Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Thursday, 19 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 19 : ભારત : લોકજીવન સ્વાધ્યાયનું સોલ્યુશન

 



Q-1. નીચેના પ્રશ્ર્નોના જવાબ બે-ત્રણ વાક્યોમાં લખો :


1. ભારતના લોકોમાં કેવી-કેવી ભિન્નતા જોવા મળે છે?

=> ભારતના લોકોમાં ખોરાક, પહેરવેશ, ભાષા, રહેઠાણ, તહેવારો, ઉત્સવ વગેરેમાં ભિન્નતા જોવા મળે છે.


2. દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા ક્યા કુળની છે? દરેક રાજ્યોમાં બોલાતી ભાષાઓ લખો.

=> દક્ષિણ ભારતમાં બોલાતી ભાષાઓમાં દ્રવિડ કુળની ભાષા મુખ્ય છે આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને તેલંગાણા માં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ અને તમિલનાડુમાં તમિલ અને કેરલમાં મલયાલમ ભાષા બોલાય છે.


3. બિહારની મુખ્ય ભાષા તથા બોલીઓ જણાવો.

=> બિહારની મુખ્ય ભાષા હિન્દી છે આ ઉપરાંત મૈથિલી, ભોજપુરી, માગધી વગેરે બિહારની બોલીઓ છે.



-----------------------------------------------------------



Q-2. નીચેના પર ટૂંક નોંધ લખો :


1. પૂર્વ ભારતના રાજ્યો તથા બંગાળી પુરુષો તથા સ્ત્રીઓનો પહેરવેશ

=>પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે.
-પૂર્વ ભારતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળને દરિયાકિનારો મળ્યો છે.
-માનવીય પહેરવેશ ઉપર ભૌગોલિક તેમજ આબોહવાની અસર સ્પષ્ટ જોવા મળે છે.
-બિહારના લોકો પુરુષો ધોતિયું, ઝભ્ભો, ખભે ખેસ, માથે પાઘ ( પાઘડી ) પહેરે છે. સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે છે.
-ઝારખંડ, અસમ, ઓડિશાના લોકોના પહેરવેશમાં મોટો તફાવત જોવા મળતો નથી.
-બંગાળી સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે. પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભા પહેરે છે.


2. પશ્ચિમ ભારતના તહેવારો-ઉત્સવો

=> ભારતમાં જે રીતે રાજ્યો બદલાય છે તેવી જ રીતે તે દરેક રાજ્યોમાં ઉજવાતા તહેવારો અને ઉત્સવો પણ બદલાય છે.
– મહાકવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્યો ઉત્સવપ્રિય છે.
– ભારતના લોકો અનેક ઉત્સવો તથા તહેવારો ઊજવે છે.
– રાજસ્થાનમાં લોકગીતો તથા લોકનૃત્યો ખાસ પ્રકારના હોય છે.
– રાજસ્થાનમાં હોળી તથા ગણગૌરનો તહેવાર ધામધૂમથી ઊજવાય છે.
– રાજસ્થાનના ઘુમ્મર, કચ્ચીઘોડી, કાલબેલિયા જેવાં લોકનૃત્યો ખૂબ જ જાણીતાં છે.
– ગુજરાત રાસ-ગરબાથી વિશ્વભરમાં જાણીતું છે.
– મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઊજવવામાં આવે છે.
– મહારાષ્ટ્રનું લાવણીનૃત્ય ખૂબ જ જાણીતું છે.
– મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં શિવરાત્રીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઊજવવામાં આવે છે.
– પશ્ચિમ ભારતના લોકો દિવાળી નવરાત્રી, શિવરાત્રી, દશેરા, ગણેશચતુર્થી, ઈદ, મહોરમ, નાતાલ, મહાવીર જયંતી, પતેતી, ચેટીચાંદ, બુદ્ધજયંતી વગેરે તહેવારો ધામધૂમથી ઊજવે છે.


------------------------------------------------------


Q-3. નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધી જવાબ આપો :


1. કેવું તાપમાન ધરાવતા પ્રદેશોના લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગોવાળા હોય છે?

(A) વધુ
(B) ઓછું
(C) સમ
(D) વિષમ

Correct Answer: (A) વધુ


2. ઊંટના ચામડામાંથી બનેલા પગરખાં મુખ્યત્વે ક્યા રાજ્યના લોકો પહેરે છે?

(A) ગુજરાત
(B) રાજસ્થાન
(C) મહારાષ્ટ્ર
(D) ગોવા

Correct Answer: (B) રાજસ્થાન

3. ગોવામાં કઈ ભાષા બોલાય છે?

(A) મરાઠી
(B) હિન્દી
(C) ગુજરાતી
(D) કોંકણી

Correct Answer: (D) કોંકણી

4. ક્યા રાજ્યના લોકો જાત-જાતના પરોઠા આરોગે છે?

(A) જમ્મુ-કશ્મીર
(B) તમિલ
(C) અસમ
(D) પંજાબ

Correct Answer: (D) પંજાબ

5. માઘ મેળો ક્યાં ભરાય છે?

(A) પુષ્કર
(B) નાસિક
(C) અલાહાબાદ
(D) ઉજ્જૈન

Correct Answer: (C) અલાહાબાદ

6. ‘પોંગલ’ ક્યા રાજ્યનો મુખ્ય તહેવાર છે?

(A) આંધ્રપ્રદેશ
(B) તમિલનાડુ
(C) મેઘાલય
(D) સિક્કિમ

Correct Answer: (B) તમિલનાડુ


7. ઉત્તરાખંડ રાજ્ય કેવું ભુપૃષ્ઠ ધરાવે છે?

(A) ફળદ્રુપ મેદાન
(B) પર્વતીય
(C) દરિયાકિનારો
(D) એક પણ નહિ

Correct Answer: (B) પર્વતીય


---------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 

Download PDF





👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 





----Thanks for visit-----

No comments:

Post a Comment