Q-1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :
1. ભારતનું પૂર્વગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. શાથી?
– હિંદ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે.
– પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા વગેરે દેશો સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક સંબંધો છે.
– દક્ષિણ આફ્રિકાથી આવતો જળમાર્ગો તથા સુએજ ભારત પાસેથી પસાર થાય છે એ દૃષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનુ સ્થાન છે.
2. ભારત વૈવિધ્યસભર ભુપૃષ્ઠ શાથી ધરાવે છે?
– દક્ષિણમાં દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવેલો છે દક્ષિણમાં પ્રાચીન મંદિરો, કુદરતી નજારો પણ જોવા મળે છે.
– ત્યારબાદ પૂર્વ પશ્ચિમ કિનારે તટીય મેદાનો છે.
– આમ, ભારતમાં વૈવિધ્યસભર ભુપૃષ્ઠ ધરાવતો દેશ છે.
3. ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે?
– આમ, સમુદ્રમાર્ગ બહોળો હોવાને લીધે આંતરરાષ્ટ્રીય માર્ગ સરળ બન્યો છે.
4. ભારત ‘સંસ્કૃતિનું સમન્વયતીર્થ’ બન્યું છે - સમજાવો.
– આ ઉપરાંત ભારતમાં હિંદુ, શીખ, જૈન, પારસી, મુસ્લિમ, બૌદ્ધધર્મ ના આમ વિવિધ ધર્મના લોકો રહે છે અને ભિન્ન ભિન્ન ધર્મના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે.
– આથી ભારત સંસ્કૃતિનું સમન્વયતીર્થ બન્યું છે.
5. મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે તે જણાવો.
(1) પેસિફિક પ્લેટ
(2) ઉત્તર અમેરિકન પ્લેટ
(3) દક્ષિણ અમેરિકન પ્લેટ
(4) યુરોપિયન પ્લેટ
(5) આફ્રિકન પ્લેટ
(6) ઈન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ
(7) એન્ટાર્ટીકા પ્લેટ
Q-2. નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો :
1. પ્રમાણ સમય :
2. અપસારી પ્લેટ :
3. કર્કવૃત :
4. ગોળાર્ધ :
5. દ્વીપકલ્પ :
6. અભિસરણ :
Q-3. નીચેના પ્રશ્નોના જવાબ લખો :
1. ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો.
=> વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે.
– ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ 8⁰4’ થી 37⁰6’ ઉત્તર અક્ષાંશવૃત અને 68⁰7’ થી 97⁰25’ પૂર્વ રેખાંશવૃત વચ્ચે આવેલો છે.
– ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે 23⁰30’ ઉત્તર અક્ષાંશવૃત પર આવેલો છે.
– ભારતના અરબ સાગરમાં લક્ષદ્વીપ અને બંગાળની ખાડીમાં અંદમાન-નિકોબાર ટાપુઓ આવેલા છે.
વિસ્તાર :
– ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા 30⁰ છે પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિમી છે પશ્ચિમ ગુજરાતથી શરૂ કરીને પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિમી છે.
– ભારતનું ક્ષેત્રફળ 328 લાખ ચોરસ કિલોમીટર છે જગતના કુલ ક્ષેત્રફળના માત્ર 2.42 ટકા જેટલું છે.
– ભારતના પ્રમાણ સમયની રેખા 82⁰30’ પૂર્વ રેખાંશવૃત છે જે પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે તેનો સ્થાનિક સમય ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.
– ભારતનો ક્ષેત્રફળ સંદર્ભે જગતમાં સાતમો ક્રમ છે.
– ભારતથી મોટા છ દેશો અનુક્રમે રશિયા, કેનેડા, યુ.એસ.એ., ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે.
– ભારતના પૂર્વ અને પશ્ચિમે આવેલા સ્થળોના પ્રમાણ સમયમાં આશરે બે કલાકનો ફરક છે.
2. સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે?
=> ઈ.સ. 1869 માં રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેરે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિમી જેટલું ઓછું થયું છે તેથી જળમાર્ગે યુરોપ યુ.એસ.એ. અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે.
– આ સુએઝ નહેરને લીધે આ દેશો વચ્ચે વ્યાપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે.
3. પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો.
=> પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખુબ જ રોચક છે પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્થ-વિસ્તાર ખડકોની ઉપર તરી રહ્યો છે પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે ભૂ-કવચ તરફ ઉદ્દભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને આમ મુખ્ય સાત મુદ્દાવરણી પ્લેટોની રચના થાય છે.
– કેટલીક જગ્યાએ પ્લેટો એક-બીજાથી દૂર જઈ રહી છે તેને અપસારી પ્લેટ કહે છે.
– કેટલીક પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટ કહે છે.
– અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનફેરો થાય છે.
– પ્લેટો જ્યા એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે.
– ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો.
– આમ, ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે.
----------------------------------------------------------
Q-4. નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો :
1. ભારતની પ્રમાણસમયની રેખા ક્યા રાજ્યમાંથી પસાર થાય છે?
(A) ઉત્તરપ્રદેશ
(B) છત્તીસગઢ
(C) મધ્યપ્રદેશ
(D) તમિલનાડુ
Correct Answer: (D) તમિલનાડુ
2. ભારતની ઉત્તરે : ચીન, ભારતની વાયવ્યે : ……… ?
(A) બાંગ્લાદેશ
(B) પાકિસ્તાન
(C) શ્રીલંકા
(D) નેપાળ
Correct Answer: (B) પાકિસ્તાન
3. નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવો :
ઉત્તરાખંડ, કેરળ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્લી
(A) ઉત્તરાખંડ, દિલ્લી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરળ
(B) કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્લી, ઉત્તરાખંડ
(C) આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી, કેરળ
(D) કેરળ, આંધ્રપ્રદેશ, દિલ્લી, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ
Correct Answer: (B) કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્લી, ઉત્તરાખંડ
4. નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે?
(A) કૅનેડા
(B) ઈંગ્લેન્ડ
(C) પાકિસ્તાન
(D) થાઈલેન્ડ
Correct Answer: (A) કૅનેડા
5. ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે?
(A) અફઘાનિસ્તાન - ઉત્તર-પશ્ચિમ
(B) નેપાળ - ઉત્તર-પૂર્વ
(C) ચીન - ઉત્તર
(D) બાંગ્લાદેશ - પશ્ચિમ
Correct Answer: (D) બાંગ્લાદેશ - પશ્ચિમ
---------------------------------------------

No comments:
Post a Comment