Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Monday, 15 June 2026

Std 10 Social Science Ch.4 Bharat no Sahityik Varso Svadhyay Solution || ભારતનો સાહિત્યિક વારસો ||

 


Q-1. નીચેના પ્રશ્ર્નોના સવિસ્તર ઉત્તર આપો.


1. ભારતમાં વેદો કેટલા છે અને ક્યા ક્યા છે તે સમજાવો.

=> ચાર વેદો છે (1) યજુર્વેદ (2) અથર્વવેદ (3) ઋગ્વેદ (4) સામવેદ.
– યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોના મંત્રો યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે.
– અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે.
– ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે.
– સામવેદમાં ઋગ્વેદની ઋચાઓની ગાન કરવાની વિધિ દર્શાવી છે. એ શ્ર્લોકો, રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને ‘સંગીતની ગંગોત્રી’ કહે છે.


2. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો.

=>  સાતમા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યાકેન્દ્ર તરીકે જાણીતું હતું.
– તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગાજવિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું.
– પાંચમી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.
– વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા.
– એક દંતકથા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભારતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે.
– તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.
– તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં આપવામાં આવતું.


3. મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો.

=> મધ્યયુગ દરમિયાન દ્રવિડકુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું.
– દિલ્હીના સલ્તનકાળ દરમિયાન હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીમાં અનેક ભક્તિગીતો રચાયા.
– સલ્તનકાળમાં ફારસી દિલ્હીના સુલ્તાનોની રાજભાષા હતી.
– તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે.
– કબીર જેવા ભક્તિમાર્ગને અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો.
– મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું હતું
– મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો, જે ભાષા-સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે.
– 18 મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથ લખાયા, જેમાં મુહમ્મદ હુસેન આઝાદનો ‘દરબારે અકબરી’ એક મહત્વનો ગ્રંથ છે.
– બંગાળના સુલતાનોનુ પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃત્તિવાસે ‘રામાયણ’, કવિ ચંડીદાસે ગીતો, સંત ચૈતન્ય ભક્તિગીતો રચ્યા.
– વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે ‘આમુક્તમાલ્યદા’ નામનો ગ્રંથ રચ્યો.
– આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો.
– મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું.
– રાજસ્થાની ભાષામાં ‘આલ્હા’, ‘ઉદલ’, ‘બીસલદેવરાસો’ નામની પ્રખ્યાત વીરગાથાઓ રચાઈ.
– મુલ્લા દાઉરચિત ‘ચંદ્રાયન’ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે જોકે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયા હતા.
– કાશ્મીરમાં જૈનુલ અબીદીનના આશ્રયે ‘મહાભારત’ અને ‘રાજતરંગિણિ’ જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો.
– છેલ્લો મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફર ઉર્દુ ભાષાનો કવિ હતો.
– આ સમયમાં અવધિ ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ ‘પદ્માવત’ નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે ‘રામચરિતમાનસ’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો.


----------------------------------------------


Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :


1. વલભી વિદ્યાપીઠની માહિતી આપો.

=>  વલભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ ના લીધે કારણે ભારત અને વિશ્વમાં પ્રસિધ્ધ બની હતી. અહીં મોટાભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.
– વલભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના અશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા. સનાતની હતા, છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા.
– આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો. એ પછી વલભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠ નો અંત આવ્યો.
– વલભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો-શ્રેષ્ઠીઓનો ફાળો ખુબ મોટો હતો.
– ભાવનગર પાસેનું વલભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું
– વલભી વિદ્યાપીઠ ઈ.સ. 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણકેન્દ્ર હતું.
– 7મા સૈકાની માધ્યમ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવાં આવતા.
– આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણુંક થતી.
– ચીની પ્રવાસી ઈત્સિંગે લખ્યું છે કે વલભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતી ધરાવતી હતી.
– વલભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ-વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અંતે આવતા.


2. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો.

=>  ઈ.સ.ની પાંચમીથી સાતમી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણ ધામ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ હતી.
– નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. પાંચમી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો. મહાવીર સ્વામીએ અહીં ચૌદ ચાતુર્માસ કર્યા હતા તેથી તે ધર્મનું તીર્થ બન્યું હતુ.
– સાતમી સદીમાં ચીની પ્રવાસી યુઅન રવાંગે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો તે ચીન પાછો ગયો ત્યારે ૬૫૭ જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો.
– લગભગ ૭૦૦ વર્ષ સુધી દેશ-પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો જોવા મળે છે. એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે.
– નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાવ ગામ પાસે આવેલી હતી.
– આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા, અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજ ના નામથી ઓળખાતો હતો.
– નાલંદા વિદ્યાપીઠ માં સાત મોટા ખંડો હતા તેમાં આશરે 300 વ્યાખ્યાન ખંડો હતા વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા. વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા.


-----------------------------------------------------


Q-3. નીચેના પ્રશ્ર્નોના જવાબ ટૂંકમાં લખો :


1. યજુર્વેદ વિશે સમજૂતી આપો.

=> યજુર્વેદ યજ્ઞનો વેદ કહે છે. તે ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપમાં રચાયેલા છે તેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ નું વર્ણન કરવામાં આવ્યું છે.


2. અથર્વેદમાં કઈ માહિતી આપવામાં આવી છે?

=>  અથર્વેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે.


3. શ્રીમદ્દ ભગવદ્દગીતામાં ક્યા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે?

=>  શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ અને ભક્તિમાર્ગ આ ત્રણ મોક્ષ પ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતનું વિવેચન છે.


-----------------------------------------------


Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


1. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ …… છે.

(A) ઋગ્વેદ

(B) યજુર્વેદ

(C) સામવેદ

(D) અથર્વવેદ


Answer: (A) ઋગ્વેદ


2. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે?

(A) પાલી

(B) હિન્દી

(C) બ્રાહ્મી

(D) ગુજરાતી


Answer: (A) પાલી


3. દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે?

(A) તમિલ

(B) તેલુગુ

(C) કન્નડ

(D) મલયાલમ


Answer: (A) તમિલ


4. કવિ ચંદબરદાઈનો ક્યો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે?

(A) પૃથ્વીરાજરાસો

(B) વિક્રમાકદેવરચિત

(C) કવિરાજમાર્ગ

(D) ચંદ્રાયન


Answer: (A) પૃથ્વીરાજરાસો


5. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે?

(A) અષ્ટાધ્યાયી

(B) પૃથ્વીરાજરાસો

(C) વિક્રમાકદેવરચિત

(D) ચંદ્રાયન


Answer: (A) અષ્ટાધ્યાયી


------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

----- Send 'Hi" via whatsapp for PDF
( ₹10 Charge will be applicable for PDF )




👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો






-------Thanks for visit------


No comments:

Post a Comment