Q-1. નીચેના સવાલોના જવાબ માગ્યા મુજબ આપો :
1. ભારતના પ્રાણી-ભૌગોલિક પ્રદેશોની યાદી આપો.
(1) હિમાચલ પ્રદેશ
(2) લડાખ અને શુષ્ક શીતપ્રદેશ
(3) હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર
(4) હિમાલયના વનાચ્છાદિત ઉંચા ક્ષેત્ર
(5) ઉતરનું મેદાન
(6) રાજસ્થાનનો રણપ્રદેશ
(7) દ્વિપકલ્પીય ઉચ્ચપ્રદેશ
(8) સમુદ્રકિનારો
(9) નીલગીરીની પહાડીઓ
2. વન્યજીવો આજે સંકટમાં છે – વિધાન સમજાવો.
– જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસો ગુમાવી રહ્યા છે.
– ખાલ, માસ, દાંત, વાળ અને હાડકા મેળવવા માટે થતો શિકાર એક મોટી સમસ્યા છે.
– જંગલોમાં પાલતુ પશુઓ ના ચરાણથી વન્યજીવોને માઠી અસર પડે છે.
– જંગલોમાં માસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે.
– આમ તે માનવવસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે છે.
– વન્ય જીવોના માનવી સાથે સંઘર્ષના સંજોગો ઊભા થાય છે આથી વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે.
– આમ, વનક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્ય જીવો પર માઠી અસરો જોવા મળે છે.
3. વન્યજીવ સંરક્ષણ માટેની વિવિધ પરિયોજનાઓની વિગતો ટૂંકમાં આપો.
Q-2. નીચેના સવાલોના સવિસ્તર જવાબ આપો :
1. ભારતનું વન્યજીવ વૈવિધ્ય
=> ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા રહેલી છે જેમા નદીઓ, ઉચ્ચપ્રદેશ, પર્વતીય પ્રદેશો, સમુદ્રકિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો આમ વન્યજીવોના નિવાસ માટે વિસ્તૃત પશ્વાદ ભૂમિકા સર્જે છે.
– જેમાં એશિયાઈ હાથી, એકશીંગી ભારતીય ગેંડા, હિમાલયના ઉંચાઇવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ-કાશ્મીરમાં જંગલી બકરાઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતનાં જંગલોમાં જંગલી ભેંસ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણના ક્ષેત્રમાં સુરખાબ જોવા મળે છે.
– આ ઉપરાંત યાયાવર પક્ષીઓ ઠંડા પ્રદેશમાંથી ઉતરી આવે છે તેમાં પેલીકન, તિબેટીયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય છે.
– પશ્ચિમઘાટના વિસ્તારોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે આ ઉપરાંત સાપ, અજગર, પાટલા ઘો વગેરેની પ્રજાતિ પણ જોવા મળે છે.
– સમુદ્રકિનારે તથા જળવિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, વ્હેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે.
– જંગલ વિસ્તારો સિવાય વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, સૂવર, શેળો વગેરે જેવા પ્રાણીઓ તેમજ કોયલ, પોપટ, કાગડો, મોર, ઘુવડ, ચીબરી, સમડી, કાબર વગેરે વિહરતા જોઈ શકાય છે.
2. વન્યજીવ સંરક્ષણના ઉપાયો
=> જંગલ વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે વધારે ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ જંગલ વિસ્તારો અને વન્ય જીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ કરવી પડશે.
– વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતોને ટોચની અગ્રતાએ ગણી જનજાગૃતિ કાર્યક્રમો યોજાવા જોઈએ.
– શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમા આ સમસ્યા વિશે જાગ્રત કરવા જોઈએ.
– જંગલ વિસ્તાર બહારના વૃક્ષચ્છેદન અટકાવવું જોઈએ.
– યાયાવર પક્ષીઓને જરૂરી પરિવેશ–તળાવો, ખેતર શેઢાની તલાવડીની જાળવણી કરવી જોઈએ.
– જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ.
------------------------------------------
Q-3. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો :
1. ભારતને કુલ કેટલા પ્રાણી-ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે?
(A) નવ
(B) ચાર
(C) છ
(D) આઠ
Correct Answer: (A) નવ
2. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે?
(A) 72 લાખ
(B) 15 લાખ
(C) 18 લાખ
(D) 19 લાખ
Correct Answer: (B) 15 લાખ
3. ઊડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે?
(A) કચ્છના મોટા રણમાં
(B) હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં
(C) દલદલના વિસ્તારોમાં
(D) પશ્ચિમઘાટના ગીચ વનોમાં
Correct Answer: (D) પશ્ચિમઘાટના ગીચ વનોમાં
4. વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યેજ દેખાતું પક્ષી કયું છે?
(A) સુરખાબ
(B) ચિલોત્રો
(C) ઘોરાડ
(D) પોપટ
Correct Answer: (B) ચિલોત્રો
5. દુર્લભ પરવાળાની પ્રજાતિઓ....
(A) વેળાવદર
(B) નળસરોવર
(C) લક્ષદ્વીપ ટાપુસમૂહ
(D) ગીર અભયારણ્ય
Correct Answer: (C) લક્ષદ્વીપ ટાપુસમૂહ
6. ઘોરાડ ક્યા વિસ્તારોમાં જોવા મળે છે?
(A) વેટલૅન્ડ
(B) પર્વતીય ક્ષેત્રો
(C) દલદલના ક્ષેત્રો
(D) ઘાસભૂમિના વિસ્તારો
Correct Answer: (D) ઘાસભૂમિના વિસ્તારો
-------------------------------------------------

No comments:
Post a Comment