Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Thursday, 19 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 22 : માર્ગ-સલામતી : વાહનો અને માર્ગ સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :


(1) ટ્રાફિક સિગ્નલની સમજ આપો.

=> ટ્રાફિક નિયમન સિગ્નલને અનુસરવું તે દરેક વાહનચાલકની ફરજ છે.
જંક્શન પર ત્રણ રંગનાં ટ્રાફિક સિગ્નલ હોય છે : લાલુ, લીલું અને પીળું.
આપણું વાહન ટ્રાફિક નિયમન સિગ્નલ નજીક પહોંચી રહ્યું હોય ત્યારે વાહનચાલક પોતાના વાહનની ગતિ ધીમી કરી નીચે જણાવ્યા મુજબ સિગ્નલને અનુસરશે.

લાલ બતી (Red Traffic Signal):
-ચાર રસ્તા પર તમારા વાહનની સામે લાલ બત્તી હોય ત્યારે સ્ટૉપ-લાઈનની પહેલાં વાહન થોભાવવું.
-સ્ટૉપ-લાઇન અંકિત કરવામાં ન આવી હોય કે દેખાતી ન હોય ત્યારે રાહદારી ક્રોસિંગ પર વાહન થોભાવવું.
-રાહદારીએ ક્રોસિંગ ન હોય ત્યારે પ્રાથમિક ટ્રાફિક સિગ્નલ પહેલાં વાહન થોભાવી દેવું.
-લાલ બત્તી ચાલુ હોય તે વખતે ડાબી બાજુ વળવા માંગતા વાહનચાલક તેની જમણી તરફથી આવતાં વાહનો, માર્ગ ઓળંગતા રાહદારીઓ અને સાઇકલ-સવારોને અગ્રતા આપ્યા બાદ ડાબી તરફ વળી શકે છે.

-ચાર રસ્તા પર સતત લબૂક-ઝબૂક થતી લાલ બત્તી હોય ત્યારે વાહનચાલકે નીચે જણાવ્યા મુજબ આગળ વધવું :
સ્ટૉપ-લાઈન, તે ન હોય તો રાહદારી ક્રોસિંગ અને તે પણ ન હોય ત્યારે પ્રાથમિક ટ્રાફિક સિગ્નલ પહેલાં વાહન થોભાવી દેવું.
રાહદારીઓને અને મુખ્યમાર્ગ પરના વાહન-વ્યવહારને અગ્રતા આપ્યા બાદ સલામત જણાય ત્યારે જ આગળ વાહન હાંકવું. 

લીલી બતી (Green Traffic Signal):
-ચાર રસ્તા પર તમારાં વાહનની સામે લીલી બત્તી હોય ત્યારે આગળનું રાહદારી ક્રોસિંગ કે ચાર રસ્તા ખાલી હોય, તો જ વાહન આગળ ધપાવવું. 
-ટ્રાફિક નિયમન સિગ્નલ દ્વારા દિશાસૂચક લીલા રંગનું તીર (Green Arrow) પણ પ્રદર્શિત થતું હોય ત્યારે તે તીરની દિશામાં જ આગળ વધી શકાશે.
-ટ્રાફિક સિગ્નલ પર લીલી બત્તી થવા સમયે રાહદારી ક્રોસિંગ પર હોય તેવા રાહદારીઓ અને ચાર રસ્તા પર અગાઉથી આવી ગયેલ વાહનોને પસાર થવાનો માર્ગ આપવો.
-ચાર રસ્તા પર સતત લબૂક-ન્ઝબૂક થતું દિશાસૂચક લીલા રંગનું તીર પ્રદર્શિત થતું હોય ત્યારે વાહનચાલકે રાહદારીઓ, સાઈકલ-સવારો અને તે માર્ગ પર ભળી રહેલ વાહન-વ્યવહારને માર્ગનો અધિકાર આપ્યા બાદ સલામત જણાય ત્યારે તીરની દિશામાં જ વળવું.

પીળી બતી (Amber Traffic Light):
-ચાર રસ્તા પર તમારાં વાહનની સામે પીળી બત્તી હોય ત્યારે સ્ટોપ-લાઈનની પહેલાં કે તે ન હોય ત્યારે રાહદારી ક્રોસિંગ કે પ્રાથમિક ટ્રાફિક સિગ્નલની પહેલાં વાહન થોભાવી દેવું.
-પરંતુ, જો તમારું વાહન સ્ટોપ-લાઈન પાર કરી ગયું હોય અથવા સ્ટોપ-લાઈનથી એટલું નજીક હોય કે અચાનક વાહન થોભાવી દેવાથી પાછળથી આવતાં વાહન સાથે અથડાયની શક્યતા હોય ત્યારે વાહન થોભાવ્યા વગર સલામત રીતે સિગ્નલ પાર કરી શકાય.
-ચાર રસ્તા પર સતત લબૂક-ઝબૂક થતી પીળી બત્તી થતી હોય ત્યારે વાહનચાલકે વાહનને ધીમું કરીને રાહદારીઓને અને ચાર રસ્તા પર અગાઉથી હાજર વાહનોનેપસાર થવાનો માર્ગ આપ્યા બાદ સાવચેતીથી આગળ વધવુ.


------------------------------------

Q-2. નીચેના પ્રશ્નનો મુદાસર ઉત્તર લખો :


(1) માર્ગનો અધિકારમાં સમાવિષ્ટ બાબતો જણાવો.


=> જ્યારે માર્ગ પર થોભો' (STOP)નો સંકેત પ્રદર્શિત હોય ત્યારે. "થોભો' (STOP)ના સંકેત પહેલાંની આડી સ્ટૉપ-લાઈન પહેલાં થોભી જવું જોઈશે; સ્ટૉપ-લાઈન અંકિત ન હોય કે દેખાતી ન હોય ત્યારે 'થોભો' (STOP)ના સંકેતની તરત પહેલાં થોભી જવું જોઈએ;
-મુખ્યમાર્ગ પરના વાહન-વ્યવહારને અગ્રતા આપવાની રહેશે;
-આગળનો રસ્તો ખાલી હોય ત્યારે જ મુખ્યમાર્ગ પર સાવચેતીપૂર્વક પ્રવેશ કરવો જોઈએ.
-જ્યારે 'માર્ગ આપો' (Give Way)નો સંકેત પ્રદર્શિત હોય ત્યારે વાહનચાલક વાહન ધીમું કરશે, તે જે માર્ગ પર પ્રવેશ કરવાનો છે તે માર્ગ પરના વાહન-વ્યવહારને અગ્રતા આપશે અને પછી સાવચેતીથી આગળ વધશે. 
-જયારે માર્ગ આપો' (Give Way) કે 'થોભો' (STOP)ના સંકેત પહેલાં કોઈ રાહદારી ક્રોસિંગ તો પણ વાહનચાલક રાહદારીઓને પ્રાધાન્ય આપશે.
-માર્ગની નજીક આવેલી કોઈ જગ્યાએથી (જેમ કે રહેણાંક વિસ્તાર કે વાણિજ્ય વિસ્તાર વગેરે) માર્ગ પર પ્રવેશતાં પહેલાં વાહનચાલકે માર્ગ પર ચાલુ વાહન-વ્યવહારને અગ્રતા આપવાની રહેશે.
-ઢાળ કે ઢોળાવવાળા માર્ગ પર તે ઢાળ કે ઢોળાવ ચડી રહેલાં વાહનોને અગ્રતા આપવાની રહેશે.
-અગ્નિશામક વાહન કે એમ્બ્યુલન્સ જેવાં આપાતકાલીન વાહનો પસાર થઈ રહ્યાં હોય ત્યારે વાહનચાલકને તાત્કાલિક પોતાનું વાહન તેના માર્ગમાંથી હટાવી તેને આગળ વા માટે માર્ગ કરી આપવાનો રહેશે.


-------------------------------------------------


Q-3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો


(1) યુ ટર્ન ક્યારે ન લેવો જોઈએ ?

=>  નીચે દર્શાવેલ જગ્યાઓએ ક્યારેય યુ ટર્ન લેવો નહિ.
1) જ્યાં માર્ગ-સંકેતથી અથવા ટ્રાફિક સિગ્નલથી યુ ટર્ન પ્રતિબંધિત હોય ત્યારે;
2) વાહન-વ્યવહાર સતત ચાલુ રહેતો હોય તેવા વ્યસ્ત જાહેર માર્ગો પર;
3) મુખ્યમાર્ગ, ધોરીમાર્ગ કે એક્સપ્રેસ વે પર;
4) એક (single) કે બેવડા (double) સળંગ સફેદ કે પીળા પટ્ટાને પાર કરીને;.


(2) પીળી બત્તી કઈ બાબતો સૂચવે છે ?

=> ચાર રસ્તા પર તમારાં વાહનની સામે પીળી બત્તી હોય ત્યારે સ્ટોપ-લાઈનની પહેલાં કે તે ન હોય ત્યારે રાહદારી ક્રોસિંગ કે પ્રાથમિક ટ્રાફિક સિગ્નલની પહેલાં વાહન થોભાવી દેવું.
-પરંતુ જો તમારું વાહન સ્ટોપ-લાઈન પાર કરી ગયું હોય અથવા સ્ટોપ-લાઈનથી એટલું નજીક હોય કે અચાનક વાહન થોભાવી દેવાથી પાછળથી આવતાં વાહન સાથે અથડામણની શક્યતા હોય ત્યારે વાહન થોભાવ્યા વગર સલામ સિગ્નલ પાર કરી શકાય.
-ચાર રસ્તા પર સતત લબૂક-ઝબૂક થતી પીળી બત્તી થતી હોય ત્યારે વાહનચાલકે વાહનને ધીમું કરીને રાહદારીઓને અને ચાર રસ્તા પર અગાઉથી હાજર વાહનોને પસાર થવાનો માર્ગ આપ્યા બાદ સાવચેતીથી આગળ વધવું.


-----------------------------------------------------------------


Q-4. યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો


(1) બે તરફનો વાહન-વ્યવહાર ધરાવતા જાહેર માર્ગ પર માર્ગની કઈ તરફ વાહન ચલાવવું જોઈએ ?


(A) માર્ગની ડાબી તરફ

(B) માર્ગની જમણી તરફ

(c) ડ્રાઈવરની જમણી તરફ 

(D) જે તરફ જગ્યા હોય તે તરફ

Correct Answer :  (A) માર્ગની ડાબી તરફ


(2) કોઈ માર્ગ પર એક કરતાં વધુ લેન હોય ત્યારે ભારે વાહન કઈ બાજુમાં ચલાવવું જોઈએ ?


(A) માર્ગની જમણી બાજુ

(B) માર્ગની ડાબી બાજુ

(C) રોગ સાઈડ

(D) જે દિશામાં વાહન-વ્યવહાર પ્રતિબંધિત હોય તે દિશામાં


Correct Answer :  (B) માર્ગની ડાબી બાજુ


(૩) કેવાં વાહનોને આગળ જવા અગ્રતા આપવી ?


(A) આપાતકાલીન વાહન

(B) ભારે વાહન

(C) પેસેન્જર વાહન

(D) માલવાહક વાહન


Correct Answer :  (A) આપાતકાલીન વાહન



(4) ડાબી તરફ જવા માંગતા વાહનચાલકે કઈ લેનમાં આવી જવું જોઈએ ?


(A) પોતાની જમણી તરફની લેનમાં

(B) પોતાની ડાબી તરફની લેનમાં

(C) પોતાની સીધી લેનમાં 

(D) ખાલી લેનમાં

Correct Answer :  (B) પોતાની ડાબી તરફની લેનમાં


---------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 

Download PDF





👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 




-----Thanks for visit-----

No comments:

Post a Comment