Q-1. નીચેના પ્રશ્ર્નોના જવાબ માગ્યા મુજબ આપો :
1. પૂર સમયે શું કરવું જોઈએ?
– સલામત સ્થળે પોતાની કિંમતી વસ્તુઓ લઈ આશ્રય મેળવવો.
– પાણી, સુકો નાસ્તો, મીણબત્તી, ફાનસ વગેરે જરૂરી સાધનો સાથે રાખવા.
– બાળકોને ભૂખ્યા રાખવા નહીં.
– રેડિયો, મોબાઈલ ફોન અચૂક સાથે રાખવા.
– જીવ-જંતુઓથી સાવધાન રહેવું.
2. ત્સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો.
– મોટેભાગે ત્સુનામીની ઉત્પતિ સમુદ્રતળના ભૂકંપ દ્વારા જ થાય છે.
– જેનાથી સાગરના મોજા તેના ઉદ્દભવસ્થાનેથી વલયાકારે તીવ્ર ગતિથી પ્રસરે છે.
– તેની ઝડપ કિનારા પાસે ઓછી થાય છે અને ઊંચાઈ વધી જાય છે.
– 26 ડિસેમ્બર 2004 ના રોજ હિંદ મહાસાગરમાં આવેલા મહાવિનાશક ત્સુનામીએ થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિત એશિયાના દેશોમાં લગભગ 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો.
3. ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ?
– ગેસ ગળતરનું ક્ષેત્ર સતાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં.
– બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહીં.
4. વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો.
– વિષાણુજન્ય રોગોથી બચવાનો મહત્વનો ઉપાય ચેપ ના લાગે તે અંગે સાવચેતી રાખવાનો છે.
– પ્રચાર-પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણો અને પરિણામો તથા બચવાથી વાકેફ રાખવા જોઈએ.
– તેના માટે રોગપ્રતિકારક રસી લેવી.
– દર્દીઓની સારવાર માટે અલગ વોર્ડની સુવિધા કરવી.
– વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિષાણુજન્ય રોગો અટકાવવા માટેની સુચનાઓ / માર્ગદર્શિકા મુજબ પગલાં લેવા જોઈએ.
Q-2. નીચેના પ્રશ્ર્નોના સવિસ્તર જવાબ આપો :
1. આપત્તિની માનવજીવન પર અસરો સવિસ્તર વર્ણવો.
આપત્તિની ભૌતિક અસરો :
– સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકશાન થાય છે કે નાશ પામે છે.
– રસ્તાઓ, પુલો, વીજળી, ગેસ જેવી આંતરમાળખાકીય સગવડોને મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનઃનિર્માણ કરતાં સમય લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે.
– પૂરને લીધે ઊભો પાક ધોવાઈ જાય છે. વળી, ખેતિ ની ફળદ્રુપ જમીનોનું ભારે ધોવાણ થાય છે, જેથી લાંબા ગાળે ખેતીનું ઉત્પાદન ઘટી જાય છે.
– નદીમાં અચાનક ઘોડાપૂર આવે છે ત્યારે કિનારા પરની માલમિલકતને અતિ નુકશાન પહોંચે છે તેમજ જાનહાનિ થાય છે.
આપત્તિની જીવન પર થતી અસરો :
– નિર્દેષ બાળકો અને સ્ત્રી-પુરુષોનું અકાળે અવસાન થાય છે. કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે.
– તંદુરસ્ત માણસોનું સ્વાસ્થ્ય બગડે છે.
– આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબાજનો ભારે આઘાત અને હતાશા અનુભવે છે. તેઓ માનસિક સ્વચ્છતા ગુમાવે છે. માનસિક યાતનામાંથી બહાર આવવામાં તેઓને સમય લાગે છે.
– અનાથ બનેલાં બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે. તેઓની સારસંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે.
– રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીઓ તથા હાડમારીઓ વેઠવી પડે છે.
આપત્તીની આર્થિક અસરો :
– આપત્તિ પછી નવેસરથી બાંધકામો કરવાં માટે નાણાની જરૂર પડે છે, તેથી વિકાસનાં ચાલુ કામો બંધ કરવાં પડે છે.
– નાણાંની અછત ઊભી થતાં ચાલુ યોજનાઓ વિલંબમાં મૂકાય છે.
– અઉદ્યોગિક એકમો ફરીથી ચાલુ કરવામાં આબે ત્યાં સુધી કામદરોની બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે.
– આપત્તિગ્રસ્થ વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે.
આપત્તિની સામાજિક અસરો :
– આપત્તિગ્રસ્ત વિસ્તારનાભયભીત થયેલા લોકો સ્થળાંતર કરે છે. તેથી એ વિસ્તારના સામાજિક સબંધોના તાણાવાણા કમજોર બને છે.
– ધાર્મિક ઉત્સવોની જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની સરખામણીમાં નીરસ બને છે. લોકોમાં તહેવારનો આનદ, ઉમંગ અને ઉત્સાહ પ્રહટ થતાં સમય લાગે છે.
– સામાજિક સંબંધોમાં પરિવર્તન આવવાથી સામાજિક સંસ્થાઓનું માળખું શિથિલ બને છે.
2. આપત્તિ પછીનું પુનઃસ્થાપન – નોંધ કરો.
=> આપત્તિમાં પ્રથમ કામગીરી બચાવ, બીજા ક્રમે રાહત અને છેલ્લે પુનઃસ્થાપનાનો ક્રમ આવે છે આપત્તિઓના સ્વરૂપ મુજબ પુન:સ્થાપનાની જરૂરિયાતો પણ જુદા જુદા પ્રકારની હોય છે.
– ભૂકંપ કે પુર કે વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ કરવું પડે છે.
– દુષ્કાળ બાદ લોકોને માટે નવી રોજગારીઓ ઉભી કરવી અને ખેતી ક્ષેત્રે સાધન સહાયની વ્યવસ્થા ઉભી કરવી.
– વિષાણુજન્ય રોગચાળા બાદ જનજાગૃતિના કાર્યક્રમો યોજવા.
– માળખાગત સુવિધાઓને ક્ષતિ પહોંચી હોવાથી પુનઃનિર્માણનું કામ ભારે અવરોધો વચ્ચે કરવાનું થાય છે.
– જે કુટુંબમાં માત્ર એક કે બે વ્યક્તિ બચી હોય તેવા પરિવારનું પુન:સ્થાપન ખૂબ અઘરું છે.
– જે લોકો વિનાશ નજરે જોયો છે તેઓને માનસિક આઘાતમાંથી બહાર લાવવા મનોચિકિત્સકની વ્યવસ્થા કરવી જોઈએ.
– નિરાધાર લોકો માટે તાલીમ-રોજગારીની ગોઠવણ જરૂરી છે.
– આમ, આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે તેને યોગ્ય આયોજન કરી તબક્કાવાર હાથ ધરવાથી સારી રીતે પાર પાડી શકાય છે.
3. ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શું શું કરવું જોઈએ? – સવિસ્તાર નોંધ લખો.
=> ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે નીચે દર્શાવેલ ઉપાયો કરવા જોઈએ :
– મોટા શહેરોની નજીક ઉપનગરો વિકસાવવા અને તેને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સાંકળવાં.
– જાહેર સડકો પર થતાં દબાણો નીબૂદ કરવાં.
– ધીમી ગતિએ ચાલતાં વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિઓ દ્વારા ખેંચાતા વાહનોને ભીડના સમય દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો.
– રાહદારીઓ અને સાઈકલ-સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવવા.
– નાગરિકોને પરિવહનને લગતા નિયમોની જાણકારી, શિક્ષણ, જાહેરખબરો અને જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી આપવી.
– એક જ સ્થળે અને એક જ સમયે નોકરી કે ધંધા પર જતી વ્યક્તિઓએ પોતાના અલાયદા વાહનને બદલે એક જ વાહનમાં જવાનું ગોઠવવું.
– સરઘસો, વરઘોડા કે શોભાયાત્રાઓ પીક-અવર્સને બદલે હળવા વાહનવ્યવહારના સમયે કાઢવાની પ્રથા પાડવી.
– ટ્રાફિક જામના સમયે પોતાના વાહનને નક્કી કરેલ લેન્માં જ રાખવું.
– ઝડપી ગતિમાર્ગ(એક્સપ્રેસ વે), ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગરોડ અને બાયપાસની સુવિધાઓનું નિર્માણ કરવું.
– કામધંધા પર જતી પ્રત્યેક વ્યક્તિએ સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ અવશ્ય કરવો.
– નશો કરે વાહન હાંકનાર, લાઈસન્સ વિનાના વાહન ચાલાવવું, ખૂબ ગતિથી વાહન ચલાવવુંં તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું વગેરે બાબતો માટે કડક કાયદાકીય શિક્ષાની જોગવાઈ કરવી.
-------------------------------------------
Q-3. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો :
1. નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે?
(A) ભૂકંપ
(B) ચક્રવાત
(C) પૂર
(D) હુલ્લડ
Correct Answer: (D) હુલ્લડ
2. મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે?
(A) નદી
(B) મહાસાગર
(C) પર્વત
(D) ટાપુ
Correct Answer: (A) નદી
3. પૂર ઓસર્યા બાદ પીવા કેવું પાણી વાપરશો?
(A) બે વાર ગાળેલું
(B) વહેતા પ્રવાહનું
(C) ચોખ્ખું દેખાતું
(D) ઉકાળેલું
Correct Answer: (D) ઉકાળેલું
4. વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં…….
(A) ટાયફૂન
(B) હરિકેન
(C) વિલિ-વિલી
(D) ટોર્નેડો
Correct Answer: (D) ટોર્નેડો
5. ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં……
(A) ભરતી મોજાં
(B) ભમ્મરિયા મોજાં
(C) વિનાશક મોજાં
(D) ભૂકંપીય મોજાં
Correct Answer: (C) વિનાશક મોજાં
6. ભોપાલ ગેસકાંડમાં ગળતર થયેલા વાયુ….....
(A) ઓઝોન
(B) મીક
(C) સલ્ફર ડાયોક્સાઈડ
(D) મિથેન
Correct Answer: (B) મીક
----------------------------------------------

No comments:
Post a Comment