Q-1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :
1. સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશોની નિમણૂકની લાયકાત જણાવો.
– સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ.
– ભારતની નાગરિક હોવી જોઈએ.
– ભારતની કોઇ પણ વડી અદાલતમાં ન્યાયધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવી હોય અથવા.
– કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
– તે વ્યક્તિ 65 વર્ષથી વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ.
– રાષ્ટ્રપતિના મતમુજબ તે નામાંકિત ન્યાયવિદ્દ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવી જોઈએ.
2. સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો.
– જ્યારે અદાલતને સૌપ્રથમ જ તકરાર સંભાળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ અધિકાર ક્ષેત્ર કહેવાય છે આ કેસનો નિર્ણય કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે.
– સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્ય વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે.
– બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજય-રાજયો વચ્ચેની તકરાર કે ઝઘડાઓનો સંદર્ભે ચુકાદો આપે છે.
– અદાલતને નાગરિકોના મૂળભૂત અધિકારોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા છે.
3. સર્વોચ્ચ અદાલતની અધિકારક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવો.
=> રાજ્ય-રાજ્ય વચ્ચેના કે રાજ્યો-રાજ્ય કે રાજ્ય રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણી, ઉપયોગ બાબતેના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હકુમત બહાર છે તે માટે અલગ પાણી ન્યાયતંત્ર ચુકાદો આપે છે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે.
4. મહાભિયોગની કાર્યવાહી સમજાવો.
– સંસદના દરેક ગૃહે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 23 સભ્યોની બહુમતીના ટેકાવાળુ નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરાયેલ હોય તો પદભ્રષ્ટ કરી શકાય.
5. ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વર્ણવો.
– સેશન્સ કોર્ટ કોઈ આરોપીને તેને નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઇ શકે છે.
6. વડી અદાલતના ન્યાયધિશોની લાયકાતનાં ધોરણો વર્ણવો.
– તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
– ભારતના રાજ્યોમાં આવેલી કોઇ પણ અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષનો ન્યાયિક હોદ્દો ધારણ કરેલ હોવો જોઈએ.
– તેણે વડી અદાલતમાં ઓછામાં ઓછો 10 વર્ષનો વકીલાત તરીકેનો અનુભવ હોવો જોઈએ.
– રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ ન્યાયવિદ્દ, નિષ્ણાત હોવો જોઈએ.
– તેની ઉંમર 62 વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ.
7. તાબા હેઠળની વિવિધ અદાલતો જણાવો.
– પ્રત્યેક રાજ્યને વહીવટી એકમ-જિલ્લામાં વહેંચવામાં આવે છે જેમાં દિવાની, ફોજદારી અને મહેસુલી અદાલતોનો સમાવેશ થાય છે.
Q-2. નીચેના વિધાનો સમજાવો.
1. ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે.
=> ભારત એ લોકશાહી ધરાવતો દેશ છે દરેક વ્યક્તિને અહીં સ્વતંત્રતા આપવામાં આવી છે નાગરીકોના મૂળભૂત હકો નું રક્ષણ કરવા તેમ જ રાજયો રાજયો વચ્ચે સત્તાઓ અને કાર્યક્ષેત્રમાં કોઈ ઘર્ષણો ઉભા થાય તો તેનો બંધારણીય રીતે ઉકેલ લાવવા માટે નિષ્પક્ષ અને ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે.
– આ ન્યાયતંત્ર નિષ્પક્ષ રીતે તપાસ કરીને તેનું અર્થઘટન કરે છે ભારતના બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેનું ન્યાયતંત્ર ધ્યાન રાખે છે.
2. સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના-વાલી છે.
3. વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે.
=> ભારતની લોકશાહી શાસનતંત્રમાં સુગ્રથિત વહીવટ ચાલે તે માટે તાલુકા, જિલ્લા અને રાજ્યમાં અદાલતોની વ્યવસ્થા કરવામાં આવી છે.
– કેન્દ્ર કક્ષાએ ટોચ પર સુપ્રીમ કોર્ટ આવેલી છે મધ્યમાં વડી અદાલત અને પાયામાં જિલ્લા અદાલત.
– અને તાલુકાના તાબા હેઠળની અદાલતો આવેલી છે વડી અદાલતો જિલ્લાની અદાલતોની અપીલો સાંભળે છે જ્યારે વડી અદાલતોની સર્વોચ્ચ અદાલત સાંભળે છે.
– આમ, ભારતના ન્યાયતંત્રમાં વડી અદાલત કડીરૂપ છે.
4. લોકઅદાલત આકર્ષણનું કેન્દ્ર બની છે.
=> સ્થાનિક કક્ષાએ ગરીબ લોકોને ન્યાય મળી રહે તે માટે લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે.
– લોક અદાલતોમાં બંને પક્ષને સ્થળ પર જ સમાધાન કરવા માટે સમજાવવામાં આવે છે બન્ને પક્ષોનું હિત જળવાય રહે છે આમ, બંને પક્ષોમાં હાર કે જીત નો પ્રશ્ન આવતો નથી વર્ષોથી પડેલા કેસોનો નિકાલ કરવામાં આવે છે લોક અદાલતના ચુકાદાઓને કાનૂનની પીઠબળ પૂરું પાડવામાં આવે છે.
5. ધારાસભા અને કારોબારી બેજવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની સક્રિયતા આશીર્વાદરૂપ બને છે.
6. સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત ગણાય છે.
=> સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયોનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે.
– સર્વોચ્ચ અદાલતના નિર્ણય, માન્ય ગણાય છે જેને કાયમી દસ્તાવેજો ગણાવી શકાય.
– એ ચુકાદાઓ દેશની તમામ અદાલતો અને નાગરિકોને બંધનકર્તા હોય છે.
– સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના મુકદમા મા આપેલા ચુકાદાની નોંધ રાખે છે.
7. સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશો નિવૃત્તિ બાદ પણ કોઈ પણ કોર્ટમાં વકીલાત કરી શકતા નથી.
=> સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોનો હોદ્દો ઉંચો માનવામાં આવે છે સર્વોચ્ચ અદાલતના ઉંચા હોદ્દા ઉપર કામ કર્યું હોવાથી તે પછી જો નીચલી અદાલતમાં વકીલાત કરે તો તે અદાલતના ન્યાયાધીશો સ્નેહ-શરમમાં આવી શકે તો પક્ષપાતભર્યુ વલણ દાખવી બેસે.
– આથી બંધારણમાં કરેલ જોગવાઈ અનુસાર સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ નિવૃત્તિ બાદ વકીલ તરીકે સેવા આપી શકે નહીં.
---------------------------------------------------------------
Q-3. ટૂંક નોંધ લખો :
1. ન્યાયતંત્રની સ્વતંત્રતા
– ભારતીય ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, તટસ્થ છે ન્યાયતંત્ર સરકાર તરફી કે સરકાર પ્રત્યે પક્ષપાતીભર્યું વલણ ધરાવતું હોવું જોઈએ નહીં મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ ન્યાયધીશોને હોદ્દા પરથી દૂર કરી શકતી નથી.
– ન્યાયધીશોની ફરજ દરમિયાન તેમને સંસદમાં કે વિધાનસભામાં ચર્ચા કે ટીકા કરી શકતા નથી.
– આમ, ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્રતા, નિષ્પક્ષ, તટસ્થ એકસૂત્રી વિશિષ્ટ સ્થાન બક્ષ્યું છે.
2. વડી અદાલતનું અપીલી ક્ષેત્રાધિકાર
– જિલ્લાની સેશન્સ કોર્ટ કોઈ આરોપીને ચાર વર્ષ કે તેથી વધુ સજા કરી હોય તો વડી અદાલતમાં અપીલ કરી શકાય છે.
– ફોજદારી ગુનામાં સેશન્સ કોર્ટ હત્યાના ગુનામાં મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો વડી અદાલતમાં અપીલ કરી શકાય.
– નારાજ થયેલ પક્ષકારો વડી અદાલતના દ્વાર ખખડાવી શકે છે.
– કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણ અર્થઘટન સંબંધી પ્રશ્ર્ન હોય તો તેને વડી અદાલતમાં ટ્રાન્સફર કરી શકાય છે.
3. નઝીરી અદાલત
– સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટે નિયમો ઘડે છે તેનું પાલન કરવું બધી અદાલતો માટે અનિવાર્ય છે.
– સર્વોચ્ચ અદાલતના નિર્ણયને બીજે ક્યાંય પડકારી શકાતા નથી તે આખરી ગણાય છે.
– તેના નિર્ણયોના ભંગ બદલ તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે છે.
– સર્વોચ્ચ અદાલત દરેક ચુકાદાની નોંધ રાખે છે.
4. લોકઅદાલતો અને જાહેર હિતના દાવાઓ
– સ્થાનિક કક્ષાએ ગરીબ લોકોને સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે માટે લોક અદાલતોની રચના કરવામાં આવી છે.
– લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તા મંડળ મફતમાં કેસ લડી આપે છે.
– લોક અદાલત બંને પક્ષકારોને રવિવાર કે રજાના દિવસે બોલાવીને પણ સાંભળે છે.
– લોક અદાલતો સ્વૈચ્છિક છે.
– લોક અદાલતમાં, છૂટાછેડા, અકસ્માત, વાહન, વીમો વળતર, ભરણપોષણ વગેરે બાબતોના વિવાદનો ઉકેલ લાવે છે.
જાહેર હિતની અરજીઓ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં લત અને સર્વોચ્ચ આ અદાલતમાં કરી શકાય છે. બંને અદાલતો જાહેર હિતના દાવાને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદની અરજી તરીકે સ્વીકારે છે અને સંબંધિતોને તે અંગે જરૂરી આદેશો આપે છે. (નાગરિકોના અધિકારો કે જાહેર હિતના ભંગ અંગે વર્તમાનપત્રોમાં છપાયેલા સમાચારોનો આશરો લઈને વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત આપમેળે (સુમો મોટો) ફરિયાદ દાખલ કરી કાનૂની પગલાં લઈ શકે છે.)
5. તાબાની અદાલતો
– દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય છે.
– રાજ્યની બધી તાબાની અદાલતો વડી અદાલતોની સલાહ પ્રમાણે કાર્ય કરે છે.
– દરેક દીવાની અદાલતોમાં લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, વળતર વગેરેને લગતા કેસો ચલાવવાની સત્તા છે.
– ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ, ફોજદારી ગુના જેવા કે હત્યા, લૂંટ, બળાત્કાર વગેરે ગુનામાં 10 વર્ષ, આજીવન કેદ, 5000 કે તેથી વધુનો દંડ, જન્મટીપ, કારાવાસની સજા કરવાની સત્તાઓ ઘરાવે છે.
– આ ઉપરાંત તાબાની અદાલતોમાં ફાસ્ટટ્રેક કોર્ટ, પોટા કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ વગેરે અદાલતો પણ હોય છે.

No comments:
Post a Comment