Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Saturday, 21 March 2026

ધોરણ 9 વિજ્ઞાન પાઠ 2 : આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે ? સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. માગ્યા મુજબ જવાબ આપો :


1. નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો ?


(a) સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી

જવાબ : બાષ્પીભવન


(b) એમોનિયમ ક્લોરાઈઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડનાં મિશ્રણમાંથી

જવાબ : ઉર્ધ્વપાતન


(c) ધાતુના નાના કણો (ટુકડા)ને મોટરકારના એન્જિન-ઓંઇલમાંથી

જવાબ : ગાળણ


(d) જુદા-જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી

જવાબ : કોમેટોગ્રાફી


(e) માખણને દહીંમાંથી

જવાબ : સેન્ટિફ્યુગેશન


(f) તેલને પાણીમાંથી

જવાબ : ભિન્નકારી ગળણી


(g) ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી

જવાબ : ગાળણ


(h) રેતીમાંથી લોખંડની ટાંકણીઓને

જવાબ : ચુંબકીય અલગીકરણ


(i) ઘઉના દાણાને ભૂસાં (છોતરાં)માંથી

જવાબ : ઉપણવાથી


(j) માટી (કાદવ)ના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી

જવાબ : નિતારણ અને ગાળણ


2. ચા બનાવવા માટે તમે ક્યાં-ક્યાં પગલાં લેશો ? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્વ, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્વ, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો.

  • એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લો.
  • ત્યારબાદ તેમાં દ્રાવ્ય તરીકે ખાંડ લઈ તેને સંપૂર્ણ ઓગાળો.
  • આમ ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે.
  • ત્યારબાદ થોડી ચાની ભૂકી ઉમેરો. જે પાણીમાં ઓગળતી નથી.
  • પાત્રના દ્રાવણને ઉકાળો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો.
  • ગળણી વડે દ્રાવણને ગાળો. ગળણીમાં અદ્રાવ્ય અવશેષ રહેશે.


3. પ્રજ્ઞા ચાર જુદા-જુદા પદાર્થોની જુદાં-જુદાં તાપમાને દ્રવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે. (100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે, તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે) :


(a) 313 K તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટૅશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે

પોટૅશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ ?

જવાબ : 313 K તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટૅશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે

પોટૅશિયમ નાઇટ્રેટનું વજન = 62


∴ 509 પાણીમાં જરૂરી પોટેશિયમ નાઈટ્રેટનું વજન = ?

= 62 × 50 / 100


= 31gm


(b) પ્રજ્ઞા 353 K તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાનાં

તાપમાને ઠંડું પડવા મૂકે છે. જેમ દ્રાવણ ઠંડું પડશે તેમ તેનું અવલોકન શું હશે ? સમજાવો.

જવાબ : દ્રાવણને ઠંડુ પાડતા પોટેશિયમ નાઈટ્રેટના સ્ફટિક મળશે.


(c) 293 K તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યપતા શોધો. આ જ તાપમાને કયા ક્ષારની

દ્રાવ્યતતા સૌથી વધુ હશે ?

જવાબ : (i) પોટેશિયમ નાઈટ્રેટ = 32g

(ii) સોડિયમ ક્લોરાઈડ = 36g

(iii) પોટેશિયમ ક્લોરાઈડ = 35g

(iv) એમોનિયમ ક્લોરાઈડ = 37g

- 293 K તાપમાને એમોનિયમ ક્લોરાઈડની દ્રાવ્યતા સૌથી વધુ હશે.


(d) ક્ષારની દ્રાવ્વતતા પર તાપમાનના ફેરફારની શી અસર થશે ?

જવાબ : જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં વધારો થાય છે.



4. નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવો :

(a) સંતૃપ્ત દ્રાવણ

જવાબ : કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે.

દા.ત. મીઠાનું સંતૃપ્ત દ્રાવણ


(b) શુદ્ધ પદાર્થ

જવાબ : એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થ ને શુધ્ધ પદાર્થ કહે છે.

દા.ત. સોનુ, ચાંદી


(c) કલિલ

જવાબ : જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ (વિક્ષેપિત કલા) એ દ્રાવક (વિક્ષેપન માધ્યમ) માં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે. તેવા દ્રાવણને કલિલ દ્રાવણ કહે છે.

દા.ત. દૂધ, ચીઝ, ધુમાડો, વાદળા


(d) નિલંબન

જવાબ : જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન કહે છે.

દા.ત. બેરિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ, ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ


5. નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો : સોડાવૉટર, લાકડું, હવા, જમીન, સરકો(વિનેગર), ગાળેલી ચા

સંમાગ મિશ્રણ = સોડાવોટર, હવા, વિનેગર, ચા

વિષમાગ મિશ્રણ = લાકડું, જમીન


6. તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે, તે તમે કેવી રીતે નક્કી-કરશો ?

  • આપેલ પ્રવાહીનું સૌપ્રથમ થરમોમીટર વડે તાપમાન માપો.
  • જો પ્રવાહીનું તાપમાન 100° C મળે તો આપણને આપેલ પ્રવાહી શુધ્ધ પાણી છે.
  • કેમ કે દરેક શુધ્ધ પદાર્થનું ગલનબિંદુ નિશ્ચિત જ હોય છે.


7. નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય ? (a) બરફ (b) દૂધ (c) લોખંડ (d) હાઇડ્રોક્લોરિક એસિડ (e) કૅલ્શિયમ ઓક્સાઇડ (f) મરક્યુરી (પારો) (g) ઈટ (h) લાકડું (i) હવા

=> આપેલ પદાર્થમાંથી બરફ, લોખંડ, HCL, કેલ્શિયમ ઓક્સાઈડ અને મરક્યુરી (પારો) ને શુધ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય છે.


8. નીચે દર્શાવેલા મિશ્રણોમાંથી દ્રાવણોને ઓળખો : (a) માટી (b) દરિયાનું પાણી (c) હવા (d) કોલસો (e) સોડાવૉટર

=> દરિયાનું પાણી, હવા અને સોડાવોટર



9. નીચેના પૈકી કયો પદાર્થ ટિંડલ અસર દર્શાવશે ? (a) મીઠાનું દ્રાવણ (b) દૂધ (c) કૉપર સલ્ફેટનું દ્રાવણ (d) સ્ટાર્ચનું દ્રાવણ

=> દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ ટિંડલ અસર દર્શાવશે.


10. નીચેનાંને તત્ત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો : (a) સોડિયમ (b) માટી (c) ખાંડનું દ્રાવણ (d) સિલ્વર (e) કૅલ્શિયમ કાર્બોનેટ (f) ટિન (g) સિલિકોન (h) કોલસો (i) હવા (j) સાબુ (k) મિથેન (l) કાર્બન ડાયોક્સાઇડ (m) રુધિર

તત્વ :- સોડિયમ, સિલ્વર, ટિન, સિલિકોન

સંયોજન  :- કેલ્શિયમ કાર્બોનેટ,  સાબુ,  મિથેન,  કાર્બન ડાયોક્સાઈડ 

 મિશ્રણ :-  માટી, ખાંડનું દ્રાવણ, કોલસો, હવા, રૂધિર


11. નીચેના પૈકી કયા રાસાયણિક ફેરફારો છે ? (a) છોડની વૃદ્ધિ (b) લોખંડનું કટાવું (c) લોખંડની ભૂકાં અને રેતીને મિશ્ર કરવા (d) ખોરાડનું રાંધવું (e) ખોરાકનું પાચન' (f) પાણીનું ઠરવું (g) મીણબત્તીનુ સળગવું

=> (a) છોડની વૃધ્ધિ

(b) લોખંડનું કટાવું

(d) ખોરાકનું રાંધવું

(e) ખોરાકનું પાચન

(g) મીણબત્તીનું સળગવું


--------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

----- Send 'Hi" via whatsapp for PDF
( ₹10 Charge will be applicable for PDF )




👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 




----Thanks for visit----

No comments:

Post a Comment