Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Friday, 19 June 2026

Std 10 Social Science Ch.8 Kudarati Sansadhano Svadhyay Solution || કુદરતી સંસાધનો ||

 


Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :


1. સંસાધન એટલે શું? અને તેના ઉપયોગો વર્ણવો.

=>  સંસાધન એટલે જે વસ્તુ માનવી આશ્રિત હોય જેનાથી માનવીની જરૂરિયાતો પુરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે.

– સંસાધનોનો ઉપયોગ :
સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવજીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈક ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. તેના ઉપયોગો વિશે વધારે વિગતો જાણીએ.

  • સંસાધન - ખોરાક તરીકે
---માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતાં ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્યપાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતાં માછલાં અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે.

  • સંસાધન-કાચામાલનો સ્રોત
---જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન, ચામડાં અને માંસ, ખનીજ અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચોમાલબને છે.

  • સંસાધનો - શક્તિસંસાધનો તરીકે
---આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈપણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. વળી, સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રમોજાં, ભરતી-ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઊર્જા પ્રાપ્ત કરી શકાય છે.


2. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો.

=> ભૂમિ-સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ફળદ્રુપતા, ગુણવત્તા જાળવવી.

  • ભૂમિ સંરક્ષણના ઉપાયો

-- જંગલોના આચ્છાદનને કારણે તેનાં મૂળ જમીનકણોને જકડી રાખે છે.
-- નદીનાં કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું.
-- રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી. તે રણને આગળ વધતું અટકાવશે.
-- નદીઓનાં પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવાં જોઈએ.
-- અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તેને અટકાવવું જોઈએ.


---------------------------------------------------------


Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :


1. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો.

– તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે.
– તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલાં હોય છે.
– જમીન ખનીજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિનાં વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે.
– જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે.
– આમ, જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે.
– જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે.



2. કાંપની જમીન વિશે નોંધ લખો.

– ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
– ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણપ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણપ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખત્રિકોણપ્રદેશોમાં આવેલી છે.

  • લક્ષણો :
– આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે.
– તેમાં પોટાશ, ફૉસ્ફરિક ઍસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે; જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે.
– તેમાં જુદાં જુદાં કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે.
– તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લઈ શકાય છે.



3. કાળી જમીન વિશે નોંધ લખો.

– ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
– આ જમીનના નિર્માણમાં દખ્ખણના લાવાયિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે.
– કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચપ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે.
– આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે.
– આ જમીનમાં લોહ, ચૂનો, કૅલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મૅગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે.
– તે ફળદ્રુપ અને ચીકણી હોય છે.
– તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમ ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાંટો કે તિરાડો પડે છે.
– તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે.
– તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી 'કપાસની જમીન' તરીકે ઓળખાય છે. કાળી જમીન 'રેગુર' નામે પણ જાણીતી છે.


----------------------------------------------------


Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :


1. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો.

=> જમીનનું ધોવાણ એટલે હવા અને પાણી દ્વારા જમીનના માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે ઘસડાઈને દૂર જવું તેને જમીન ધોવાણ કહે છે.

– જમીન ધોવાણ થતું અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે :-
– પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું.
– જમીન પર થતી ચારણ પ્રવૃતિઓ અટકાવવી.
– ઢોળાવવાળી જમીન પર સ્ટેપ્સ પધ્ધતિથી વાવેતર કરવું.
– જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા.
– પાણીનો વેગ ધીમો પાડવા ખેતરમાં ઊંડી ખેડ કરવી.
– ખેતરોનું ધોવાણ અટકાવવા ખેતર ફરતે પાળા બાંધવા.
– વૃક્ષારોપણ કરવું.


2. પર્વતીય જમીનો કોને કહેવાય?

=> ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રો લગભગ 2700 થી 3000 મીટરની ઉંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વતશ્રેણીઓ ધરાવતા જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંખડ વગેરે વિસ્તારોમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે.
– આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.
– જંગલોવાળા ભાગમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે.


3. રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો.

=> ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબ શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે.
– ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે.
– તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે.
– આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
– તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષારકણોની માત્રા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે.
– અહીં જે વિસ્તારોમાં સિંચાઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે.


---------------------------------------------


Q-4. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો :


1. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન ……....

(A) સર્વ સુલભ સંસાધન

(B) સામાન્ય સુલભ સંશાધન

(C) વિરલ સંશાધન

(D) એકલ સંસાધન


Answer: (D) એકલ સંસાધન


2. જમીનનું નિર્માણ મૂળ ખડકોના …….. મળવા વાળા પદાર્થોની થાય છે.

(A) ખવાણ અને ઘસારાથી

(B) સ્થળાંતર અને સ્થગિતતાથી

(C) અનુક્રમ અને વિક્રમથી

(D) ઉર્ધ્વ અને શીર્ષથી


Answer: (A ) ખવાણ અને ઘસારાથી


3. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે?

(A) કાંપની જમીન

(B) લેટેરાઈટ જમીન

(C) કાળી જમીન

(D) રાતી અથવા લાલ જમીન


Answer: (B) લેટેરાઈટ જમીન


4. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનનો મુખ્ય …….. પ્રકારોમાં વહેંચવામાં આવી છે.

(A) સાત

(B) સોળ

(C) પાંચ

(D) આઠ


Answer: (D) આઠ


---------------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

----- Send 'Hi" via whatsapp for PDF
( ₹10 Charge will be applicable for PDF )




👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો





-------Thanks for visit------



No comments:

Post a Comment