Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Wednesday, 18 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 16 : આબોહવા સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. નીચેના પ્રશ્ર્નોના ટૂંકમાં ઉત્તર આપો :


1. ‘હિમાલય; ભારતનું રક્ષણ કરતી કુદરતી દીવાલ છે’ કઈ રીતે?

=> શિયાળામાં વધુ ઠંડી પડે છે જ્યારે મધ્ય એશિયા તરફથી આવતા શિયાળામાં વધુ ઠંડા પવનને રોકી લે છે અને ભારતને આ ઠંડીથી રક્ષણ આપે છે તેથી હિમાલયને ભારતનું રક્ષણ કરતી દિવાલ કહી છે.


2. ‘વ્યાપારી પવનો’ વિશે સમજ આપો.

=> આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણ કટિબંધીય ગુરુદાબપટ્ટીના ભારે દબાણ પટાઓ દ્વારા સર્જાય છે, આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનનો લાભ લેવામાં આવતો તેથી તેને ‘વ્યાપારી પવનો’ કહે છે.


3. ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને ક્યાં-ક્યાં વિભાગોમાં વહેંચણી કરી છે?

=> હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવા સંદર્ભના સમગ્ર વર્ષની ચાર ઋતુમાં વહેંચણી કરી છે.
   1. શીતઋતુ – શિયાળો – ડિસેમ્બર થી ફેબ્રુઆરી.
   2. ઉષ્ણઋતુ – ઉનાળો – માર્ચ થી મે.
   3. વર્ષાઋતુ – ચોમાસુ – જુન થી સપ્ટેમ્બર.
   4. નિવર્તન ઋતુ – પાછા ફરતા મોસમી પવનોની ઋતુ – ઓક્ટોબર થી નવેમ્બર.


4. નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે ? ક્યા-ક્યા ?

=> બે ભાગમાં નૈઋત્યના મોસમી પવનો વહેંચાઈ જાય છે.
    1. બંગાળની ખાડી પરથી આવતા.
    2. અરબ સાગર પરથી આવતા.


-----------------------------------------------

Q-2. નીચેના પ્રશ્ર્નોના માગ્યા મુજબ ઉત્તર આપો :


1. સમુદ્રસપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફાર થાય છે?

=> હવાના સ્તર પાતળા હોવાથી જેમ જેમ ઉંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ ઘટે છે.
– આથી ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે.
– અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે.


2. ‘ઓક્ટોબર હીટ’ એટલે શું?

=> હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોબર-નવેમ્બરમાં પવનો ભારતનો ભૂમિભાગો ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે.
– તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે.
– ઉંચુ તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાતનારુ થઈ જાય છે આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે.


3. બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના ક્યા-ક્યા પ્રદેશોમાં વરસાદ લાવે છે?

=> મેઘાલય, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ વગેરે પ્રદેશોમાં બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના પ્રદેશોમાં વરસાદ લાવે છે.

4. ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ-કઈ ઘટના અસર કરે છે?

=> અલ-નીનો, પશ્ચિમી વિક્ષોબ, જેટસ્ટ્રીમ, આઈ.ટી.સી. ઝોન વગેરે ઘટનાઓ પર અસર કરે છે.


--------------------------------------------

Q-3. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો :


1. ઋતુ-પરિવર્તન ઘટના ક્યાં-ક્યાં કારણોથી થાય છે?

=> પૃથ્વી પોતાની ધરીને 66.5°ને ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની સામે નમેલા રહે છે.
– જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યનાં કિરણો સીધાં પડે છે. સીધાં કિરણોમાંથી ગરમી વધારે મળે છે. દિવસો પણ વધુ લાંબા હોય છે. આથી ત્યાં ઉનાળો હોય છે. જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યનાં કિરણો ત્રાંસા પડે છે. ત્રાંસાં કિરણોમાંથી ઓછી ગરમી મળે છે. અહીં રાત્રિની લંબાઈ વધારે અને દિવસની લંબાઈ ઓછી હોય છે. આથી ત્યાં શિયાળો હોય છે.
– 22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત્ત પર સીધાં પડે છે. તેથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે. એ સમયે ભારતમાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી તથા ઠંડી હોય છે.
– 21 જૂને સૂર્યનાં કિરણો ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્ત પર લંબ પડે છે. તેથી ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે. એ સમયે ભારતમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય છે.


2. આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી જણાવો.

=> પૃથ્વીની સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, વરસાદ વગેરે પરિબળો અસર કરે છે.

અક્ષાંશ :
– પૃથ્વીની સપાટી પર આબોહવાના પ્રકાર જે-તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિ.મી. નું અંતર હોય છે વિષુવવૃતની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે તેથી ત્યાં બારેમાસ ગરમી પડે છે.

સમુદ્રથી અંતર :
– સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપ-લે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે પરિણામે સમુદ્ર અને તેના કિનારાના નજીકના ભૂમિ ભાગો પર સમ આબોહવા અનુભવાય છે જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ છે.
– ભારતમાં મુંબઈ દરિયાકિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે જ્યારે નાગપુર કે દિલ્હી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે.

સમુદ્ર સપાટીથી ઉંચાઈ :
– સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઉંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનુ તાપમાન ઘટતું જોવા મળે છે જ્યારે ઉંચાઈ વરસાદમાં વધારો કરે છે હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલાં રહે છે ભેજવાળી હવા ઉંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે.

વાતાવરણીય દબાણ અને પવનો :
– ભારત ઉત્તર પૂર્વી વ્યાપારી પવનોવાળા ક્ષેત્રમાં આવેલ છે આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત તરફ વાય છે ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો તેથી તેને ‘વ્યાપારી પવનો’ કહે છે.
– શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે આ ક્ષેત્રોમાં ઠંડા અને સૂકા પવન દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે.
– ભારતના હવામાનમાં ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે તેના લીધે જેટસ્ટ્રીમ, પશ્ચિમની વિક્ષોભની, અલનીનો જેવી ઘટનાઓએ ઘણી અસરો કરી છે.


3. ભારતની શીતઋતુ - શિયાળા વિશે નોંધ લખો.

=>  ભારતમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી ત્રણ માસના સમયગાળાને શીતઋતુ કે શિયાળો ગણવામાં આવે છે 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે ત્યારે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાસા કિરણોની અસર હેઠળ રહેવાથી ઓછુ તાપમાન અનુભવાય છે.
– દિલ્લીનું શિયાળાનુ તાપમાન ઘણીવાર 10º કરતા પણ નીચું જાય છે અલાહાબાદમાં 16º અને કોલકાતામાં 18º તાપમાનની આસપાસ રહે છે.
– આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે શિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરી માસનુ તાપમાન 5º જેટલું હોય છે હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાનો તરફ ધસી આવે છે તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે તેથી હિમ પડે છે.
– દક્ષિણ ભારત ઉષ્ણ કટિબંધમાં આવેલો છે તેના અંદરના ભાગોમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી તેથી અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી હિમવર્ષા થતી નથી.
– આમ, ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે.

4. આબોહવાની માનવજીવન પર થતી અસરો વર્ણવો.

=> ભારતની આબોહવા મોસમી આબોહવા છે તેની અસરો ભારતની આબોહવા પર થતા લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે.
– ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમ્યાન તાપમાન ઉંચુ રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે.
– જૂન થી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જાય છે સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદ આધારિત જ રહેવું પડે છે.
– પૂરતું પાણી ન મળવાને કારણે વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે તેથી ખેત-ઉત્પાદનને અસર પહોંચે છે.
– ક્યારેક અતિવૃષ્ટિ થાય છે તેનાથી પણ પાક નાશ પામે છે.
– ખેતમજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે.
– બારેમાસ કામ ન મળવાથી સ્થળાંતરના પ્રશ્નો રહે છે.
– આમ, આબોહવાની ગાઢ અસર માનવજીવન પર થાય છે જેની સીધી અસર માનવજીવન ના ખોરાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે.


--------------------------------------


Q-4. નીચેના પ્રશ્ર્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ લખો :


1. કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે?

(A) શીતઋતુ

(B) ઉષ્ણઋતુ

(C) વર્ષાઋતુ

(D) નિવર્તનઋતુ


Correct Answer: (B) ઉષ્ણઋતુ


2. ચેરાપુંજીની બાજુમાં આવેલ ક્યુ સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે?

(A) શિલૉંગ

(B) ગુવાહાટી

(C) ઈમ્ફાલ

(D) મૌસીનરમ


Correct Answer: (D) મૌસીનરમ


3. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે?

(A) હિમવર્ષા

(B) ધૂળ-ડમરી

(C) જલવર્ષા

(D) ભેખડ પડવી


Correct Answer: (A) હિમવર્ષા


4. મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ ક્યા નામે ઓળખાય છે?

(A) અનારવર્ષા

(B) બનાનાવર્ષા

(C) આમ્રવર્ષા

(D) હિમવર્ષા


Correct Answer: (C) આમ્રવર્ષા


5. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે?

(A) માર્ચ-મે

(B) ઓક્ટોબર-નવેમ્બર

(C) જાન્યુઆરી-ફેબ્રુઆરી

(D) જુલાઈ-ઓગસ્ટ


Correct Answer: (B) ઓક્ટોબર-નવેમ્બર


6. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

(A) શિયાળામાં દિવસો લાંબા અને રાત્રી ટૂંકી હોય છે.

(B) ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રી ટૂંકી હોય છે.

(C) શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રી લાંબી હોય છે.

(D) ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રી લાંબી હોય છે.


Correct Answer: (C) શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રી લાંબી હોય છે.


---------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 

Download PDF



👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 





-----Thanks For Visit-----

No comments:

Post a Comment