Q-1 નીચેના બહુવિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1) આઝાદી પહેલાં ભારતનાં ખેડૂતો કેવી રીતે ખેતી કરતા હતા?
A) સજીવ ખેતી
(B) પરંપરાગત ખેતી
(C) પ્રાકૃતિક ખેતી
(D) રાસાયણિક ખેતી
Correct Answer : (B) પરંપરાગત ખેતી
2) પૈસા આપી વસ્તુઓ ન ખરીધ્વી પરંતુ વસ્તુના બદલે વસ્તુઓની આપ-લે કરવાની રીતને શું કહેવાય છે?
(A) વિનિમય પ્રથા
(B) હૂંડિયામણ પ્રથા
(C) બજાર પ્રથા
(D) એક પણ નહીં
Correct Answer : (A) વિનિમય પ્રથા
૩) ભારતીય સંસ્કૃતિને બીજા કયા નામેથી ઓળખવામાં આવતી?
(A) સનાતન સંસ્કૃતિ
(B) પ્રાચીન સંસ્કૃતિ
(C) ઋષિ-કૃષિ સંસ્કૃતિ
(D) આઘુનિક સંસ્કૃતિ
Correct Answer : (C) ઋષિ-કૃષિ સંસ્કૃતિ
----------------------------------------------------
Q-2 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉતર આપો :
(1). ખેતી ખર્ચ વધવા પાછળના કારણો જણાવો?
ઉત્તર: જરૂરિયાત કરતાં વધુ પ્રમણમાં રસાયણોના ઉપયોગથી ખેડૂતોને વર્ષોવર્ષ ખેતી ખર્ચ વધતો જાય છે.
(2). પ્રાકૃતિક ખેતીનું પ્રાથમિક સંશોધન અને અભ્યાસ કોણે કયા?
ઉત્તર: પ્રાકૃતિક ખેતીનું અભ્યાસ અને સંશોધન પદ્મશ્રી ડૉ. સુભાષ પાલેકરે કર્યો અને તે અભ્યાસના નીચોડાના રૂપમાં તેમણે એક પદ્ધતિ વિકસાવી-"સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી"(SPNF).
(3). ખેતીમાં ઉપયોગી કીટકો,પક્ષીઓ,સુક્ષ્મ જીવાણુઆને શેનાથી નુકશાન થાય છે?
ઉત્તર: રાસાયણિક ખેતીમાં વપરાતાં જતુનાશકોના લીધે કેટલાક ઉપયોગી કીટકો,પક્ષીઓ,સુક્ષ્મ જીવો નાશ પામે છે.
(4). રાસાયણિક ખેતીનો મજબૂત ટકાઉ એકમાત્ર વિકલ્પ શુ છે?
ઉત્તર: જ્યારે રાસાયણિક ખેતીની આડઅસરો આપણને સમજાઈ ગઇ છે ત્યારે તેના મજબૂત વિકલ્પ માત્ર ' પ્રાકૃતિક ખેતી' જ છે.
----------------------------------------------
Q-3 નીચેના શબ્દોની સમજ આપો :
(1).ગ્રામ્ય આત્મનિર્ભરતા
ઉત્તર: આઝાદી પહેલા ભારતનો ખેડૂત બળદની મદદથી પરંપરાગત ખેતી કરતો હતો ત્યારે દેશની જન સંખ્યાને પૂરતું અનાજ મળી રહેતું હોવથી યાંત્રિકસધનો ઉપર નિર્ભર નહોતો. ખેડૂતને ખેતી માટે જરૂરી સંસાધનો ગ્રામ્યકક્ષાએ મળી રહેતા તથા પશુપાલન દ્વારા તેને છાણીયું ખાતર મળી રહેતું તેથી તે ખાતર બાબતે પણ આત્મનિર્ભર હતો. ખેડૂત પોતાના ઘરનું બિયારણ વર્ષોવર્ષ સંગ્રહ કરી રાખતો હતો.વળી તેની સૂઝથી તે આ બિયારણને સવર્ધિત પણ કરતો હતો. આમ,તે બીજ માર્ટે પણ આત્મનિર્ભર હતા.
(2). જળ સંરક્ષણ
- રાસાયણિક ખાતરો,જંતુનાશકો અને પિયત પાણીના વધુ પડતાં વપરાશના પરિણામે આજે જમીન ખુબજ કઠણ બની ગઈ છે.પરિણામ સ્વરૂપ ભૂગર્ભમાં પાણી ઉતરી શકાતું નથી.વળી જમીન સમતળ ન હોવાને લીધે વરસાદ આવે છે ત્યારે બધું પાણી ખેતરમાંથી વહી જતું હોય છે. પ્રાકૃતિક ખેતી થકી જમીન પોચી અને ભરભરી બને છે.તેમજ
- પ્રાકૃતિક ખેતીમાં પાકના અવશેષો ને ભૂમિની સપાટી પર પાથરવાની ક્રિયા કરવાથી જમીનની ભેજ સંગ્રહ શક્તિમાં વધારો થાય છે અને પરિણામે પાણીની બચત થાય છે.
Q-4 નીચેના વિધાનો કારણ આપી સમજાવો
(1).ગૌવંશ બચાવવા માટે પ્રાકૃતિક ખેતી.
(2).ખેડૂતોના જીવન પરિવર્તન માટે પ્રાકૃતિક ખેતી.
ઉત્તર:ખેડૂતને ' જગતનો તાત ' કહેવામાં આવે છે. પરંતુ આ જગતનો તાત વધુ ઉત્પાદન મેળવવાની ઘેલછામાં જરૂરિયાત કરતાં વધુ ખેતી ખર્ચ કરતો હોવાથી ઓછું વળતર મળવાથી અફસોસ કરી રહ્યો છે.
-પ્રાકૃતિક ખેતી કરવાથી પ્રકૃતિનું શોષણ અટકે છે તથા માનવીની તંદુરસ્તી અને સાત્વિકતા વધે છે. આજે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળ્યા છે અને બીજા
-અનેક ખેડૂતો એમની પાસેથી પ્રેરણા લેતા થયાં છે.આમ,પ્રાકૃતિક ખેતી થકી ખેડૂર્તોના જીવનમાં આવા અનેક પરિવર્તનો જોવા મળે છે.માનવ સ્વાસ્થ્ય જમીન સ્વાસ્થ્ય તથા પર્યાવરણની જાળવણી માટેનો એક ઉત્તમ રસ્તો એટલે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખોરાક.
(3). સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી.
ઉત્તર:આપણા દેશમાં લોકો અનેક ભયંકર રોગથી પીડાઈ જેમ કે કેન્સર,ડાયાબિટીસ,હૃદયરોગ વગેરે.આની પાછળના મુખ્ય કારણો કે રસાયણવાળો ખોરાક ખાવાથી આ બીમારીઓ ખૂબ ઝડપથી વધી રહી છે. માટે લાંબુ આયુષ્ય અને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક ખોરાક અનિવાર્ય છે.
-પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ સંપૂર્ણ પ્રાકૃતિક અને તેમાં કોઈ જ જાતના રાસાયણિક ખાતર કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પદ્ધતિથી ઉપાર્જિત ખેતપેદાશ જમીનોમાં રહેલા તમામ આવશ્યક પોષક તત્વો ઉપલબ્ધ થાય તેવી પ્રકૃતિની વ્યવસ્થાને જોડાવાનો પ્રયત્ન છે.જેથી આ પદ્ધતિથી ઉત્પાદિત ખેત ર્પેદાશો પોષક તત્વોથી ભરપૂર અને ઔષધીય ગુણી ધરાવે છે.
---------------------------------------
Q-5 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો :
(1).હરિયાળી ક્રાંતિના ઉદભવ અને તેના પરિણામો વિશે સમજાવો.
-જરૂરિયાત કરતાં વધુ પ્રમણમાં રસાયણોના ઉપયોગથી ખેડૂતોને વર્ષોવર્ષ ખેતી ખર્ચ વધતો જાય છે.જમીન રાસાયણિક ખેતીના લીધે સખત થઈ જવાથી વિવિધ પાકો લેવા માટે યાંત્રિક ખેતી ખર્ચમાં વધારો થયો અને વધુ પડતા પિયતની પાણીમાના ક્ષારનું પ્રમાણ જમીનમાં વધવાથી ઉત્પાદનમાં પણ ઘટાડો થયેલ છે.
(2). પ્રાકૃતિક ખેતી એટલે શું?સવિસ્તાર સમજાવો.
ઉત્તર:પ્રાકૃતિક ખેતીને કુદરતી ખેતી અથવા ' નેચરલ ફાર્મિંગ ' તરીકે ઓળખવામાં આવે છે.પ્રાકૃતિક ખેતી એટલે રસાયણ મુક્ત પદ્ધતિ. તેને કૃષિ પરિસ્થિતિ વિજ્ઞાન આધારિત વેવિધ્યસભર ખેતીની પદ્ધતિ તરીકે ગણવામાં છે. આ પ્રકૃતિનો અભ્યાસ અને સંશોધન પદ્મ શ્રી ડૉ. સુભાષ પાલેકરે કર્યો અને તે અભ્યાસના નીચોડતા રૂપમાં તેમને એક પદ્ધતિ વિકસાવી- " સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી".
(3).ભારતીય કૃષિને શા માટે ઋષિ - કૃષિ સંસ્કૃતિ કહેવામાં આવે છે ?
ઉત્તર:આ પૃથ્વી ઉપર માનવીનું અવતરણ થયું ત્યારે માનવી જંગલ જીવન જીવી રહ્યો હતો.ખોરાકની શોધમાં તેને જ્યાં - ત્યાં ભટકવું પડતુ હતુ. ધીરે ધીરે માનવ વિવિધ પાકો ઉગાડતો થયો તેના લીધે ખોરાકની શોંધમાં માનવનું ભટકવાનું બંધ થયું અને માણસ એક્ જગ્યાએ સ્થિર થયો.ઋષિઓના કર્મયોગને લીધે માઁણસ સમૂહમાં રહેવા લાગ્યો અને તેમાંથી કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા વિકસિત થઈ જેના લીધે ધીરે ધીરે માનવ સભ્યતા અને માનવ અને માનવ સંસ્કૃતિનું નિર્માણ થયુ.તેથી ભારતીય સંસ્કૃતિને ' ઋષિ - કૃષિની સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે.
----------------------------------------------

No comments:
Post a Comment