Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Thursday, 12 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 4 : ભારતની રાષ્ટ્રીય ચળવળો સ્વાધ્યાયનું સોલ્યુશન

 

Q-1. નીચેના પ્રશ્ર્નોનાં જવાબ મુદ્દાસર લખો :


1. બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો.

=> બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો જેમાં (1) સ્વદેશી ચળવળ (2) વિદેશી માલનો બહિષ્કાર (3) રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું.

(1) સ્વદેશી ચળવળ :
– સ્વદેશી વસ્તુઓ અપનાવવા હાકલ કરવામાં આવી.
– તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન કરવામાં આવ્યું.
– સ્વદેશી ચળવળને લીધે આપણા દેશની વસ્તુઓ જ વાપરવી જેનાથી આપણા ગૃહ ઉદ્યોગોને ઉત્તેજન મળ્યું.

(2) વિદેશી માલનો બહિષ્કાર કરવો :
– વિદેશી માલનો સમ્પૂર્ણ બહિષ્કાર કરવો જેવો કે વિદેશથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ જાય અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધે.
– લોકોએ જીવનજરૂરિયાતની વસ્તુ ખાંડ, પગરખા, સિગરેટ વગેરે વસ્તુઓનો બહિષ્કાર કર્યો આથી અંગ્રેજ વેપાર પર માઠી અસરો જોવા મળે.

(3) રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું :
– આપણી માતૃભાષામાં જ શિક્ષણ મેળવવું તેના પર વધારે ભાર મૂકવામાં આવ્યો.
– રાષ્ટ્રીય શિક્ષણ એ બંગાળના આંદોલનનું અંગ હતું આંદોલન દરમિયાન શિક્ષણમાં પણ બહિષ્કાર કરવામાં આવ્યો.
– બંગાળના 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ શરૂ થઈ.
પરિણામો :
– ઈંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, સિગારેટ, તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થવાથી તેમની આયાત ઘટી.
– સ્વદેશી ચળવળને લીધે ઇંગ્લેન્ડથી આવતું કાપડ બંધ થઈ ગયું.
– ભારતમાં સ્વદેશી માલનું ઉત્પાદન વધ્યું.
– સ્વદેશી આંદોલનના પ્રત્યાઘાત બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યા.
– તેથી બ્રીટીશ સરકારે ઈ.સ. 1911 માં બંગાળના ભાગલા રદ કર્યા.
– આમ, સંગઠન શક્તિનો વિજય થયો.


2. ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્દભવ અને વિકાસ વર્ણવો.

=>  ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી.– દામોદર ચાફેકર તથા બાળકૃષ્ણ ચાફેકર બંધુઓ, બોરિન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, બિસ્મિલ, અશફાક ઉલ્લખાં, ચંદ્રશેખર આઝાદ જેવા અનેક ક્રાંતિવીરોએ રાષ્ટ્રવાદની જ્યોતિ જલતી રાખી.– ઉગ્ર ક્રાંતિકારી ચળવળ હિન્દમાં ઉદભવી અને દેશ-વિદેશમાં પ્રસરી.

– તેની પૂર્વભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરવામાં ચાલેલું આંદોલન, સુરતના કોંગ્રેસ અધિવેશનમાં પડેલા ‘મવાળ’ અને ‘જહાલ’ જૂથ એમ બે ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિ પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા છે.

– લાલ-બાલ-પાલની ત્રિપુટી જહાલવાદી નીતિ અપનાવી, હિન્દી યુવા કાર્યકરોમાં નવું ચૈતન રેડ્યું ! હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલીપોચી નીતિને એક જબરદસ્ત નવો જ વળાંક આપ્યો.
– લોકમાન્ય બાળગંગાધર તિળકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું. ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, અને તેને પાછો લઈને જ હું જંપીશ’, જે આઝાદીના ક્રાન્તિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો.
– ત્યારે ભારતના નવયુવાનો ના એક વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવા પ્રયાસો હાથ ધર્યા.
– તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઇ શકતા હતા.
– ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી હતી.
– આ પ્રવૃત્તિઓમાં ‘મિત્રમેળા સોસાયટી’, ‘અનુશીલન સમિતિ’, ‘ઇન્ડિયન પેટ્રિઓટ્સ એસોસિએશન’ વગેરે સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ આપ્યો.
– અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો, હાવડા હત્યાકાંડ તથા ઢાકા હત્યાકાંડ ના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાયેલી.
– 13 નવેમ્બર 1909 ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઈસરોય મિન્ટો ઉપર નંખાયેલ બોમ્બે વગેરે બનાવો દ્રષ્ટાંતો રૂપ આપી શકાયા.
– બીજા તબક્કામાં ‘કાકોરી લૂંટ કેસ’, ‘લાહોર હત્યાકાંડ’ અને કેન્દ્રિય ધારાસભામાં બોમ્બ નાખવાના બનાવો બન્યા.


3. અસહકાર આંદોલનના કાર્યક્રમો, બનાવ જણાવી તેની અસરો તપાસો.

=> અસહકાર આંદોલનના કાર્યક્રમો :
– આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધી પોતાની ‘કૈસરે હિંદ’ અને રવિન્દ્રનાથ ઠાકુરે ‘નાઈટ હુડ સન્માન’ વગેરેનો ત્યાગ કર્યો.
– દેશના અન્ય નેતાઓ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી.
– ડ્યુક ઓફ કૈનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો.
– બીજી તરફ રાષ્ટ્રીય શાળા-કોલેજોની સ્થાપના થઈ, જેમાં કાશી, જામિયા-મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ .
– ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણા એકઠા થયા તેમજ આંદોલન દરમિયાન હિન્દુ-મુસ્લિમ એકતા અનેક પ્રકારની પ્રગટ થઈ.
– હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા ‘મોપલા બળવો’ ટીકાપાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો.
– આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમણનીતિનો સહારો લીધો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો. હિન્દુ-મુસ્લિમ એકતાને તોડવાનોનો નિષ્ફળ પ્રયાસ થયો .
– ચૌરી-ચોરાનો બનાવ અને આંદોલન મોકુફ.
– ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચોરા ગામે 5 ફેબ્રુઆરી 1922 નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો.
– પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તોઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી.
– જેમાં 21 પોલીસ મૃત્યુ પામ્યા.
– ‘અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે’ એમ કહીને અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું.
– અસહકારના આંદોલનની અસરો.
– સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું.
– લોકોમાં અન્યયીની સંઘર્ષની ભાવના પ્રબળ બની.
– ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી.
– સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની.
– અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું.
– જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેર-નગરો પૂરતું સીમિત હતું.





Q-2. ટૂંક નોંધ લખો :


1. વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ

=> વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની પ્રવૃત્તિને વેગ મળતો હતો.
– ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવા માટે વિદેશોમાં પણ ક્રાન્તિકારી ચળવળ શરૂઆત થઇ હતી.
– શ્યામજીકૃષ્ણ વર્મા, લાલા હરદયાલ, વીર સાવરકર, ઉધમસિંહ, મેડમ ભિખાઈજી કામા, મૌલાના અબ્દુલ્લા, ડો. મથુરસિંહ ‘ખુદાબખ્શ’ જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા.
– ભારતમાં ઉદ્દભવેલી ઉગ્ર ક્રાંતિમાંથી પ્રવૃત્તિઓ ભારતની બહાર છેક ઇંગ્લેન્ડ, કેનેડા, ફ્રાન્સ, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન વગેરે દેશમાં પ્રચલિત પામી.
– 1907 માં અમેરિકાના કેલિફોર્નિયામાં ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ ની સંસ્થા સ્થપાઈ, જેની પાછળથી લાલા હરદયાલે ‘ગદર પાર્ટી’ નામ આપ્યું.
– ચાર ભાષાઓમાં ‘ગદર’ સાપ્તાહિક શરૂ કરાયું.
– આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કતારસિંહ પણ જોડાયેલા. જર્મનીમાં ચંપક રમણ ખિલ્લાઇએ ‘હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દાળ’ ની રચના કરી.
– અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના ‘રાષ્ટ્રીય પ્રમુખ’ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરાઈ.
– જેમાં બરકતુલ્લા, અબિદુલ્લા, શમશેરસિંહ, ડો.મથુરસિંહ વગેરે હતા.
– આ સરકારે રશિયા, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા પ્રયાસો કર્યા. તુર્કીના વડા અવનક્ષ પાસા અને ગવર્નર પણ મળેલા .
– ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાઝથી ભરેલા 18 થી 24 વર્ષની વય ધરાવતા યુવાનો જ હતા.
– તેઓ હસતે મુખે ફાંસીને માચડે ‘ઈન્કલાબ જીન્દાબાદ’ અને ‘વંદે માતરમ’ ના ગગનભેદી નારા સાથે ચડી જતા અને એ રીતે માભોમની આઝાદીના ઉમદા ધ્યેયને માટે વીરગતિ પામ્યા.


2. રૉલેટ ઍક્ટ

=> બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેટના અધ્યક્ષ પદે ‘રોલેટ એક્ટ’ ઘડી કાઢ્યો.
– આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો.
– વ્યક્તિસ્વતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યને હણી નાખતો આ કાયદો ‘કાળો કાયદા’ તરીકે ઓળખાયો.
– આ કાયદા મુજબ કોઇપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી.
– જેથી ગાંધીજીએ આને ‘કાળો કાયદો’ કહ્યો.
– મોતીલાલ નહેરુના મતે ‘દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર’ લઇ લેવામાં આવ્યો.
– આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ તેથી તેનો નેતાઓ અને પ્રજાએ ઠેર ઠેર વિરોધ કર્યો.
– સભાઓ, સરઘસો, હડતાલોનું તેના વિરોધમાં આયોજન થયું.
– ગાંધીજીની દિલ્હીમાં સરકારે ધરપકડ કરી, પંજાબમાં ડો. સત્યપાલ અને ડો. કિચલૂની ધરપકડ કરતાં આંદોલન ઉગ્ર થયું.
– સરકારે દમનનો દોર છૂટો મૂક્યો.


3. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

=> પંજાબમાં અમૃતસરમાંથી નેતાઓ ડો. સત્યપાલ અને ડો. કિચલુની ધરપકડ થઇ.
– તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમા આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન થયું.
– લશ્કરના સૈનિકોને લઇને જનરલ ઓડોનીલગા ડાયર ત્યાં પહોંચી ગયો કશી જ પૂર્વચેતવણી આપ્યા વગર મશીનગનમાંથી ગોળીઓનો વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાવ્યો.
– બાગની ચારે બાજુ ઊંચી દીવાલો વચ્ચે અવાવરૂ કુવો અને બહાર નીકળવાનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બન્યા.
– સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા અને 2000 ઘવાયા. જ્યારે કોંગ્રેસ નીમેલી તપાસ સમિતિના મતે 1000 માણસો માર્યા ગયા હતા.
– બીજી તરફ ડાયર જ્યારે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરાયું.
– આથી હિંદની પ્રજાને જબરદસ્ત આઘાત લાગ્યો.
– આ અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહીસહી શ્રદ્ધા પણ ડગી ગઈ.
– આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો.
-અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે પુરી પાડી.


4. સ્વરાજ્ય પક્ષ

=> લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂફી બાદ ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ સ્વરાજ્ય પક્ષની રચના કરી.
– તેમનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો.
– સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, રેંટિયાઓને ઘૂમતા કરવા વગેરે રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો.
– નવેમ્બર 1923 એ સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે ઝુકાવ્યું.
– કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોને ધારાસભાઓમાં સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી.
– કેન્દ્રિય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજનદાસ ની વરણી થઈ.
– સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે જ સરકારે ‘સાયમન કમિશન’ બે વર્ષ પહેલું નીમવું પડ્યું.
– ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, ઉચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી.
– આવી સુંદર કામગીરીને પરિણામે હિંદનો શિક્ષિત વર્ગ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાયો.
– લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો ‘સ્વરાજ્ય પ્રાપ્તિ’ ને વધુ નજીક લાવવા આ પક્ષે ખુબ અગત્યનો ભાગ ભજવ્યો.
– જૂન 1925 માં ચિતરંજનદાસનુ અવસાન થતાં ‘સ્વરાજ પક્ષ’ નબળો પડ્યો.
– કેટલાકે ‘નેશનલ પાર્ટી’ નામનો નવો પક્ષ સ્થાપતાં સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય સાંપડ્યો.
– જો કે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનરજીએ તેની કામગીરીની આકરી ટીકા પણ કરી.




Q-3. નીચેના પ્રશ્ર્નોનાં જવાબ આપો :


1. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડયા? શા માટે?

=>1905 માં તે સમયના વાઈસરોય લોર્ડ કર્ઝને બંગાળના બે ભાગલા પાડયા. પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ. આની પાછળનો ઇરાદો હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો.


2. ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો જણાવો.

=> ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા.
– પરંતુ તેઓ પડદા પાછળ હતા અરવિંદ ઘોષના ભાઈ બારીન્દ્રકુમાર ઘોષ હંમેશા આગળ રહેતા.
– બારીન્દ્રકુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગ ખૂંદી વળ્યા.
– આ સ્વામી 1857 માં સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા.
– બારીન્દ્રકુમાર વડોદરા, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો.
– અરવિંદ ઘોષે ‘ભવાની મંદિર’ નામના પુસ્તકમાં ક્રાંતિની યોજનાઆલેખી. તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો.
– ઉપરાંત ‘દક્ષિણા’ સામાયિકમા છપાયેલું. ઉપરાંત ક્રાંતિની યોજનાઓ વિચાર ફેલાવવા માટે ‘દેશી વનસ્પતિ દવાઓ’, ‘કસરત’, ‘ગુલાબનો કિસ્સો’ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર જ ન પડે.
– આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી.


3. રૉલેટ ઍક્ટને ગાંધીજીએ ‘કાળો કાયદો’ શા માટે કહ્યો?

=> કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી. જેથી ગાંધીજીએ આને ‘કાળો કાયદો’ કહ્યો.


4. અસહકારનું આંદોલન (1920-22) શા માટે મોકૂફ રાખવામાં આવ્યું?

=>  5 ફેબ્રુઆરી 1922 ના ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચોરા ગામે નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો.
– ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા.
– ગાંધીજી એ બ્રિટીશ સરકાર સાથે અહિંસક આંદોલન કર્યું.
– અસહકારનું આંદોલન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી.


5. ‘સ્વરાજ્ય પક્ષ’ ની પ્રતિષ્ઠા ક્યાં કારણોથી ઓછી થઈ હતી?

=> ‘સ્વરાજ્ય પક્ષ’ ની પ્રતિષ્ઠા નીચેના કારણોસર ઓછી થઈ હતી.
– કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી.
– ‘નેશનલ પાર્ટી’ નામનો નવો પક્ષ સ્થાપ્યો.
– ‘સ્વરાજ્ય પક્ષ’ ના એક સ્થાપક ચિતરંજનદાસ મુનશીનું અવસાન થયું (જૂન 1925 માં).




 Q-4. નીચેના દરેક પ્રશ્ર્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો :


1. બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો?

(A) રાષ્ટ્રીય શોકદિન
(B) બંગભંગદિન
(C) સ્વાતંત્ર્યદિન
(D) ત્રણમાંથી એક પણ નહિ

Correct Answer: (A) રાષ્ટ્રીય શોકદિન


2. કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા?

(A) મૉન્ટ-ફર્ડ
(B) ઈલ્બર્ટ બિલ
(C) ઓગસ્ટ ઓફર
(D) મોર્લે-મિન્ટો

Correct Answer: (D) મોર્લે-મિન્ટો


3. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી?

(A) બારીન્દ્રનાથ ઘોષ
(B) છોટુભાઈ પુરાણી
(C) અંબુભાઈ પુરાણી
(D) અરવિંદ ઘોષ

Correct Answer: (D) અરવિંદ ઘોષ


4. પરદેશની ભૂમિ પર હિંદનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો?

(A) શ્યામજીકૃષ્ણ વર્મા
(B) રાણા સરદારસિંહ
(C) મૅડમ ભિખાઈજી કામા
(D) મદનલાલ ધીંગરા

Correct Answer: (C) મૅડમ ભિખાઈજી કામા


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 

Download PDF

HOW TO DOWNLOAD PDF



👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 


No comments:

Post a Comment