Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Thursday, 23 July 2026

Std 10 Social Science Ch.17 Aarthik Samasyao Ane Padkaro : Garibi ane Berojgari Svadhyay Solution || આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી ||

 


Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :


1. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો.

=> દેશમાં ‘હરિયાળી ક્રાંતિ’ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું.
– સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો ધર્યા તેથી ધનિક અને ગરીબો વચ્ચેનું અંતર ઘટાડી શકાય.
– સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા કૃષિ પેદાશો પર આધારિત પશુપાલન , મત્સ્ય ઉદ્યોગ , વનીકરણ વગેરે શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક જાતિઓ આર્થિક મદદ કરી.
– ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા , ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજશોખ , સુખસગવડો વસ્તુઓના ઉત્પાદન પર વધારે કરવેરાઓ નાખ્યા , ગરીબોની રોજબરોજની વપરાશી વસ્તુઓના ઉત્પાદન પર વધારે અગ્રીમતા આપી.
– સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ , સિંચાઈ , રસ્તા વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મુક્યા. બિયારણો , બેન્ક લોન , ટ્રેકટર વગેરેની સગવડો કરી.
– મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો શરૂ કર્યા. યુવક અને યુવતીના ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ , ફી માફી આશ્રમશાળાઓ વગેરેની સગવડતાઓ કરી.
– ગરીબોને ‘વાજબી ભાવની દુકાનો’ દ્વારા નિયત જથ્થામાં રાહતદરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પુરી પાડી તેમનું જીવનધોરણ ઉંચુ લાવ્યુ.
– જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન વિહોણા , ખેતમજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો વ્યૂહ અપનાવ્યો છે.
–  ‘ગરીબી હટાવો’ ના સૂત્ર સાથે સરકારે આયોજન માં મોટો અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું.


2. ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે ‘કૃષિક્ષેત્રે’ તથા ‘ગ્રામોદયથી ભારત ઉદય’ ના કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલા પગલાંઓની વિગતે ચર્ચા કરો.

=> કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓ :

(1) પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના :
– ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે. કૃષિપેદાશોના ભાવ સ્થિર રાખવા માટે સરકારે ‘ક્ષતિમુક્ત કૃષિભાવ પંચ’ ની રચના કરી છે

(2) ઈ - નામ યોજના :
– આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઉભું કર્યું છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારીઓ કોઈપણ જગ્યાએથી પાકની બોલી લગાવી શકે છે

(3) રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ :
– આ કાર્યક્રમમાં ખેતરને પાણી , હયાત કેનાલના માળખા સુધારવા , ટ્યુબવેલ બનાવવા , ક્ષાર - પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મુક્યા છે. રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે
– કૃષિ પર આધારિત કુંટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા પ્રયત્નો કરવામાં આવે છે

(4) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના :
– આ યોજના દ્વારા કૃષિ-ઉત્પાદનના દરમાં વધારો થાય , કૃષિ સંલગ્ન વિભાગોના વિકાસ થાય , ચેકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવાથી બચાવવાનો
– તેમજ રોજગારી પુરી પાડીને તેમને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયાસ છે

(5) ગ્રામોદયથી ભારતઉદય :
– આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા તારની વાડ બાંધવાથી પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેલ્ટર બાંધવા માટે સહાય. એનો સમાવેશ થાય છે
–  આ બધા કામોનો મુખ્ય હેતુ ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે
– જમીનનો સર્વે કરી તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ, ખેતીના યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસીડી આપવી , મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે

3. ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો.

=> ભારત સરકારે ગરીબી ઘટાડવા માટે પાંચ પ્રકારના કાર્યક્રમો બનાવ્યાઃ
(1) વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો
(2) સ્વરોજગારીના કાર્યક્રમો
(3) અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો
(4) સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો
(5) શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો

1.કૃષિવિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓઃ

(i) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના :
આ યોજના દ્વારા કૃષિઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળસંકટ નાથવા માટે નાના-મોટા ચૅકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીનાં જોખમો અને દેવાંથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયાસ છે.

(ii) પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાઃ આ યોજના ખેતસુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે. કૃષિપેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે “ક્ષતિમુક્ત કૃષિભાવ પંચની રચના કરી છે.

(iii) રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમઃ આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કેનાલનાં માળખાં સુધારવા, જમીન-ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યૂબવેલ બનાવવા, ક્ષાર-પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત, તળાવોનું ખોદકામ, વૉટર શેડ વિકાસ, ટાંકી-નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરોનું બાંધકામ, બાગાયત કામ, ચેકડેમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા પ્રયત્નો કરવામાં આવે છે.

(iv) ઈ-નામ્ યોજનાઃ આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના છે વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિબજાર ઊભું કર્યું છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઑનલાઇન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોની કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે.

2. ગ્રામોદયથી ભારતઉદયઃ
– આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા તારની વાડ બાંધવા આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ-ઉત્પાદન તથા પશુ-શેલ્ટર (આશ્રયસ્થાન) બાંધવા માટે સહાય, આધુનિક ટેકનોલૉજીથી વરસાદની આગાહી, જમીનનો સર્વે કરી તેનો રેકૉર્ડ રાખવાની જોગવાઈ, ખેતીનાં યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે.

૩. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજનાઃ 
– આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે વિના અવરોધે 24 x 7 રાત-દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો, ઘરોમાં અને ખેતરોમાં રાહતદરે વીજળી પૂરી પાડવી, દેશભરમાં વીજળીની સુવિધા વિનાનાં 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો અને નવાં વીજ સબસ્ટેશનો સ્થાપવાં તથા કૃષિક્ષેત્રનાં વીજળીનાં સાધનો ખરીદવાં તેમજ સૌરઊર્જા દ્વારા વીજળી મેળવવા અને સોલાર માટે ટેકનિક-સાધનો ખરીદવાં સબસિડીરૂપે સહાય પૂરી પાડીને ખેડૂતોની ગરીબી નિવારવા પ્રયાસો કરવામાં આવે છે.

4. આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના’:
– આ યોજના હેઠળ કૃષિવિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે તેમજ વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે.

5. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહનઃ
–  આ યોજના હેઠળ ખેતીની સામગ્રીની ખરીદી માટે ઓછા દરે ધિરાણ, ખેડૂતો માટે તાલીમી શિક્ષણની વ્યવસ્થા, ખેતપેદાશોના વેચાણ માટેની વ્યવસ્થા, પર્યાવરણની જાળવણી વગેરે સવલતો દ્વારા ગરીબ ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

6. પ્રધાનમંત્રી સડક યોજનાઃ
–  આ યોજના હેઠળ ગામડાને નજીકનાં નાનાં-મોટાં શહેરો સાથે જોડવા એપ્રોચ રોડ બનાવવામાં આવે છે.

7. મા અન્નપૂર્ણા યોજના : 
– આ યોજના હેઠળ રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજના મુજબ મધ્યમવર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ૨2 પ્રતિકિલો, ચોખા ૨૩ પ્રતિકિલો અને જાડું અનાજ 1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.

8. સાંસદ આદર્શ ગ્રામ યોજનાઃ 
– આ યોજના હેઠળ દરેક સંસદસભ્ય પોતાના મતવિસ્તારના દત્તક લીધેલા ગામમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડીને તેમજ વિવિધ કામો દ્વારા રોજગારીની તકોનું નિર્માણ કરીને તેને “આદર્શ ગામ બનાવવાનું હોય છે.

9. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના– (MGNREGA):
–  “આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ’ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કામ પૂરું પાડવામાં નિષ્ફળતા મળે, તો નિયમ મુજબ તેને ‘બેકારી ભથ્થુ પણ ચૂકવવામાં આવે છે.

10. મિશન મંગલમ્ :
– આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોની મહિલા સભ્યોને સખીમંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને, તેમને તાલીમ આપીને, પાપડ-અથાણાં-અગરબત્તી બનાવવાના ગૃહઉદ્યોગ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે.

11. દતોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના :
– આ યોજના હેઠળ રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટિર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બૅન્ક-લોનની સગવડ પૂરી પાડે છે.

12. જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના :
 – ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગારની તકો પૂરી પાડવા એ વિસ્તારના બેરોજગારોને ઉદ્યોગો સ્થાપવા જમીન, યંત્રસામગ્રી, વીજળી વગેરે માટે સબસિડીરૂપે આર્થિક મદદ આપવામાં આવે છે. સરકારનો “સ્ટાર્ટ-અપ ઈન્ડિયા’ નામનો કાર્યક્રમ આ યોજનાનો જ એક ભાગ છે.

13. બાજપાઈ બેન્કેબલ યોજનાઃ
 – આ યોજના હેઠળ જેમની ઉંમર 18થી 65 વર્ષની હોય અને ઓછામાં ઓછું 4થું ધોરણ પાસ કર્યું હોય એવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગારોને તાલીમ આપીને તથા વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ આપીને સ્વરોજગારી દ્વારા ગરીબી નિવારણ માટે પ્રયાસો કરવામાં આવે છે.

14. એગ્રો બિઝનેસ પોલીસી 2016 : 
– દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય, એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે જે દ્વારા ગરીબીમાં ઘટાડો કરી શકાય.


4. બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો (મુખ્ય ચાર) સવિસ્તર સમજાવો.

– ભારતમાં બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો નીચે પ્રમાણે છે :
– ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય છે. બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું વગેરે
– ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ
– કુટિર ઉદ્યોગો અને ગૃહઉદ્યોગો ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ
– ખાનગીક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ
– ઉત્પાદનક્ષેત્રે ટેક્નોલોજીમાં ફેરફાર થવાથી શ્રમિકોની માંગ વધી છે આથી શ્રમિકોને જે - તે ક્ષેત્રના તાલીમ આપીને કાર્યક્ષમ બનાવવાની તેમની રોજગારી પ્રાપ્ત થઈ શકે
– શ્રમિકોને સતત કામ મળી રહેશે એવું આશ્વાશન આપવું. શાળા - કોલેજના અભ્યાસક્રમો સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણે રાખવા, કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવવી
– શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાતી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામોઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મુકવો જોઈએ
– ‘મેક ઈન ઈન્ડિયા’ , ‘સ્કિલ ઈન્ડિયા’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ જેવી યોજના ભારત સરકારે યુવા બેરોજગારી માટે અમલમાં મૂકી શ્રમિકશક્તિનું આયોજન ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજોમાં નવા અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ
– બધા રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમી કેન્દ્રો તેમજ દરેક રાજ્યમાં એક IIT અને IIM જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી છે
– સરકારે ઓછા વ્યાજના દરે ધિરાણ , કાચો માલ અને યંત્ર સામગ્રીની પ્રાપ્તિ , વેચાણ વ્યવસ્થા વગેરે માટે અનેક પગલાં લીધા છે
– આજે રોજગાર વિનિમય કેન્દ્રો ‘રોજગાર’ , ‘કારકિર્દી’ જેવા સામાયિકો દ્વારા રોજગારીની માહિતી પુરી પાડે છે
સરકાર રોજગાર મેળા પણ યોજે છે. ‘મોડેલ કેરિયર સેન્ટર’ અને હેલ્પલાઈન નંબર 1800-425-1514 દ્વારા બેરોજગારોને જરૂરી માહિતી આપે છે.


---------------------------------------------------------


Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :


1. ગરીબી એટલે શું ? ગરીબીરેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો.

=> ગરીબીનો અર્થ નીચે પ્રમાણે છે :
– ગરીબી એટલે કે જેમને ખોરાક , કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી

ગરીબીરેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો :

– સારવાર જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી ત્યારે સમાજની એ સ્થિતિ.
– જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય.
– જે લોકોને બે ટંક પૂરતું ભોજન ન મળતું હોય.
– જેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય.
– જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય.
– જેઓ નિરક્ષર હોય.
– જેમના બાળકોનું મૃત્યુપ્રમાણ ઊંચું હોય.
– જેઓ સતત અનેક નાના - મોટા રોગોથી પીડાતા હોય.

2. ભારતમાં ગરીબીનું વર્ણન કરો.

– આ માપદંડના આધારે ભારતમાં ઈ.સ. 2011-12 માં દેશની કુલ 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા. જ્યારે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.9% હતું
– વિશ્વ બેંકના અહેવાલ મુજબ ઈ.સ. 2010 માં ભારતની કુલ વસ્તી 121 કરોડમાંથી 45.6 કરોડ લોકો ગરીબ હતા
– ભારતમાં આયોજન પંચે ઈ.સ. 2011-12 માં ગરીબીરેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ રૂ. 816 એટલે કે કુટુંબદીઠ ખર્ચ રૂ. 4080
– UNDP - 2015 ના રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 13.7% અને ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 25.7% હતું
– ઈ.સ. 2008 ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક 1.90$ નક્કી કરી હતી. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢ રાજ્યમાં અને સૌથી નીચું પ્રમાણ ગોવા રાજ્યમાં જોવા મળ્યું હતું
– ગ્રામીણ ક્ષેત્રે ગરીબી : ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે જામીનવિહોણા , ખેતમજૂરો , ગૃહ ઉદ્યોગો , કારીગરો ,જનજાતિઓ , કામચલાઉ કારીગરો વગેરેનો સમાવેશ થાય છે
– શહેરી ક્ષેત્રે ગરીબો : શહેરી વિસ્તારમાં વસતા ગરીબો મુખ્યત્વે રીક્ષા ચાલક , લારી-ગલ્લા કે હોટલ-ઢાબા પર કે ઓટો ગેરેજમાંકામ ચલાવતા હોય.


3. ગરીબી ઉદ્દભવવાના કારણો જણાવો.

ભારતમાં ગરીબીના ઉદ્દભવ માટેના કારણો નીચે મુજબ છે :

– જ્ઞાતિપ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચ કરવાથી લોકો દેવાદાર બને છે, આમ બિન ઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે

– બેકારીમાં વધારો થયો છે કારણ કે ટેક્નોલોજીમાં ફેરફાર થતા ગામડાના વ્યવસાયો , ઉદ્યોગો , ગ્રામોદ્યોગો પડી ભાંગ્યા

– દેશમાં ગરીબીનું પ્રમાણ વધવાનું કારણ જીવનજરૂરિયાતની વસ્તુની માંગ સામે પુરવઠો ઘડતાં ભાવો વધ્યા. લોકોની ખરીદશક્તિ ઘટી. અને જીવનધોરણ નીચું ગયું

– ભાવનો વધારો અને મોંઘવારીને કારણે વ્યક્તિને બે ટંક પૂરતું ભોજન ન મળ્યું

– રોકડીયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું. પરિણામે અનાજ , કઠોળના ભાવો વધ્યા.

– સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતા નથી અને વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે

– ગામડાઓમાં રોજી-રોટી ન મળવાથી લોકો શહેરો તરફ વળ્યાં. આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડામાં મજૂરીકામ ઓછું થઈ ગયું

– વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેતપેદાશોની આવકમાં ઘટાડો થયો

– ગામડાના લોકોમાં ખેતી સિવાયના બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ , જ્ઞાન , તાલીમ નો અભાવ વગેરે


4. સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો.

– ‘મા અન્નપૂર્ણા યોજના’ ગુજરાત સરકારે શરૂ કરી છે
– દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ એટલે અન્ન સલામતી .
– તેના મધ્યમવર્ગના ગરીબ કુંટુંબોને દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ , જેમાં ઘઉં રૂ. 2 પ્રતિકિલો , ચોખા રૂ. 3 પ્રતિકિલો અને જાડું અનાજ રૂ. 1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.
– રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતા કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે
– આ યોજનાનો ઉપયોગ કરીને લાભ મેળવતા કુટુંબના લોકોની બચતો વધશે અને તેમનું જીવનધોરણ સારું બનાવી શકાશે
– રાજ્યના લગભગ 3.62 કરોડ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે


5. "ધનિક ભારતમાં ગરીબો વસે છે !" સમજાવો.

– દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત રહ્યું છે.
– ભારત વિવિધ વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ - ધનિક - દેશ છે.
– ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેનો દેશની સુખાકારી અને કલ્યાણ માટે યથોચિત ઉપયોગ થઈ શકતો નથી.
– દેશમાં એ અંગેના શિક્ષણ , તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે.
– આથી , ‘ધનિક ભારતમાં ગરીબો વસે છે’ એમ કહેવાયું છે.


6. બેરોજગારીના કારણો જણાવો.

– બેરોજગારીના કારણો નીચે મુજબ છે :
– નવા ધંધા - ઉદ્યોગો શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ.
– આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા.
– માનવશ્રમની ખામીયુક્ત આયોજન અને અગતિશીલતા , શિક્ષિત યુવક - યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન.
– બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડીસર્જનના દરમાં ઘટાડો થયો.
– ગ્રામઉદ્યોગો , કુટિર ઉદ્યોગો નબળી સ્થિતિ.
– યુવાનોમાં ટેક્નિકલ જ્ઞાન અને તાલીમનો અનુભવનો અભાવ.


7. બેરોજગારીની અસરો જણાવો.

–  ભારતમાં બેરોજગારીની અસરો નીચે પ્રમાણે છે :
– લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો લૂંટફાટ , ચોરી , ગેરકાનૂની વ્યવસાયો જેવા કામો કરવા પ્રેરાય છે.
– યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે.
– બેરોજગારીને કારણે ગરીબી ઉદ્દભવે છે ગરીબ અને બેકાર બનેલા કુટુંબની સ્થિતિ અતિશય દર્દનાક હોય છે. તેમનુંજીવનધોરણ નીચું જાય છે.
– સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે જેથી કરીને સમાજમાં વર્ગભેદનું સર્જન થાય છે.
– બેકારીને કારણે નિરાશા અને હતાશા અનુભવે છે. બેરોજગારી વ્યક્તિ , કુટુંબ , સમાજ તેમજ દેશના અર્થતંત્ર પર વિઘાતક અસરો પડે છે.


---------------------------------------

Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :


1. સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી.

– સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક વર્ગની ગરીબી હોવાની સ્થિતિ. 

– નિરપેક્ષ ગરીબી એટલે અનાજ , કઠોળ , દૂધ , કપડાં , રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવનજરૂરિયાતો લઘુતમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સક્ષમ ન હોય તે.


2. ‘એગ્રો બિઝનેસ પોલિસી’ તથા ઈ-નામ વિશે જણાવો.

– એગ્રો બિઝનેસ પોલિસી : રાજ્ય સરકારે એગ્રો ફ્રુડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પુરી પાડવાની યોજના અમલમાં મૂકી છે

– આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફ્રુડ પ્રોડક્ટની નિકાસોમાં મદદ કરવાની


– ઈ - નામ : તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોને કોઈ પણ સ્થળેથી બોલી લગાવી શકે છે


3. ‘મનરેગા’ કાર્યક્રમની સ્પષ્ટતા કરો.

– ‘આપણા ગામમાં આપણું કામ , સાથે મળે છે વાજબી દામ’ ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ વિસ્તારોમાં કુટુંબદીઠ
– 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે
– ‘મનરેગા’ યોજના ભારત સરકારનો ગરીબીનિવારણનો એક કાર્યક્રમ છે


4. ઔદ્યોગિક બેરોજગારી એટલે શું ?

– ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ , વિદેશી માલની આયાત , ટેક્નોલોજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે કે વસ્તુની  માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાના થવું પડતું હોય તો તેવી સ્થિતિને ‘ઔદ્યોગિક બેરોજગારી’ કહે છે


5. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો.

– ‘વિશ્વ શ્રમબજાર’ એટલે વિશ્વના દેશો પોતાના શ્રમિકો - મજૂરોની પરસ્પર આપ - લે કરે તે.


-------------------------------------------------------------


Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


1. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે ?

(A) ઉત્તરપ્રદેશ

(B) ઓડિશા

(C) છત્તીસગઢ

(D) બિહાર


Answer: (C) છત્તીસગઢ


2. ભારતમાં 2011-12 માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું (કરોડમાં) ?

(A) 21.65

(B) 26.93

(C) 36.93

(D) 21.92


Answer: (B) 26.93


3. મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગાર અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે ?

(A) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના

(B) રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના

(C) મિશન મંગલમ યોજના

(D) એગ્રો બિઝનેસ પોલિસી - 2016


Answer: (C) મિશન મંગલમ યોજના


4. ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું ?

(A) બિહાર

(B) ઝારખંડ

(C) કેરાલા

(D) હરિયાણા


Answer: (C) કેરાલા


5. અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી ?

(A) મા અન્નપૂર્ણા યોજના

(B) મનરેગા

(C) અંત્યોદય યોજના

(D) સુકન્યા સમૃદ્ધિ યોજના


Answer: (A) મા અન્નપૂર્ણા યોજના


6. યુવા બેરોજગારીને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે ?

(A) મેક-ઈન-ઈન્ડિયા

(B) સ્ટાર્ટ અપ ઈન્ડિયા

(C) ડિજિટલ ઈન્ડિયા

(D) સ્વચ્છ ભારત અભિયાન


Answer: (B) સ્ટાર્ટ અપ ઈન્ડિયા


7. બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારીની નોંધણી કરતી સંસ્થા....

(A) રોજગાર વિનિમય કેન્દ્ર

(B) શ્રમ મંત્રાલય

(C) મોડેલ કેરિયર સેન્ટર

(D) ગ્રામ પંચાયત


Answer: (A) રોજગાર વિનિમય કેન્દ્ર


---------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

----- Send 'Hi" via whatsapp for PDF
( ₹10 Charge will be applicable for PDF )




👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો





-------Thanks for visit------



No comments:

Post a Comment