Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :
1. રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ટૂંકનોંધ લખો :
– દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડનારી મહાનગર યોજના સ્વર્ણિમય ચતુર્ભુજ યોજના છે.
– આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો છે.
– રાષ્ટ્રીય ધોરીમાર્ગ મ્યાનમાર, પાકિસ્તાન, ચીન જેવા પડોશી દેશોને ભારત સાથે જોડે છે.
– રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંદરો, રાજ્યના પાટનગરો, વ્યાપારીક મથકો, મહાબંદરો વગેરે સ્થાનોને જોડે છે.
– ગુજરાતમાંથી 27, 41, 47, 48, 141, 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે.
– ઈ.સ. 2011 ભારત સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નંબરોમાં ફેરફાર કર્યા છે.
– દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ શ્રીનગર–કન્યાકુમારીને જોડતો ધોરીમાર્ગ છે.
– પશ્ચિમ બંગાળ, ઉતરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાત વગેરે જેવા રાજ્યો જે વધારે વસ્તી ધરાવતા હોવા છતાં તેમના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ ઓછી છે.
– તેમજ ચંડીગઢ, પુડુચેરી, ગોવા, દિલ્હી વગેરે જેવા પ્રદેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ વધુ છે.
2. ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો.
– વાહન ચલાવનારે ટ્રાફિક અંગેના બધા નિયમોની જાણકારી રાખવી જોઈએ.
– ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું જોઈએ.
– વાહનનું પાર્કિંગ યોગ્ય સ્થાને અને નક્કી કરેલા સ્થાને કરવું કેમ કે તે કોઈને અડચણરૂપ ન બને એનું ધ્યાન રાખવું.
– વાહન હંમેશા ધીમું ચલાવવું અને તેની ગતિમર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ.
– 108 અને ફ્રાયર બ્રિગેડના વાહનોને પહેલા પસાર થવા દેવા જોઈએ.
– બે પૈડાંવાળા વાહન ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવું જોઈએ.
– સાઈકલ, સ્કૂટર વગેરે દ્વિચક્રીય વાહનોને ડાબી બાજુ ચલાવવું જોઈએ તેથી મોટા વાહનો જમણી બાજુથી જઈ શકે.
– એકમાર્ગીય રસ્તા ઉપર વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું નહીં.
– જમણી કે ડાબી બાજુએ રસ્તો પસાર કરતી વખતે જ તે ઈન્ડિકેટર લાઈટનો અવશ્ય ઉપયોગ કરવો.
– બિનજરૂરી ‘હોર્ન’ મારવાનું ટાળવું.
– ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું.
– વાહન ચલાવનારને પૂરતી ઊંઘ લઈ લેવી જોઈએ રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે 108 નંબરને જાણ કરવી અને ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર આપવી.
– નજીકના સ્થળે ચાલીને જવું અથવા સાઈકલનો ઉપયોગ કરવો.
– ગાડીમાં બેઠેલા વ્યક્તિએ સિટબેલ્ટ અવશ્ય બાંધવો લાઈસન્સ વગર વાહન ચલાવવું ન જોઈએ.
3. ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા-કયા છે?
– ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો : ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર, અસમ અને તમિલનાડુ રાજ્યોમાં નદીઓનો જળમાર્ગ તરીકે વધારે ઉપયોગ થાય છે.
– રાષ્ટ્રીય જળમાર્ગોના પરિવહનની સેવા પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર-પૂર્વ ભારતના અસમમાં વગેરે રાજ્યોમાં વધારે જોવા મળે છે.
– ગંગાની શાખા હુગલીમાં સૌથી વધુ વહાણવટું થાય છે.
– આંતરિક જળમાર્ગોની જાળવણી માટે સરકારે નીચેના જળમાર્ગોનો દરજ્જો આપ્યો છે.
– રાષ્ટ્રીય જળમાર્ગ 4 : ગોદાવરી-કૃષ્ણા નદીમાં 1078 કિલોમીટરની લંબાઈનો કાકીનાડા–પુડુચેરી જળમાર્ગ.
– રાષ્ટ્રીય જળમાર્ગ 2 : બ્રહ્મપુત્ર નદીમાં 891 કિલોમીટરની લંબાઈનો ધુબ્રી–સાદિયા જળમાર્ગ.
– રાષ્ટ્રીય જળમાર્ગ 5 : બ્રાહ્મણી નદીમાં 588 કિલોમીટરની લંબાઈનો ગોએનખલી–તાલ્ચેર જળમાર્ગ.
– રાષ્ટ્રીય જળમાર્ગ 3 : પશ્ચિમ કિનારાની 250 કિલોમીટરની લંબાઈનો કોલમ–કોટ્ટાપુરમ જળમાર્ગ.
– રાષ્ટ્રીય જળમાર્ગ 1 : ગંગા નદીમાં 1620 કિલોમીટરની લંબાઈનો હલ્દિયા–અલાહાબાદ જળમાર્ગ.
Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :
1. સમૂહસંચારમાં શાનો સમાવેશ થાય છે?
(1) ઈલેક્ટ્રોનિક માધ્યમ : તેમાં અવકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે.
(2) મુદ્રિત માધ્યમ : તેમાં વર્તમાનપત્રો, ટપાલ અને પત્રિકાઓનો સમાવેશ થાય છે.
2. ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ-વસ્તુઓ કઈ-કઈ છે?
=> ભારતમાંથી નિકાલ થતી મુખ્ય ચીજવસ્તુઓમાં સુતરાઉ કાપડ, વસ્ત્રો, રત્ન-આભૂષણો, સાઈકલ, પંખા, ઈજનેરી સામાન, સિલાઈ મશીનો, રેલવેના ડબ્બા, વાહનો, ચામડાનો સામાન, કમ્પ્યુટર સોફ્ટવેર, શણનું કાપડ, માછલાં, ચા, કોફી, હસ્તકલાની વસ્તુઓ, તેજાનો અને મસાલાઓ વગેરે છે.
-------------------------------------------------------
Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :
1. ગુજરાતમાં રજ્જૂમાર્ગ કયા સ્થળોએ આવેલા છે?
=> ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રજ્જુ માર્ગ આવેલા છે.
2. વ્યક્તિગત સંચારતંત્રમાં અસરકારક સાધનો કયાં છે?
=> ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોન વ્યક્તિગત સંચારતંત્રના અસરકારક સાધનો છે.
3. આંતરિક વ્યાપાર કોને કહેવાય છે?
=> એક રાજ્યમાં ઉત્પાદિત થયેલી વિપુલ પ્રમાણમાં ચીજવસ્તુઓ બીજા રાજ્યમાં નિકાલ કરવામાં આવે છે અને બીજા રાજ્યમાં ઉત્પાદિત થયેલી વિપુલ પ્રમાણમાં ચીજવસ્તુઓ આપણા રાજ્યમાં આયાત કરવામાં આવે તેને ‘આંતરિક વ્યવહાર’ કહેવાય છે.
4. પહેલાંના જમાનામાં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો?
=> ઢોલ વગાડીને, ધુમાડો ઉત્પન્ન કરીને, કબુતરો અને પશુઓ દ્વારા સંદેશવ્યવહાર થતો.
------------------------------------------------------
Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
1. ઍવરેસ્ટના આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે છે?
(A) નેપાળી
(B) ભોટિયા
(C) ભૈયાજી
(D) એક પણ નહિ
Answer: (B) ભોટિયા
2. ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે?
(A) 3 નંબર
(B) 8 નંબર
(C) 44 નંબર
(D) 15 નંબર
Answer: (C) 44 નંબર
3. રાષ્ટ્રીય ધોરી માર્ગ નિર્માણની જવાબદારી કોની છે?
(A) રાજ્ય સરકાર
(B) કેન્દ્ર સરકાર
(C) જિલ્લા પંચાયત
(D) એક પણ નહિ
Answer: (B) કેન્દ્ર સરકાર
---------------------------------------------------

No comments:
Post a Comment