાગ્યા.
– 28 માર્ચ 1942 ના રોજ તે જર્મની પહોંચ્યા.
– નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાનમથકે પહોંચ્યા પણ વિમાનમાં અકસ્માતે આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. (18 ઓગસ્ટ 1945)




Q-3. નીચેના પ્રશ્ર્નોનાં એક-બે વાક્યોમાં ઉત્તર લખો :


1. ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો?

=> સાયમન કમિશનમાં સાતેય સભ્યો અંગ્રેજોના હતા. એમાં ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું ન હતું. તેથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો.


2. ‘આઝાદ હિન્દ ફોજ’ ના સૂત્રો જણાવો.

=> ‘તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’, ‘ચલો દિલ્લી’, ‘જય હિન્દ’ આ ‘આઝાદ હિંદ ફોજ’ ના સૂત્રો હતા.


3. માઉન્ટ બેટન યોજના ક્યારે રજુ થઈ?

=> 3 જૂન, 1947ના દિવસે માઉન્ટ બેટન યોજના શરૂ થઈ.


4. અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિંદના પ્રથમ હિંદી ગવર્નર કોને નીમવામાં આવેલા?

=> ચક્રવર્તી સી. રાજગોપાલાચારીને અંગ્રેજોએ ભારતની સત્તા સોંપી.




Q-4. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


1. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું?

(A) 5

(B) 6

(C) 7

(D) 8


Correct Answer: (C) 7


2. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી?

(A) 12 એપ્રિલ 1930

(B) 12 માર્ચ 1931

(C) 12 માર્ચ 1930

(D) 12 માર્ચ 1929


Correct Answer: (C) 12 માર્ચ 1930


3. કઈ વ્યક્તિ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવે છે?

(A) મહાદેવભાઈ દેસાઈ

(B) સરદાર વલ્લભભાઈ

(C) મૌલાના આઝાદ

(D) સુભાષચંદ્ર બોઝ


Correct Answer: (A) મહાદેવભાઈ દેસાઈ


4. ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું?

(A) સંસ્થાનિક સ્વરાજ્ય

(B) સાંપ્રદાયિક્તા

(C) પૂર્ણ સ્વરાજ્ય

(D) સરમુખત્યારશાહી


Correct Answer: (A) સંસ્થાનિક સ્વરાજ્ય


5. મોન્ટફર્ડના સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી?

(A) 20 વર્ષ

(B) 10 વર્ષ

(C) 7 વર્ષ

(D) 5 વર્ષ


Correct Answer: (B) 10 વર્ષ


6. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું?

(A) પંડિત જવાહરલાલ

(B) લાલા લજપતરાય

(C) ગોવિંદવલ્લભ પંત

(D) મોતીલાલ નેહરુ


Correct Answer: (B) લાલા લજપતરાય


7. ‘નેતાજી’ નું હુલામણું નામ કોને મળ્યું હતું?

(A) સુભાષચંદ્ર બોઝ

(B) વલ્લભભાઈ પટેલ

(C) રાસબિહારી બોઝ

(D) જવાહરલાલ નેહરુ


Correct Answer: (A) સુભાષચંદ્ર બોઝ


8. હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા?

(A) મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ

(B) વેલેસ્લી

(C) માઉન્ટ બેટન

(D) ડેલહાઉસી


Correct Answer: (C) માઉન્ટ બેટન



👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 

Download PDF

HOW TO DOWNLOAD PDF


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 


No comments:

Post a Comment