Q-1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
1. આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ?
– આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમુલ્ય ભેટ છે.
– આપણો સાંસ્કૃતિક વારસો ભારતવસીઓના સદીઓના અથાક પરિશ્રમનું ફળ છે.
– આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તે ખરેખર, આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો છે.
– ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને માર્ગદર્શક બને છે.
– દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે.
– વિદેશી પ્રજાંના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાસ્કૃતિક વારસને ભયંકર નુકશાન થયું છે. તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે.
– તે ભારત દેશનો અને તેના લોકોનો જગતને પરિચય કરાવે છે.
– આપણો વારસો આપણી અદ્વિતિય અને સર્વોત્કૃષ્ઠ સંસ્કૃતિનું જગતને દર્શન કરાવે છે.
– આવા આપણા ભવ્ય વારસાના મહત્વ અને મૂલ્યને ટકાવી રખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને રક્ષણ કરવું જોઈએ.
2. પ્રાકૃતિક વારસાના જતન કરવા માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો.
– ઈ.સ. 1972 માં ભારત સરકારે વન્ય જીવોને લગતો કાયદો અમલમાં મુક્યો આ કાયદામાં આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો, અભ્યારણ્યો ને આવરી લેવામાં આવ્યા છે.
– તે રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષીઘરોના નિર્માણ કરવા સલાહ સૂચનો, માર્ગદર્શન આપે છે.
– દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને આવરી લેવામાં આવ્યા છે.
– ઈ.સ. 1883 માં ‘મુંબઈ પ્રાકૃતિક ઈતિહાસ સમિતિ’ ની રચના કરી. તે સૌથી જૂની સંસ્થા છે.
– હાલમાં ગીર ફાઉન્ડેશન નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણનું જતન કરી રહી છે.
3. વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો.
– જેમાં લોકોએ વારસાના સ્થળોની એક સૂચિ તૈયાર કરવી જોઈએ.
– શિક્ષકોએ શાળાઓમાં અને અધ્યાપકોએ કોલેજોમાં વિદ્યાર્થીઓના વર્ગખંડમાં ભવ્ય વારસાનો પરિચય આપવો જોઈએ.
– ભારતના દરેક નાગરિકે આપણા વારસાનું જતન કરવાની સ્વૈચ્છિક જવાબદારી લેવી જોઈએ.
– આપણા રાષ્ટ્રીય સ્મારકો, પુરાતત્વો, અવશેષો વગેરેને ઓળખી તેની જાળવણી કરવી જોઈએ.
– સ્થાનિક કક્ષાએ, શાળા-કોલેજો, સરકારી કચેરીઓ, વક્તવ્યો અને ચર્ચાસભાઓ યોજી વારસાની સમજ આપવી જોઈએ.
– ઐતિહાસિક સ્મારકો, સ્થાપત્યો, કલાત્મક નમૂનાઓ નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય, તેની સંભાળ રાખવાની પવિત્ર ફરજ સૌએ બજાવવી જોઈએ.
– ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, અડાલજની વાવ, ચાંપાનેરનો કૂવો, જુનાગઢનો નવઘણ કૂવો વગેરે વર્ષાઋતુ દરમિયાન પ્રાચીન સ્મારકો જળવાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
4. પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો.
– આ કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પરવાનગી વિના ઉત્ખનન (ખોદકામ) કરી શકે નહિ.
– આ કાયદા અનુસાર આપણા ‘રાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કરીને તેમની સારસંભાળ લેવાનું ખુબ જ જવાબદારીભર્યું કાર્ય આપણા દેશના “પુરાતત્વ ખાતા” ને સોપ્યું છે.
– તાજમહેલની આસપાસ વિસ્તારોમાં મથુરાની રિફાઈનરી સહિત ઝડપથી વધી રહેલ ધુમાડાને લીધે વાયુ પ્રદુષણને કારણે તાજમહેલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા પડી ગયા હતા.
– વન્ય જીવોને લગતો કાયદો 1972 માં અમલમાં આવ્યો.
– આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભ્યારણ્યો અને આરક્ષિત વિસ્તારોને સમાવી લેવામા આવ્યા છે.
Q-2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
1. આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યક્તા જણાવો.
2. સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો.
– આપણા દેશમાં નવી દિલ્હી ખાતે ‘રાષ્ટ્રીય સંગ્રહાલય’, કોલકત્તા ખાતે ‘ભારતીય સંગ્રહાલય’, મુંબઈ ખાતે ‘છત્રપતિ શિવાજી સંગ્રહાલય’, હૈદરાબાદ ખાતે ‘સાલારગંજ સંગ્રહાલય’, ભોપાલ ખાતે ‘રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય’ વગેરે સંગ્રહાલયો પ્રખ્યાત છે.
– ગુજરાતમાં અમદાવાદ ખાતે ‘લાલાભાઈ દલપતભાઈ સંગ્રહાલય’, ગાંધીનગર ખાતે ‘મહાવીર જૈન આરાધના કેન્દ્ર’, પાટણ ખાતે ‘હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર’ વગેરે સંગ્રહાલયો ભારતની પ્રાચીન પાંડુ લિપિઓમાં લખાયેલી તેમજ સંસ્કૃતિ, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી ભાષાઓની જાળવણી કરે છે.
3. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો.
– ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરવા માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે નિષ્ણાતોની સલાહ લઈને વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું જોઈએ.
– કોઈ પણ સ્મારકોનું સમારકામ કરતી વખતે તેનું મૂળ સ્વરૂપ તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે મૂળ સ્વરૂપે જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
4. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખો.
– કચરો ગમે ત્યાં ન ફેકવો, કચરા પેટીમાં જ નાખવો જોઈએ.
– કોઈ પણ પ્રકારની વસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ.
– ગંદકીનો નિકાલ કરવો જોઈએ.
– પાન કે ગુટખા ખાઈને જ્યાં ત્યાં ન થુંકવું જોઈએ.
– પ્રાચીન સ્મારકો પર કોઈ પણ પ્રકારનું લખાણ ન લખવું જોઈએ
– પ્રાચીન સ્થળોની આજુબાજુ પ્રદુષણ ન કરવું જોઈએ.
– ઐતિહાસિક અવશેષો, પુરાતત્વો નષ્ટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
5. 'ભારતની વિવિધતામાં એકતા' વિશે નોંધ લખો.
– તેની વિવિધતામાં એકતાની આગવી ઓળખ છે.
– વિવિધ જાતિઓ, ધર્મ, રીતરીવાજો, વેશ-પહેરવેશ, ભાષા, બોલીઓમાં વિવિધતા હોવા છતાં ભારતે वसुधैव कुटुम्बकम् ની ભાવના સાકાર કરી છે.
– આપણી સંસ્કૃતિ એ સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાના બી વાળ્યાં છે.
– યુ.એસ. ના શિકાગોમાં યોજાયેલી ‘વિશ્વધર્મ પરિષદ’ માં સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણને રજૂ કરતા કહ્યું કે “મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતાના પાઠો શીખવ્યા છે.”
– ભારતમાં હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી વગેરે ધર્મના લોકો વસે છે તેથી ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.
– આથી જ સમગ્ર દેશને ‘ભારતવર્ષ’ એવું વિશાળ નામ આપ્યું હતું.
– તેમણે તેમની પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેતી સાત નદીઓનો સમાવેશ કર્યો છે.
– ભારતમાં અનેક ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, જાતિઓ, ભાષાઓ, રીતરીવાજો, ઉત્સવો, તહેવારોના લોકો સમરસતાથી પોતાનું જીવન જીવે છે.
આમ, વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન એ ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ છે.
Q-3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો :
1. પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો.
– ટુર્સ-ટ્રાવેલ્સની સુવિધાઓ પુરી પાડતા એજન્ટોને કમાણી થાય છે.
– પ્રવાસનને લીધે રેસ્ટોરન્ટો, હોટલો, સ્થાનિક કલાકારીગરીની વસ્તુઓ વેંચતા વેપારીઓને સારી આવક થાય છે.
– જે-તે રાજ્ય સરકારને જુદા-જુદા ટેક્સની આવક થાય છે.
– ફોટોગ્રાફરો, ઘોડેસવારી અને નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે.
– વિદેશી પ્રવાસી આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ મેળવે છે.
– વિદેશી હૂંડિયામણની કમાણી થાય છે.
– સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, વીજળી જેવી સગવડોનો વિકાસ થાય છે.
2. આપણા વારસાને લોકો કઈ-કઈ રીતે નુક્સાન પહોંચાડે છે?
=> આપણા વારસાને લોકો તેમની આજુબાજુ ગંદકી કરીને, શિલાલેખો પર લખાણ કરીને, નદીઓ, જંગલો, સરોવરોને પ્રદુષિત કરીને, શિલ્પો, મૂર્તિઓ વગેરેને નુકસાન અથવા ખંડિત કરીને તથા જંગલો, વૃક્ષો આડેધડ કાપીને નુક્સાન પહોંચાડે છે.
3. 'મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ'ની રચના ક્યારે થઈ હતી? તે શું કાર્ય કરે છે?
=> મુંબઈ પ્રાકૃતિક ઈતિહાસ સમિતિની રચના ઈ.સ. 1883 માં થઈ હતી. તેનું મુખ્ય કાર્ય પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણનું છે.
4. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ શું કાર્ય સંભાળે છે?
=> ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5000 કરતા વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેનું કાર્ય સંભાળે છે.
5. સ્વામી વિવેકાનંદે 'વિશ્વધર્મ પરિષદ'માં ધર્મ વિશે શું કહ્યું હતું?
=> સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલી ‘વિશ્વધર્મ પરિષદ’ માં ભારતીય વિશે કહ્યું હતું કે “મને કહેતા ગર્વ થાય છે કે જે ઘર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુતાના પાઠો શીખવ્યા છે.”
-------------------------------------------------------
Q-4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :
1. સાચો ક્રમ પસંદ કરી જોડકાં જોડો.
(1) શ્રી હેમચંદ્રાચાર્ય સંગ્રહાલય – (A) મુંબઈ
(2) ભારતીય સંગ્રહાલય – (B) ભોપાલ
(3) છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય – (C) પાટણ
(4) રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય – (D) કોલકાતા
(A) (1 – C), (2 – D), (3 – A), (4 – B)
(B) (1 – A), (2 – B), (3 – D), (4 – C)
(C) (1 – A), (2 – C), (3 – B), (4 – D)
(D) (1 – B), (2 – D), (3 – C), (4 – A)
Answer: (A) (1 – C), (2 – D), (3 – A), (4 – B)
2. નીચેમાંથી ક્યું વિધાન સાચું નથી?
(A) ભારતે 'વસુધૈવ કુટુંબકમ્'ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
(B) 'મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે !' – સ્વામી વિવેકાનંદ.
(C) ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા.
(D) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મુક્યો હતો.
Answer: (C) ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા.
3. તાજમહેલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા તેનું શું કારણ હતું?
(A) ભૂમિપ્રદૂષણ
(B) જળપ્રદૂષણ
(C) વાયુપ્રદૂષણ
(D) ધ્વનિપ્રદૂષણ
Answer: (C) વાયુપ્રદૂષણ
-----------------------------------------------

No comments:
Post a Comment