Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :
1. જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો.
– તેમાં વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની, ખેતી કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી.
– તેમાં ભારતના જંગલોના કુલ વિસ્તારના 54.4% રોકે છે.
- માલિકી અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ જંગલોના પ્રકારો :
2. વન સંરક્ષણના ઉપાયો વર્ણવો.
=> વન-સંરક્ષણના ઉપાયો નીચે પ્રમાણે છે :-
– લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવાં. તેથી લાકડાનો વપરાશ ઘટતાં વનો બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતાં જે વૃક્ષો અનિવાર્ય પણે કાપવાં પડે તેની જગ્યાએ નવાં એ જ પ્રજાતિનાં વૃક્ષો વાવવાં જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
– જે ઉદ્યોગો જંગલોમાંથી કાચોમાલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ.
– ઈકો-ટુરીઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું.
– સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું.
– શાળા-કૉલેજોમાં શીખવાતા પાઠયક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વનસંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવવી.
– ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ (Social Forestry) અને કૃષિ વનીકરણ (Agro Forestry) ને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવાં.
– બળતણની જરૂરિયાતમાં લાકડાંના વપરાશને બદલે સૌરઊર્જા, કુદરતી વાયુ, વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ.
– વનસંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલાં વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું.
– જંગલ ક્ષેત્રોમાં આવેલાં ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા-યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતાં અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે. પશુચરાણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ.
3. વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો.
–એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતનાં જંગલોમાં લગભગ 40 હજાર કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે.
2. હાથી પરિયોજના :
4. ઘડિયાલ પરિયોજના
– મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી, ત્યારે ભારત સરકારે સમયસરનાં પગલાં લઈ આ પરિયોજના શરૂ કરી.
5. ગીધ પરિયોજના :
6. હિમદીપડા પરિયોજના :
---------------------------------------------------------
Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર આપો :
1. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું?
– જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે.
– તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવન શૈલીનું પણ સંરક્ષણ કરાય છે.
– ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે.
– આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે.
– આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચો. કિમીથી મોટો હોય છે.
– નીલગિરિ, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢી વગેરે દેશનાં મહત્ત્વનાં જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે.
– ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે.
– ભારતમાં 18 તેમજ ગુજરાતમાં 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલ છે.
2. ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતાં હતા?
=> ગુજરાતમાં અગાઉ પંચમહાલ, ઈડર, ડાંગના જંગલો અને અંબાજીમાં વાઘ જોવા મળતા હતા.
3. નિર્વનીકરણની અસરો જણાવો.
– વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે.
– વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રામાં વધારો થયો છે.
– અનેક વન્ય જીવો નિરાશ્રિત થયા છે.
– માંસાહારી વન્ય જીવો દ્વારા જંગલોની નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મરણના બનાવો વધુ રહ્યા છે.
– ગ્રીન હાઉસ ઈફેક્ટ ની અસર વધારે જોવા મળે છે.
– વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે.
– ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી રહી છે.
– જંગલોનો વિસ્તાર ઘટ્યો છે.
– દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે.
– અનેક વન્ય જીવો નિરાશ્રિત થયા છે.
– આમ, કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે.
4. લુપ્ત થતા વન્યજીવન વિશે નોંધ લખો.
– આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઊભેલા છે.
Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :
1. અભ્યારણ્ય એટલે શું?
– તેમા ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે.
– સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે.
– વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે.
– પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ અભયારણ્ય જાણીતાં અભયારણ્યો છે.
2. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું?
– અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે.
– તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે.
– પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
– અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી.
– તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે.
– કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચિગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
3. ભારતમાં કયાં કયાં જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે?
ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.
---------------------------------------------------
Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
1. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે?
(A) ઘુડખર
(B) રીંછ
(C) વાઘ
(D) દીપડા
Answer: (C) વાઘ
2. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત) નું નિયંત્રણ હોય તે જંગલો …….
(A) ગ્રામ્ય વનો
(B) અભયારણ્ય
(C) સામુદાયિક જંગલ
(D) ઝૂમ જંગલ
Answer: (C) સામુદાયિક જંગલ
3. વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે?
(A) બાર લાખ
(B) એકવીસ લાખ
(C) સાત લાખ
(D) પંદર લાખ
Answer: (D) પંદર લાખ
---------------------------------------

No comments:
Post a Comment