Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Monday, 16 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 12 : ભારતીય લોકશાહી સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :


1. કેટલા વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે?

=> 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના જેનું મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય એવા ભારતના નાગરિકોને મતાધિકાર આપવામાં આવે છે.


2. લોકમત કેળવવા ક્યાં ક્યાં માધ્યમોનો ઉપયોગ થાય છે ?

=> (1) મુદ્રિત માધ્યમો
(2) વીજાણુ માધ્યમો


3. ભારતમાં ક્યા ક્યા પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકીય પક્ષો સક્રિય છે ?

=> રાષ્ટ્રીય પક્ષો :

(1) ભારતીય જનતા પક્ષ (BJP)

(2) કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)

(3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)

(4) બહુજન સમાજવાદી પાર્ટી (BSP)


પ્રાદેશિક પક્ષો :

(1) દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)

(2) ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)

(3) અકાલી દળ (પંજાબ)

(4) રાષ્ટ્રીય જનતા દળ (બિહાર)

(5) જનતા દળ યુનાઈટેડ (RJD)

(6) સમાજવાદી પક્ષ (SP)

(7) શિવસેના



----------------------------------------------------------



Q-2. વિધાનના કારણ સમજાવો :


1. મતદાર લોકશાહીને જીવંત રાખે છે.

=> આપણા દેશમાં પ્રાત નિધિક લોકશાહી છે અહીં મતદાન દ્વારા વિજેતા જાહેર થાય તે લોક પ્રતિનિધિ બને છે ચૂંટણીઓમાં મતાધિકારો પોતાના મતનો ઉપયોગ કરીને પ્રતિનિધિ ચુટે છે અને એ બધા પ્રતિનિધિઓ રાજ્યનો કે દેશનો વહિવટ ચલાવે છે લોકશાહીનો સફળતા અને અસફળતાનો આધાર મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ પર રહે છે.
– આમ, કહી શકાય કે મતદાર લોકશાહીને જીવંત રાખે છે.


2. સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની છે.

=> આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે.
– જેમાં લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નીમે છે.
– વડાપ્રધાન સરકારની રચના કરે છે આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે.
– જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય છે ત્યાં સુધી જ તે સત્તા પર રહી શકે છે.


3. પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે.

=> આધુનિક સમયમાં દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે, માહિતી મેળવી શકે તે માટે દૈનિક સમાચારપત્રો, પાક્ષિકો અને સામયિકો મહત્વ ધરાવે છે.
– આવા માધ્યમોથી લોકોને સાચી માહિતી મળી શકે છે વિવિધ વિચારસરણી ધરાવતા વ્યક્તિઓ પોતાના અભિપ્રાયો આપે છે જેથી સાચી, તટસ્થ અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે જરૂરી છે જેથી ખોટો લોકમત ઉભો ન થાય આથી અખબારી સ્વાતંત્ર્ય હોવું જરૂરી છે.
– ત્યારબાદ લોકમત ઘડતરમાં રેડિયો, ટેલિવિઝન, સિનેમા જેવા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે જ્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોય ત્યાં વિજાણુ માધ્યમ વધુ અસરકારક છે.
– દેશ-વિદેશની ઘટનાઓ આજે રેડિયો કે ટેલિવિઝન દ્વારા તે જ સમયે જીવંત પ્રસારણ દ્વારા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી શકાય છે.
– આમ, પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે.


4. ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે.

=> લોકશાહીનો આધાર એટલે ચૂંટણી, ચૂંટણી વખતે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે,પ્રજા તેમના પ્રતિનિધિનું મૂલ્યાંકન કરે છે નિર્ધારિત લાયકાત ધરાવતા વ્યક્તિને લોકો ચૂંટે છે.
– ચૂંટણીમાં લોકોના સમર્થન મેળવીને જ સત્તા સુધી પહોંચી શકાય છે.
– ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે. આમ ચૂંટણીઓ લોકમતને જાણવાનું મહત્વનું માધ્યમ છે. તેથી તે લોકશાહીની પારાશીશી છે.


--------------------------------------------


Q-3. ટૂંક નોંધ લખો :


1. રાજકીય પક્ષના પ્રકારો

=> ચૂંટણીપંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે રાજકીય પક્ષોને માન્યતા આપે છે આપણા દેશમાં બે પક્ષો છે (1) રાષ્ટ્રીય પક્ષો (2) પ્રાદેશિક પક્ષો.
– જે પક્ષનું રાજકીય ક્ષેત્ર સમગ્ર દેશમાં પ્રસરેલુ હોય તેને રાષ્ટ્રીય પક્ષો કહે છે અને પક્ષોનું કાર્યક્ષેત્ર સીમિત હોય જેમ કે કોઈ પણ રાજ્ય કે પ્રદેશ પૂરતું હોય તેને પ્રાદેશિક પક્ષો કહેવાય છે.
– કોઈ પણ રાષ્ટ્રીય પક્ષે સમગ્ર દેશના કોઈ પણ ચાર રાજ્યોમાં કુલ મતદાનમાંથી ઓછામાં ઓછા ચાર ટકા મતો મેળવેલા હોવા જોઈએ.
– આપણા દેશમાં ભારતીય જનતા પક્ષ (BJP), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, સમાજવાદી પાર્ટી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે.
– આપણા દેશમાં જે-તે રાજ્ય/પ્રદેશમાં સ્થાનિક કક્ષાએ પ્રાદેશિક પક્ષો હોય છે જેવા કે દ્રવિડ મુનેત્ર કઝગમ, પંજાબમાં અકાલી દળ, મહારાષ્ટ્રમાં શિવસેના, ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષ.
– આમ, આવી રીતે આપણા દેશમાં બે પક્ષો છે.


2. મતદાર અને સરકાર

=> ભારતમાં સ્વતંત્ર લોકશાહી પદ્ધતિ છે જેમાં મતદારનો મત ખૂબ જ મહત્વ ધરાવે છે.
– 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો ભારતનો નાગરિક કે જે નાદાર, અસ્થિર મગજનો ન હોય તેવો ભારતનો પ્રત્યેક નાગરિકને મત આપી શકે છે.
– ભારતમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર છે.
– જેમાં વ્યક્તિદીઠ એક જ મત આપી શકાય છે.
– મતદાર જાગૃત હોવો જોઈએ લોભ, લાલચ કે કોઈ પણ પ્રકારનો ડર ના હોવો જોઈએ.
– આપણા દેશમાં લિંગ, જાતિ, વર્ગભેદ, ધર્મના ભેદભાવ વગર તમામ સ્ત્રી-પુરુષોને મતાધિકાર આપ્યો છે.
– ચૂંટણીમાં મતદાન કરવું એ નાગરિકનો અધિકાર જ નહીં, પવિત્ર ફરજ પણ છે.
– આમ, દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે.


3. ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો

=>ચૂંટણીપંચ :
– આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે આ ચૂંટણી પક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે.
– દેશની લોકશાહી જીવંત રહે તે માટે ચૂંટણી પંચ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વાયત હોવું જરૂરી છે.
– ચૂંટણીપંચ મતદારોની યાદી તૈયાર કરાવે છે તેમજ ચૂંટણીની તારીખો જાહેર કરે છે.
– આ માટે ચૂંટણી કમિશ્નરની નિમણૂક કરેલી હોય છે.
– ઉમેદવારી પત્રોની ચકાસણી કરી અધિકૃત કરે છે.
– સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર ચૂંટણી પંચની દેખરેખ હોય છે.
– આમ, ચૂંટણીપંચ નિશ્ચિત તારીખે ચૂંટણી યોજે છે અને વધારે મતો મેળવનારને વિજેતા ઘોષિત કરે છે.

રાજકીય પક્ષો :
– લોકશાહીને મજબૂત બનાવવા માટે તેના રાજકીય પક્ષો સક્ષમ હોવા જોઈએ ચૂંટણીપંચ રાજકીય પક્ષોની માન્યતા આપવાનું કામ કરે છે.
– કોઈ પણ રાજકીય પક્ષનું ધ્યેય દેશની અખંડીતતા, રાષ્ટ્રીય એકતા બંધારણીય રીતે ટકાવી જાળવી રાખવાનું છે.
– રાજકીય પક્ષોના નેતાઓમાં રાષ્ટ્રભાવના, નિષ્ઠા હોવી જરૂરી છે.
– આવા ગુણો ધરાવતા જ રાજકીય પક્ષો સત્તા પર આવી શકે છે અને પ્રજામાં રાજકીય જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે.


---------------------------------------------


Q-4. તફાવત લખો :


1. રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો

=>રાષ્ટ્રીય પક્ષો :
(1) જે પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં પ્રસરેલું હોય તેને રાષ્ટ્રીય પક્ષો કહે છે.
(2) કોઈ પક્ષનો રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપવા માટે ચૂંટણીપંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે જેમાં ભારતના કોઈ પણ રાજ્યમાંથી કે પક્ષને કુલ મતાધિકારના 4 ટકા મત મળેલા હોવા જોઈએ.
(3) રાજકીય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટી (BJP), રાષ્ટ્રીય કોંગ્રેસ (INC), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI) વગેરે છે.

પ્રાદેશિક પક્ષો :
(1) જે પક્ષોનું ક્ષેત્ર પ્રદેશ, રાજ્ય પૂરતું સીમિત રીતે પ્રસરેલું હોય તેને પ્રાદેશિક પક્ષો કહે છે.
(2) જે પક્ષનો પ્રભાવ પ્રદેશ, રાજ્ય પુરતો માર્યાદિત હોય તેને ચૂંટણીપંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે.
(3) પ્રાદેશિક પક્ષો તરીકે તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), આંધ્ર તેલુગુ દેશમ, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પક્ષ (SP).


2. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી

=>સંસદીય લોકશાહી :
(1) રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે ત્યારે વહીવટી વડા વડાપ્રધાન હોય છે.
(2) પ્રધાનમંડળ સંસદની23બહુમતી ધરાવે છે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે.
(3) સમગ્ર પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે.
(4) લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા નેતાને વડાપ્રધાન તરીકે નીમે છે.

પ્રમુખશાહી લોકશાહી :
(1) પ્રમુખશાહીમા દેશના વહીવટી તેમજ બંધારણીય વડા હોય છે.
(2) જ્યારે પ્રમુખશાહીમાં પ્રમુખની ઈચ્છા હોય ત્યાં સુધી રહી શકે છે.
(3) પ્રધાનો વ્યક્તિગત રીતે પ્રમુખને જવાબદાર હોય છે.
(4) રાષ્ટ્રના વડાને પ્રજા સીધી રીતે ચૂંટે છે.


3. મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો

=>મુદ્રિત માધ્યમ :
(1) દૈનિક વર્તમાનપત્રો, માસિકો, સામાયિક વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે.
(2) આ માધ્યમોમાં રજૂ થતા મંતવ્યો અને વિચારો વિવિધ લોકો સમજીને અલગ-અલગ મંતવ્ય રજૂ કરી શકે છે.

વીજાણુ માધ્યમો :
(1) જ્યારે વીજાણુ માધ્યમોમાં ટીવી, રેડિયો, ફિલ્મો, દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વગેરે હોય છે.
(2) રેડિયો, ફિલ્મો દ્વારા સમાજના લોકો સામે સામાજિક/આર્થિક સ્થિતિનો સચિત્ર રજૂ કરીને લોકમત ઉભો કરી શકાય છે.


-----------------------------------------------------


Q-5. ખાલી જગ્યા પૂરો :


1. આપણા સાર્વત્રિક પુખ્ત મતાધિકારમાં…….. સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.

(A) વ્યક્તિ દીઠ બહુમત
(B) વ્યક્તિ દીઠ એકમત
(C) વ્યક્તિ દીઠ વિરોધમત
(D) વ્યક્તિ દીઠ જાહેરમત

Correct Answer: વ્યક્તિ દીઠ એકમત

2. લોકમત ઘડતર માટે…….માધ્યમ ઓછું અસરકારક છે.

(A) દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ
(B) દ્રશ્ય માધ્યમ
(C) શ્રાવ્ય માધ્યમ
(D) મુદ્રિત માધ્યમ

Correct Answer: મુદ્રિત માધ્યમ

3. EVMનું સાચું નામ ……. છે.

(A) ઈલેક્ટ્રોનિક વેલ્યુ મશીન
(B) ઈલેક્ટ્રીક વેઈટ મશીન
(C) ઈલેકટ્રોનિક વૉટિંગ મેથડ
(D) ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીન

Correct Answer: ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીન


----------------------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 

Download PDF

HOW TO DOWNLOAD PDF


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 




-----Thanks for visit----

No comments:

Post a Comment