Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Wednesday, 17 June 2026

Std 10 Social Science Ch.6 Bharat na Sanskrutik Varsana Sthalo Svadhyay Solution || ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો ||

 


Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર આપો :


1. તાજમહેલ સ્થાપત્ય કલાનો પરિચય આપો.

=>  તાજમહેલ આગ્રા માં યમુના નદીની દક્ષિણે આવેલો છે.
– શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી અને યુરોપિયન કુશળ શિલ્પીઓ રોકીને તાજમહેલનું કાર્ય કરાવ્યું હતું.
– ઈ.સ. 1630 માં બેગમ મુમતાજ ની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો
– ઈ.સ. 1631 માં તાજમહેલનું બાંધકામ શરૂ કર્યું હતું અને તે 22 વર્ષ પછી ઈ.સ. 1653 માં પૂર્ણ થયું હતું.
– દુનિયાના અદ્રિતીય, બેનમૂન મકબરાઓમાં તેની ગણના થાય છે.
– તાજમહેલ વિશ્વની સાત અજાયબીઓ પૈકી એક છે.
– તાજમહેલ તેના સમયમાં બાંધકામ પાછળ સાડા ચાર કરોડ રૂપિયા કરતા વધારે ખર્ચ કર્યો હતો.
– તાજમહેલનું નિર્માણ સંગેમરના ચબુતરા ઉપર થયેલું છે.


2. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો.

=> જૂનાગઢ :
– જૂનાગઢના સમ્રાટ અશોકના શિલાલેખ, ખાપરા-કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, અડીકડીની વાવ, બહાઉદ્દીન વઝીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાના જોવાલાયક સ્થળો છે.
– જૂનાગઢમાં મહાશિવરાત્રીએ દર વર્ષે ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે.

પાટણ :
– સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ પાટણમાં પ્રખ્યાત છે.
– સિદ્ધરાજ જયસિંહે ઈ.સ. 1140 માં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું.
– શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ વાવ બંધાવી હતી. તે રાણીની વાવના નામે ઓળખાય છે.

ધોળાવીરા અને લોથલ :
– આ બે સ્થળો સિંધુખીણની સભ્યતાના નગરો હતા.
– ધોળાવીરા ગુજરાતના કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે.
– આજથી આશરે 5000 વર્ષ પહેલા ઘરેણાં અને મણકા બનાવવાના કારખાના હતા.
– ધોળાવીરા આદર્શ નગર હતું તેમજ તાલુકાના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું હતું.
– લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે.
– લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મુખ્ય બંદર હતું.

અમદાવાદ :
– ગુજરાતનું ઐતિહાસિક શહેર છે. તે ગુજરાત નું પાટનગર હતું.
– અમદાવાદમાં સરખેજનો રોજો કાંકરીયા તળાવ, રાણી રૂપમતિની મસ્જિદ, હઠીસિંહનાં દેરા, સીદી સૈયદની જાળી વગેરે જેવાલાયક સ્થળો છે.
– ઝૂલતા મિનારા સારંગપુર દરવાજા બહાર આવેલા છે.
– વડનગરમાં કિલ્લો, કીર્તિતોરણ જોવાલાયક સ્થાપત્યો છે.
– અરવલ્લીમાં શામળાજીનું મંદિર જોવાલાયક સ્થળ છે ગાંધીનગરમાં અડાલજની વાવ, અમદાવામાં દાદા હરીની વાવ, પાટણની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ વગેરે સ્થળોએ વાવો આવેલી છે.
– ભાવનગર જિલ્લામાં પાલિતાણાના શેત્રુંજય પર્વત પર અનેડા જૈન દેરાસરો આવેલા છે.


3. દિલ્લીના લાલ કિલ્લા વિશે નોંધ લખો.

=>  ઈ.સ. 1638 માં દિલ્લીમાં મુઘલ બાદશાહ શાહજહાંએ લાલ કિલ્લો બંધાવ્યો હતો.
– તેમાં અદ્યતન સુરક્ષાની પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
– શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી ‘શાહજહાનાબાદ’ નામનું નગર વસાવ્યું હતું.
– આ કિલ્લાને કમાન આકારના બે ઘુમ્મટો અને બે પ્રવેશ દ્વારો છે.
– શાહજહાંએ દીવાન-એ-ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવ્યું હતું.
– દિવાને-ખાસ ને કલાત્મક, સોના-ચાંદીથી મઢવામાં આવી હતી.
– દર વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકારે તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.
– ઈરાનના નાદીર શાહે દિલ્લી પર ચઢાઈ કરી ત્યારે તે મયુરાસન ઈરાન સાથે લઈ ગયો હતો.


------------------------------------------------


Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :


1. હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો.

=>  હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકાના તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે.
– 14મી સદીમાં વિજયનગરની રાજધાનીનું શહેર હતું.
– હમ્પી કૃષ્ણદેવરાયના સમય દરમિયાન સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી.
– તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામમંદિર મુખ્ય છે.
– વિજયનગરના શાસકોએ બંધાવેલા વિરૂપાક્ષમંદિર, શ્રીકૃષ્ણનું મંદિર વગેરે નગરની સ્થાપત્યકલાના શ્રેષ્ઠ ઉદાહરણો છે.
– તેની સ્તંભાવલીઓ પર દેવો, પશુઓ, નર્તકીઓ, યોદ્ધાઓ વગેરેના સુંદર ચિત્રો કંડારવામાં આવ્યા છે.


2. ખજુરાહોના મંદિરનો પરિચય આપો.

=> મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ખજૂરાહો નામના સ્થળે આવેલા છે.
– ચંદેલ રાજાઓએ શી કુલ-80 મંદિરોનું નિર્માણ કર્યું હતું, તેમાંથી માટે આજે 25 મંદિરો જ હયાત છે.
– ખજૂરાહો બુંદેલખંડના રાજપૂતોની રાજધાનીનું નગર હતું.
– તેમાં ચોસઠ જોગણીયુનું મંદિર મુખ્ય હતું.
– બધા મંદિરોની રચના, શિલ્પ વિધાન લગભગ સમાન છે.
– આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીનો ઉત્તમ નમૂનો છે.
– દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ખજૂરાહોના, શિલ્પ, સ્થાપત્યો, મૂર્તિકણ, વાસ્તુકલા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.
– આ મંદિરો ગ્રેનાઈટ પથ્થરોના બનાવેલા છે.


3. કોર્ણાકનાં સૂર્ય મંદિર વિશે નોંધ લખો.

=>  13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું.
– કોર્ણાકનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના જગન્નાથપુરી જિલ્લાના બંગાળના અખાતના દરિયાકિનારે આવેલું છે.
– આ મંદિર કાળા પથ્થરનું બનાવેલું હોવાથી ‘કાળા પેગોડા’ ના નામે ઓળખાય છે.
– આ રથને આધાર બક્ષના 12 મોટા પૈડાં છે. તે વર્ષના બાર મહિનાના પ્રતીકો સૂચવે છે. દરેક પૈડાંને આઠ આરા છે. તે દિવસના આઠ પ્રહાર દર્શાવે છે.
– સમગ્ર મંદિરને સાત અશ્વોથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
– મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો છે.
– શિલ્પકલાની દ્રષ્ટિએ કોર્ણાકનું સૂર્યમંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.


4. બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો.

=>  બૃહદેશ્વર મંદિર ઈ.સ. 1003 થી 1010 ના સમયગાળા દરમિયાન ચૌલ વંશના રાજા પ્રથમે બંધાવ્યું હતું.
– બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલું છે.
– આ મંદિર દેવાધિદેવ શિવનું છે.
– આ મંદિર રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને ‘રાજરાજેશ્વર મંદિર’ ના નામે ઓળખવામાં આવે છે.
– શિવ મહાદેવ ગણના હોવાથી આ મંદિરનું નામ બૃહદેશ્વર રાખવામાં આવ્યું છે.
– આ મંદિરનું નિર્માણ દ્રવિડ શૈલીમાં થયું છે.
– ભવ્ય શિખર, વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ ભારતીય સ્થાપત્યનો અદ્વિત્ય વારસો છે.
– આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે. તેનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઉંચુ છે.
– બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે.


5. ફતેહપુર સિકરી વિશે નોંધ લખો.

=>  મુઘલ બાદશાહ અકબરે ઉત્તર પ્રદેશમાં આગરાની પશ્ચિમે 26 માઈલ દૂર સૂકી સંત સલીમ ચિશ્તીની યાદમાં ‘ફતેહપુર સિક્રી’ નામનું નવું નગર વસાવ્યું હતું.
– મુઘલ બાદશાહ અકબરે આ નગરને નવી રાજધાની બનાવી હતી.
– ફતેહપુર સિકરીમાં નવરત્નો, કલાકારો, વિદ્વાનો વગેરેને આશ્રય આપ્યો હતો.
– બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઉંચો છે.
– તે દુનિયાનો સૈથી ભવ્ય દરવાજો છે ઈ.સ. 1569 માં ફતેહપુર સિકરીમાં ઈમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું. ઈ.સ. 1572 સુધીમાં કાર્ય પૂર્ણ થયું હતું.
– અહીંની અન્ય જાણીતી ઈમારતોમાં જોધાબાઈનો મહેલ, પંચમહાલ, દીવાને-આમ, દીવાને-ખાસ વગેરેનો સમાવેશ થાય છે.
– ફતેહપુરનો અર્થ ‘વિજયનું નગર’ એવો થાય છે.


------------------------------------------------


Q-3. નીચેના પ્રશ્ર્નોના ટૂંકમાં ઉત્તર લખો :


1. ઈલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો.

=> કૈલાશ મંદિર ઈલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે.
– આ મંદિરનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું.
– તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઉંચાઈ 30 મીટર છે.


2. એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો.

=>  એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી ઉત્તર-પૂર્વ દિશામાં 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે.
– પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વિપ પર હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી.
– આ આકૃતિ જોઈ તેમણે આ દ્વીપનું નામ ‘એલિફન્ટા’ અપાયું હતું.


3. કુતુબમિનાર વિશે લખો.

=> કુતુબમિનાર દિલ્હીમાં આવેલો છે. તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે.
– 12મી સદીના અંત ભાગમાં ગુલામ વંશના પ્રથમ સુલ્તાન ‘કુતુબદીન ઐબક’ કુતુબમિનારનું બાંધકામ શરૂ કર્યું હતું.
– કુતુબદીનના અવસાન થતા તેના જમાઈ ‘ઈત્તુંમિશે’ તેનું બાંધકામ ઈ.સ. 1210 માં પૂર્ણ કરાવ્યું હતું.


4. ગોવાનાં દેવળો વિશે લખો.

=> પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા. ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી. અહીં બેસાલીકા ઑફ બોમ જીસસ કે બેસાલીકા ઑફ ગુડ જીસસ દેવળ જૂના ગોવામાં આવેલું છે. અહીં સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. ઘણાં વર્ષો પછી પણ તેમનું પાર્થિવ શરીર વિકૃત થયું નથી. આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ (દેવળ) આવેલાં છે. તેમ જ ગોવા તેના રમણીય દરિયાકિનારા માટે પણ જાણીતું છે.


5. અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો.

=> અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી :-

(1) ભદ્રનો કિલ્લો (2) જામા મસ્જિદ (3) રાણી સિપ્રીની મસ્જિદ (4) સરખેજનો રોજો (5) કાંકરિયા તળાવ (6) સિદી સૈયદની જાળી (7) હઠીસિંગના દેરા (8) દાદા હરિની વાવ (9) બાદશાહનો હજીરો (10) રાણીની હજીરો.


6. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે.

=> પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતના લોકો વિવિધ તીર્થસ્થાનોની યાત્રાએ જાય છે. ભારતનાં ચાર ધામ યાત્રા અને બાર જર્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે. ચારધામમાં બદ્રીનાથ (ઉતરાખંડ), રામેશ્વરમ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત), અને જગન્નાથપુરી (ઓડિશા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને અમરનાથની યાત્રા પણ મહત્ત્વની ગણાય છે. ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્વ છે. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. આમ, ભારતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપી છે. દેશ-વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્યકલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે અને તેનાથી દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ભારતનાં 32 જેટલાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનાં સ્થળો સમાવિષ્ટ કર્યાં છે.


------------------------------------------------------


Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


1. અજંતાની ગુફાઓ નીચેનામાંથી ક્યા રાજ્યમાં આવેલી છે?

(A) મધ્યપ્રદેશ

(B) મહારાષ્ટ્ર

(C) ઓડિશા

(D) ગુજરાત


Answer: (B) મહારાષ્ટ્ર


2. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી.

(A) ઈલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે

(B) ઈલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે

(C) રાષ્ટ્રકુટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું

(D) ઈલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે


Answer: (D) ઈલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે


3. જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો : 
મંદિર                  –         રાજ્ય 
(1) કોર્ણાકનું સૂર્ય મંદિર – (A) મધ્યપ્રદેશ 
(2) વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલ – (B) તમિલનાડુ 
(3) બૃહદેશ્ર્વર મંદિર – (C) કર્ણાટક 
(4) ખજુરાહોનું મંદિર – (D) ઓડિશા

(A) (1 - d) , (2 - c) , (3 - b) , (4 - a)

(B) (1 - c) , (2 - d) , (3 - a) , (4 - b)

(C) (1 - c) , (2 - d) , (3 - b) , (4 - a)

(D) (1 - c) , (2 - b) , (3 - d) , (4 - a)


Answer: (A) (1 - d) , (2 - c) , (3 - b) , (4 - a)


4. તાજમહેલ : શાહજહાં : હુમાયુનો મકબરો : ………

(A) જહાંગીર

(B) હુમાયુ

(C) હમીદા બેગમ

(D) શાહજહાં


Answer: (C) હમીદા બેગમ


5. ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોને કરી હતી?

(A) હુમાયુ

(B) શાહજહાં

(C) બાબર

(D) અકબર


Answer: (D) અકબર


6. ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા ક્યો ક્રમ સાચો ગણાય?

(A) તાજમહેલ, ખજુરાહોના મંદિર, બૃહદેશ્વર મંદિર, ઈલોરાની ગુફાઓ

(B) ઈલોરાની ગુફાઓ, તાજમહેલ, ખજુરાહોના મંદિર, ઈલોરાની ગુફાઓ

(C) તાજમહેલ, બૃહદેશ્વર મંદિર, ખજુરાહોના મંદિર, ઈલોરાની ગુફાઓ

(D) તાજમહેલ , ખજુરાહોના મંદિર , ઈલોરાની ગુફાઓ , બૃહદેશ્વર મંદિર


Answer: (D) તાજમહેલ , ખજુરાહોના મંદિર , ઈલોરાની ગુફાઓ , બૃહદેશ્વર મંદિર


7. નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો. 
મંદિર              –         રાજ્ય
 (1) ઉપરકોટ – (A) અમદાવાદ 
(2) સિદી સૈયદની જાળી – (B) પાટણ 
(3) રાણીની વાવ – (C) ખદીરબેટ 
(4) ધોળાવીરા – (D) જૂનાગઢ

(A) (1 - d) , (2 - c) , (3 - b) , (4 - a)

(B) (1 - d) , (2 - a) , (3 - b) , (4 - c)

(C) (1 - c) , (2 - d) , (3 - b) , (4 - a)

(D) (1 - c) , (2 - b) , (3 - d) , (4 - a)


Answer: (B) (1 - d) , (2 - a) , (3 - b) , (4 - c)


8. નીચેનામાંથી ક્યો વાવનો પ્રકાર નથી?

(A) નંદા

(B) ભદ્રા

(C) તદા

(D) વિજ્યા


Answer: (C) તદા


-------------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

----- Send 'Hi" via whatsapp for PDF
( ₹10 Charge will be applicable for PDF )




👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો







-------Thanks for visit------


No comments:

Post a Comment