Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Friday, 20 March 2026

ધોરણ 9 વિજ્ઞાન પાઠ 1 : આપણી આસપાસમાં દ્રવ્ય સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. માગ્યા મુજબ જવાબ આપો :


1. નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો : (a) 293 K (b) 470 K

=> (a) 293 K - 273 = 20° C

      (b) 470 K - 273 = 197° C


2. નીચે દર્શાવેલ તાપમાનોને કૅલ્વિન માપક્રમમાં ફેરવો : (a) 25° C (b) 373° C

=> (a) 25° C + 273 = 298 K 

     (b) 373° C + 273 = 646 K


3. નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણ દર્શાવો :


(a) નેપ્થેલિનની ગોળી (ડામરની ગોળી) સમય જતાં કોઈ પણ ઘન અવશેષ ( Residue ) છોડ્યા વિના જ અદશ્ય થઈ જાય છે.

=> જવાબ : નેપ્થેલિનની ગોળી ઉર્ધ્વપાતી પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને તે ઘન અવસ્થામથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. આથી નેપ્થેલિનની ગોળી સમય જતા કોઈ પણ અવશેષ છોડ્યા વિના જ અદ્રશ્ય થઈ જાય છે


(b) આપણને અત્તરની સુગંધ (સુવાસ) ઘણા લાંબા અંતર સુધી આવે છે.

=> જવાબ : અંતર એ બાષ્પશીલ પ્રવાહી છે. તેથી તે હવાના અણુ સાથે ભળી જાય છે. અને હવાના અણુ સાથે લાંબા અંતર સુધી ગતિ કરે છે. તેથી આપણને અંતરની સુગંધ ઘણા અંતર સુધી આવે છે.


4. નીચે દર્શાવેલા પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો : પાણી, ખાંડ, ઓંક્સિજન

=> ઓક્સિજન < પાણી < ખાંડ


5. નીચે દર્શાવેલા તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે ? (a) 25° C (b) 0° C (c) 100° C

=> તાપમાન ભૌતિક અવસ્થા

25° C પ્રવાહી

0° C ઘન અને પ્રવાહી

100° C પ્રવાહી અને વાયુ


6. નીચેનાંની સત્યતા ચકાસવા માટે કારણ આપો :


(a) પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે.

=> જવાબ : પાણીને ચોક્કસ આકાર કે કદ હોતું નથી. ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે. આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે.


(b) લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે.

=> જવાબ : લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ઘરાવે છે.તેનું સ્થળાંતર કરવું સહેલું નથી.તે કઠણ અને મજબૂત હોય છે. આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે.


7. 273 K તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. શા માટે ?

=> બરફ પાસે રહેલી ઉર્જા પાણી કરતા વધુ હોવાથી તે વધુ ઠંડક ઉત્પન્ન કરે છે.


8. ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા કોનામાં વધુ માલૂમ પડે છે ?

=> વરાળમાં


9. નીચે દર્શાવેલ આકૃતિ માટે A, B, C, D, E તથા F ની અવસ્થા રૂપાંતરને નામાંકિત કરો :

=> (A) ગલન
     (B) બાષ્પીભવન
     (C) સંઘનન
     (D) ઘનીકરણ
     (E) ઉર્ધ્વપાતન
     (F) બાષ્પનું ઘનીકરણ-


-----------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો





👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 






-----Thanks for visit----

No comments:

Post a Comment