Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Wednesday, 18 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 17 : કુદરતી વનસ્પતિ સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. નીચેના પ્રશ્ર્નોના ટૂંકમાં જવાબ આપો :


1. ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે?

=> ભારતમાં પર્વતો, મેદાનો, રણપ્રદેશો એમ વિવિધ પ્રકારના ભુપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં જોવા મળે છે.
– ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે.
– ભુપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ.
– જેમ કે કાંપની, કાળી, પહાડી, રણ પ્રકારની જમીન વગેરે.
– આમ, જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાગે છે.
– વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે.
– આમ, સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે.


2. જંગલોનું પર્યાવરણીય મહત્વ શું છે?

=> જંગલો પૂર નિયંત્રણ કરે છે.
– જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે.
– વાતાવરણને વિષમ બનતું અટકાવે છે.
– પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે.
– કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિ યુક્ત વાયુનું શોષણ કરે છે.
– જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે.
– જંગલ જમીન ધોવાણ અટકાવે છે.
– જંગલો હવાને શુદ્ધ કરે છે.
– જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે.


3. જંગલ વિનાશના કારણો ક્યાં ક્યાં છે?

=>જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર છે જંગલોના વિનાશ માટે
– વસ્તી વધારો
– ઉદ્યોગોને રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવા નીતિ
– શહેરીકરણ
– બહુહેતુક યોજનાઓ
– સડકોનું નિર્માણ
– ઈમારતી અને બળતણ લાકડું મેળવવા ઝૂમ–ખેતી
– દાવાનળ
વગેરે કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે.


4. જંગલ વિનાશની અસરો કઈ કઈ છે?

=> જંગલનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસરો થઇ છે.
– જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું
– દુષ્કાળ
– ગ્લોબલ વોર્મિંગ
– ગ્રીન હાઉસ ઇફેક્ટ
– રણીકરણ
– વન્યજીવો નિરાશ્રિત થવા
– જમીનનું ધોવાણ થવું
– કેટલાક વન્ય જીવો અને પ્રાણીઓ લુપ્ત થવા.


5. “ઉષ્ણ કટિબંધીય જંગલોને નિત્ય લીલાં જંગલો કહે છે.” શા માટે?

=> આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી આ જંગલો બારેમાસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહે છે.


-----------------------------------


Q-2. નીચેના પ્રશ્ર્નોના જવાબ સવિસ્તર લખો :


1. ભારતના જંગલોના પ્રકાર જણાવો.

 => 1. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો, 
      2. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો, 
      3. ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો, 
     4. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, 
     5. ભરતીના જંગલો. 
આમ, પાંચ પ્રકારના ભારતમાં જંગલો છે.


(1) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો :
– વિતરણ : ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધુ અને વાર્ષિક સરેરાશ તાપમાન 22º કરતા વધુ જોવા મળે છે તે પ્રદેશમાં આવેલા છે.
– વૃક્ષો : અહીં મેહોગની, અબનૂસ, રબર, રોઝવૂડ વગેરે વૃક્ષો જોવા મળે છે.
– વિશેષતા : અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા છે.
– જાડી–ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે
– આ જંગલો બારેમાસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે

(2) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો :
– વિતરણ : સામાન્ય રીતે આ જંગલો દેશમાં 70 થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે છતીસગઢ, પશ્ચિમ ઓડીશા, પશ્ચિમ-ઘાટના પૂર્વીય ઢોળાવોમાં આ જંગલો જોવા મળે છે.
– વૃક્ષો : અહીં સાગ, સીસમ, ખેર, ચંદન, વાસ વગેરે વૃક્ષો જોવા મળે છે.
– વિશેષતા : પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે.

(3) ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો :
– વિતરણ : સામાન્ય રીતે આ જંગલો 70 સેમીથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ વગેરેના વિસ્તારોમાં આવેલા છે.
– વૃક્ષો : અહીં બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે.
– વિશેષતા : અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે અને પર્ણ નાના હોય છે જેથી બાષ્પ નિષ્કાસનની પ્રક્રિયા ધીમી રહે.

(4) સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસનાં મેદનો :
-શંકુદ્રુમ જંગલોની વિશેષતાઓ : અહીંના વૃક્ષો શંકુ આકાર ધરાવે છે.
-વૃક્ષોની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ સહેલાઈથી જમીન પર સરકી જાય છે.
-વૃક્ષોનાં પાન લાંબા, અણીદાર અને ચીકાશવાળાં હોય છે. તે ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે.
-વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે. તેથી તે કાગળ બનાવવા માટે ઉપયોગી છે.
-આ વૃક્ષોનો વિકાસ થવામાં ઘણાં વર્ષો લાગે છે.

(5) ભરતીનાં જંગલો :
-વિતરણ : આ જંગલો દરિયાકિનારે નદીઓનાં મુખત્રિકોણપ્રદેશોમાં આવેલાં છે.
-ભારતમાં તે બંગાળાની ખાડીના કિનારાને પ્રદેશમાં તેમજ ગુજરાતના દરિયાકિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર જોવા મળે છે.
-વૃક્ષો : સુંદરી અને ચેર અહીંનાં મુખ્ય વૃક્ષો છે.


2. જંગલોની ઉપયોગીતા લખો.

=>  જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે.
– જંગલોમાંથી મળતું ઇમારતી લાકડું સાગ, સાલ ફર્નિચર બનાવવા કામ લાગે છે.
– સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષોના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવદાર, ચીડના લાકડામાંથી રમત-ગમતના સાધનો ચા અને દવાના પેકિંગની પેટીઓ બનાવવામાં આવે છે.
– બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે.
– ચંદનમાંથી સુગંધી તેલ, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે.
– વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડાં વગેરે ચીજો બનાવવામાં આવે છે.
– જંગલો લાખ, રાળ, ગુંદર, રબર, મધ જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે.
– આ ઉપરાંત ખાખરાનાં પાનમાંથી પતરાળા-પડિયા, ખેરના લાકડામાંથી કાથો, ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે.
– આમ, જંગલો માનવજાતને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે.


3. જંગલોના જતન માટેના ઉપાયો સ્પષ્ટ કરો.

=> જંગલનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકાર 1952 માં રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી. 1980 માં વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. 1988 માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી જંગલોના જતન માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવા જોઈએ :
– વૃચ્છેદન અટકાવવું જોઈએ ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી.
– જંગલોએ આપણું રાષ્ટ્રીય સંસાધન છે તેનું જતન કરવું જોઇએ.
– વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી, પડતર જમીન, નદી, રેલવે, સડકોની બન્ને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું.
– શિક્ષણ દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી.
– જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત શમન કરવું.
– ઉર્જા મેળવવા સૌરઊર્જા, બાયોઉર્જા, પવનઉર્જા જેવા ઊર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો.


----------------------------------------


Q-3. નીચે આપેલ પ્રશ્ર્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો.


1. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?

(A) પ્રથમ
(B) ચોથું
(C) દસમું
(D) પાંચમું

Correct Answer: (C) દસમું

2. નીચે આપેલ વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે?

(A) ગંગા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં ભરતીનું જંગલ આવેલું છે.
(B) ચીડના રસમાંથી ટર્પેન્ટાઈન બને છે.
(C) સુંદરીનું લાકડું હોળી બનાવવા માટે ઉપયોગમાં આવે છે.
(D) હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે.

Correct Answer: (D) હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે.

3. સાચાં જોડકા જોડો : 
                      અ                                             બ 
(A) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો       –      1. ચેર 
(B) ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો        –      2. દેવદાર 
(C) ભરતીના જંગલો                                 –     3. બાવળ 
(D) શંકુદ્રુમ જંગલો                                   –      4. મેહોગની

(A) A-3, B-4, C-1, D-2
(B) A-4, B-3, C-1, D-2
(C) A-4, B-3, C-2, D-1
(D) A-4, B-2, C-3, D-1

Correct Answer: (B) A-4, B-3, C-1, D-2

4. ચીડના રસમાંથી શું બને છે?

(A) કાથો
(B) ટર્પેન્ટાઈન
(C) લાખ
(D) ગુંદર

Correct Answer: (B) ટર્પેન્ટાઈન


-------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 

Download PDF





👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 






----thanks for visit----

No comments:

Post a Comment