Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Wednesday, 18 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 15 : જળ-પરિવાહ સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :


1. તફાવત આપો : હિમાલયની નદીઓ - દ્વિપકલ્પીય નદીઓ

=> હિમાલયની નદીઓ :
– પર્વતોમાં ઘસારો કરી રેતી અને કાંપને નીચે મેદાનોમાં લાવે છે.
– નિક્ષેપણ ક્રિયાથી પૂરના મેદાનો રચાય છે.
– હિમાલયની નદીઓમાં બેસિન મોટા હોય છે.
– આ નદીઓના ઉદ્દભવનું સ્થાન ઉંચા હોય છે તેથી વેગ વધુ હોય છે.
– આ નદીઓ બારમાસી છે.

દ્વિપકલ્પીય નદીઓ :
– ઓછો ઘસારો કરતી હોવાથી તેના પાણીમાં કાંપનું અને રેતીનું પ્રમાણ ઓછું હોય છે.
– આથી નિક્ષેપણ બહુ ઓછુ થાય છે.
– દ્વિપકલ્પીય નદીઓના બેસિન નાના હોય છે.
– આ નદીઓના ઉદ્દગમ સ્થાન નીચા હોય છે તેથી તેનુ વેગ ઓછું હોય છે.
– આ નદીઓ મોટા ભાગની મોસમી છે.


2. સમજાવો : જળ-પરિવાહ અને જળ વિભાજક

=> જળ-પરિવહન શબ્દ એ એક ક્ષેત્રની નદીતંત્રની વ્યવસ્થીત પ્રણાલી માટે વપરાય છે ભારતનું ભુપૃષ્ઠ જોતાં જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણપ્રદેશને મળે છે આ પ્રકારે એક નદી-તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસીન કહે છે પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ-પરિવહનને એકબીજાથી અલગ કરે છે તેને જળ-વિભાજક કહે છે.


3. સરોવરની ઉપયોગીતા જણાવો.

=> સરોવર માનવીને અનેક રીતે ઉપયોગી છે કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઇ અને અન્ય ઉપયોગ માટે થાય છે સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ માટે અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્વના બની રહ્યા છે.


4. જળ-પ્રદુષણ અટકાવવાના ઉપાયો જણાવો.

=> જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ.
– રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ.
– ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત પાણી ન છોડે તે માટે નિયમો બનાવવા જોઈએ.
– નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીમાં ન ફેકવો જોઈએ.


5. ‘ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે’ - કારણ આપો.

=> ગોદાવરી નદી દ્વીપકલ્પીયઓ નદીઓમાં સૌથી મોટી છે.
– તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે તેની લંબાઈ લગભગ 1465 કી.મી. છે.
– આ નદી પૂર્વમાં વહીને બંગાળની ખાડીને મળે છે.
– નદીઓમાં તેનું બેસીન ક્ષેત્ર સૌથી મોટું છે.
– આ નદી બેસીનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે.
– ગોદાવરીનો પ્રવાહનો માર્ગ લાંબો અને બેસીન ક્ષેત્ર વિસ્તૃત છે તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે.


----------------------------------


Q-2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :


1. ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો.

=> હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાંપરસ્પર મળે છે.
– હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે જેમાની યમુના, ઘાઘ્રા, ગંડક, કોશી છે.
– હિમાલયના યમનોત્રીમાથી યમુના નીકળે છે.
– ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી-હુગલી નામે ઓળખાય છે આ બંને પ્રવાહો બંગાળની ખાડીને મળે છે.
– ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખત્રિકોણ પ્રદેશએ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે.


2. નર્મદા બેસીન વિશે જણાવો.

=> નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે.
– તે એક ફાટ-ખીણમાં થઈ વહે છે.
– જબલપુર પાસે ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે.
– જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના થયેલી છે.
– આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી.
– મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે.
– નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિ.મી. છે.

3. કૃષ્ણા અને કાવેરી બેસીનની વિસ્તૃત માહિતી આપો.

=> કૃષ્ણા નદી તે મહારાષ્ટ્રના પશ્ચિમઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે તે લગભગ 1400 કિમી લંબાઈ ધરાવે છે તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા ભીમા છે તેનું બેસીન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે.
– કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગિરિ પર્વતમાળામાંથી નીકળે છે તેની લંબાઈ લગભગ 760 કિ.મી. છે તેને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે તેનું બેસીન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તામિલનાડુમાં વ્યાપ્ત છે તે તમિલનાડુના કુડલુરનાં દક્ષિણમાં બંગાળની ખાડીને મળે છે.
– આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે તેમાં દામોદર, બ્રાહ્મણી, વૈતરણી તથા સુવર્ણરેખાનો સમાવેશ થાય છે.


-----------------------------------------


Q-3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :


1. નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે?

(A) લગૂન

(B) ઘોડાની નાળ જેવા

(C) લંબગોળ

(D) ચોરસ


Correct Answer: (B) ઘોડાની નાળ જેવા


2. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એક બીજાથી અલગ કરે તેને શું કહેવાય?

(A) જળ રચના

(B) જળ વિભાજક

(C) નદી પ્રણાલી

(D) બેસીન


Correct Answer: (B) જળ વિભાજક


3. નીચેનામાંથી કઈ નદી દ્વિપકલ્પીય નથી?

(A) ગોદાવરી

(B) કૃષ્ણા

(C) કોસી

(D) કાવેરી


Correct Answer: (C) કોસી


4. નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે?

(A) ઢેબર

(B) સાંભર

(C) વૂલર

(D) નળ


Correct Answer: (B) સાંભર


5. ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે?

(A) યમુના, ઘાઘ્રા, ગંડક અને કોસી

(B) યમુના, ચંબલ, ઘાઘ્રા અને કોસી

(C) યમુના, ઘાઘ્રા, શરાવતી અને કોસી

(D) નર્મદા, ઘાઘ્રા, ગંડક અને કોસી


Correct Answer: (A) યમુના, ઘાઘ્રા, ગંડક અને કોસી



----------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 

Download PDF




👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 




----Thanks for visit-----

No comments:

Post a Comment