Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Tuesday, 17 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 14 : ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ - II સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. નીચે આપેલા પ્રશ્ર્નોનાં ટૂંકમાં ઉત્તર લખો :


1. હિમાલય પર્વતશ્રેણીઓમાં ક્યા ક્યા ઘાટ આવેલા છે?

=> હિમાલયની પર્વતશ્રેણીમાં નાથુલા, જેલાપલા, શિપ્કીલા વગેરે ઘાટો આવેલા છે.


2. રેગોલીથ એટલે શું?

=> રેગોલિથ એટલે જમીનએ ખડકોના ખવાણથી ફલિત પ્રદેશ છે ખડકોની સપાટીવાળા ભાગોનું વરસાદ, તાપમાન, હિમ, હવા, વનસ્પતિ વગેરે પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે આ ભૂમિ આવરણમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે જે રેગોલિથ ઓળખાય છે.


3. ખડકોના મુખ્ય કેટલા અને ક્યા ક્યા પ્રકારો પડે છે?

=> એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. ખડકોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે.
(1) આગ્નેય ખડકો.
(2) પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો.
(3) રૂપાંતરિત ખડકો.


4. જમીન-નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો.

=> જમીનમાં ખડકોની સપાટીવાળા ભાગોમાં વરસાદ, હિમ, વનસ્પતિ, હવા, પાણી અને જીવજંતુઓના પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે. આ ઉપરાંત ખનીજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતાં તેમાંથી જમીન બને છે જમીન નિર્માણની પ્રક્રિયા આ ઘણા સમયની છે.


--------------------------------------



Q-2. નીચેના શબ્દ-સંકલ્પનાઓ સમજાવો :


1. નિક્ષેપણ :

=> પૂરના મેદાનો, નદી વચ્ચેના ટાપુઓ, નદી, હિમનદીઓ, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાંપ માટીનો નિક્ષેપણ કહેવાય છે.


2. બાંગર :

=> પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે તે પ્રમાણમાં રેતાળ હોય છે જ્યારે નદીઓના ઉપરવાસમા આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી છે.


3. ખનીજ :

=> સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપે પદાર્થો કે ચોક્કસ રાસાયણિક ધરાવતા પદાર્થો ‘ખનીજ’ કહેવાય.


4. ખડક :

=> પૃથ્વીના પોપડામાં ભૂ-કવચમાં આવેલા બધા જ ઘન પદાર્થોને ભૂસ્તરશાસ્ત્રીની ભાષામાં ખડક કહેવાય.


5. જમીન :

=> તાપમાનમાં મોટા ફેરફારો, વરસાદ હિમ, હવા, જીવ-જંતુઓની પરિબળોની અસરથી ખડકોનું નિર્માણ થાય છે અને તેનાથી ભૂમિ આવરણ રચાય છે તેને જમીન કહેવાય.


---------------------------------------


Q-3. નીચે આપેલા પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર આપો :


1. ભારતના દ્વીપસમૂહો

=> ભારતમાં કેટલાક દ્વીપસમૂહો આવેલા છે. અંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપની એમ મુખ્ય દ્વિપસમુહો છે. લક્ષદીપમાં અનેક નાના ટાપુઓ આવેલા છે. અરબી સમુદ્રમાં કેરળથી થોડે દુર આ ટાપુઓ આવેલા છે. તેનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળા દ્વિપોને એટોલ કહે છે.
– અન્ય દ્વીપસમુહમાં બંગાળાની ખાડીમાં આવેલા અંદમાન -નિકોબારનો સમાવેશ થાય છે. અહી ટાપુઓની સંખ્યા ઘણી છે. ભારતના કિનારાથી દૂર આવેલા છે ત્યાં પર્વતની હારમાળા છે. આ ટાપુ 350 કિ.મી. ના વિસ્તારમાં પથરાયેલા છે. નાના-મોટા કુલ 572 ટાપુઓમાંથી અંદમાન જૂથના કુલ 25 ટાપુઓ અને નિકોબાર જુથના કુલ 13 ટાપુઓ પર વસ્તી છે.
– આમ, અંદમાન-નિકોબાર ટાપુઓ દેશની વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટીએ ઘણા મહત્વના છે.


2. ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો.

=> ભારતની જમીનના મુખ્ય છ પ્રકારો છે.
(1) કાપની જમીન
(2) કાળી જમીન
(3) રાતી જમીન
(4) પડખાઉ જમીન
(5) પર્વતીય જમીન
(6) રણ પ્રકારની જમીન

(1) કાપની જમીન
તેના બે પ્રકાર પડે છે. 1. ખદર 2. બાંગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે તે પ્રમાણમાં રેતાળ હોય છે જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી જૂનો કાપ ધરાવતી જમીન બાંગરા તરીકે જાણીતી છે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે રાજ્યમાં આ પ્રકારની જમીન આવેલી છે.

(2) કાળી જમીન
આ જમીન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરેમાં જોવા મળે છે આ કાળી જમીન દ્વિપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ છે આ જમીન ચીકણી અને કસવાળી હોય છે તેમાં ભેજ સંગ્રહ ક્ષમતા વધારે હોય છે કપાસના પાક માટે અનુકૂળ છે તેથી તેને કપાસની કાળી જમીન કહે છે.

(3) રાતી જમીન
આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે લોહ અને સેન્દ્રીય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે ગોવા, તમિલનાડુ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે.

(4) પડખાઉ જમીન
વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરલ, ઓડિશામાં જોવા મળે છે.

(5) પર્વતીય જમીન
જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે શિવાલિક પર્વતશ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે મેઘાલય, અરુણાચલ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં આવી જમીન જોવા મળે છે.

(6) રણ પ્રકારની જમીન
આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં જોવા મળે છે ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે.


3. ખનીજોનું વર્ગીકરણ કરો.

=> ખનીજોનું વર્ગીકરણ નીચે મુજબ છે.

(1) ધાતુમય ખનીજો (ધાત્વિક ખનીજો) :
   અ) કિંમતી ધાતુમય ખનીજો : સોનુ, ચાંદી, પ્લેટિનમ વગેરે.
   બ) હલકી ધાતુમય ખનીજો : મેગ્નેશિયમ, બોકસાઈટ, ટીટાનિયમ વગેરે.
   ક) સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો : લોખંડ, તાંબુ, જસત, કલય, નિકલ વગેરે.
   ડ) મિશ્રધાતુરૂપે વપરાતા ખનીજો : કોમિયમ, મેગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે.

(2) અધાતુમય ખનીજો : ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, ફ્લોરસ્પાર, સલ્ફર, હીરા વગેરે.

(3) સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો : કોલસો, ખનીજતેલ અને કુદરતી વાયુ, થોરિયમ વગેરે.


-----------------------------------------


Q-4. નીચેં આપેલા પ્રશ્ર્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ પૂર્ણ કરો :


1. પતકાઈ ટેકરીઓ : અરુણાચલ પ્રદેશ, લુસાઈ : ………

(A) નાગાલેન્ડ
(B) મણિપુર
(C) મિઝોરમ
(D) મેઘાલય

Correct Answer: (C) મિઝોરમ

2. નીચેનામથી ક્યુ વિધાન ખોટું છે? શોધો.

(A) કશીશ : સોનુ, ચાંદી, પ્લેટિનમ કિંમતી ધાતુમય ખનીજો છે.
(B) કિન્ની : બોક્સાઈટ, ટીટાનિયમ અને મેગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનીજો છે.
(C) ધ્રુવી : ટંગસ્ટન, મૅંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમાંય ખનીજો છે.
(D) નિધિ : સીસું, તાંબું અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો છે.

Correct Answer: (C) ધ્રુવી : ટંગસ્ટન, મૅંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમાંય ખનીજો છે.

3. સાચા જોડકા જોડો : 

           અ                                       બ

 (1) પ્રસ્તર ખડક                   (A) ગ્રેનાઈટ 

(2) રૂપાંતરિત ખડક            (B) ચૂનાનો ખડક 

(3) આગ્નેય ખડક                  (C) આરસપહાણ (માર્બલ)

(A) 1-B, 2-C, 3-A
(B) 1-A, 2-C, 3-B
(C) 1-C, 2-B, 3-A
(D) 1-B, 2-A, 3-C

Correct Answer: (A) 1-B, 2-C, 3-A


4. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

(A) પશ્ચિમઘાટ ઉતરક્ષેત્રમાં વધુ ઊંચાઈ ધરાવે છે.
(B) કર્ણાટકમાં પશ્ચિમઘાટને નીલગીરી કહે છે.
(C) પશ્ચિમઘાટ અરબસાગરને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર-દક્ષિણમાં વ્યાપ્ત છે.
(D) કેરળ અને તમિલનાડુની સીમા પર પશ્ચિમઘાટને સહ્યાદ્રી કહે છે.

Correct Answer: (C) પશ્ચિમઘાટ અરબસાગરને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર-દક્ષિણમાં વ્યાપ્ત છે.

5. અરવલ્લી અને વિંઘ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?

(A) છોટા નાગરપુરનો
(B) માળવાનો
(C) દખ્ખણનો
(D) શિલૉંગનો

Correct Answer: (B) માળવાનો


----------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 

Download PDF

HOW TO DOWNLOAD PDF


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 





------Thanks for visit------

No comments:

Post a Comment