Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર આપો :
1. પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો.
– 10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા પુરજોશમાં શરૂ થઈ. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખુબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા.
– પ્રાચીન ભારતની સિંધુખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે.
– ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવ-દેવીઓ, પશુ-પંખીઓ, હીંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક દીવીઓ વગેરે ધાતુ શિલ્પોમાં મહત્વના ગણાય છે.
– કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે.
2. પ્રાચીન ભારતે રાસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.
– નાલંદા વિદ્યાપીઠે રસાયણવિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણશાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી.
– તેમણે ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામના પુસ્તકો લખ્યા છે.
– બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7½ ફૂટ ઊંચી 1 ટન વજનની બુદ્ધની તામ્રમૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણવિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે.
– રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, દસ પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે.
– ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્લીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો.
– આજદિન સુધી ટાઢ-તડકો અને વરસાદ જીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. તે રસાયણવિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે.
– પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે.
– નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.
3. વૈદિકવિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો.
– તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા નાક-કાન સાંધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા.
– ભારતના વૈદિકશાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધીને રક્તનું પરિભ્રમણ અટકાવીને વાઢકાપ કરતા.
– ભારતીય વૈદિક્શાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરકે, મહર્ષિ સુશ્રુતે અને વાગભટ્ટે પોતાના સંશોધનથી વૈદકશાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી.
– વૈદિકશાસ્ત્રમાં મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ‘ચરકસંહિતા’ નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું.
– વૈદિક્શાસ્ત્રના મહાન લેખક વાગભટ્ટે ‘અષ્ટાંગહૃદય’ જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.
– પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધશાસ્ત્ર ખનીજ વનસ્પતિ જ પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે.
– તેઓ રોગોના કારણો અને ચિહ્નનોનું વર્ગીકરણ કરતા. તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાળવાની પરેજી આપતા.
– તેઓ ભાંગેલા અને ઊતરી ગયેલા હાડકા બેસાડી દેતા તેમજ શરીરમાં ઘુસી ગયેલા બહારના પદાર્થોની કુશળતાપૂર્વક બહાર ખેચી કાઢતા.
– તેઓ વાઢકાપના હથિયારો બનાવતા તેમજ મીણના પૂતળાના અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસુતિ વેળા જોખમી ઓપરેશનો પણ કરતા તેઓ અચકાતા નહીં.
– તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા.
4. પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો.
– ભારતે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે સિંહફાળો આપ્યો છે. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે.
– ધાતુવિદ્યા, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, શાલયચિકિત્સા, ભૌતિકશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે.
– આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે.
Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :
1. પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો.
– આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે.
– ‘ગૃત્સમદ’ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી.
– ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગણિતશાસ્ત્રના વિવિધ પાસા વિશે ચર્ચા કરી હતી.
– ગણિતશાસ્ત્રી આપસ્તંભે શાલ્વસૂત્રો માં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓના પ્રમાણ નક્કી કર્યા હતા.
– પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્ર ક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી શોધો થઈ હતી.
– ભારતે વિશ્વને શૂન્ય ની સંજ્ઞાની, દશાંશ–પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે.
– આર્યભટ્ટ ‘દસગીતિકા’ અને ‘આર્યસિદ્ધાંત’ નામના ગ્રંથો લખ્યા હતા.
– પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ 1 ની પાછળ 53 શૂન્ય મુકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા.
– ઈ.સ. 1150 માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. તેમણે + અને – ની શોધ કરી હતી.
– ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી.
– મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના ‘આર્યભટ્ટીયમ’ ગ્રંથમાં πની કિંમત 22/7 (3.14) જેટલી થયા છે. એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક છે.
2. ટૂંકનોંધ લખો : પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર.
– મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે પોતાના ‘પંચસિદ્ધાંતિક’ નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી હતી.
– ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો.
– ગુપ્તયુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ પ્રતિપાદિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે.
– બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે ‘બ્રહ્મસિદ્ધાંત’ નામનો ગ્રંથ રચ્યો હતો. તેમાં તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા.
– ગ્રહો પરથી રાશિ-ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું.
– ખગોળવિજ્ઞાનક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ ‘આર્યભટ્ટ’ રાખવામાં આવ્યું છે.
– બધાં શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે.
– ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી.
3. જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન જણાવો.
– તેમણે આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે તેમજ લગ્નસમય, તળાવો અને કૂવાઓ ખોદાવવા, બગીચા બનાવવા વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી આપી છે.
– વરાહમિહિરે તેમના ‘બૃહદ્દસંહિતા’ નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે.
– વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા, જેમણે જ્યોતિષશાસ્ત્રને ‘તંત્ર’, ‘હોરા’ અને ‘સંહિતા’ એમ ત્રણ ભાગોમાં વહેચ્યું હતું.
– આમ, જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન અપ્રતિમ છે.
4. વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે?
– દેવોના પ્રથમ સ્થપિત માનતા વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને 8 વિભાગોમાં વહેંચ્યું હતું.
– વાસ્તુશાસ્ત્રમાં મુખ્યત્વે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, નગર, દુકાન, કારખાના વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી વગેરેને લગતા સિદ્વાંતોનો સમાવેશ થાય છે.
– આ ઉપરાંત, વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટે જગ્યાની પસંદગી, ઘરના વિવિધ આકારો, ઘરની રચના, ઘરની અંદરની ગોઠવણી, દેવમંદિર, બ્રહ્મસ્થાન, ભોજનકક્ષ, શયનખંડ, દૈનિક કાર્ય માટેનાં સ્થાનો વગેરેની માહિતીનો સમાવેશ થાય છે.
Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :
1. વિજ્ઞાન અને ટેક્નોલોજી એટલે શું?
=> વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેક્નોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગીતા.
2. રસાયણવિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો.
– પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાનો સૌપ્રથમ પ્રયોગ તેમણે જ ચાલુ કર્યો હોય તેમ મનાય છે.
– આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય હતા. તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામના ગ્રંથો લખ્યા હતા.
3. ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલ શોધો વિશે નોંધ લખો.
– ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ.
– શૂન્યની શોધ.
– πની કિંમત 22/7 (3.14) જેટલી થયા છે તેની શોધ.
– ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક છે તેની શોધ.
4. જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગોમાં વહેચાયેલું છે?
=> જ્યોતિષશાસ્ત્ર ત્રણ વિભાગોમાં વહેચાયેલું છે.
5. વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો.
=> બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા વગેરે.
-----------------------------------------------
Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :
1. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ ક્યુ છે?
(A) બુદ્ધનું
(B) નટરાજનું
(C) બોધિગયાનું
(D) ધનુર્ધારી રામનું
Answer: (B) નટરાજનું
2. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
(A) નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે.
(B) પારાની ભષ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી.
(C) રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.
(D) ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં જોવા મળે છે.
Answer: (C) રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.
3. મહર્ષિ ચરક : ચરક સંહિતા, મહર્ષિ સુશ્રુત : ……….
(A) સુશ્રુતસંહિતા
(B) ચરકશાસ્ત્ર
(C) વાગ્ભટ્ટસંહિતા
(D) સુશ્રુતશાસ્ત્ર
Answer: (A) સુશ્રુતસંહિતા
4. કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે. તેમાંથી કોણ સાચું બોલે છે?
શ્રેયા : ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથ લખ્યા.
યશ : દશાંશપદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0)ની શોધ ભારતે કરી હતી.
(A) યશ
(B) હાર્દ
(C) શ્રેયા
(D) શ્રેયા, માનસી,હાર્દ
Answer: (D) શ્રેયા, માનસી,હાર્દ
5. બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ……… છે.
(A) ચિકિત્સાસંગ્રહ
(B) પ્રજનનશાસ્ત્ર
(C) કામસૂત્ર
(D) યંત્ર સર્વસ્વ
Answer: (B) પ્રજનનશાસ્ત્ર
6. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલિ બ્રહ્મસિદ્ધાંતની રચના કોણે કરી હતી?
(A) ભ્રહ્મગુપ્તે
(B) વાત્સ્યાયને
(C) ગૃત્સમદે
(D) મહામુનિ પતંજલિ
Answer: (A) ભ્રહ્મગુપ્તે
7. મંદિર, મહેલ, અશ્ર્વશાળા, કિલ્લા ઈત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો.
(A) ગણિતશાસ્ત્ર
(B) રસાયણશાસ્ત્ર
(C) વૈદકશાસ્ત્ર
(D) વાસ્તુશાસ્ત્ર
Answer: (D) વાસ્તુશાસ્ત્ર
------------------------------------------------

No comments:
Post a Comment