Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Friday, 12 June 2026

Std 10 Social Science Ch.3 Bharat no Sanskrutik Varso : Shilp Ane Sthapaty Svadhyay Solution || ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય ||

 


Q-1. નીચેના પ્રશ્ર્નોના સવિસ્તર ઉત્તર આપો :


1. પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો.

=>  પ્રાચીન ભારતના નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે (1) શાસક અધિકારીઓનો ગઢ (2) અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર (3) સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર.
પ્રાચીન ભારતના નગરોની વિશેષતાઓ :
– શાસક અધિકારીઓનો ગઢ ઉંચાઈ ઉપર બાંધવામાં આવેલો હોય છે.
– અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દીવાલથી સુરક્ષિત બનાવેલું હોય છે. આ નગરમાંથી બે-પાંચ ઓરડાવાળાં મકાનો મળી આવ્યા છે.
– સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોથી બનાવેલી છે.


2. મોંહે-જો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો.

મોહેં-જો-દડો નગરના રસ્તાઓ :-
આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ અહીં આવેલા રસ્તાઓ છે. અહીં મોટે ભાગે 9.75 મીટર પહોળા રસ્તાઓ હતા. નાના-મોટા રસ્તાઓ કાટખૂણે મળતા અને એકથી વધુ વાહનો પસાર થાય એટલા પહોળા હતા. રસ્તાની બાજુમાં રાત્રિપ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે. નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા. તે ક્યાંય વળાંક નહિ લેતાં સીધા જ જતા હતા. આ પ્રાચીન સમયની વિશિષ્ટતા ગણાય છે. બે મુખ્ય રાજમાર્ગો હતા. એક માર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને માર્ગો મધ્યમાં કાટખૂણે છેદતા હતા.

મોહેં-જો-દડો નગરની ગટર યોજના :- 
આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગટર યોજના છે. આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનમાં એક ખાળકૂવો હતો. આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા તેમ જ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે.


3. ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો.

=> ગુજરાતમાં નીચેની ગુફાઓ આવેલી છે.
1. ઢાંક ગુફાઓ : આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢાંકગિરિ નામના પર્વત પર આવેલી છે. તે ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે.
 
2. જૂનાગઢ ગુફાઓ : જૂનાગઢમાં આ ત્રણ ગુફા સમૂહ આવેલા છે... 
(1) બાવાપ્યારાનો ગુફાસમૂહ : આ ગુફાઓ બાવાપ્યારાના મઠ પાસે આવેલી છે તે ત્રણ હરોળમાં પથરાયેલી છે તેમજ એકબીજા સાથે કાટખૂણે જોડાયેલી છે. પહેલી હરોળમાં ચાર, બીજી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ એમ કુલ 16 ગુફાઓ
 (2) ઉપરકોટની ગુફાઓ : આ ગુફાઓ બે માળની છે. ઉપરના માળ પર જવા માટે પગથિયાં છે.તે ઈ. સ. બીજી સદીની ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવાનું જણાય છે.
(3) ખાપરા-કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ : આ ગુફાઓ ખંડેર હાલતમાં છે અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે મજલાવાળી હશે

3. ઝીંઝુરીઝર : ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદસર પાસેની ઝીંઝુરીઝરની ખીણમાં કેટલીક બૈદ્ધ ગુફાઓ આવેલી છે. તે ઈ. સ. ની પહેલી અને બીજી સદીની હોય તેમ મનાય છે.

4. ખંભાલીડા ગુફાઓ : રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે. તે ઈ. સ. 1959 માં શોધાઈ હતી. તેમાં ત્રણ ગુફાઓ, સ્તુપવાળો ચૈત્યગૃહ, ગુફાના પ્રવેશમાર્ગોની બંને બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ-આ બધાં સ્થાપત્યો ઈ. સ. ની બીજી સદીના છે.

5. કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ : આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જુના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે. ઈ. સ. 1967 માં શ્રી કે. કા. શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી.


6. કડિયાડુંગર ગુફાઓ : ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કાડિયાડુંગર ઉપર ત્રણ ગુફાઓ આવેલી છે. તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે. અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહસ્તંભ છે.

7. સાણા ગુફાઓ : આ ગુફાઓ ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણા ડુંગર ઉપર આવેલી છે. અહીં મધપૂડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે.

8. તળાજા ગુફાઓ : ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલ છે. તે ‘તાલ ધ્વજગિરિ’ તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે.


-----------------------------------------------------------


Q-2. નીચેના પ્રશ્ર્નોના મુદ્દાસર ઉત્તર લખો :


1. ધોળાવીરા વિશે માહિતી આપો.

=>  તે હડપ્પાનગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે.
– ત્યારપછી ઈ. સ. 1990 માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું.
– નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે છે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્દભુત છે.
– નગરની કિલ્લેબંધી ખુબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી છે.
– ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણમાં ખદીર બેટમાં આવેલું છે.
– ધોળાવીરાનો મહેલ, કિલ્લો અને તેની દીવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે.


2. લોથલ ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો.

=>  લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે.
– લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.
– ગોદામોમાં-વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી. વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા.
– આ ધક્કામાં ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા–ઉતારવામાં આવતો.
– લોથલના મકાનોમાં ઉપરાઉપરી ત્રણ થર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાયા હશે.
– આમ, લોથલમાંથી મળી આવેલ ધક્કો-ગોદી, વખારો-ગોદામો, દુકાનો, આયાત-નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારીમથક હતું.


3. સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો.

=>  બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા એ સ્તંભલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા.
– પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય.
– આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલ છે.
– સ્તંભનો મધ્યભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય.
– મૌર્યસામ્રાટ અશોક ધર્મના પ્રચાર માટે ‘ધર્માજ્ઞાઓ’ કોતરેલા, શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો ઊભા કરાવ્યા હતા.
– અશોકના શિલાસ્તંભો પૈકી સરનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
– આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે.
– 24 આરાવાળા આ ધર્મચકને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવે છે.
– સમ્રાટ અશોકના સ્તંભલેખો અંબાલા, મેરઠ, અલાહાબાદ, સાંચી, કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે.


4. મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો.

=> તે ઈ. સ. 1026 માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું.
– આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સુર્યપ્રતિમાના મુગટની મધ્યમા રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશ પુંજથી ઝળહળી ઉઠે છે.
– મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે.
– આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલુ છે.
– આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે.
– સુર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 મંદિરો આવેલા છે. તેમાં સવાર-સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે.


------------------------------------------------


Q-3. નીચેના પ્રશ્ર્નોના જવાબ ટૂંકમાં આપો :


1. શિલ્પ એટલે શું ?

=> કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી-હથોડી વડે પથ્થર , લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને ‘શિલ્પ’ કહેવામાં આવે છે.


2. સ્થાપત્ય એટલે શું ?

=> મકાનો , નગરો , કુવાઓ , કિલ્લાઓ , મિનારા , મંદિરો , મકબરાઓ , સ્મારકો , સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે.


3. મોંહે-જો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો.

=> મોંહે-જો-દડો નો અર્થ ‘મરેલાનો ટેકરો’ એવો થાય છે.

-- નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા. અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા .

-- અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા.


4. સ્તૂપની સમજૂતી આપો.

=> ‘સ્તૂપ’ એટલે ભગવાન બુધ્ધના વાળ , દાંત , અસ્થિ , રાખ વગેરે શરીરના અવશેષો ને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવાની અર્ધગોળાકાર ઈમારત.


------------------------------------------------------------


Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


1. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો શબ્દ કયો વપરાય છે?

(A) વાસ્તુ

(B) કોતરણી

(C) મંદિર

(D) ખંડેર


Answer: (A) વાસ્તુ


2. લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું?

(A) ખીલો

(B) થાંભલો

(C) ધક્કો

(D) જાળી


Answer: (C) ધક્કો


3. સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે?

(A) હિન્દી

(B) બ્રાહ્મી

(C) ઉર્દુ

(D) ઉડીયા


Answer: (B) બ્રાહ્મી


4. ગુજરાતના …….. ખાતે સૂર્યમંદિર આવેલું છે.

(A) મોઢેરા

(B) વડનગર

(C) ખેરાલુ

(D) વિજાપુર


Answer: (A) મોઢેરા


5. અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે?

(A) જામા મસ્જિદ

(B) જુમ્મા મસ્જિદ

(C) સિપ્રીની મસ્જિદ

(D) મસ્જિદે નગિના


Answer: (A) જામા મસ્જિદ


-----------------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

----- Send 'Hi" via whatsapp for PDF
( ₹10 Charge will be applicable for PDF )




👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો





-------Thanks for visit------

No comments:

Post a Comment