Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Sunday, 12 July 2026

Std 10 Social Science Ch.15 Aarthik Vikas Svadhyay Solution || આર્થિક વિકાસ ||



Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :


1. વિકાસશીલ અર્થતંત્રના કોઈપણ પાંચ લક્ષણો ચર્ચો.

(1) ગરીબી :
– દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના લગભગ ત્રીજા ભાગ જેટલું હોય છે.
– ગરીબીનું કારણ તીવ્ર બેરોજગારી અને આવકની અસમાન વહેંચણી જવાબદાર છે.

(2) નીચી માથાદીઠ આવક :
– વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોની વસ્તીવૃદ્ધિનો દર ઊંચો હોવાથી માથાદીઠ આવક ઓછી હોય છે આને પરિણામે લોકોનું જીવનધોરણ નીચું રહે છે.

(3) આવકની વહેંચણીની અસમાનતા :
– આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં પ્રવર્તે છે.
– રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનનાં સાધનોની માલિકી અને વહેંચણીમાં ઘણી અસમાનતા હોય છે.
– તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે જ્યારે દેશના 20% ધનિક લોકો આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે.

(4) વસ્તીવૃદ્ધિ :
– આ દેશમાં વસ્તીવૃદ્ધિનો વાર્ષિક આંકડો 2% કે તેથી વધારે હોય છે.

(5) બેરોજગારી :
– બેરોજગારીનું પ્રમાણ શ્રમિકના 3% કરતા વધારે હોય છે.
– આ દેશમાં મોસમી, ઔદ્યોગિક અને અન્ય પ્રકારના બેરોજગારીનું પ્રમાણ વધારે છે.

(6) કૃષિક્ષેત્ર પર અવલંબન :
– આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. દેશના 60% કરતા વધારે લોકો રોજગારી માટે ખેતી પર આધારિત છે.
– દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25% ની આસપાસ હોય છે.

(7) દ્વિમુખી અર્થતંત્ર :
– આ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી છે.
– આ દેશોના જૂની યંત્રસામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું વ્યાપક બેરોજગારી વગેરે પ્રવર્તે છે.


2. જરૂરિયાતો અમર્યાદિત હોય છે - સમજાવો.

=> માનવ જરૂરિયાતોનો સરવાળો, બાદબાકી કે ભાગાકાર નહીં, પરંતુ ગુણાકાર થાય છે.
– માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે તેનો ક્યારેય અંત આવતો નથી.
– ઘણીવાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે.
– મનુષ્યના જીવનમાં અંત સુધી તેની જરૂરિયાતનો અંત આવતો નથી. કારણ કે જે મળે એનાથી અસંતુષ્ટ રહેવાની માનવીના સ્વભાવની લાક્ષણિકતા હોય છે.
– એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી ઉદ્દભવી જ હોય છે.
– કેટલીક જરૂરિયાતો એવી હોય છે કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને કારણે ઉદ્દભવે છે.
– અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે.


3. બજારતંત્રની મર્યાદાઓની ચર્ચા કરો.

=>  બજારની અજ્ઞાનતાને કારણે ગ્રાહકનું શોષણ થાય છે.
– આ પદ્ધતિમાં નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય છે. તેથી દેશમાં મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય છે, જ્યારે પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન ઓછું થાય છે.
– કુદરતી સંપત્તિનો દુર્વ્યવ થાય છે કેમ કે બજારતંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા હોતી નથી.
– આવકની અસમાનતામાં વધારો થાય છે. પરિણામે આર્થિક અસ્થિતરતા સર્જાય છે.
– બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી હોવાથી સંપત્તિ અને આવકનું કેન્દ્રરા થાય છે.
– ઈજારાશાહી વિકસાવવાને કારણે ગ્રાહકો અને મજૂરોનું શોષણ થાય છે.


4. મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો.

=>  ઓછા જોખમી તથા ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના એકમો વગેરે ખાનગી ક્ષેત્રમાં કે વ્યક્તિગત કરે છે.
– મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. જાહેર ક્ષેત્રને સોંપવામાં આવતી જવાબદારી, પાયાની સવલતો, આંતરમાળખાણુ નિર્માણ, ઔદ્યોગિક વિકાસ વગેરે છે.
– તાર-ટપાલ અને ટેલિફોન જેવી સંદેશાવ્યવહારની સેવાઓ, વીજળી, રેડિયો અને ટેલિવિઝન પ્રસારણની મોટી સિંચાઈ યોજનાઓ જેવી સેવાઓ વિકસાવવામાં આવે છે.
– એક સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એકમો કામ કરે છે દા.ત. માર્ગપરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવાઓના ક્ષેત્રો છે.


------------------------------------------------------


Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :


1. ઉત્પાદનના સાધન તરીકે જમીન.

=> ઉત્પાદનનું કુદરતી સાધન જમીન છે. તે કુદરતી બક્ષિસ છે. મનુષ્ય દ્વારા તેનું ઉત્પાદન થઈ શકતું નથી તેથી ઉત્પાદન ખર્ચ શૂન્ય છે.
– જમીનની ગતિશીલતા મર્યાદિત છે. એક ખેતરને બીજે સ્થળે લઈ જઈ શકાતું નથી જમીનમાં વિવિધતા છે. ઉપયોગિતાની દ્રષ્ટિએ અને ફળદ્રુપતાની દ્રષ્ટિએ જમીનમાં વિવિધતા જોવા મળે છે. જમીનની ગુણવતા પણ એકસરખી હોતી નથી.
– જમીન માનવસર્જિત સાધન નથી, ન=માનવીએ બુદ્ધિપૂર્વક આયોજન અને ટેક્નોલોજી દ્વારા તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે.
– અર્થશાસ્ત્રીની ભાષામાં કુદરતે સર્જન કરેલી, વિના મુલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ જેને આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય છે તેને ‘જમીન’ કહે છે.
– પૃથ્વીની સપાટી ઉપરાંત તળાવ, નદીઓ, જંગલો, ખનીજ સંપત્તિ વગેરે ‘જમીન’ કહેવાય છે.


2. સમાજવાદી પદ્ધતિની ખામીઓ.

=>  સમાજવાદી પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી.
– ચીજવસ્તુઓના ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી કેમ કે ઉત્પાદનમાં સાધનોની માલિકી રાજ્યની હોય છે.
– તેના અર્થતંત્રમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે. તેથી અમલદાર શાહીનો ભય પ્રવર્તે છે.
– અર્થતંત્રમાં સંશોધનને ગતિ મળતી નથી કેમ કે સ્પર્ધા કે હરીફાઈના તત્વનો અભાવ હોય છે.


3. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ચર્ચો.

=> 1.અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે :
– ખેડાણ જમીનમાં વધારો થવાથી ખેત- ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે.
– દા.ત. ઘઉં , ડાંગર જેવા પાકોના નવા બિયારણોની શોધ થતા ઉત્પાદનમાં થતો અનેકગણો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે.

2.વિકાસની પ્રક્રિયાના આધારે :
– આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક ફેરફારો સૂચવે છે, પરિણાત્મક અને ગુણાત્મક એમ બંનેને નિર્દેશ કરે છે.
– આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે કે – આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસનું પરિણામ છે.

3.વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં :
– જાપાન , ઈંગ્લેન્ડ , ફ્રાન્સ વગેરે વિકસિત દેશની આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ ગણાય, જ્યારે ભારત , બ્રાજિલ , મેક્સિકો વગેરે વિકાસશીલ દેશોની આવકમાં થતો વધારો આર્થિક વિકાસ ગણાય.


4. પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો.

=> રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે.
– પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવાક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે.
– વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે.
– પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલ મરઘાં-બતકાં ઉછેર, જંગલો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
– જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ માધ્યમિક ક્ષેત્ર અને સેવાક્ષેત્રની સાપેક્ષતામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઓછું થતું જાય છે.


5. તફાવત સ્પષ્ટ કરો : આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ.

આર્થિક પ્રવૃત્તિ :
(1) ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. દા.ત. ખેડૂત , શિક્ષક, વકીલ , ઈજનેર વગેરે...
(2) તેઓ આવક મેળવી અથવા ખર્ચ કરી જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ મેળવે છે.

બિન આર્થિક પ્રવૃત્તિ :
(1) જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી તે પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. દા.ત. ડોક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓની સેવા કરે, વ્યક્તિ સમાજસેવામાં કામો કરે.
(2) તેઓ કોઈ પણ સ્વરૂપના બદલાની અપેક્ષા વિના કામ કરતા હોવાથી તેમની પ્રવૃતિઓ બિન આર્થિક પ્રવૃતિઓ છે.


-----------------------------------------------------


Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :


1. આર્થિક વિકાસ એટલે શું?

=> આર્થિક વિકાસમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે જેના પરિણામે લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે.


2. ઉત્પાદનના મુખ્ય સાધનો કયાં છે? જણાવો.

=> (1) જમીન

(2) મૂડી

(3) શ્રમ

(4) નિયોજન


3. આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો.

=> ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પદ્ધતિને આર્થિક પ્રવૃત્તિ કહે છે દા.ત. ખેડૂત, શિક્ષક, ડોક્ટર, વકીલ, વેપારી વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય.


4. ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે?

=> ભારતે મિશ્ર અર્થતંત્રની આર્થિક પદ્ધતિ ભારતે અપનાવી છે.


5. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું?

=> ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતા વધારે ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગો ધરાવે છે. આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે. જમીનમાં મગફળી, મકાઈ કે અન્ય પાકો લઈ શકાતા નથી.


-------------------------------------------------------------------


Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


1. આર્થિક રીતે ભારત કેવો દેશ છે?

(A) વિકસિત

(B) પછાત

(C) વિકાસશીલ

(D) ગરીબ


Answer: (C) વિકાસશીલ


2. વિશ્વબેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય?

(A) 480 $

(B) 520 $

(C) 735 $

(D) 250 $


Answer: (C) 735 $


3. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે?

(A) સમાજવાદી પદ્ધતિ

(B) મિશ્ર અર્થતંત્ર

(C) બજાર પદ્ધતિ

(D) એક પણ નહિ


Answer: (C) બજાર પદ્ધતિ


4. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના ક્યા વિભાગમાં કરવામાં આવે છે?

(A) માધ્યમિક

(B) પ્રાથમિક

(C) સેવા ક્ષેત્ર

(D) આપેલ ત્રણેય


Answer: (B) પ્રાથમિક 


-----------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

----- Send 'Hi" via whatsapp for PDF
( ₹10 Charge will be applicable for PDF )




👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો





-------Thanks for visit------


No comments:

Post a Comment