Q-1 નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :
1. ખાંડ તથા ખાંડસરી કારખાનાં ક્યાં સ્થપાયાં છે? શા માટે?
– ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, વગેરે રાજ્યોમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાનાઓ સ્થાપવામાં આવ્યા છે.
2. ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગ વિશે ટૂંકનોંધ લખો.
– ઝારખંડનું જમશેદપુરનું કારખાનું લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન કરે છે. તેનું કારખાનું 1907 માં શરૂ થયું.
– ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં બર્નપુર અને કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે પોલાદના કારખાના સ્થપાયા.
– હજીરા પાસે મીની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
– ભારતમાં લોખંડ અને પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં પોર્ટોનોવા નામના સ્થળે 1830 માં સ્થાપવામાં આવ્યું હતું.
– પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે ઈ.સ. 1864 માં જે કારખાનું સ્થાપવામાં આવ્યું તે આજે પણ ચાલુ છે.
– સીરિયાના દમાસ્કસ શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી. ભારતમાં લોખંડ વ્યવસાય જૂનો છે.
– ભારતના લોખંડ પોલાદના બધા જ કારખાનાનો વહીવટ ‘સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ’ હસ્તક છે.
– લોખંડ-પોલાદ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે લોહઅયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝની કાચી ધાતુ વપરાય છે.
3. ઉદ્યોગોના મહત્વ પર ટૂંક નોંધ લખો.
– ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો લગભગ 29% છે.
– ઉદ્યોગોમાંથી રોજગારી મળી રહે તેને કારણે લોકોનું જીવનધોરણ પણ સુધરે છે.
– ઉદ્યોગોના વિકાસને લીધે રાષ્ટ્રની પ્રગતિ થાય છે.
– ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાધી શકાતો નથી.
– દેશની વ્યવસ્થા ઔદ્યોગિક વિકાસથી ઘણી મજબૂત બને છે.
– જે દેશના ઉદ્યોગોનો વિકાસ થતો નથી અથવા તો ઘણો ઓછો હોય તે દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી.
4. સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો.
=> ભારતની ઔધોગિક અર્થ વ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે.
– આ ઉદ્યોગ લગભગ ૩.૫ કરોડ લોકોને રોજગાર આપે છે. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે.ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો
– મુખ્ય ઉદ્યોગ છે. મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ.
– સુતરાઉ કાપડની મિલોની શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ.
– સસ્તો કપાસ શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકુળતા કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ. આજે તો સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ ૧૦૦ નગરોમા આવેલી છે.
– વર્તમાન સમયમાં મુંબઈ,અમદાવાદ ભિવંડી,સોલાપુર,કોલ્હાપુર, નાગપુર,ઈકીર/અને ઉજજૈન સુતરાઉ કાપડ ઉદ્યોગનાં મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે.
– મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે. જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વમહાનગર કહે છે. આ ઉપરાંત પૂણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો છે.
– ગુજરાતમા અમદાવાદને 'પૂર્વનું માન્ચેસ્ટર' તથા 'ડેનિમ સિટી ઓફ ઈન્ડિયા' પણ કહે છે.
– આ ઉપરાંત ભરૂચ, વડોદરા, કલોલ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોનો પણ સમાવેશ થાય છે.
– તામિલનાડુમાં કોઈમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. ચેન્નઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો સમાવેશ થાય છે.
– ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઈટાવા, આગ્રા, લખનૌ વગેરે મુખ્ય કેન્દ્રો છે. મધ્ય પ્રદેશમાં ઈદોર, ગ્વાલિયર, ઉજજૈન અને દેવાસ આ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળમાં કોલકત્તા, હાવડા, મુર્શિદાબાદ, વગેરે મુખ્ય કેન્દ્રો છે.
– રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજયોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે.
– આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારાં પરિબળોમા વ્યાપક બજારક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિધુતની સુવિધા છે. આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જુના યંત્રોનો વપરાશ, અનિયમિત વિધુત પુરવઠો, કૃત્રિમ રેશાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહયો છે.
– ભારત રશિયા, યુનાઈટેડ કિંગ્ડમ, યુ.એસ.એ., સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, ઉપરાંત દક્ષિણ આફ્રિકા દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે.
Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :
1. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો.
– હવામાં ઉત્સર્જિત થતા પ્રદુષકોને ફિલ્ટર, પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવા સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે.
– ભૂકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ, ત્સુનામી જેવા કુદરતી પરિબળો અને માનવસર્જિત કારણોની અસરથી પર્યાવરણના જળ, જમીન અને વાયુ પ્રદુષિત થઈ પર્યાવરણની ગુણવતામાં ઘટાડો થવાની ઘટના ‘પર્યાવરણીય અતિક્રમણ’ કહેવાય છે.
– નદીઓમાં છોડતા પહેલા ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવાથી જળ પ્રદુષણ નિયંત્રિત કરવી તેના માટે ત્રણ પ્રવૃતિઓ મહત્વની છે.
(1) વિભિન્ન સ્થળોએથી કચરો એકઠો કરવો.
(2) બાકીના કચરાઓ જમીન-ભરણી માટે વાપરી તેનો નિકાલ કરવો.
(3) પુનઃચક્રીય કચરાને અલગ પાડી તેને ઉપયોગી બનાવવો.
2. ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો.
– ભિલાઈનો પોલાદ ઉદ્યોગ અને હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે જેમાં માલિકી અને વ્યવસ્થાપન સરકાર હસ્તક છે. અંબાણી, ટાટા, બિરલા, બજાજ વગેરે જૂથોની કંપનીઓ ઉદ્યોગો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે.
– ઓઈલ ઈન્ડિયા લિમિટેડ જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સંયુક્ત સાહસ છે.
– સહકારી મંડળીઓ દ્વારા ખાંડની મિલો અને દૂધ-ઉત્પાદક ડેરીઓ ચલાવવામાં આવે છે.
– મોટા પાયાના ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો.
– મોટા પાયાના ઉદ્યોગોમાં જે ઉદ્યોગોના શ્રમિકોની સંખ્યા મોટી હોય છે દા.ત. સુતરાઉ કાપડનો ઉદ્યોગ.
– નાના પાયાના ઉદ્યોગોમાં જે ઉદ્યોગોમાં નાનો ઉદ્યોગપતિ ઓછા કામદારોને રોકીને સામાન્ય ઉત્પાદન કરતો હોય છે દા.ત. ખાંડસરી ઉદ્યોગ.
– કૃષિ આધારિત ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊની કાપડ વગેરેનો સમાવેશ થાય છે.
– ખનીજ આધારિત ઉદ્યોગોમાં લોખંડ-પોલાદ, સિમેન્ટ કાચ વગેરે બનાવવાના ઉદ્યોગો એલ્યુમિનિયમ, તાંબું, રસાયણ ખાતર વગેરેનો સમાવેશ થાય છે.
Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :
1. ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેટલા કેન્દ્રો છે? તે ક્યાં આવેલા છે?
=> મુખ્ય પાંચ કેન્દ્રો છે (1) મુંબઈ (2) કોલકાતા (3) વિશાખાપટ્ટનમ (4) માર્માગોવામાં (5) રાંચી.
2. સિમેન્ટ બનાવવા માટે કયા કયા માલની જરૂર પડે છે?
=> સિમેન્ટ બનાવવા માટે ચૂનાનો પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઈટ, ચિકણી માટી વગેરેની જરૂર પડે છે.
3. ગુજરાતના રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ક્યાં સ્થાપિત થયેલા છે?
=> ગુજરાતના રાસાયણિક ખાતરોના ઉદ્યોગો કલોલ, ભરૂચ, વડોદરા, કંડલા, હજીરા વગેરે જગ્યાએ સ્થાપિત થયેલા છે.
4. ગુજરાતના કાગળ ઉદ્યોગોના ચાર કેન્દ્ર જણાવો.
=> રાજકોટ, વાપી, વડોદરા, અમદાવાદ, સુરત, વલસાડ વગેરે...
--------------------------------------------------
Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
1. નીચેના નગરોમાં ક્યા નગરને સુતરાઉ કાપડનું વિશ્વમહાનગર કહે છે?
(A) ઈંદોર
(B) મુંબઈ
(C) અમદાવાદ
(D) નાગપુર
Answer: (B) મુંબઈ
2. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ ક્યો છે?
(A) દ્રિતીય
(B) પ્રથમ
(C) તૃતીય
(D) એક પણ નહિ
Answer: (A) દ્રિતીય
3. ભારતનું કયું નગર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે?
(A) દિલ્લી
(B) બેંગાલુરુ
(C) જયપુર
(D) નાગપુર
Answer: (B) બેંગાલુરુ
4. ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે?
(A) કંડલા
(B) ઓખા
(C) દ્વારકા
(D) હજીરા
Answer: (D) હજીરા
5. નીચેનામાં કઈ જોડી ખોટી છે?
(A) બંગાળ-કુલ્ટી
(B) ઝારખંડ-જમશેદપુર
(C) કર્ણાટક-ભદ્રાવતી
(D) આંધ્રપ્રદેશ-બર્નપુર
Answer: (D) આંધ્રપ્રદેશ-બર્નપુર
------------------------------------------------------

No comments:
Post a Comment