Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :
1. જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો.
– જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે બધા વિસ્તારો માટે તેની ન્યાયી ફાળવણી થાય એ જોવાની સરકારની ફરજ છે.
– ‘જળપ્લાવિત ક્ષેત્રોનો વિકાસ’ અને ‘વૃષ્ટિજળ સંચય’ એ બહુ અગત્યના ઉપાયો છે.
– જળ સંશોધનની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
– જળ સંચય માટે વધારેને વધારે જળાશયોનું નિર્માણ કરવું જોઈએ. વધારાનું જળ ધરાવતા નદી-બેસિનમાંથી ઓછું જળ ધરાવતા નદી-બેસિનમાં જળનું સ્થાનાંતર કરવું.
– આ અંગે કોઈ આંતર જળ વિવાદ હોય તો તેનો જલદીથી ઉકેલ લાવવો જરૂરી છે.
2. ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો.
– આજે પણ ભારતમાં 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની અછત છે.
– પાણી-પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ છે. તે ઘણા વિસ્તારોમાં અનિયમિત છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે.
– પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રોએ જળ સંકટની ગંભીર સમસ્યા છે.
– પાણીની જરૂરિયાતો પુરી પાડવા હાલના સમયમાં કુવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પાણી ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે.
– ભારતમાં છેલ્લા ચાર દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે. પરિણામે અનાજ અને રોકડીયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
3. વૃષ્ટિ જળ સંચયના વિશેની માહિતી આપો.
– ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી તથા તેના જળ-સ્તરનો વધારો કરવો.
– જળ પ્રદૂષણને ઘટાડવું.
– ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો.
– સ્થળ-માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા.
– સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો.
– ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ધરેલુ જરૂરિયાતોને પૂરી કરવી.
– પાણીની વધતી જતી માંગને પૂરી કરવી.
– મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણી જમીનમાં ઊતરે તેવી વ્યવસ્થા કરવી.
---------------------------------------------------------
Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :
1. બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો.
– બંધોના પાણી વડે જળવિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો.
– જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળરસ્તાઓ વિકસાવવા.
– બંધોથી બનેલા જળાશયોમાંથી નહેર કાઢી ખેત-ઉત્પાદન વધારવું.
– ઉદ્યોગો અને વસાહતોને પાણી પૂરું પાડવું.
– લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલન વ્યવસાયનો વિકાસ કરવો.
– મત્સ્ય કેન્દ્રો ઊભા કરવા અને મત્સ્યો ઉદ્યોગોનો વિકાસ કરવો.
2. સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો.
– આંધ્ર પ્રદેશના તટીય જિલ્લાઓ, મહાનદી, ગોદાવરી, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે.
– ભારત સ્વતંત્ર થયા પછી લગભગ ચાર ગણું વધ્યું છે.
– મિઝોરમમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર 7.3% છે અને પંજાબમાં પ્રમાણ 90.8% છે.
– પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, જમ્મુ અને કશ્મીર અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારનો 40% થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે.
Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :
1. ભૂમિગત જળના ઉપયોગો જણાવો.
=> ભૂમિગત જળનો ઉપયોગ પીવામાં, ઉદ્યોગોમાં, ઘર વપરાશમાં, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે.
2. જળ વ્યવસ્થાપનમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ?
– કુવા, ટ્યુબવેલ, ખેત-તલાવડી જેવા જળસ્રાવના એકમોનો ઉપયોગ વધારવો.
– જળ-સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોકજાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ.
– વપરાશમાં લેવાયેલા પાણીનો પુનઃઉપયોગ થાય તેવો પ્રયત્ન કરવો.
Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
1. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે?
(A) વૃષ્ટિ
(B) તળાવો
(C) નદીઓ
(D) સરોવરો
Answer: (C) નદીઓ
2. નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે યોગ્ય ક્રમ પસંદ કરો.
(1) ભાખરા-નાંગલ – (A) બિહાર
(2) કોસી – (B) પંજાબ
(3) નાગાર્જુન સરોવર – (C) ગુજરાત
(4) નર્મદા – (D) આંધ્રપ્રદેશ
(A) (1 - B) , (2 - A) , (3 - C) , (4 - D)
(B) (1 - B) , (2 - A) , (3 - D) , (4 - C)
(C) (1 - D) , (2 - C) , (3 - B) , (4 - A)
(D) (1 - C) , (2 - D) , (3 - A) , (4 - B)
Answer: (B) (1 - B) , (2 - A) , (3 - D) , (4 - C)
3. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
(A) ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યૂબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે
(B) હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે
(C) જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે
(D) પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે
Answer: (B) હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે
4. વર્ગખંડમાં ‘ખેત તલાવડી’ વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે?
(A) જય : તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્વનું સંસાધન છે
(B) યશ : તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે
(C) યુગ : તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક તકનીક છે
(D) દક્ષ : તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે
Answer: (D) દક્ષ : તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે
5. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે?
(A) ચંબલ ખીણ, ભાખરા-નાંગલ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર
(B) ભાખરા-નાંગલ, નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ
(C) નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ, ભાખરા-નાંગલ
(D) ભાખરા-નાંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર
Answer: (D) ભાખરા-નાંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર
----------------------------------------------

No comments:
Post a Comment